વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 430) હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય )

Hiral Milan Shah
Hiral Milan Shah

મને હીરલબેનનો પરિચય મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાની મારફતે થયો .

હિરલબેનએ એમના ઈ-વિદ્યાલય બ્લોગની શુભ શરૂઆત મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ

૨જી ઓક્ટોબર ૧૯૧૩ ના રોજ  કરી ત્યારે એની શરૂઆતમાં મને પણ આ બ્લોગમાં વિડીયો માટેનું

થોડું કામ કરવાનો લાભ મળ્યો . ત્યાર પછી એમના ઈ-મેલો દ્વારા વધુ પરિચય થતો ગયો .

હીરલબેનનો જન્મ અને શાળા અને કોલેજનું શિક્ષણનું સ્થળ અમદાવાદ છે .

માતા પિતાના જૈન ધર્મના સંસ્કાર એમનામાં ઉતર્યા છે .

અભ્યાસે બી.ઈ (ઈલેક્ટ્રોનિક્સ) અને વ્યવસાયે હાલમાં લંડન ખાતે સોફટવેર ક્ષેત્રમાં ફરજ બજાવે છે  .

વ્યવસાયઃ કોલેજમાં વ્યાખાતા તરીકે અને ટેલિકોમ સોફ્ટવેર ક્ષેત્રે અમદાવાદ, બેંગલોર,

લીડ્સ ખાતે કામનો અનુભવ મેળવેલ છે.

પુત્રી જિનાના જન્મ પછી થોડા વરસ માટે સ્વૈછિક નીવૃત્તી લીધી છે અને આ નીવૃત્તીની પ્રવૃત્તી

એટલે મુખ્યત્વે ઇ-વિદ્યાલય .

તેઓ પુત્રીના  ઉછેરની સાથે એમના માનસ સર્જન ઈ-વિદ્યાલયના માટે પણ પૂરી ધગશથી હાલ પ્રવૃત્ત  છે  .

હિરલ મને ઈ-મેલમાં ” વિનોદકાકા ” તરીકે જ્યારે સંબોધે છે ત્યારે મને એની જ ઉંમરની  લોસ એન્જેલસમાં

રહેતી મારી દીકરી જેવો મારા મનમાં ભાવ જાગે છે .

હિરલ એના એક ઈ-મેલમાં લખે છે …..

ક્યારેક ઇન્ટરનેટના ફાયદા વિષે ચિંતન કરીએ તો વિચાર આવે જ કે, સરકારી બાળકોને આપણાં બાળકો જેવી

સગવડ ક્યાંથી નસીબ થશે? ગરીબી અને અમીરીની ખાઇ ઊંડીને ઊંડી જ થતી જશે શું?ઉંચા સ્વપ્ના સેવતા

ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે?

જો કે વાતો વધારે વિસ્તારથી કરું તો ‘સત્યમેવ જયતે’ ની જેમ એક આખી વાસ્તવિક ડોક્યુમેન્ટરી બની શકે.

અને ટુંકમાં વાત કરું તો ઘણા સવાલોના જવાબ સ્વરુપે ‘ઈ-વિદ્યાલય’ ની શુભ શરુઆત કરી.

હિરલ એક નજરે.

હીરલબેનના બ્લોગમાં એમણે એમનો વિગતે પરિચય આપ્યો છે એને

અહીં ક્લિક કરી વાંચો  .

ઈ- વિદ્યાલય શું છે ?

Dipak-animation

હિરલ લખે છે …..

જેમ જેમ આપણે ‘ઈ’- યુગમાં આગળ ધપતા જઈએ છીએ; તેમ તેમ ખરીદી, સંદેશા વ્યવહાર,ટિકીટો ખરીદવી, એવાં ઘણાં રોજિંદા કામોમાં આપણે ઇન્ટરનેટ પર વધારે ને વધારે આધાર રાખતા થવા લાગ્યા છીએ. આને કારણે શીખવાની આપણી પધ્ધતિમાં પણ બદલાવ આવવા લાગ્યો છે.

