વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 24, 2014

( 438 ) શ્રી પી.કે.દાવડાજી સાથેનો સત્સંગ- વિડીયોમાં / શ્રી. ત્રિગુણાતીત પંચોલી સાથે સંવાદનો વિડીયો … સંવાદ દાતા શ્રી સુરેશ જાની

Old Age-2

શ્રી દાવડાજી અમેરિકા નિવાસી બન્યા પછી આપણને એમની લગભગ ૮૦ વર્ષની ઉંમરે એમના નિવૃતિના સમયના ફાલ જેવા અનેક  પ્રેરક લેખો, કાવ્યો ,છપ્પા વિગેરે સાહિત્ય સામગ્રીથી  સુપરિચિત છે  .

આજની પોસ્ટમાં તમે એમને મોરારી બાપુની અદાથી તમારી સાથે સત્સંગ કરતા નજરે નિહાળી શકશો  .

ઈ-મેલમાં એમનો આ સત્સંગનો વિડીયો મોકલતાં તેઓ લખે છે …..

મિત્રો ,

તમે દાવડા બાપુને સતસંગ-૧ માં સાંભળ્યા. હવે સતસંગ-૨ માં દાવડા બાપુ જીવનની કેટલીક સચ્ચાઈઓ  શબ્દોમાં કહે છે, એ સાંભળશો તો સમજશો .

હરિ ઓમ…

પી.કે.દાવડા

તો નીચેના વિડીયોમાં દાવડા બાપુના સત્સંગનો લાભ લો અને એમની સાથે .હરિ ઓમ…

હરિ ઓમ… એમ જપતા પણ રહો  .

શ્રી પી.કે.દાવડાજી સાથેનો સત્સંગ હવે વિડીયોમાં(  સતસંગ-૨ )

——————————————-

શ્રી. ત્રિગુણાતીત પંચોલી સાથે એક સંવાદ … સંવાદ દાતા શ્રી સુરેશ જાની

શ્રી દાવડાજીના સત્સંગનો ઉપરનો વિડીયો જોઈને મને એક વાર મિત્ર શ્રી  સુરેશ જાનીએ વયોવૃદ્ધ વડીલ શ્રી ત્રિગુણાતીત પંચોલી સાથે એમના સાન એન્ટોનિયોના નિવાસ સ્થાને જઈને લીધેલ ઇન્ટરવ્યુની વિડીયોની લીંક ઈ-મેલમાં એમણે મને મોકલી હતી એ વિડીયો યાદ આવ્યો .

જૂની ઈ-મેલોનો ઢગ ફંફોસી એ વિડીયો શોધી કાઢીને એને સૌ વાચકો સાથે આજની પોસ્ટમાં શેર કરતાં આનદ થાય છે  .

શ્રી સુરેશભાઈએ વિડીયોની શરૂઆતમાં વડીલ પંચોલીનો જે પરિચય કરાવ્યો છે એ પ્રમાણે હાલ એમની ઉંમર ૯૬ વર્ષ ( જન્મ તારીખ- જુન ૨૦ ,૧૯૧૮ )ની છે .

૧૯૮૪માં ભારતથી અમેરિકા આવીને શ્રી પંચોલી એમની દીકરી પ્રતિભા અને જમાઈ રવીન્દ્ર સાથે એમના સાન એન્ટોનિયો , ટેક્સાસ , યુ.એસ.એ ખાતે આવેલ આવેલ નિવાસ સ્થાને નિવૃતિનો સમય માણી રહ્યા છે .

સીનીયર મંડળ , સાન એન્ટોનિયો ની પ્રવૃતિમાં તેઓ ઉલટથી ભાગ લઇ રહ્યા છે .

ભારતમાં હતા ત્યારે તેઓ સ્વ. કળા ગુરુ રવિશંકર રાવલના પહેલા પ્રિય વિદ્યાર્થી હતા . સુરેશભાઈને વડીલ પંચોલીનો પરિચય કલાગુરુ રવિશંકરના અમેરિકા રહેતા ૮૪ વર્ષના ડૉ . કનક રાવળ દ્વારા થયો હતો અને કનકભાઈએ જ સુરેશભાઈને આ વડીલને સાન એન્ટોનિયો જઈને મળવાનું સૂચન કર્યું હતું .

અમદાવાદમાં શ્રી શ્રેયસ સંસ્થા ,અને આશિષ શાળા ,અમદાવાદ એમનું કાર્ય ક્ષેત્ર રહ્યું હતું .

આ વિડીયોમાં ૯૬ વર્ષના શ્રી ત્રિગુણાતીત પંચોલી જે સ્વસ્થતાથી સુરેશભાઈએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે એ સાંભળીને તમને જરૂર અચંબો થશે .આ સંવાદમાં એમના જીવનભરના અનુભવોનો નિચોડ તમને જણાશે .

શ્રી. ત્રિગુણાતીત પંચોલી સાથે એક સંવાદ … સંવાદ દાતા શ્રી સુરેશ જાની

જીવનના સંધ્યા કાળમાં મોટી વયે અમેરિકામાં અને બીજે નિવૃતિનો સમય પસાર કરી રહેલા

મારા જેવા અનેક વયસ્ક સીનીયરો માટે શ્રી પંચોલી એક પ્રેરણામુર્તી રૂપ છે .

૯૬ વર્ષના મુરબ્બી વડીલ શ્રી ગુણાતીત રવિશંકર પંચોલીને મારાં હાર્દીક પ્રણામ અને એમના

નિરામય દીર્ઘાયુ માટે અનેક શુભેચ્છાઓ .

  આજની આ પોસ્ટને શક્ય બનાવવા માટે શ્રી પી.કે.દાવડાજી , વડીલ શ્રી ગુણાતીત રવિશંકર

પંચોલી  અને શ્રી સુરેશભાઈ જાની નો આભારી છું  .  

વિનોદ પટેલ