વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(439 ) ” જિંદગી ” વિષય ઉપરની મારી કેટલીક સ્વ-રચિત વિચાર ક્ન્ડીકાઓ — મારી નોધપોથીમાથી

 •  

મેં અગાઉ જણાવ્યું છે એમ મારા મનમાં આવતા વિચારોનાં વાદળ વિખરાઈ જાય -ભૂલાઈ જાય

એ પહેલાં નોધપોથીમાં ટપકાવી લેવાની મને ટેવ છે .

અવારનવાર વિનોદ વિહારના માધ્યમથી એમાંથી કેટલીક આવી વિચાર ક્ન્ડીકાઓ

આપને ” મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં જણાવતો રહું છું ,

મને ખબર નથી આપને એ ગમે છે કે નહિ પણ મને એ આપની સાથે શેર કરવી ગમે છે  .

તો આજની પોસ્ટમાં વાંચો “મારી નોધપોથીમાં ” કેદ થયેલી ” જિંદગી ”

વિષય ઉપરની કાવ્યમય સ્વરૂપમાં મારી કેટલીક વિચાર ક્ન્ડીકાઓ .

વિનોદ પટેલ

————————-

SONY DSC

કેવી બદલાઈ ગઈ છે જિંદગી !

રોજ બદલાતી રહેતી આ દુનિયામાં

કેટલું બધું બદલાઈ ગયું  છે આજે .

સોસીયલ મીડીયાના આ સાધનોએ,

હદ કરી નાખી , કહેવાની વાત નહિ .

માણસો થયા ગાંડા ફોન થઇ ગયા સ્માર્ટ .

કાગળો હાથે લખવાની એ મજા ,

ટપાલીની રાહ જોતા’તા એ ઇન્તજાર ,

ઈમેલ અને સ્કાઈપે બગાડી નાખ્યો છે !

રેડિયો બિચારો આજે ભૂલાઈ ગયો છે ,

અભરાઈએ ચડીને રડી રહ્યો છે ,

આઈ પોડમા આજે તો સંગીત કેદ થયું છે !

આપણે પણ કેવા જમાનાના કેદી થયા છીએ !

કેવી બદલાઈ ગઈ છે આપણી આ જિંદગી !

—————————————-

આંસું એક પ્રાર્થના

દુઃખમાં આવતાં આંસુઓ એ પ્રભુને કરેલી એક ઉત્તમ પ્રાર્થના છે

કેમ કે મુક વાણી અને આંસુઓ પ્રભુ પાસે જલ્દી પહોંચી જાય છે  

—————————————–

સ્વજનની છબી

જિંદગીની આ તો કેવી છે કરુણતા કે-

રોજ નજર સમક્ષ રહેતાં પ્રિય જનો, 

એક દિન આપણી વિદાય લે પછી,

છબીઓમાં મઢાઈ ભીંતે લટકાય છે !.

————————————————-

જિંદગી–સાપ સીડીની રમત

જિંદગીમાં સૌ સાપ સીડીની એક રમત રમી રહયા છીએ

માનીએ જ્યારે કે ચડીશું ત્યારે જ નીચે પટકાઈએ .છીએ

=========================

આ કાવ્યમાં આપણી જિંદગીને એક કિનારેથી બીજા કિનારે જવા માગતી એક

નાવ-નાવડી સાથે સરખાવવામાં આવી છે .

આપણી જિંદગીની નાવ જન્મના એક કિનારેથી લાંગર છોડીને સસાર સાગરમાં

નીકળી પડે છે અને એનું લાંગરવાનું અંતિમ સ્થાન સામો કિનારો એટલે કે મૃત્યું છે  .

આ બે કિનારાઓ વચ્ચે આ નાવડીને અનેક ઝંઝાવાતોનો સામનો કરવાનો આવે છે .

એ બધા વચ્ચેથી માર્ગ કરીને ધૈર્યથી હોડીને આગળ હંકારતા રહી અંતિમ કિનારે

જઈને હોડીને સુખરૂપ લાંગરવાનું આપની જિંદગીનું એક ધ્યેય છે .

જન્મ અને મૃત્યું એ બે અંતિમ કિનારા વચ્ચે આપણે જે જીવીએ છીએ

એનું જ નામ તો છે જિંદગી !

આ વિચારમાંથી નીચેના કાવ્યનો પ્રસવ થયો છે .  

—————————–

જિંદગીની નાવ

જિંદગીની આ નાજુક નાવડી મારી

એક કિનારેથી લંગર છોડી ઉપડી ચુકી છે

સંસાર સાગરમાં આગળ ધપી રહી છે

રાહના જટિલ તોફાનો -પડકારોને હંફાવતી

ભલેને હાલક ડોલક થતી હોય તો પણ

અડગ નિશ્ચય,શ્રધા અને પ્રભુની કૃપાએ 

આગળ ને આગળ બસ ધપી જ રહી છે

ખબર નથી કેમ ક્યારે અને કેવી રીતે

સામે અંતિમ કિનારે પહોંચીને એ લાંગરશે !

—————————–

છેલ્લે, એક હાઈકુ

પ્રભુના હસ્તાક્ષર

વીજ ચમકી,

આકાશમાં, પ્રભુએ

કર્યાં હસ્તાક્ષર !

વિનોદ પટેલ

 

12 responses to “(439 ) ” જિંદગી ” વિષય ઉપરની મારી કેટલીક સ્વ-રચિત વિચાર ક્ન્ડીકાઓ — મારી નોધપોથીમાથી

 1. Anila Patel એપ્રિલ 25, 2014 પર 2:49 પી એમ(PM)

  Bahuj saras jivanano ark. emay mara “Aasu ek prarthana ” ane ” svajanani chhabi” Hruday sparshi gaya.

  Like

 2. NAVIN BANKER એપ્રિલ 26, 2014 પર 5:45 એ એમ (AM)

  મને ખુબ ગમ્યું, સવારે ઇ-મેઇલ ખોલતાંની સાથે જ, ૫૦-૬૦ ઇ મેઇલ્સ હોય. એમાંથી લગભગ ૪૦ જેટલીતો ‘વિષય’ વાંચીને જ ડીલીટ કરી નાંખું છું. બાકીની જે દસેક રહી જાય એમાં ‘વિનોદવિહાર’ સૌથી પહેલી ખોલું.અને મન તૃપ્ત થઈ જાય.જીવનવિષયક લખાણો, ઉર્મિશીલ કાવ્યો, સરસ ગઝલો, રેશનાલીસ્ટ સાહિત્ય..એ મારા પ્રિય વિષયો રહ્યા છે. ક્યારેક મને થાય છે કે, આપને, દાવડાસાહેબને, ગોવિન્દ મારુને..રુબરુ મળું. પણ એ શક્ય નથી એટલે આ ઇ-મેઇલ એક સરસ સાધન છે આપણા પ્રિયપાત્રોને મળવાનું અને વાતો કરવાનું.
  આભાર- આવું સરસ લખાણ વહેંચવા બદલ.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  Like

 3. Hemant એપ્રિલ 26, 2014 પર 5:57 એ એમ (AM)

  From Start to End point of life ; Mid point pass through innocent , happiness , sorrow , pain …..all learning process ; it all up to human how to decorate this mid journey , surrender to the god at every mid point will bring happiness and journey will pass through remarkable memory moments , Thank you for the wonderful poems based on la life destination ……….Hemant Bhavsar

  Like

 4. chandravadan એપ્રિલ 26, 2014 પર 7:36 એ એમ (AM)

  Wah….Nice Kalam of Vinod !
  Enjoyed !
  chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you all @ Chandrapukar !

  Like

 5. pravinshastri એપ્રિલ 26, 2014 પર 8:36 એ એમ (AM)

  ભીના હૃદયના સાહિત્યકાર વિનોદભાઈનું સર્જન આજના છપાયલા કાટલા જેવા કહેવાતા સાક્ષરો કરતાં બે મૂઠ ઉંચું છે. કોઈ સાહિત્ય પરિષદ, કે સાહિત્ય અકાદમીના ઘુરંધરોને વિનોદભાઈના સર્જન નોંધ લેવાની ફૂરસદ છે ખરી! અમદાવાદના કૂપમંડૂકો ને ખબર છે ખરી કે ગુજરાત બહાર પણ વિનોદભાઈ જેવા ગુજરાતી છે જે ઉત્તમ સાહિત્યની લ્હાણી કરી રહ્યા છે! મારો બળાપો નવીનભાઈ બેંકરની વાતના અનુસંધાનમાં છે. જાગૃત મગજ હંમેશા સૌ પ્રથમ વિનોદ વિહારની મુલાકાત લે છે.

  Like

  • Vinod R. Patel મે 5, 2014 પર 7:54 પી એમ(PM)

   આભાર પ્રવીણભાઈ . મને તમે ખુબ ઉંચે ચઢાવી દીધો .હું તો હજી સાહિત્યના દરિયા કિનારે છીપલાં

   વીણી રહ્યો છું !

   Like

   • pravinshastri મે 5, 2014 પર 8:04 પી એમ(PM)

    મુરર્બ્બીશ્રી વિનોદભાઈ, મને ઘણાં ઘણાં બ્લોગ સર્જકો માટે માન છે. પણ તમારામાં મને કંઈક વિશેષ દેખાય છે. એ કંઈકનું પૃથ્થકકરણ કરી શકવા જેટલી ક્ષમતા નથી. બસ, મને લાગ્યું તે જ લખ્યું છે.
    સાદર વંદન.

    Like

 6. Capt. Narendra મે 5, 2014 પર 7:43 પી એમ(PM)

  I just read your biographical notes in Resp. Pragnaju’s blog. I could not help posting my comment in your blog too. Here it is:
  This is truly an amazing story of the courage, fortitude and sheer zeal of Vinodbhai Patel. What is astonishing is the humbleness of a gentleman who has never sought to display his achievements. My hat’s off to you, Vinodbhai. It has been great knowing you. And thanks, Pragnaju, for sharing Vinodbhai’s story with me.

  Like

 7. Pingback: ( 589 ) કવિતા અને ગઝલોમાં “જીવન”……-પી. કે. દાવડા | વિનોદ વિહાર

 8. Mr.Pravinchandra P. Shah નવેમ્બર 22, 2014 પર 11:23 એ એમ (AM)

  I enjoy taking plunge in your” Vihar” as is a matter of likes of all who once visit this web.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: