વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(428 ) મારાં ધર્મપત્ની સ્વ. કુસુમની ૨૨મી પુણ્યતિથીએ એક સ્મરણાંજલિ

 સ્મરણાંજલિ

Kusum .........4 latest

(February 2,1938- April 14,1992 )

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો

-કરશનદાસ માણેક

આપણી આ જિંદગી ખુશી અને ગમની સાપ નિસરણીની રમત જેવી છે . જીવનમાં ખુશીના દિવસો

આવે છે એમ મનને દુખી કરે એવા ગમના દિવસો પણ આવે છે .

કભી ખુશી ,કભી ગમ, એ છે દુનિયાનો નિયમ .

૧૪મી એપ્રિલનો દિવસ એ મારા માટે મારા જીવનના એક મોટા આઘાતજનક પ્રસંગની યાદ

અપાવતો દિવસ છે .

૧૪મી એપ્રિલ ,૧૯૯૨ના એ ગોઝારા દિવસે મારાં ધર્મ પત્ની કુસુમ ૩૦ વર્ષનું દામ્પત્ય સુખ ભોગવીને

મને, મારાં ત્રણ બાળકો અને સૌ કુટુંબીજનો /સ્નેહીઓને પાછળ શોક કરતાં મુકીને અમારા

નારણપુરા,અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને સ્વર્ગે સિધાવ્યાં હતા .

ખેર, કહેવાય છે ને કે દુઃખનું ઓસડ દહાડા છે .માણસનો જન્મ કે એનું મૃત્યું એ એના હાથની વાત નથી .

આ જગતમાં બધું ઈશ્વરના અકળ અને અવિચલ નિયમ પ્રમાણે ચાલ્યાં કરે છે.

———————————-

અંગ્રેજી લેખક Ron Tranmer ના  અંગ્રેજી કાવ્ય Broken Chain નો નીચેનો

અનુવાદ રજુ કરી સ્વ. કુસુમબેનને સ્મરણાંજલિ  અર્પું છું  .

કાવ્યનો અંગ્રેજી પાઠ પણ નીચે આપ્યો છે .

ભગ્ન જંજીર

એ ગોઝારી સવારે અમને  ખબર ક્યાં હતી કે

પ્રભુ તમારા નામનો સાદ પડવાના  છે .

તમો જીવ્યાં ત્યાં લગી અમે ચાહ્યાં છે તમોને

તમારો દેહ નથી ત્યારે પણ કરીએ પ્રેમ એટલો જ

તમોને ગુમાવી હૃદય ભંગ થયા છીએ અમે

તમે વિદાય થયાં નથી કઈ એકલાં, કેમ કે,

અમારા અસ્તિત્વનો ભાગ પણ ગયો છે તવ સાથે

પ્રભુએ એમના ગૃહે જે દિવસે તમોને  બોલાવ્યાં

શાંત સ્મરણો તમારાં પાછળ મૂકીને ગયાં .

દોરવાઈ રહ્યાં અમે હજી તમારા પ્રેમ દોરથી 

જોકે સદેહે અમે તમોને જોઈ શકતા નથી

તો પણ લાગ્યા કરે જાણે બાજુમાં છો તમે .

આપણી પરીવાર સાંકળ ગઈ છે તૂટી તમારા જતાં ,

જાણે લાગે બધું હવે બદલાયેલું

કિન્તુ જ્યારે પ્રભુ એક પછી એક અમોને બોલાવશે

તૂટેલી પરીવાર સાંકળ ફરી જોડાઈ જશે .

અનુવાદ- વિનોદ પટેલ

Broken Chain

We little knew that morning that
God was going to call your name.
In life we loved you dearly,
in death we do the same.
It broke our hearts to lose you,
you did not go alone;
for part of us went with you
the day God called you home.
You left us peaceful memories,
your love is still our guide,
and though we cannot see you,
you are always by our side.
Our family chain is broken
and nothing seems the same,
but as God calls us one by one,
the chain will link again.

Ron Tranmer

———————————————————

ભૂતકાળની સ્વ. કુસુમબેન સાથેની મારી એક યાદગાર તસ્વીર

Vinodbhai-Kusum on Grnar

ઉપરની તસ્વીર સન ૧૯૭૯ માં અમે કુટુંબ સાથે જ્યારે જૂનાગઠ ગયેલાં ત્યારે ગીરનારના

પર્વત ઉપર બન્ને સાથે થોડે સુધી ચઢીને પાછાં આવેલાં એની છે .

