વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 11, 2014

( 427 ) ભારતના રાજકારણ અને ચૂંટણી અંગે થોડી રમુજી સામગ્રી ( સંકલિત )

namo-campaign

ભારતમાં હાલમાં  ચૂંટણીનો ચરુ દેશભરમાં બરાબર ઉકળી રહ્યો છે  . લોકશાહીનો આ લોકોત્સવ  અવનવાં રૂપ ધારણ કરી રહ્યો છે .

જાત જાતની આગાહીઓ અને ચર્ચાઓ ચોરે અને ચૌટે જોવા મળે છે .

આજની પોસ્ટમાં નેટ જગતમાંથી એકત્રિત અને મિત્રોએ મોકલેલ ભારતની ચૂંટણી અને રાજકારણને લગતી

કેટલીક રમુજી સામગ્રી પીરસી છે .આશા છે આપને એ ભાવશે .

ન ભાવે તો થૂંકી નાખવાની આપને પૂરી છૂટ છે .

ગમે તો તમારી ટીપ્પણી કોમેન્ટ બોક્ષમાં ઉમેરી શકો છો .

વિનોદ પટેલ 

—————————–

એક માણસ ઘરમાં ઘૂસેલી બિલાડીને બહાર મૂકી આવ્યો તો પાછી ઘરમાં પાછી આવી ગઈ ,

સોસાયટી બહાર મૂકી આવ્યો તો પણ ઘરમાં પાછી આવી ગઈ .

શહેરની બહાર મૂકી ત્યારે પણ પાછી આવી ગઈ .

છેવટે તે માણસ તેને જંગલમાં મૂકી આવ્યો .થોડીવાર પછી એની પત્નીએ ફોન કર્યો કે તમે ક્યાં છો .

પેલા ભાઈએ કહ્યું કે , હું જંગલમાં બિલાડીને મુકવા આવ્યો છું .

એની પત્નીએ કહ્યું કે બિલાડી તો ઘરે આવી ગઈ છે . તમે હવે ઘેર આવી જાઓ .

પેલા માણસે કહ્યું કે મને તેડવા બિલાડીને મોકલ, મને જંગલમાંથી ઘરનો રસ્તો મળતો નથી .

આજે રાજકારણમાં ઘણાની હાલત આવી થઇ ગઈ હોય એવું તમને નથી લાગતું ?

સાભાર- શ્રી વિપુલ દેસાઈ

——————————————————-

એક ચાન્સ હમેં ભી દો
 
કોંગ્રેસને આપકા બહુત ખુન પિયા , અબ એક ચાન્સ હમેં દે દો .— -નરેન્દ્ર મોદી અમદાવાદમાં

———————-

પહેલીવાર આ વખતની ચુટણીમાં કોંગ્રસ અને ભાજપ બંને એક જ વાત કરી રહ્યા છે  :

કોંગ્રસ કો વોટ દોગે તો રાહુલ પી.એમ. બનેગા  !

————————–

 એકઝામ

એક નિશાળની એકઝામમાં એક છોકરાએ પ્રશ્નપત્રમાં જવાબો લખવાને બદલે સામા પચ્ચીસ સવાલો પૂછયા હતા !

શિક્ષકે તપાસ કરતાં ખબર પડી કે એ કેજરીવાલનો છોકરો હતો !  

—————————–

ઈન્ડિયા કોલિંગ

ઓબામાની લગ્ન તિથીની વરસગાંઠના દિવસે વ્હાઈટ હાઉસમાં એક ફોન આવ્યો .

રીસેપસ્નીસ્ટે ઓબામાને કહ્યું, ” સર, ઇન્ડીયાથી ફોન છે પણ કોઈ બોલતું નથી ….”

ઓબામા સમજી ગયા  ” મનમોહનસિંહ જ હશે !

———————————-
SAVE and SEV

DELHI Says Save Petrol

MUMBAI Says Save Water

KASHMIR Says Save Us

Andhra Says Save Telangana

BUT GUJARATI Says

“Sev Gathia,
Sev Mamra,
Sev Puri,
Sev Khaman..”

Always Happy Gujrat !

————————————————-

ગોદડીયો ચોરો ફેઈમ મારા મિત્ર શ્રી ગોવિંદ પટેલ – સ્વપ્ન જેસરવાકરની આ કટાક્ષિકાનું તો શુ કહેવું .

એમના આભાર સાથે એને નીચે માણો .

લોકશાહી કે શાહીલોક….કાવ્ય.. ગોવિંદ પટેલ

હે મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે

હે ઢોલ ઢમઢમ વાગે છે ને પક્ષો નાચે છે…મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે જુદી જુદી સમિતિયોની બેઠક મલે છે

હે ઉમેદવાર નામની માથાપચ્ચી ચાલે છે

હે ક્યાંક તો બળવાનાં બ્યુગલ ફુંકાયે છે …મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે ઉમેદવારોનાં કુટુંબકબીલા રાજે છે

હે બની ગયા પરધાન એમ  ગાજે છે

હે એતો જીતી ગયા ના સપનાંમાં રાચે છે..મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે પ્રાંત પ્રાંતમાં પ્રચારો તો ચાલે છે

હે ખરો ને ખોટો એમ વિવાદો સાલે છે

હે એતો જ્ઞાતિવાદ ધર્મવાદમાં મહાલે છે…મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે ચા ને ચવાણા કેરી ધુમ મચાવે છે

હે રુપિયા ને વચનોથી એ લલચાવે છે

હે એતો દારૂ કેરી બાટલીયો ઠાલવે છે…મારી ખુરશી  માને દ્વારે ઢોલ વાગે છે.

હે આતો ભુત જાય ને પલિત ફુટે છે

હે પાંચ વરસ સુધી સંપતિને લુંટે છે

હે આ લોક-શાહી*થી લોક માથાં કુટે છે….મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

(લોક્શાહી*= લોક એટલે પ્રજા ને શાહી આ ચુંટાયેલા શાહ (માલિક) બની જાય છે.

 શાહીઓ માટે અધધધ ભાડાં ભથ્થાં..શાહી પ્રવાસ…શાહી મહેલ…શાહી સુખ સગવડ

ને આ શાહીઓ પોતાને કાયદાથી ઉપર માને છે)

બોલો હવે આવડા  શાહી-લોક જ કહેવાય ને ?????????

સ્વપ્ન જેસરવાકર
========================================

કોન્સેપ્ટ

જાપાનનો કોન્સેપ્ટ :

જો કોઇ એક કરી શકે….તો તમે પણ કરી શકો….

જો કોઇ ન કરી શકે…તો તમને તો કરવુ જ જોઇએ……

આપણો કોન્સેપ્ટ :

જો કોઇ કરી શકે.. તો તેને કરવા દો…

જો કોઇ ન કરી શકે.. તો હું કેવી રીતે કરી શકુ ?
—————————————————-

છેલ્લે ,મારા તરફથી એક પેની …..

LEADER  અને  DEALER

બન્નેમાં સરખા અક્ષરો છે

લીડરને પણ ડીલર થવું પડે છે  . If you want to LEAD you must DEAL

રાજકારણ એટલે જ ડીલ કરવાની કળા .

ચૂંટણીમાં જે લીડર ડીલર ના બને  એ ફાવી ના શકે .

LEADING and DEALING always goes together in Politics and in Elections

વિનોદ પટેલ
——————————————————————————

મારા એક યુ ..કે. નિવાસી મિત્ર શ્રી દિલીપ સોમૈયાએ Politicians વિશે વિચારવા જેવાં કેટલાંક સરસ

અંગ્રેજીમાં અવતરણો મોકલ્યાં છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

Politicians — Food for thought!!

 I have come to the conclusion that politics is too serious a matter to be left to the politicians.

 ~Charles de Gaulle, French general & politician

——————-

Politicians are the same all over. They promise to build a bridge even where there is no river.

 ~Nikita Khrushchev, Russian Soviet politician

—————————

 We hang petty thieves and appoint the bigger thieves to public office.

 ~Aesop, Greek slave & fable author

————————

What happens if a politician drowns in a river?

That is pollution.

What happens if all of them drown?

That is a solution!

————————————————————————–

Chuntani-2014

—————————————————–

આભાર – શ્રી મહેન્દ્ર શાહ 

 

( 426 ) અમેરિકન હાસ્ય લેખક આર્ટ બુશવાલ્ડ (Art Bushwald) ની બે રમુજી કૃતિઓ …લેખક- મોહમ્મદ માંકડ

 
 
Art Buchwald ( 1925 –, 2007)

Art Buchwald
( 1925 –, 2007)

 

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જન્મેલા લેખક આર્ટ બુશવાલ્ડ (Art Bushwald: 1925-2007) અમેરિકન હાસ્ય લેખકોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અમેરિકામાં હાસ્ય લેખકોનો તૂટો નથી, પરંતુ બુશવાલ્ડ એમની વિશિષ્ટ શૈલીને કારણે ખાસ સ્થાન ધરાવે છે. અહીં તેમની બે કૃતિઓ આસ્વાદ માટે રજૂ કરી છે  .

કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

     અહીં ક્લિક કરી  આર્ટ બુશવાલ્ડ (Art Bushwald નો પરિચય વાચો

અમે પતિ-પત્ની કેરોલ કેનિંગના સંગીતના કાર્યક્રમ ‘હેલો ડોલી’માં ગયેલાં. પાત્રોની વેશભૂષા, મંચની સજાવટ, કાર્યક્રમની રજૂઆત કે તેના સંગીત વિશે પ્રશંસા સિવાય કંઈ કહેવાનું નથી, પરંતુ ઓડિયન્સ વિશે ખાસ કરીને પાછળ બેઠેલી સ્ત્રી વિશે ઘણું જ કહેવું પડે તેમ છે. એણે તો અમારા માટે આખા કાર્યક્રમની મજા જ મારી નાખી.

પાછળ બેઠેલી બોલકણી સ્ત્રી ત્રાસદાયક હતી. દરેક શો ઉપર, ગીત ઉપર કોમેન્ટ કર્યાં કરતી અને એમાંય જ્યારે જ્યારે મિસ કેનિંગ કોઈ ગીત ગાતી ત્યારે એ એના પતિ આગળ એના વિશે ‘રનિંગ કોમેન્ટરી’ આપતી. “કેટલું અદ્ભુદ ગાય છે નહીં? કેટલી સુંદર ગમી જાય એવી છે નહીં? એનો ડ્રેસ તો જુઓ કેટલો સરસ છે! અને આ ગીત તો બહુ સરસ છે.” વગેરે વગેરે એટલું બોલતી રહી કે ઇન્ટરવલ પડયો ત્યાં સુધી અમે અહીં શું સાંભળવા આવ્યાં હતાં (અને શું સાંભળ્યું!) એ જ ખબર ન પડી.

મેં મારી પત્નીને કહ્યું, “આ સ્ત્રી મને ગાંડો કરી દેશે.”
મારી પત્નીએ તરત જ ચેતવણીના સૂરે કહ્યું, “જો જો, એની સાથે કોઈ એવું વર્તન ન કરતા.”
“હું એને મારી નાખું તોય એ ખરાબ વર્તન ન ગણાય.”
પત્નીએ ધમકીભર્યા સ્વરે કહ્યું, “ચૂપ રહો હવે!”

મેં કહ્યું, “હું એને મોઢે જ મૂંગાં રહેવાનું કહી દેવાનો છું.”

પત્નીએ કહ્યું, “ખબરદાર, એવું કાંઈ કરતા નહીં.”

“કેમ નહીં?”
“તમારે લીધે મારે મુશ્કેલી ઊભી થશે.”

“હું એને ચૂપ રહેવાનું કહું એમાં તને શાની મુશ્કેલી? તારી ઉપર એને ખોટું થોડું લાગે?”

પત્નીએ કહ્યું, “તમે કહેશો તો એમાં તમારું જ ખરાબ દેખાશે.”

“એ સ્ત્રીએ આપણી આજુબાજુના દરેકનો કાર્યક્રમ જોવાનો આનંદ હરામ કરી નાખ્યો છે એટલે હું એને કાંઈ કહીશ તો એનાથી મારું કાંઈ ખરાબ નહીં દેખાય, ઊલટું બધાં મારો આભાર માનશે અને હું બહાદુર કહેવાઈશ.”

“એમ કરીને તમે મારો કાર્યક્રમ બગાડશો.”

“અને કાંઈ નહીં કહેવાથી મારા કાર્યક્રમની મજા બગડશે તેનું શું? તમને બૈરાંઓને હંમેશાં એમ જ લાગે છે કે તેમના પતિ તેમને તકલીફમાં મૂકી દેશે! તું પોતે કોઈ જગ્યાએ ખરીદી કરતી વખતે આવી કોઈ ચિબાવલીને ધક્કો મારી કાઉન્ટર ઉપર પહોંચી જતાં અચકાતી નથી તો અહીં કેમ આનો પક્ષ લે છે!”

“કારણ કે હું જાણું છું કે એનાથી બોલ્યા વિના રહી શકાતું નથી.” પત્નીએ નાકનું ટીચકું ચડાવતાં કહ્યું.