ઈ-વિદ્યાલય આવા જ એક બદલાવ તરફનો પ્રામાણિક પ્રયત્ન છે – શીખવાની રીતમાં પરિવર્તન આવે, તે માટેનો પ્રયાસ. આશય એ છે કે, નવું જ્ઞાન સમજવાની પ્રક્રિયા સરળ બની જાય;તે વિદ્યાર્થીને માટે ખુબ સરળ હોય અને રસ પડે તેવી પણ હોય અને છતાં તેમાં સમય અને જગ્યાનું બંધન ન રહે.

ઈ-વિદ્યાલયમાં હાલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેની એક ઓન લાઈન વિડિયો લાયબ્રેરી છે.તેમાં હાલ ગણિત, ઝડપી ગણતરી અને ગુજરાતીના પ્રારંભિક શિક્ષણને લગતા વિડિયો મોજૂદ છે.તમારા તરફથી મળતા ફીડબેક ( પ્રતિભાવો અને સૂચનો) ધ્યાનમાં રાખીને આ વિડિયો લાયબ્રેરીમાં સતત સંવર્ધન અને ફેરફાર પણ થઈ રહ્યા છે.

ખાસ નોંધવા લાયક બાબત એ છે કે,યુ-ટ્યુબ સંસ્થાના શિક્ષણાત્મક વિભાગ તરફથી ઈ-વિદ્યાલયને માન્યતા મળેલી છે.

નીચેની લીંક ઉપર ક્લિક કરી ઈ-વિદ્યાલય અને એના વિવિધ વિભાગોની જરૂર મુલાકાત લો

અને માહિતી મેળવો . આપનાં ભૂલકાઓને પણ એમાં રસ લેતા કરો .

Heartiest welcome to E-Vidyalay

એમાં અભ્યાસ કરવા માટે કોઈ પણ જાતની ફી આપવી પડતી નથી અને ફાયદા અનેક છે .

આ બ્લોગની જમણી બાજુ ઈ-વિદ્યાલયનો લોગો મુક્યો છે એની ઉપર ક્લિક કરીને

પણ આ અનોખા વિદ્યાલયમાં પહોંચી જશો .

———————–

વેબ ગુજરાતી બ્લોગમાં ઈ-વિદ્યાલયનો પરિચય

વેબ ગુજરાતી બ્લોગમાં સૌ. મૌલિકાબેન દેરાસરીએ ઈ-વિદ્યાલય બ્લોગનો સુંદર

શબ્દોમાં પરિચય કરાવ્યો છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

બ્લૉગ ભ્રમણની વાટે – ૫૮- ઈ -વિદ્યાલય – મૌલિકા દેરાસરી

————————————

યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને ઈ-વિદ્યાલય વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ

મળી છે અને મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે .

હિરલબેન ૨૫ એપ્રિલના અરસામાં ભારત જઇ રહ્યાં છે  .

વતન ભારતની મુલાકાતે જતાં પહેલાં એમણે નેટ મિત્રો જોગ એક ઈ-મેલ સંદેશો મોકલી

આપ્યો છે એ નીચે મુજબ  છે .

આદરણીય વડીલમિત્રો અથવા આજીવન વિદ્યાર્થીમિત્રો,

આપણે બધા શિક્ષિત છીએ, ઇન્ટરનેટની સુવિધાથી સુસજ્જ છીએ, એટલે જ તો તમે મને અત્યારે વગર કશી ઓળખાણે પણ વાંચી રહ્યા છો.

ક્યારેક આપણે બધા વિચારીએ પણ છીએ, ક્યાં જઇને અટકશે આ નવી પેઢી? ટી.વી.નું વ્યસન ઓછું હતું, તે આજકાલ ટાબરીયા પણ મોબાઇલથી રમતા હોય છે. કમ્પ્યુટરમાં આખો દિવસ વિડીયો ગેમ્સ. એમને કેમ કરીને સમજાવવા? વગેરે….

