વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Daily Archives: એપ્રિલ 17, 2014
( 430) હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય )
એપ્રિલ 17, 2014
Posted by on મને હીરલબેનનો પરિચય મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાની મારફતે થયો .
હિરલબેનએ એમના ઈ-વિદ્યાલય બ્લોગની શુભ શરૂઆત મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ
૨જી ઓક્ટોબર ૧૯૧૩ ના રોજ કરી ત્યારે એની શરૂઆતમાં મને પણ આ બ્લોગમાં વિડીયો માટેનું
થોડું કામ કરવાનો લાભ મળ્યો . ત્યાર પછી એમના ઈ-મેલો દ્વારા વધુ પરિચય થતો ગયો .
હીરલબેનનો જન્મ અને શાળા અને કોલેજનું શિક્ષણનું સ્થળ અમદાવાદ છે .
માતા પિતાના જૈન ધર્મના સંસ્કાર એમનામાં ઉતર્યા છે .
અભ્યાસે બી.ઈ (ઈલેક્ટ્રોનિક્સ) અને વ્યવસાયે હાલમાં લંડન ખાતે સોફટવેર ક્ષેત્રમાં ફરજ બજાવે છે .
વ્યવસાયઃ કોલેજમાં વ્યાખાતા તરીકે અને ટેલિકોમ સોફ્ટવેર ક્ષેત્રે અમદાવાદ, બેંગલોર,
લીડ્સ ખાતે કામનો અનુભવ મેળવેલ છે.
પુત્રી જિનાના જન્મ પછી થોડા વરસ માટે સ્વૈછિક નીવૃત્તી લીધી છે અને આ નીવૃત્તીની પ્રવૃત્તી
એટલે મુખ્યત્વે ઇ-વિદ્યાલય .
તેઓ પુત્રીના ઉછેરની સાથે એમના માનસ સર્જન ઈ-વિદ્યાલયના માટે પણ પૂરી ધગશથી હાલ પ્રવૃત્ત છે .
હિરલ મને ઈ-મેલમાં ” વિનોદકાકા ” તરીકે જ્યારે સંબોધે છે ત્યારે મને એની જ ઉંમરની લોસ એન્જેલસમાં
રહેતી મારી દીકરી જેવો મારા મનમાં ભાવ જાગે છે .
હિરલ એના એક ઈ-મેલમાં લખે છે …..
ક્યારેક ઇન્ટરનેટના ફાયદા વિષે ચિંતન કરીએ તો વિચાર આવે જ કે, સરકારી બાળકોને આપણાં બાળકો જેવી
સગવડ ક્યાંથી નસીબ થશે? ગરીબી અને અમીરીની ખાઇ ઊંડીને ઊંડી જ થતી જશે શું?ઉંચા સ્વપ્ના સેવતા
ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે?
જો કે વાતો વધારે વિસ્તારથી કરું તો ‘સત્યમેવ જયતે’ ની જેમ એક આખી વાસ્તવિક ડોક્યુમેન્ટરી બની શકે.
અને ટુંકમાં વાત કરું તો ઘણા સવાલોના જવાબ સ્વરુપે ‘ઈ-વિદ્યાલય’ ની શુભ શરુઆત કરી.
હિરલ એક નજરે.
હીરલબેનના બ્લોગમાં એમણે એમનો વિગતે પરિચય આપ્યો છે એને
અહીં ક્લિક કરી વાંચો .
ઈ- વિદ્યાલય શું છે ?
હિરલ લખે છે …..
જેમ જેમ આપણે ‘ઈ’- યુગમાં આગળ ધપતા જઈએ છીએ; તેમ તેમ ખરીદી, સંદેશા વ્યવહાર,ટિકીટો ખરીદવી, એવાં ઘણાં રોજિંદા કામોમાં આપણે ઇન્ટરનેટ પર વધારે ને વધારે આધાર રાખતા થવા લાગ્યા છીએ. આને કારણે શીખવાની આપણી પધ્ધતિમાં પણ બદલાવ આવવા લાગ્યો છે.
ઈ-વિદ્યાલય આવા જ એક બદલાવ તરફનો પ્રામાણિક પ્રયત્ન છે – શીખવાની રીતમાં પરિવર્તન આવે, તે માટેનો પ્રયાસ. આશય એ છે કે, નવું જ્ઞાન સમજવાની પ્રક્રિયા સરળ બની જાય;તે વિદ્યાર્થીને માટે ખુબ સરળ હોય અને રસ પડે તેવી પણ હોય અને છતાં તેમાં સમય અને જગ્યાનું બંધન ન રહે.
ઈ-વિદ્યાલયમાં હાલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેની એક ઓન લાઈન વિડિયો લાયબ્રેરી છે.તેમાં હાલ ગણિત, ઝડપી ગણતરી અને ગુજરાતીના પ્રારંભિક શિક્ષણને લગતા વિડિયો મોજૂદ છે.તમારા તરફથી મળતા ફીડબેક ( પ્રતિભાવો અને સૂચનો) ધ્યાનમાં રાખીને આ વિડિયો લાયબ્રેરીમાં સતત સંવર્ધન અને ફેરફાર પણ થઈ રહ્યા છે.
ખાસ નોંધવા લાયક બાબત એ છે કે,યુ-ટ્યુબ સંસ્થાના શિક્ષણાત્મક વિભાગ તરફથી ઈ-વિદ્યાલયને માન્યતા મળેલી છે.
નીચેની લીંક ઉપર ક્લિક કરી ઈ-વિદ્યાલય અને એના વિવિધ વિભાગોની જરૂર મુલાકાત લો
અને માહિતી મેળવો . આપનાં ભૂલકાઓને પણ એમાં રસ લેતા કરો .
Heartiest welcome to E-Vidyalay
એમાં અભ્યાસ કરવા માટે કોઈ પણ જાતની ફી આપવી પડતી નથી અને ફાયદા અનેક છે .
આ બ્લોગની જમણી બાજુ ઈ-વિદ્યાલયનો લોગો મુક્યો છે એની ઉપર ક્લિક કરીને
પણ આ અનોખા વિદ્યાલયમાં પહોંચી જશો .
———————–
વેબ ગુજરાતી બ્લોગમાં ઈ-વિદ્યાલયનો પરિચય
વેબ ગુજરાતી બ્લોગમાં સૌ. મૌલિકાબેન દેરાસરીએ ઈ-વિદ્યાલય બ્લોગનો સુંદર
શબ્દોમાં પરિચય કરાવ્યો છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .
બ્લૉગ ભ્રમણની વાટે – ૫૮- ઈ -વિદ્યાલય – મૌલિકા દેરાસરી
————————————
યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને ઈ-વિદ્યાલય વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ
મળી છે અને મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે .
હિરલબેન ૨૫ એપ્રિલના અરસામાં ભારત જઇ રહ્યાં છે .
વતન ભારતની મુલાકાતે જતાં પહેલાં એમણે નેટ મિત્રો જોગ એક ઈ-મેલ સંદેશો મોકલી
આપ્યો છે એ નીચે મુજબ છે .
આદરણીય વડીલમિત્રો અથવા આજીવન વિદ્યાર્થીમિત્રો,
આપણે બધા શિક્ષિત છીએ, ઇન્ટરનેટની સુવિધાથી સુસજ્જ છીએ, એટલે જ તો તમે મને અત્યારે વગર કશી ઓળખાણે પણ વાંચી રહ્યા છો.
ક્યારેક આપણે બધા વિચારીએ પણ છીએ, ક્યાં જઇને અટકશે આ નવી પેઢી? ટી.વી.નું વ્યસન ઓછું હતું, તે આજકાલ ટાબરીયા પણ મોબાઇલથી રમતા હોય છે. કમ્પ્યુટરમાં આખો દિવસ વિડીયો ગેમ્સ. એમને કેમ કરીને સમજાવવા? વગેરે….