“તો મારાથી પણ એને કહ્યા વિના નથી રહી શકાતું. તું એમ માને છે કે એનો પતિ જ એને ચૂપ કરશે?”

“હું કાર્યક્રમ દરમિયાન કાંઈ બોલું તો તમે મને ચૂપ રહેવાનું કહો ખરા?”

મેં કહ્યું, “હા, ચોક્કસ કહું.”

“એ જ બતાવે છે કે તમારા સંસ્કાર કેવા છે!”
“એની સાથે પાછળ બેઠેલી ‘બોલકણી’ને શું સંબંધ?”

“એને કાંઈ કહો અને એ તમારા ગાલ ઉપર તમાચો મારે તો મને એમાં નવાઈ નહીં લાગે.”

ઇન્ટરવલ પૂરો થયો અને અમે બધાં અમારી સીટ ઉપર ગોઠવાયા.
જેવી મિસ કેનિંગ મંચ પર આવી, એવું જ પેલી સ્ત્રીએ શરૃ કર્યું.

મેં પાછળ ફરીને જોયું અને કહ્યું, “તમે મહેરબાની કરીને બોલવાનું બંધ કરશો, તો અમે બધાં પણ સંગીત સાંભળી શકીએ.”

એ સ્ત્રી લાલ પીળી થઈ ગઈ, પણ મારી પત્ની જેટલી લાલ પીળી નહીં.
તે સ્ત્રીએ તેના પતિને ફરિયાદ કરી, “જ્યોર્જ, પેલા માણસે મારું અપમાન કર્યું.”
મારી પત્નીએ મને કાનમાં ધીમાં અવાજે કહ્યું, “લો હવે, લેતા જાવ!”

મેં જોયું એનો પતિ છ ફૂટ એક ઇંચનો અને બસો રતલથીય વધુ હશે. કાર્યક્રમ પૂરો થયા પછી બે બાજુ વચ્ચેના સાંકડા રસ્તે તે અમારી પાછળ પાછળ જ આવતો હતો.

જેવા અમે દરવાજા પાસે પહોંચ્યાં, એવો જ જ્યોર્જે મારા ખભા ઉપર હાથ મૂક્યો. મેં ચોંકીને તેની સામે જોયુ.

તેણે કહ્યં, “તમારો ખૂબ જ આભાર. મારી પત્નીને કાંઈ કહેવાની મારી તો હિંમત જ નહોતી.”

———————————————-

(૨)

દરેક પુરુષની પાછળ કોઈ ને કોઈ સ્ત્રીનો ફાળો હોય છે એ વાત જેટલી અમેરિકાના પ્રમુખને લાગુ પડે છે એટલી જ મને પણ લાગુ પડે છે. મારી પત્નીએ દરેક બાબતમાં હંમેશાં મને સહકાર આપ્યો છે. હજુ ગઈ કાલ રાતની જ વાત કરું. મારા ઘરનો વીમો ઊતરાવવા માટે મેં બધી જ કાર્યવાહી પૂરી કરી. મેં બધી ઘરવખરીની કિંમત આકારીને અંદાજે લખી હતી. વીમા એજન્ટ તેની સાથે એક નિષ્ણાતને લઈને કિંમતની ચકાસણી કરવા આવ્યો. મેં બતાવેલી કિંમત વધુ પડતી નહોતી પણ વાજબી હતી તેથી મને હતું કે મારી બતાવેલી કિંમત એ લોકો સ્વીકારી લેશે.

સૌ પ્રથમ તેમણે દીવાની એક જોડ (એટલે બે દીવા) બતાવીને મને કહ્યું, “આ જોડની કિંમત તમે ૧૦૦ ડોલર બતાવી છે.”

મારી પત્ની તરત એ સાંભળીને બોલી, “અરે, એ જોડી તો માર્કેટમાંથી મેં ફક્ત ૩૦ ડોલરમાં જ ખરીદી હતી.”

આથી મેં આકારેલી ૧૦૦ ડોલરની કિંમત પર છેકો મારીને નિષ્ણાતે તે દીવાની જોડી સામે ૩૦ ડોલર લખી દીધું.

હું ખસિયાણો પડી ગયો. પત્ની સામે જોઈને મેં લૂલો બચાવ કર્યો, “અરે, એ તો હું ભૂલી જ ગયો.”

પછી મેં એજન્ટની સામે જોઈને કહ્યું, “સામે છે એ ટેબલ મેં ૧૫૦ ડોલરમાં ઇંગ્લેંડમાંથી ખરીદ્યું હતું.”

મારી પત્નીએ ફરી મને યાદ અપાવી કે, “તમે કેમ ભૂલી જાઓ છો! તમે લાવ્યા હતા એ ટેબલ તો આપણા દીકરા જોએલે ક્યારનું તોડી નાખ્યું છે.” એણે એજન્ટને કહ્યું, “જોએલ, ઘરમાં કોઈ વસ્તુ સાજી નથી રહેવા દેતો.”

મેં નારાજ થઈને પત્નીને કહ્યું, “બધું થોડો તોડી ફોડી નાખે છે?”

મારી પત્નીએ વળતો જવાબ આપ્યો, “તમે પોતે જ કાલે રાત્રે એવું કહેતાં હતા અને એમ પણ કહેતાં કે જોએલ નથી ભાંગતો એ અમારી દીકરીઓ કોની અને જેનિફર તોડી નાખે છે.”

વીમાના એજન્ટે તરત જ નોંધ કરી કે, “ત્રણ બાળકો છે જે બધી જ ભાંગતોડ કરે છે.”

મારી હાલત તો ખૂબ જ કફોડી થઈ ગઈ. મેં મારી પત્નીને સિગારેટ સળગાવવા માટે દીવાસળીની પેટી લાવવા માટે કહ્યું.

મારી પત્નીએ તરત જ કહ્યું, “એ તો જોએલ લઈ જઈને રમતો હશે. એને હજાર વાર ના પાડી છે છતાં એ દીવાસળીથી રમવાનું બંધ જ નથી કરતો.”

વીમા એજન્ટે પોતાની ડાયરીમાં તરત જ ટપકાવી લીધું કે, “એમના દીકરાને દીવાસળીથી રમવાની ટેવ છે.”

મેં વાતનો વિષય બદલતા કહ્યું, “આ સોફાસેટના મેં ૩૦૦ ડોલર આપ્યા છે.”

મારી પત્ની તરત જ મારી મદદે આવી ગઈ. તેણે કહ્યું કે, “સોફાની તમારી વાત સાચી છે પણ છોકરાંઓએ ચોકલેટ ખાતાં તેને બગાડયો હતો એટલે મેં આપણી કામવાળી પાસે તેને સાબુના પાણીથી ધોવરાવ્યો. પણ સાબુ એવા પ્રકારનો કામવાળીએ વાપર્યો કે સોફામાં બધે કાણાં કાણાં થઈ ગયાં છે.”

વીમા નિષ્ણાતે તરત જ મેં લખેલી ૩૦૦ ડોલરની રકમ ઉપર લીટો મારી દીધો અને તેની કિંમત માત્ર ૯૮ ડોલર લખી દીધી.

“આ એક મારું પ્રિય આફ્રિકન શિલ્પ છે અને તે ખરેખર ખૂબ જ સુંદર અને કીમતી છે. એની કિંમત ૪૮૦ ડોલર લખેલી છે.” મેં કહ્યું.

મારી પત્ની એકદમ ઉત્સાહપૂર્વક બોલી, “આ શિલ્પ તો મારાથી જ તૂટી ગયું હતું, પરંતુ મેં એના બે ટુકડાને એટલી સરસ રીતે સાંધી દીધા કે તમને ક્યાંય તિરાડ પણ નહીં દેખાય.”

છેવટે બધું પતાવીને વીમા એજન્ટ વિદાય લઈ રહ્યા હતા ત્યારે દરેક વખતે મારી મદદે, મારી પડખે ઊભી રહેતી મારી પત્ની ખુશ થઈને બોલી, “તમે અમારા ઘરનો વીમો ઉતાર્યો એ ઘણી જ ખુશીની વાત છે. અમારે તો શું છે કે આગનો કે ચોરી થવાનો કોઈ ડર નથી. માત્ર મકાન જૂનું છે એટલે પાણીની પાઇપમાંથી પાણી ટપક્યા કરે છે. બસ, વધુ ડર પાણીનો છે.”

છેવટે વીમા એજન્ટે એ પણ ટપકાવી લીધું કે, “ઘરની પાણીની બધી જ પાઇપ કટાઈને તૂટી ગયેલી છે.”
વીમો ઉતરાવવા માટે મારો જે ઉત્સાહ હતો એના પરિણામની તમે કલ્પના કરી શકશો?
——————————————————

૮૫ વર્ષના જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડનો પરિચય વિડીયોમાં

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર નાં સૌજન્યથી  શ્રી મોહમ્મદ માંકડ નો પરિચય વિડીયોમાં મેળવો .