ક્યારેક ઇન્ટરનેટના ફાયદા વિષે ચિંતન કરીએ તો વિચાર આવે જ કે, સરકારી શાળાના બાળકોને આપણાં બાળકો જેવી સગવડ ક્યાંથી નસીબ થશે? ગરીબી અને અમીરીની ખાઇ ઊંડીને ઊંડી જ થતી જશે શું?

ઉંચા સ્વપ્ના સેવતા ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે?

જો કે વાતો વધારે વિસ્તારથી કરું તો સત્યમેવ જયતેની જેમ એક આખી વાસ્તવિક ડોક્યુમેન્ટરી બની શકે.

અને ટુંકમાં વાત કરું તો ઘણાં સવાલોના જવાબ સ્વરુપે વિદ્યાલયની શુભ શરુઆત કરી.

માત્ર વિડીયો જ નહિં પણ ઇન્ટરનેટ પર ગણિત, વિજ્ઞાનનું હોમવર્ક પણ વિડીયો ગેમ્સની જેમ શક્ય છે. જ્યાં ઇન્ટરનેટ નથી ત્યાં ઓફલાઇન કન્ટેન્ટ એક સેન્ટ્રલ સર્વર કે મોબાઇલમાં ફીટ કરી શકાય છે.

પણ એક બીજને વિશાળ વટવૃક્ષ બનાવવાં પુરતાં ખાતર ને પાણીની આવશ્યકતા છે.

આદરણીય સુરેશકાકાના સહકારથી ૨ઓક્ટોબરે ઈવિદ્યાલય વેબસાઇટની વિધિવત શરુઆત કરી, આપ સૌના આશીર્વાદ મળ્યા. યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ મળી અને મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે. બીજા વિષય સંદર્ભે પૂછતાછ કરતી ઇમેઇલ પણ મળે છે. ભાઇ મિહિર (ઉંમર ૧૯ વર્ષ) અને મુનિ સેવા શ્રમના સહયોગથી ઇવિદ્યાલયનું ઓફલાઇન વર્ઝન (સેન્ટ્રલ સર્વર પર) પણ પાદરાની બક્ષી પંચ શાળામાં વિધિવત નવા સત્રથી કાર્યરત કરી રહ્યા છીએ. જ્યાં ઇન્ટરનેટની સુવિધા વગર પણ ઈવિદ્યાલય, શાળા માટેનું વિકીપીડિયા, ખાન એકેડેમી, પ્રો. અરવિંદ ગુપ્તાના સાયન્સ ટૉયસની વિડીયો લાઇબ્રેરી અને સ્ક્રેચ એનીમેશન (બાળપણથી પ્રોગ્રામિંગ અને લોજીકલ અપ્રોચ કેળવવામાં સહાય થતું અભુતપૂર્વ સોફ્ટવેર) નો સમાવેશ થશે.

પણ ……..

ઇવિદ્યાલયનું એક અભિન્ન અંગ કે હેતુ ગુજરાતી માધ્યમમાં ૧ થી ૧૨ ધો. ની વિડીયો લાઇબ્રેરી માટે આપણે હજુ ઘણું કરવાનું છે.

ઈવિદ્યાલયના બીજને કરમાવા પહેલાં આપણે સૌ સાથે મળીને આ પ્રશ્રનો ઉકેલ મેળવીએ તો કેવું?

એક અંદાજ મુજબ ગુજરાતમાં હાલ ૩૪,૩૦૦ સરકારી શાળા છે જ્યાં ૫.૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લઇ રહ્યાં છે.

ઉકેલ સ્વરુપે બે વાત ધ્યાનમાં આવે છે.