ક્યારેક ઇન્ટરનેટના ફાયદા વિષે ચિંતન કરીએ તો વિચાર આવે જ કે, સરકારી શાળાના બાળકોને આપણાં બાળકો જેવી સગવડ ક્યાંથી નસીબ થશે? ગરીબી અને અમીરીની ખાઇ ઊંડીને ઊંડી જ થતી જશે શું?
ઉંચા સ્વપ્ના સેવતા ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે?
જો કે વાતો વધારે વિસ્તારથી કરું તો ‘સત્યમેવ જયતે’ ની જેમ એક આખી વાસ્તવિક ડોક્યુમેન્ટરી બની શકે.
અને ટુંકમાં વાત કરું તો ઘણાં સવાલોના જવાબ સ્વરુપે ‘ઈ–વિદ્યાલય’ ની શુભ શરુઆત કરી.
માત્ર વિડીયો જ નહિં પણ ઇન્ટરનેટ પર ગણિત, વિજ્ઞાનનું હોમવર્ક પણ વિડીયો ગેમ્સની જેમ શક્ય છે. જ્યાં ઇન્ટરનેટ નથી ત્યાં ઓફલાઇન કન્ટેન્ટ એક સેન્ટ્રલ સર્વર કે મોબાઇલમાં ફીટ કરી શકાય છે.
પણ એક બીજને વિશાળ વટવૃક્ષ બનાવવાં પુરતાં ખાતર ને પાણીની આવશ્યકતા છે.
આદરણીય સુરેશકાકાના સહકારથી ૨–ઓક્ટોબરે ઈ–વિદ્યાલય વેબસાઇટની વિધિવત શરુઆત કરી, આપ સૌના આશીર્વાદ મળ્યા. યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ મળી અને મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે. બીજા વિષય સંદર્ભે પૂછતાછ કરતી ઇમેઇલ પણ મળે છે. ભાઇ મિહિર (ઉંમર ૧૯ વર્ષ) અને મુનિ સેવા આશ્રમના સહયોગથી ઇવિદ્યાલયનું ઓફલાઇન વર્ઝન (સેન્ટ્રલ સર્વર પર) પણ પાદરાની બક્ષી પંચ શાળામાં વિધિવત નવા સત્રથી કાર્યરત કરી રહ્યા છીએ. જ્યાં ઇન્ટરનેટની સુવિધા વગર પણ ઈવિદ્યાલય, શાળા માટેનું વિકીપીડિયા, ખાન એકેડેમી, પ્રો. અરવિંદ ગુપ્તાના સાયન્સ ટૉયસની વિડીયો લાઇબ્રેરી અને સ્ક્રેચ એનીમેશન (બાળપણથી પ્રોગ્રામિંગ અને લોજીકલ અપ્રોચ કેળવવામાં સહાય થતું અભુતપૂર્વ સોફ્ટવેર) નો સમાવેશ થશે.
પણ ……..
ઇવિદ્યાલયનું એક અભિન્ન અંગ કે હેતુ ગુજરાતી માધ્યમમાં ૧ થી ૧૨ ધો. ની વિડીયો લાઇબ્રેરી માટે આપણે હજુ ઘણું કરવાનું છે.
ઈવિદ્યાલયના બીજને કરમાવા પહેલાં આપણે સૌ સાથે મળીને આ પ્રશ્રનો ઉકેલ મેળવીએ તો કેવું?
એક અંદાજ મુજબ ગુજરાતમાં હાલ ૩૪,૩૦૦ સરકારી શાળા છે જ્યાં ૫.૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લઇ રહ્યાં છે.
ઉકેલ સ્વરુપે બે વાત ધ્યાનમાં આવે છે.
૧) વિડીયો બનાવવા માટેના ઉપકરણો કોઇ દાતા તરફથી મળી શકે તો ઘણું રુડું.
૨) જો જરુર પડે તો વેતન આપીને પણ ધો. ૧૦, ૧૧, ૧૨ ના ક્વોલિટી વિડીયો બનાવડાવી શકાય.
આપને કદાચ વધુ યોગ્ય વિકલ્પ ધ્યાનમાં આવે તો પણ ચોક્કસથી જણાવશો.
વાચકોના પ્રતિભાવ