વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

રે પંખીડાં !

Animation-Birds flying Photo Courtesy Yogesh Kanakia

જોજ્નો દુરથી ઉડી આવ્યાં આ પંખીડાં

ક્યાં છે જરાય થાક એમની પાંખોમાં

મનુષ્યો જ કેમ થોડા કામે થાકી જતા!

વિનોદ પટેલ

—————————————–

રે પંખીડા

રે પંખીડા સુખ થી ચણજો ગીત વા કાઈ ગાજો .
શાને આવા મુજ થી ડરી ને ખેલ છોડી ઉડો છો
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું ..
ના ના કો દ્દી તમ શરીર ને કાઈ હાની કરું હું ..
.
ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માળી ને મેં ,
ખૂલું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ,,,
રે રે ! તોયે કુદરતી મળી ટેવ બીવા જનો થી ,,
છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની ..
.
જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્ત નો , હા !
પહાણો ફેંકે તમ તરફ , રે ખેલ એતો જનો ના !
દુખી છું કે કુદરત તણાં સામ્ય નું ઐક્ય ત્યાગી ,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી
– કલાપી
————————————
Two Doves love

પંખી પ્રેમ !

પ્રેમ કરવો એ શું છે એકલા મનુષ્યનો ઈજારો

જુઓ કેવાં વેલેન્ટાઈન ઉજવે આ બે શાંતિદૂતો

 

વિનોદ પટેલ

 

 

9 responses to “રે પંખીડાં !

 1. Ramesh Patel April 22, 2014 at 11:06 PM

  સરસ મજાની સફર..પંખીડાંની પાંખે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Atul Jani (Agantuk) April 22, 2014 at 8:19 AM

  શ્રી વિનોદભાઈ,

  https://vinodvihar75.wordpress.com/wp-admin/options-general.php

  લિંક દ્વારા તમે જનરલ સેટીંગ કરી શકશો.

  તેમાં Time Zone માં તમે UTC (Universal Time) થી કેટલા આગળ કે પાછળ છો તે ગોઠવવાનું. જેમ કે ભારત માટે UTC + 5:30

  છેલ્લે નીચે ભાષામાં જો ગુજરાતી રાખશો તો જ્યારે જ્યારે તમે નવી પોસ્ટ મુકશો ત્યારે તે વર્ડપ્રેસની ગુજરાતી પોસ્ટની યાદીમાં આપોઆપ આવી જશે. વળી જ્યારે પોસ્ટ કે બ્લોગ Top પર હશે ત્યારે પણ વર્ડપ્રેસ તે દર્શાવશે.

  છેલ્લે
  Save Change
  પર ક્લિક કરવાનું ન ભૂલશો.

 3. dee35 April 22, 2014 at 4:14 AM

  આપણા કોમ્પુટર પણ ભારતીઓની પહેચાન કરાવતાં લાગે છે.

 4. dee35 April 22, 2014 at 4:02 AM

  કોમ્પુટરના ખૂણામાં જે સમય અને તારીખ બતાવે છે તેના ઉપર એરો લઇ જઇને ક્લીક કરશો તો નાની વિન્ડો ખૂલશે. તેમાં સુચના આવે છે તે મુજબ કરશો તો ટાઇમ ત્થા તારીખ બદલી સકાશે.

  • Vinod R. Patel April 22, 2014 at 4:48 AM

   આપનો આભાર .

   મારા કોમ્પુટરના ખૂણામાં તારીખ અને સમય બરાબર બતાવે છે અને એને બદલવાની મને જાણ છે .

   પરંતુ બ્લોગમાં વર્ડ પ્રેસ ના સેટિંગ બદલવાનો સવાલ છે . ભારત અને અમેરિકાના ટાઈમ ઝોનના

   તફાવતને લીધે બ્લોગમાં એક દિવસનો તફાવત બતાવે છે એમ એક જાણકાર મિત્રનું કહેવું છે .

 5. chandravadan April 22, 2014 at 2:37 AM

  “વિનોદ વિહાર”ની આ પોસ્ટ ગમી,

  જેની વાત જ ચંદ્રે અહીં રે કહી,

  પોસ્ટમાં આકાશે પક્ષીઓ ઉડે,

  બે કબુતરો બેસી પવિત્ર પ્રેમ કરે,

  માનવીઓ વિમાને ઉડે ખરા,

  પણ, પવિત્ર કબુતર-પેમ કરી શકે ખરા ?

  પ્રષ્ન આવો ચંદ્રને આજે મુજવે,

  માનવીઓમાં “માનવતા”ને શોધી રહે,

  શોધતા શોધતા, ચંદ્ર થાકી ગયો,

  ત્યારે પ્રભુને જવાબ એનો પૂછી રહ્યો !

  ……ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL @ Chandrapukar !

 6. Anila Patel April 22, 2014 at 6:22 AM

  Aanajevij pan thodi judi evi ek kavita dho–12na padthy pusatakma hati te me navu pustak avyu tya sudhi bhanavi hati bahu maja avati hati charcha karavani.je niche pramane —-
  ” Pinjaranu baranu kholine pankhine
  kahevama aavyu,
  have tu mukta chhe;
  Pankhie bahar nikaline,
  Manas same joyu, ane
  paachhu panjarama poorai gayu.”

 7. Atul Jani (Agantuk) April 22, 2014 at 4:25 AM

  Dove નો Love જોઈને આનંદ થયો. તમારે ત્યાં ૨૨ તારીખ થઈ ગઈ? અમારે તો હજુ ૨૧ તારીખ છે.

  • Vinod R. Patel April 22, 2014 at 5:01 AM

   અતુલભાઈ , એક દિવસ પહેલાં વિચારવાની આ ટેવ !

   કોમ્પ્યુટર સેટીન્ગમાં કંઇક બદ્લવાનું છે પણ આવડતું નથી .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: