વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 21, 2014

( 433 )વસંતે કલશોર કર્યો, ભાઈ……(ગીત) ………………… શ્રી રમેશ પટેલ (આકાશ દીપ )

 

 ગુજરાતી ભાષાના જાણીતા બ્લોગ વેબ ગુર્જરીમાં પ્રગટ, મારા મિત્ર શ્રી રમેશભાઈ પટેલનું મને  ગમી ગયેલ સુંદર ગેય ગીત” વસંતે કલશોર કર્યો, ભાઈ……” ને આજની વિનોદ વિહારની પોસ્ટમાં રી-બ્લોગ કરતા આનંદ થાય છે .

શ્રી રમેશભાઈના લેખ પછી શ્રી નિનુ મઝમુદાર  લિખિત જાણીતું ગુજરાતી ગીત ” પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને  સૂરજ ચૂમ્યો” અને મારા મન  ગમતા ગાયક મન્નાડેના  સુરીલા સ્વરે ગવાએલ  આ ગીતનો વિડીયો પણ મુક્યો છે  .

આશા છે આપને આ બે કવિઓના ગીતોને સાથે માણવાનું ગમશે . 

વિનોદ પટેલ 

———————————————————————————————————–

વસંતે કલશોર કર્યો, ભાઈ……(ગીત)    …………………   શ્રી રમેશ પટેલ( આકાશ દીપ )

 

સૂસવાતા હિમભર્યા વાયરા વેઠ્યાબાદ જ્યોર્જિઆની ધરા ઉપરનાં નવપલ્લવિત વૃક્ષોને સમાધિ ત્યજીને રતુંબલ કૂંપળો અને મહોરની સુગંધે મસ્તીથી લહેરાતાં દીઠાં અને શ્રી નિનુ મઝમુદાર દ્વારા રચિત અને મન્નાડેએ ગાયેલ આ ગીત…યાદ આવી ગયું :

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને  સૂરજ ચૂમ્યો,

કૂથલી  લઈને  સાંજનો  સમીર  આજ વનેવને ઘૂમ્યો.

વસંત એટલે વસુધાના રંગ, ઉમંગ ને સૌરભને છલકાવતો ઋતુઉત્સવ. અહીં  હર નવપલ્લિત વનરાજીને રાજી કરતો પંખીનો કલરવ અનુભવાય. આમ્રવૃક્ષોની ઘટામાં ગૃંજન કરતો કોયલનો ટહુકાર સૌને વગડે બોલાવે. ઝીણી  મંજરી પર ભમતી ભમરીઓ અને પતંગિયાં; બસ નીરખ્યા  જ કરીએ, નીરખ્યા જ કરીએ ! આવી વાસંતી મજાને અમે વેલીની જેમ ઉરે વીંટીં, ઝીલી ને ગીતમાં ગાઈ. વસંતની આ વનરાજીની સંગસંગ ઊડાઊડ કરતાં પંખીડાં જોઈને અમે પણ એક ગીત છેડી દીધું :

વસંતે  કલશોર  કર્યો,  ભાઈ……

વસંતે  કલશોર  કર્યો  ભાઈ, વાયરે વગડો ઝૂમ્યો,

ઋજુ રતુંબલ સંદેશા લઈને, ટહુકો વનપથ ઘૂમ્યો…

….. ઘૂમ્યો…વનપથ ઘૂમ્યો…

RAMESH PATEL

 

ઉપરના શ્રી રમેશ પટેલના ફોટા ઉપર ક્લિક કરીને એમનો આખો લેખ અને ગીતને માણવા વે.ગુ. બ્લોગમાં પહોંચી જાઓ 

 

 આભાર -સૌજન્ય – વેબ ગુર્જરી 


સંપર્ક : રમેશ પટેલ – rjpsmv@yahoo.com

બ્લોગ : “આકાશદીપ


 

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો.

~ નિનુ મઝુમદાર

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,

કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો

વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,

શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો

ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,

નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી

આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,

જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે

ફરી દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,

કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં

સમણાં ઢોળ્યાં.

~ નિનુ મઝુમદાર

—————————————————-

ઉપરના ગીતને સ્વર સમ્રાટ મન્નાડેના  સુરીલા સ્વરે નીચેના વિડીયોમાં સાંભળો 

ઓ હો હો હો…. પંખીઓએ કલશોર કર્યો, ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો – મન્નાડે