) વિડીયો બનાવવા માટેના ઉપકરણો કોઇ દાતા તરફથી મળી શકે તો ઘણું રુડું.

) જો જરુર પડે તો વેતન આપીને પણ ધો. ૧૦, ૧૧, ૧૨ ના ક્વોલિટી વિડીયો બનાવડાવી શકાય.

આપને કદાચ વધુ યોગ્ય વિકલ્પ ધ્યાનમાં આવે તો પણ ચોક્કસથી જણાવશો.

હું  ૨૫ એપ્રિલના ભારત જઇ રહી છું. મે મહિનો નાગપુર અને પુના રહેવાનું થશે. જુન, જુલાઇ અમદાવાદ છું. શક્ય હોય તેટલા શિક્ષકોનો સંપર્ક કરવા વિચાર છે. કોલેજના પ્રધ્યાપકોનો પણ સંપર્ક કરવા વિચાર છે. શક્ય છે, કોલેજના કોઇ જરુરિયાતમંદ વિદ્યાર્થીના સંપર્કથી પણ વેતન દ્વારા વધુ વિડીયો બનાવી શકીએ.

નોંધઃ શક્ય હશે ત્યાં સુધી હું માત્ર આંગળી ચિંધ્યાનું પૂણ્ય લઇશ. અને હા, દરેકના નાના-મોટા સહકારની બધી વિગતો વેબસાઇટ પર ચોક્કસથી મૂકવામાં આવશે.

સરકારજેનીપણબને, આપણેજવાબદારનાગરિકોએકડગલુંસમાજનાવિકાસમાટેજરુરથીભરીશકીએછીએ,

સૌનોસાથ, સૌનોવિકાસ…….

ઉત્તર આપશો ને?

સ્નેહવંદન,

હીરલમિલનશાહ.

—————————————————-

ઇમેઇલના પ્રત્યુત્તરમાં જેમણે પણ પ્રત્યક્ષ મુલાકાત માટે મને આમંત્રણ આપ્યું છે, તે બધાને હું મળીશ. હા, કદાચ અમદાવાદ, બરોડાથી આગળ જવું શક્ય ના બની શકે. નહિં તો પણ મારા ઘરે આપ બધાનું સ્વાગત છે.

ભાવેશભાઇ પાસેથી ઇવિદ્યાલયની જરુરિયાત અને વ્યાપ અર્થે પ્રાથમિક શાળાઓ અને ત્યાં કમ્પ્યુટરની સગવડ અંગે વધુ સચોટ આંકડા પ્રાપ્ય બન્યા છે.

ગુજરાતમાં હાલ ૩૬૫૭૮ પ્રાથમિક શાળાઓ અને ૮૦  લાખ કરતાં વધારે બાળકો માત્ર સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરે છે.આ શાળાઓમાં ૪૫૭૮ શાળાઓ એવી છે જે બ્રોડ બેન્ડથી કનેક્ટ થયેલી છે.૨૮,૦૦૦ કરતાં વધારે શાળાઓમાં ઓછામાં ઓછું એક કોમ્પ્યુટર છે. આ વિગત માત્ર પ્રાથમિક શાળાઓની જ છે.

જો આપ નજર સમક્ષ એકવાર આ બાળકોને વિચારશો અને ઈવિદ્યાલયની મહેનતને જોશો તો આપ સર્વે વિદ્યાદાન માટે પ્રેરિત થશો જ. જો ટેકનીકલ હેલ્પ કે વિડીયો લાઇબ્રેરી બનાવવામાં આપ વડીલોનો સહકાર મળે તો એ યોગ્ય દિશામાં બહુ મોટી મદદ થશે નહિં તો આર્થિક રીતે આપના સહકારની આ વખતે અપેક્ષા છે.

જેનાથી જે શક્ય હોય તે દિશામાં પોતાનો મદદ માટેનો વિચાર વ્યક્ત કરશે તો વધુ ઝડપથી સાચી દિશામાં પ્રયાણ કરી શકીશું.