જિંદગીની આ તો કેવી છે કરુણતા કે

રોજ નજર સમક્ષ હોય એ પ્રિય જનો 

એક દિન છબીઓમાં મઢાઈ જાય છે !

વિનોદ પટેલ

આજની આ પોસ્ટને અનુરૂપ ભાવ રજુ કરતા ફિલ્મ સફરના મને ગમતા એક ગીતને ગાયક સ્વ.કિશોર કુમારના કંઠે નીચેનો વિડીયોમાં સાંભળો .

Song: Zindagi Ka Safar Hai Ye Kaisa Safar Film: Safar (1970)

 

 

 


31 responses to “(428 ) મારાં ધર્મપત્ની સ્વ. કુસુમની ૨૨મી પુણ્યતિથીએ એક સ્મરણાંજલિ

  1. સુરેશ એપ્રિલ 14, 2014 પર 11:33 પી એમ(PM)

    ફૂલ ગઈ , સુવાસ ગઈ
    – મુંજાલ મહેતા ( ગુજરાતનો નાથ )

    *’**બની* *આઝાદ**’ **http://gadyasoor.wordpress.com/bani_azad/
    *

    Like

  2. Vinod R. Patel એપ્રિલ 15, 2014 પર 12:14 એ એમ (AM)

    E-mail from my cousin ,Masi’s son, Kanti Patel

    Shri Vadil Vinodbhai

    Today is the Sri bhabhi Kasum anniversary. her presence is surely missed and there is not a day that you go by not thinking of her. All we have now is memories of her that we will cherish to help soothe your pain. My humble prayers to bhagwan that he continues to give you and everyone the strength and courage to overcome this loss and to move forward in living the life that you had envisioned.

    You and the entire family are in my thoughts today and forever.

    Lots of prayers and warm wishes always…

    Regards,

    Kanti

    Like

  3. ગોવીન્દ મારુ એપ્રિલ 15, 2014 પર 3:02 એ એમ (AM)

    સદ્ ગત કુસુમબહેનને અંજલી…

    Like

  4. pravinshastri એપ્રિલ 15, 2014 પર 4:48 એ એમ (AM)

    અતીતની યાદો ને હૈયામાં સાચવી સ્મરણાંજલીના બે બુંદ નયનોમાંથી સરી પડે એજ પ્રેમજીવનનો નિચોડ છે.

    Like

  5. Ramesh Patel એપ્રિલ 15, 2014 પર 4:52 એ એમ (AM)

    આપે ખૂબ જ ભાવસભર સૌના જીવન યાત્રાની ઝાંખી દઈ, ઈશ્વરીય લીલાના આપણે સૌ એક ભાગ છીએ..તે સ્વીકારવાનો સંદેશ દીધો.આપના જીવનમાં કુસુમબેનની મહેક કુસુમ જેવી જ હતી ને તેમને સાદર શ્રધ્ધાંજલિ

    આપતાં , આપના હૈયાના ભાવને નમન કરવાનો ભાવ જાગેછે…આદરણીયશ્રી વિનોદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. પરાર્થે સમર્પણ એપ્રિલ 15, 2014 પર 5:15 એ એમ (AM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

    સદગત કુસુમકાકીને ભાવ ભરી શ્રધ્ધાંજલિ

    “ગુમાવ્યું સુમધુર સમ કુસુમ તો જીવન ઝંઝાવાતો સહેતા રહ્યા

    જીવનસાથી કેરી યાદમાં હર નિર્વાણ દીને વિનોદ વહેતા રહ્યા

    આપતા સંદેશ સહુને અને બાળકો કુટુંબીજનોને સહારતા રહ્યા

    જીવન કેરાં પાસાની સ્મૃતિઓને વિનોદ વિહારમાં લખતા રહ્યા.”

    Like

  7. Vipul Desai એપ્રિલ 15, 2014 પર 7:53 એ એમ (AM)

    માણસનો વિયોગ સાથે સાથે હોય ત્યારે ખબર નથી પડતી. તેના ગયા પછીની એક કે ક્ષણો તેની યાદ સતાવે છે. ખાસ કરીને ઘડપણમાં સાથી વગર દિવસો પસાર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. સ્ત્રીઓ તો રસોડામાં અને ઘર કામમાં વખત પસાર કરી શકે પરંતુ પુરુષની હાલત ખરેખર કફોડી બને છે. ના કોઈને કહેવાય કે ના સહેવાય. ભગવાને જો માણસને ભૂલવાની શક્તી ના આપી હોત તો આ દુનીયા આખી ગાંડી બની જાત. “દુઃખનું ઔષધ દાડા” એવી ગુજરાતીમાં કહેવત છે. પ્રભુ એમના આત્માને શાંતી આપે એ જ પ્રાર્થના!

    Like

  8. captnarendra એપ્રિલ 15, 2014 પર 10:07 એ એમ (AM)

    યાદ એ જીવનનું પ્રતિક છે. જ્યાં સુધી સ્મૃતિ જીવંત છે, વ્યક્તિના અસ્તીત્વના પુષ્પ કદી કરમાતાં નથી. યાદ એ સાથીની હાજરી છે અને તેમના સાન્નિધ્યમાં આપનું જીવન હંમેશા મહેકતું રહેશે.

    Like

  9. Anila Patel એપ્રિલ 15, 2014 પર 10:08 એ એમ (AM)

    Svargasth Kusumbenane ameto aapanathaki ane emana ahi mookayela photo thakij oalakhiye pan jane aapana dvara emani sathe pan ek rite man jodai gayu hoy em lage chhe.Jyare jyare aapano lekh vachava blog kholiye etale emani chhabi pahelij dekhaya chhe. Ek atmiyata bandhai gai hoy evu lage chhe. Aapane ane aapana kutumbijanone emani khot jarau salavani pan emna virahanu dukh sahan karvani shakti Ishvar apane bakshe ej prarthana.

    Like

  10. chaman એપ્રિલ 15, 2014 પર 11:29 એ એમ (AM)

    વિનોદભાઇ,
    કુસુમભાભીને યાદ કરવાની તમારી આ આવડતને સલામ.
    ભગવાને એટલે જ તમને આ વેબ જગતની શક્તિ આપી એમની ગેરહાજરીમાં જેથી તમે એમને અલગ રીતે યાદ કરી અમને એના ભાગીદાર બનાવો.

    સાદર શ્રધ્ધાંજલિ સાથે,

    ચીમન પટેલ ‘ચમન’

    Like

  11. kalpana desai એપ્રિલ 15, 2014 પર 11:43 એ એમ (AM)

    સ્વ. કુસુમબેનને શ્રધ્ધાંજલિ.

    Like

  12. vijayshah એપ્રિલ 15, 2014 પર 12:12 પી એમ(PM)

    સદગતની યાદ આવે અને ફક્ત સારી અને સાચી વાતોને લાવે તેવી પ્રાર્થના.

    Like

  13. Pingback: ( 432 ) શ્રી પી.કે. દાવડાની કાવ્ય પ્રસાદીનો આસ્વાદ | વિનોદ વિહાર

  14. Pragnaji એપ્રિલ 22, 2014 પર 4:50 એ એમ (AM)

    માનનીય વિનોદકાકા

    ફૂલ ગઈ , સુવાસ ગઈ​….
    યાદોમાં એમની ફરી ફરી યાદ છે ,
    પ્રેમની તો બસ આજ સુવાસ છે,
    ​વ્યવસ્તીત,અકળ અને અવિચલ નિયમ​ અનુસાર છે ,
    બસ હવે પ્રભુ ની પ્રાર્થના અને કલમનો આપને સાથ છે,
    તો એમની યાદોમાં છુપાયેલો એક સર્જનકાર છે
    હવે એમની યાદ જ પ્રેરણા કેરો સથવાર છે,
    નથી છતાં હાજર હજૂર કેટલો મોટો અહેસાસ છે ! ​

    Like

  15. La Kant Thakkar જુલાઇ 7, 2014 પર 3:26 એ એમ (AM)

    “દુઃખની લાગણીના અભાવ તે જ સુખ”
    પ્રાર્થના ;-તમને આવું ” સુખ” લાભો / તેને “ઉપ્લબ્ધ થાઓ”
    -લા ‘ કાંત / ૭.૭.૧૪

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.