વિડીયોના વેતન અંગે રુબરુમાં શિક્ષકગણ સાથે વાત થશે ત્યારે ખ્યાલ આવશે. વિડીયોની સરેરાશ લંબાઇ ૧૦ થી ૨૫ મિનિટની છે. જો કે વિડીયો કેટલાં બને છે તે ગણતરી મુજબ નહિં પરંતુ જે તે ધોરણ અથવા વિષય અનુરુપ અને ગુણવત્તાને ધ્યાનમાં લઇને આપણે વેતન વિચારી શકીએ એવું મારું માનવું છે.

આપ સૌ પણ આપનો આ બાબતે અભિપ્રાય જણાવશો તો મને વધુ આનંદ થશે.

ફરીથી એક વાર વિનંતી કરીશ કે,

વધુથી વધુ મિત્રો સુધી આપ આ વાત વહેતી કરી શકો અને આપણને યોગ્ય મદદ મળી શકે તો કામ ઝડપથી આગળ વધી શકે.

સ્નેહવંદન,

હીરલમિલનશાહ.

http://evidyalay.net/ev_journe_help/

………………………………………………………

ઉપરના ઈ-મેલમાં  વિદેશ (યુ.કે.)માં રહીને પણ ઈ-વિદ્યાલય પ્રત્યેનો હિરલબેનનો ઊંડો લગાવ અને ધગશ

તેમ જ એમના સ્વપ્ન મુજબના ઉદ્દેશ્યોની જલ્દી પરિપૂર્તિ થાય એ માટેની ચિંતા જણાઈ આવે છે .

વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે.

 હિરલબેનની અપીલના જવાબમાં આપ સમય દાન કે આર્થિક દાન આપી એમને બને એટલો સહકાર આપી

ઈ-વિદ્યાલયના કાર્યને વેગ આપશો વિનંતી સાથે આશા રાખું છું  .

વિનોદ પટેલ

—————————————————— 

હિરલ એક ગુજરાતી લેખિકા તરીકે 

હીરલબેન ગુજરાતી સાહિત્યમાં ઘણો રસ ધરાવે છે અને એક લેખિકા તરીકે શબ્દો અને શૈલીની કલાનાં પણ માહિર છે.તમે એમના  નીચેના શરુઆતના લેખ વાંચશો એટલે તમને એમના આધ્યાત્મિક અને સાહિત્ય રસની ખાત્રી થઇ જશે . 

નીચેના  લેખના નામ  ઉપર ક્લિક કરીને વાંચશો

સંબંધો વગરનું સહજીવન    ( રીડ ગુજરાતી  .કોમ )

રત્નાનો કેસ  

( રીડ ગુજરાતી  .કોમ–આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા:2010માં બીજા ક્રમાંકે પુરસ્કૃત થયેલી આ વાર્તા  )

જન્મદિવસની ઉજવણી-ઘરથી દુર એક નવું ઘર ( હીરલનો બ્લોગ )

મન, વચન અને કાયા વિશે ચિંતન-મનન ( હીરલનો બ્લોગ )

હીરલબેનનો  સંપર્કઃ

hiral.shah.91@gmail.com,

evidyalay@gmail.com
——————–

 

8 responses to “( 430) હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય )

 1. hirals એપ્રિલ 17, 2014 પર 11:34 એ એમ (AM)

  અરે બાપ રે…..કાકા, માત્ર ઈવિદ્યાલય વિશે જ લખવું હતું ને!, ઈવિદ્યાલય આપણા બધાંની શાળા છે.
  મારો પરિચય એક ગૌણવાત છે અને એ પણ આ ઈવિદ્યાલયના આમંત્રણને અનુલક્ષીને મારા બ્લોગ પર લખવો પડેલો. બાકી આપ સૌના સહકાર વગર આટલે સુધી પહોંચવું અશક્ય હતું.

  Like

 2. hirals એપ્રિલ 17, 2014 પર 11:42 એ એમ (AM)

  મને એ જાણીને ઘણી ખુશી થઇ કે મારા તમને ‘કાકા’ એવા સંબોધનથી તમને તમારી દીકરી યાદ આવી જાય છે.

  Like

 3. Ramesh Patel એપ્રિલ 17, 2014 પર 1:49 પી એમ(PM)

  સુશ્રી હિરલબેનનો પરિચય , એટલે ઈ-વિદ્યાલય…એ જ્ઞાન વૃક્ષને સહાયથી સીંચન કરવા , ચાલો સૂરજ થઈને તપીએ….અભિનંદન

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. Ranjitrai M Desai એપ્રિલ 17, 2014 પર 2:21 પી એમ(PM)

  Would like to know more from Hiralben during her stay in Gujarat. I am at valsad. My phone number is 9426842463.
  Ranjit desai

  Like

 5. pravinshastri એપ્રિલ 17, 2014 પર 10:16 પી એમ(PM)

  હિરલ, મને ખાત્રી છે કે તમે શરૂ કરેલો આ જ્ઞાનયજ્ઞ હંમેશાં પ્રસરતો રહેશે. આજે કોમ્પ્યુટર નેટવર્ક એ સૌ કોઈમાટે સરળ અને સચોટ માહિતી માધ્યમ છે. જરૂર છે બાળકોને શું અને ક્યાંથી સાચું જ્ઞાન કે કેળવણી અને શૈક્ષણિક માહિતી મેળવવી તે માટે એમને મેન્ટલ જીપીએસ આપવાનું કામ ઈવિદ્યાલય જ કરી શકે. …અને એ ટોર્ચ લઈને યુવા હિરલ દોડી રહી છે. ધન્યવાદ અને અભિનંદન.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 6. chandravadan એપ્રિલ 20, 2014 પર 7:53 એ એમ (AM)

  વિનોદભાઈ,

  નમસ્તે !

  આજની પોસ્ટ દ્વારા તમે હિરલ શાહનો પરિચય ખુબ જ વિગતો સાથે સુંદર રીતે આપ્યો તે માટે અભિનંદન !

  હિરલના પરિચય સાથે “ઈ-વિધ્યાલય”વિષે ફરી જાણ્યું.

  જે સમયે ઈ-વિધ્યાલયની શરૂઆત થઈ ત્યારે મારા હૈયે ખુબ જ ખુશી થઈ હતી તે મેં એ સાઈટ પર જઈ દર્શાવી હતી….આવા પ્રતિભાવના કારણે મારા અને હિરલ વચ્ચે ઈમેઈલો શરૂ થયા…અને એમાં હિરલે જ્યારે મને “કાકા” કહી માન આપ્યું. ત્યારે મારા મનમાં પણ મારી ચાર દીકરીઓ યાદ આવી ગઈ હતી. બસ, ત્યારબાદ મારા હૈયે હિરલ એક દીકરી જ છે.

  હવે, વાત રહે છે હિરલના આ સ્વભાવની….અહીં,હિરલના માતાપિતાનો ફાળો અગત્યનો છે ! એમણે આપેલા સંસ્કારો કારણે જ જે હિરલ છે તે છે ! એમને વંદન !

  આ પોસ્ટ નીચે આવેલા પ્રતિભાવો વાંચ્યા..તેમાં છે બે હિરલના જે વાંચી “નમ્રતા/વિવેક”ના દર્શન તરત થાય છે.

  હિરલે “ઈ-વિધ્યાલય”કરી એક ભગીરથ કાર્ય કર્યું છે..એ માટે એને મારા અભિનંદન !

  વિનોદભાઈ, તમે આ સરસ પોસ્ટ કરી તે માટે આભાર !

  ચંદ્રવદન

  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog Chandrapukar !

  Like

 7. Pingback: ( 526 ) હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: