વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2014

( 464 ) આગમન અને વિદાય …….એક ચિત્ર કાવ્ય …….. વિનોદ પટેલ( મારી નોધ પોથીમાથી )


નીચેનું ચિત્ર જોઈને મારા મનમાં જાગેલ વિચાર મન્થનોનું ફરજંદ એટલે મારી સ્વ -રચિત

નીચેની અછાંદસ કાવ્ય રચના …….

આશા છે આપને એ ગમે — વિનોદ પટેલ
———————————————–

Silent talks - Oldest with a youngest

Silent talks – Oldest with a youngest

આગમન અને વિદાય

હોસ્પિટલના એક જ બિછાના ઉપર સુતેલાં

એકબીજાની આંખોમાં આંખો પરોવી

ચાર પેઢીનું જેમની વચ્ચે અંતર છે

એવાં આ બે બાળકો –બાળકો જ સ્તો !

કેવું જોઈ રહ્યાં છે એકબીજાને એકી નજરે !!

કરચલીવાળા જીર્ણ હાથની ગોદમાં

પ્રેમથી લપેટાયેલું

ગુલાબના ગલગોટા જેવા ગાલ સાથે

નાજુક તાજી આશ્ચર્ય છલકાવતી બાળ આંખો

અને જીર્ણ ચશ્મામાંથી

પ્રેમ વરસાવતી જીર્ણ ઝાંખી આંખોનું

આ કેવું દિવ્ય રચાયું છે તારામૈત્રક !!

શુ જોતી હશે આ બોલતી આંખો

અને શુ વિચારતું હશે મનમાં

કુદરતનું આ અદભૂત જોડું !

જગતમાં જેનું આગમનન તાજું જ છે

એ બાળક કહેતું હશે મનમાં –

દાદા હમણાં જ હું આવ્યો છું આ જગમાં

તમને પુરો ઓળખતો પણ નથી હજુ

અને તમે તો હવે ચાલી નીકળવાના !

કેટકેટલી મારે વાતો કરવી છે

તમારા અનુભવોમાંથી કેટલું શીખવું છે મારે

થોડા વર્ષો તમે રોકાઈ ન શકો !

વૃદ્ધ દાદા કહેતા હશે

દીકરા મારા

એ મારા હાથની ક્યાં વાત છે

એક પેઢી જાય અને બીજી આવે એતો

આ જગતનો અફર નિયમ છે

તું પણ મારી જેમ

યુવાન થવાનો , વૃદ્ધ થવાનો અને

એક દિન હું જઈ રહ્યો છું એમ જવાનો.

બાળક પૂછતો હશે ,

દાદા એવું કેમ હશે

આ નિયમ ના બદલાય , બધાં એક સાથે

જઈ ના શકાય !

દાદા કહેતા હશે ,

ના બેટા , હજુ તું બહું નાનો છે , નીર્દોષ છે

તું જલ્દી મોટો થઇ જા ,

ઘણું બધું આપોઆપ શીખી જઈશ

અને એક દિવસ, ભગવાન દયાથી ,

તારી ચોથી પેઢી જોઈને ,

ખુબ સંતોષ અને ખુશીથી ,

આ જગની વિદાય લઇ લઈશ !

મારી જેમ જ !

વિનોદ પટેલ
————————————–

Silent talks - Oldest with a youngest

Silent talks – Oldest with a youngest

ચિત્ર હાઈકુ

 
જાઉં છું હવે
 
દોર સંભાળી લે જે

 સોપું છું તને
 
 
વિનોદ પટેલ

( 463 ) ભારતના વડા પ્રધાનો …. નરેન્દ્ર મોદી ……. થોડી રમુજ

ભારતના વડા પ્રધાનો …. નરેન્દ્ર મોદી ……. થોડી રમુજ

PRIME MINISTERS IN INDIA

Jawaharlal Nehru proved that a rich man can become the country’s Prime Minister;

Lal Bahadur Shastri proved that a poor man can become the Prime Minister;

Indira Gandhi proved that a woman can become the Prime Minister;

Morarji Desai proved that an old man can become the Prime Minister;

Rajiv Gandhi proved that a young man can become the Prime Minister;

I.K. Gujral proved that a gentleman can become the Prime Minister;

Deve Gowda proved just about anybody can become the Prime Minister;

namo- cartoon-mnmohnManmohan Singh has proved that India does not need a Prime Minister.

and ……

NARENDRA MODI HAS PROVED THAT EVEN A POOR TEA SELLER

CAN BECOME A PRIME MINISTER OF INDIA

————————-

Thanks- Aruna Patel

————————————–

શ્રી નરેન્દ્ર મોદીની નવી PMO વેબ સાઈટ

namo-prime ministr web saait

શ્રી નરેન્દ્ર મોદી Prime Minister of India  તરીકે ચૂંટાયા પછી સુધારેલી PMO વેબ સાઈટની

નીચેની લીંક ઉપર ક્લિક કરીને મુલાકાત લો.

http://www.pmindia.nic.in/

વેબ સાઈટ ઉપર વડા પ્રધાન તરીકે સૌ પ્રથમ દેશ જોગ આપેલ શ્રી નરેન્દ્ર મોદી નો સંદેશ

Message from The Prime Minister છે એ જરૂર વાંચશો.

અવારનવાર આ વેબ સાઈટની મુલાકાત લેવાથી વડા પ્રધાન તરીકેની એમની પ્રવૃતિઓ અને કામોની

માહિતી મળતી રહેશે .આ પ્રમાણે  .

—————————————————

હવે થોડું હસી લઈને હળવા બનીએ ……ન.મો. નો એક રમુજી વિડીયો .

હસો …… બુરા મત માનો …..હસ્તે રહો ……..હસાતે રહો …….

Aye mitro meto pm ban gaya —Narendra modi PM cartoon

————————————-

આભાર – શ્રીમતી ગોપી રાંદેરી … ઈ-મેલમાં વિડીયો લીંક મોકલવા માટે  

—————————————

Namo -dream-quote

( 462) ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો……—ચંદ્રકાંત બક્ષી/ ચાય પે ચર્ચા: -પરેશ વ્યાસ

ભારતમાં દિલ્હીમાં જ્યારે જ્યારે સતા બદલાય છે અને નવો પક્ષ સતા સંભાળે છે ત્યારે એ જોવામાં આવ્યું છે કે જૂની સરકારમાં પ્રધાનોને માટે રહેવા માટે જે  મકાનો ફાળવ્યાં હોય એને ખાલી કરવામાં આનાકાની કે વિલંબ  સતાનો સ્વાદ ચાખી ગયેલા કેટલા રાજકારણીયો તરફથી થતો હોય છે .

આવા લોકો માટે સત્તા એ સેવા કરવાનું  નહી પણ મેવા ખાવાનું સાધન હોય છે એ ભારતીય રાજકારણની એક બલિહારી છે .

આજના રાજકીય માહોલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ સ્વ. ચંદ્રકાંત બક્ષીનો એક સુંદર લેખ મને ગમતાં નીચે પ્રસ્તુત કર્યો છે એ તમને પણ ગમે એવો છે .

આ લેખ વાંચતા જેને માટે સદા બહાર બક્ષી સાહેબ જાણીતા હતા એ એમની તેજાબી કલમનો પણ અહેસાસ થાય છે .

વિનોદ પટેલ

—————————————————

ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો…….——ચંદ્રકાંત બક્ષી

chairહિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એક વાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે

 – ચંદ્રકાંત બક્ષી

ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે ત્યાંના રાજકારણીઓ નીતિના ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊંચા ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં સત્તાસ્થાનેથી ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે.

હિન્દુસ્તાની રાજકારણીઓના માથાની પાછળથી મિનિસ્ટરી આભા ખસતી નથી. હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એકવાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય, એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે. પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતના બહાનાં કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે.

મુંબઈ સમાચારની આ લીંક ઉપર ક્લિક કરીને  આખો લેખ વાંચો .

————————————–

સૌજન્ય/આભાર- સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી, મુંબઈ સમાચાર

——————————————————————————————-

ચાય પે ચર્ચા:  -પરેશ વ્યાસ

શ્રી નરેન્દ્ર મોદી અંગે ગત લોકસભાની ચૂંટણીમાં એમના વિરુદ્ધમાં ઘણું ઘણું બોલાયું, લખાયું અને કહેવાતા પંડિતોએ ટી .વી. પ્રોગ્રામોમાં પણ પુષ્કળ ઝેર ઓક્યું હતું .

નરેન્દ્ર મોદી વિષે એમ કહેવાય છે કે એમના ઉપર એમના વિરોધીઓ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોથી ગભરાયા વિના એ પથ્થરોનાં પગથીયા બનાવી એમની મંઝીલ તરફ ઉપર ચઢતા જાય છે .

સોનાને જેમ વધુ તપાવો અને ટીપો એમ ઘરેણાંનો ઘાટ સરસ બનતો હોય છે એવું જ એમનું બન્યું છે .

લોકોએ એમની ચા વેચનાર તરીકે મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો તો એમણે દેશભરમાં ચાય પર ચર્ચાની ઝુંબેશ શરુ કરી અને ચૂંટણીના પ્રચારમાં એક નવી લહેર ઊભી કરી દીધી .

શ્રી મોદીએ એમની એક પ્રચાર સભામાં કહ્યું હતું કે મારા વિરોધીઓ મારી ઉપર કાદવ ઉછાળવામાં કોઈ કચાસ રાખતા નથી પણ એમને ખબર નથી કે એ કાદવમાંથી જ અંતે કમળ ખીલી ઉઠવાનું છે  . કેટલો આત્મ વિશ્વાસ !

કહેવાતા દેશ વિદેશના બુદ્ધિવાદીઓ  નરેન્દ્ર મોદીના સાચા વ્યક્તિત્વને  સમજવામાં ખરેખર ઉણા ઉતર્યા છે  .

આ સંદર્ભમાં સુશ્રી. પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ નીરવ રવેમાં એમના સુપુત્ર શ્રી પરેશભાઈ વ્યાસ લિખિત એક લેખ ચાય પે ચર્ચા  મને ગમતાં એ બન્નેના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

વિનોદ પટેલ

————————————————————

Chay pe charchaચાય પે ચર્ચા:

પરેશ વ્યાસ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

-નયન હ. દેસાઈ

“હું તમને વચન આપું છું કે 21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર નહીં બની શકે… પણ જો એણે અહીં ચા વેચવી હોય તો આપણે એને માટે જગ્યા ફાળવીશું.” ચૂંટણી પહેલાં ભૂંડાબોલાં કોંગી નેતા મણિશંકર અય્યર કોંગ્રેસ અધિવેશનમાં આમ બોલ્યા અને ચાય પે ચર્ચા ચાલી, એવી તો ભાઇ ચાલી. અને ચૂંટણીનાં અંતે ચા વિષેની આ વિવાદી ટિપ્પણી કોંગ્રેસને સરવાળે મોંઘી પડી. કોંગ્રેસનું નામું મંડાઇ ગયું. અનેક દિગ્ગજો હાર્યા.

ખુદ મણિશંકર પોતાની ચૂંટણીમાં ચોથા ક્રમે રહ્યા. મયલાદુથુરાઇ લોકસભા મતવિસ્તારનાં 5.12 લાખ મતોનાં મતદાન પૈકી એમને માત્ર 58 હજાર મત મળ્યા. એક સમયનો ચા વેચતો છોકરો નામે નમો લોકચાહનાની સુનામી પર સવાર થયો અને વિરોધીઓને તહસનહસ કરતો ગયો. રાહુલ ગાંધી હવે મનોમંથન કરે છે કે ચાહ બરબાદ કરેગી હમે માલુમ ન થા ! વિખ્યાત અભિનેત્રી ઓડ્રી હેપબર્ન માનતા કે “જ્યારે તમારી સાથે એવા કોઇ ન હોય કે જેના માટે તમે ચા બનાવી શકો, જ્યારે તમારી કોઇને જરૂરિયાત જ ન રહે તો સમજવું કે જીવન પૂરું થયું.” રાગાકા રાજકીય જીવનકા ક્યા હોગા? પણ આપણાં કવિ નયનભૈ કહે છે કે કંઇ ન બને ત્યારે પણ ચા મંગાવવી જરૂરી છે. રાજકારણ મારું કપ ઓફ ટી(Cup of Tea) નહોતું.

નીરવ રવે બ્લોગની આ લીંક ઉપર ક્લિક કરીને આખો લેખ વાંચો .

——————————————————–

સૌજન્ય/આભાર- સુશ્રી .પ્રજ્ઞાબેન વ્યાસ, શ્રી પરેશ વ્યાસ

(461) Maya Angelou, celebrated US poet and author, dies aged 86

And still I rise … Maya Angelou in 1999. Photograph: Martin Godwin for the Guardian

And still I rise … Maya Angelou in 1999. Photograph: Martin Godwin for the Guardian

(April 4, 1928 – May 28, 2014 )

 

Maya Angelou, the American poet and author, died at her home in Winston-Salem, North Carolina on Wednesday May 28, 2014 . She was 86.

Short Biography of this Legendary author Maya Angelou in this video

Her son, Guy B Johnson, confirmed the news in a statement. He said: “Her family is extremely grateful that her ascension was not belabored by a loss of acuity or comprehension.

“She lived a life as a teacher, activist, artist and human being. She was a warrior for equality, tolerance and peace. The family is appreciative of the time we had with her and we know that she is looking down upon us with love.”

Johnson said Angelou “passed quietly in her home” sometime before 8am on Wednesday.

Bill Clinton, at whose inauguration Angelou read her On the Pulse of the Morning, said in a statement: America has lost a national treasure, and Hillary and I a beloved friend.”

Angelou reciting her poem, "On the Pulse of Morning", at President Bill Clinton's inauguration, January 1993

Angelou reciting her poem, “On the Pulse of Morning”, at President Bill Clinton’s inauguration, January 1993

Click on this link and watch the video-  Maya Angelou’s poem from Clinton’s inauguration, January 1993 .

————————————————

Read more about her Obituary,  Interview , Book extracts etc and other related details on this The Guardian newspaper link .

Maya Angelou, celebrated US poet and author

——————————————————

Maya Angelou on Wikipedia


http://en.wikipedia.org/wiki/Maya_Angelou

————————————————

Quotes of Maya Angelou

Never make someone a priority when all you are to them is an option.

If you don’t like something, change it. If you can’t change it, change your attitude. Don’t complain.

There is no greater agony than bearing an untold story inside you.

I do not trust people who don’t love themselves and yet tell me, ‘I love you.’ There is an African saying which is: Be careful when a naked person offers you a shirt.

We delight in the beauty of the butterfly, but rarely admit the changes it has gone through to achieve that beauty.

You may not control all the events that happen to you, but you can decide not to be reduced by them.

My mission in life is not merely to survive, but to thrive; and to do so with some passion, some compassion, some humor, and some style.

Try to be a rainbow in someone’s cloud.

I’ve learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel.

I love to see a young girl go out and grab the world by the lapels. Life’s a bitch. You’ve got to go out and kick ass.

The love of the family, the love of the person can heal. It heals the scars left by a larger society. A massive, powerful society.

Courage is the most important of all the virtues because without courage, you can’t practice any other virtue consistently.

Nothing will work unless you do.

It’s one of the greatest gifts you can give yourself, to forgive. Forgive everybody.

I’ve learned that you can tell a lot about a person by the way (s)he handles these three things: a rainy day, lost luggage, and tangled Christmas tree lights.

MAY THE SOUL OF MAYA ANGELOU REST

IN ETERNAL PEACE

( 460 )“મળવા જેવા માણસ……… શ્રી પ્રવીણ શાસ્ત્રી ………પરિચયકાર …. શ્રી . પી.કે.દાવડા

મારા બ્લોગ જગતમાં પ્રવેશ પછી જે કેટલાંક સાહિત્ય રસિક મિત્રો સાથે નજીકનો પરિચય થયો છે એમાં સહૃદયી મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી પણ એક છે .

એમના બ્લોગ પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી  માં પ્રગટ થતી એમની વાર્તાઓ ,હાસ્ય લેખો વિગરેમાં એમની વિશિષ્ટ પ્રકારની રમુજી લેખન શૈલી આપણને સહેજે આકર્ષે એવી બળુકી હોય છે જે મને ગમે છે . એમની કૃતિઓમાં એમના જીવનના અનુભવો જણાતા હોય છે .

શ્રી પ્રવીણ શાસ્ત્રી વિનોદ વિહારના વાચકો માટે નવું નામ નથી .અગાઉ આ બ્લોગની ઘણી બ્લોગ પોસ્ટમાં એમની વાર્તાઓ/હાસ્ય કૃતિઓ મેં સાનંદ પ્રગટ કરી છે

છેલ્લે, વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 446 ) માં એમના એક સરસ હાસ્ય લેખ સાથે એક વિડીયો પણ મુક્યો છે જેમાં તેઓ એમની એક  રચના રજુ કરતા જોઈ શકાય છે .

શ્રી શાસ્ત્રી જેવા જ મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ  એમની ” મળવા જેવા માણસ ” નામની એમની મિત્રોની પરિચય શ્રેણીની માળામાં ૧૬ મો મણકો ઉમેરીને એમના એક લેખમાં શ્રી પ્રવીણ શાસ્ત્રીનો સુંદર પરિચય કરાવ્યો છે . આ લેખમાં શ્રી શાસ્ત્રી વિષે એમના સાહિત્યના પ્રદાન ઉપરાંત એમના જીવનનાં બીજાં અજાણ પાસાંઓનો પણ દાવડાજીએ અભ્યાસપૂર્ણ પરિચય કરાવ્યો છે .

શ્રી પી.કે.દાવડાજીના  શ્રી શાસ્ત્રી વિશેના આ લેખને આ બન્ને મિત્રોના આભાર સહીત આજની વિનોદ વિહારની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

===========================================================

 “મળવા જેવા માણસ……… શ્રી પ્રવીણ શાસ્ત્રી ………પરિચયકાર …. શ્રી  . પી.કે.દાવડા

Pravin Shastri

Pravin Shastri

પ્રવીણભાઈનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના દાદા ઘેલાભાઈ શાસ્ત્રી કર્મકાંડી બ્રાહ્મણ હતા અને એક મધ્યમવર્ગી સંયુક્ત કુટુંબના વડા હતા. પ્રવીણભાઈના પિતા મગનલાલભાઈનું કુટુંબ અને કાકા મોહનલાલભાઈનું કુટુંબ બધા એક જ ઘરમાં સંયુક્ત કુટુંબ તરીકે રહેતા. પિતા અને કાકા એમ બન્ને કુટુંબો વચ્ચે પુત્ર સંતાનમાં માત્ર પ્રવીણભાઈ જ હોવાથી એમને ખૂબ લાડકોડમાં ઉછેરવામાં આવ્યા. કુટુંબ એમના પ્રત્યે કાયમ over protective રહ્યું, જે ક્યારેક ક્યારેક એમની પ્રગતિ માટે બાધારૂપ બની જતું. પિતા અને કાકા બન્ને શિક્ષક તરીકે શાળામાં નોકરી કરતા હોવાથી,મર્યાદિત આવકમાં કુટુંબનું ગાડું ચાલતું.

ધાર્મિક અને સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હોવાથી, નાની વયે જ રામાયણ, મહાભારત અને ભાગવતની વાતો બા અને દાદા પાસેથી સાંભળવા મળેલી. પિતાએ નાનપણમાં જ જીવનની વાસ્તવિકતાના પાઠ ભણાવેલા અને કાકાએ સંગીતમાં રસ લેતા કરેલા. શાળાના ભણતરમાં કોઈ મુશ્કેલી ન જણાઈ. શાળામાં અભ્યાસ સાથે સાથે વક્તૃતવ કળા, અભિનય, ચિત્રકળા અને લેખન કળા, વગેરેમાં પણ આગળ પડતો ભાગ લીધો. નવમા ધોરણમાં આવ્યા બાદ નીચલા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી કમાવાનું પણ શરૂ કરી દીધું. નાનપણથી વાંચનનો શોખ કેળવેલો. કોઈપણ એક લેખક પસંદ કરી એમના બધા પુસ્તકો વાંચી લેવાની આદત એમણે નાનપણથી કેળવી.

એ સમયની જ્ઞાતિની પ્રથા અનુસાર ૧૬ વર્ષની વયે, ૧૯૫૫ માં, એમનું વેવિશાળ યોગીની સાથે કરવામાં આવ્યો, અલબત ભણવાનું ચાલુ જ રહ્યું. ૧૯૫૭ માં એસ.એસ.સી.ની પરિક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. એ જ વર્ષે એમની પહેલી નવલિકા “પાગલની પ્રેયસીઓ” નવવિધાન માસિકમાં એમના ફોટા સાથે પ્રગટ થઈ, અને ત્યારબાદ એક પછી એક વાર્તાઓ સાપ્તાહિક અને માસિકોમાં પ્રગટ થતી રહી.

૧૯૫૭ માં પિતા નિવૃત થયા અને કાકાને લકવો થઈ ગયો. આવી કઠીન પરિસ્થિતિમાં પણ એમણે ફ્રીશીપ મેળવી લઈ અને ટ્યુશનો કરી, આગળ ભણવાનું ચાલુ રાખ્યું. એમનો વધુ પડતો સાહિત્ય શોખ, વિજ્ઞાનના વિષયોવાળા ભણતરમાં નડતર રૂપ થયો, અને પ્રવીણભાઈ ઈન્ટર સાયન્સમાં નાપાસ થયા. એમણે નક્કી કર્યું કે આ સાહિત્યનો છંદ એમને પોષાય એવો નથી, અને એમણે લખવા-વાંચવાનું બંધ કરી અભ્યાસ ઉપર જ ધ્યાન કેંન્દ્રીત કર્યું. આખરે ૧૯૬૨ માં બી.એસસી. કરી જે સ્કૂલમાં ભણેલા ત્યાં જ શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. સમયનો તકાદો હતો કે કુટુંબને પાછું આર્થિક રીતે પગભેર કરવા વધારે આવકવાળી નોકરી શોધવી. સુરતની બહાર વલસાડની અતુલ અને વડોદરાની સારાભાઈમાં ૧૬૦-૧૮૦ રૂપિયા પગારવાળી નોકરી મળતી પણ હતી, પણ કુટુંબનો એકનો એક દિકરો એકલો બહારગામ કેમ રહી શકે? વળી ત્યાં બીજું ઘર ભાડે રાખીને રહેવું પડે તો બે કુટુંબનું ભરણ-પોષણ આટલી રકમમાં શી રીતે થાય? આખરે ૧૯૬૩ મા લગ્નબાદ ઉધનામાં બરોડા રેયોનમાં નોકરી સ્વીકારી પત્ની સાથે ઉધના રહેવા ગયા. ૧૯૬૪ માં પુત્રી દિપ્તી અને ૧૯૬૬માં પુત્ર કર્મેશનો જન્મ થયો.

જીવનમાંપ્રગતિ કરવાનો તલસાટ મનમાં કાયમા રહેતો હોવાથી, ૧૯૬૭ માં ઈંગ્લેન્ડમાં Employment Voucher માટે અર્જી કરી અનેતે મંજૂર થઈ ગઈ, પણ કુટુંબ રજા નહિં આપે એવી ખાત્રી હોવાથી બે મહિના સુધી ચુપચાપ બેસી રહ્યા. દરમ્યાનમાં એમના એક સગા યુ.કે. થી આવ્યા હતા, એમને આ વાતની જાણ થઈ. એમણે કહ્યું કે આ વાઉચર તારી જગ્યાએ બીજાને મોકલનારા એજંટો તને આના દસ હજાર રૂપિયા આપીને ખરીદી લેશે. કુટુંબને આ વાતની જાણ થઈ અને કાકાની દરમ્યાનગીરીથી એમને ત્રણ-ચાર વર્ષમાં પાછા આવી જવાની શરતે યુ. કે. જવાની રજા આપી. એ નક્કી પાછા આવી જાય એટલા માટે એમના દિકરી અને દીકરાને ભારતમાં જ રોકી લીધા.

૧૯૬૮ માં પ્રવીણભાઈ એમની પત્ની સાથે લંડન ગયા અને સદભાગ્યે એમને બ્રીટીશ રેલ્વેની રીસર્ચ લેબમાં નોકરી મળી ગઈ. આ નોકરીમાં, Perks તરીકે, વર્ષમાં યુરોપ પ્રવાસ માટે પાંચ પાસ મળતા. બે વર્ષમાં એમણે લગભ આખું વેસ્ટર્ન યુરોપ ફરી લીધું. એમણે જોયું કે જીવનમાં પ્રગતિ કરવા માત્ર બી.એસસી. ની ડીગ્રી પૂરતી નથી. એમણે નોકરી કરતાં કરતાં Wandsworth Technical College, London માં Advance Spectroscopy નો ..કોર્ષ કર્યો, જે એમના શબ્દોમાં એમને જીવન-ભર દાળ-રોટલા માટે કામ લાગ્યો.

કદાચ ઈંગ્લેંડ કરતાં અમેરિકામાં સફળતા માટે વધારે અવકાશ હોય એમ વિચારી એમણે અમેરિકાના વિઝા માટે અરજી કરી. તે સમયે Professional Third Preference Visa મળતા હતા. રેલ્વેમાં રીસર્ચના અનુભવને લક્ષમાં લઈને એમને વિઝા મળી ગયા, અને ૧૯૭૦ માં પ્રવીણભાઈ અમેરિકા આવ્યા. આવીને બે દિવસમાં જ એક ટેકનીશીયનની નાની નોકરી શોધી કાઢી. અમેરિકામાં તો જોવા જેવું ઘણુંબધું છે, એટલે એમણે ૩૦૦ ડોલરમાં તદ્દન ભંગાર જેવી કાર ખરીદી, અને શનિ-રવિની રજાઓમાં નજીકના સ્થાનો જોવાના શરૂ કરી દીધા. તેમને યાદ હતું કે ચાર વર્ષમાં ભારત પાછા આવી જવાનું મા ને વચન આપીને ભારત છોડ્યું હતું, એટલે વચન પાળવા ચાર વર્ષને અંતે ભારત પાછા ફર્યા. પાછા ફરતાં નક્કી કર્યું કે ભવિષ્યમાં અમેરિકામાં સ્થાયી થઈશ તો તે કુટુંબ અને સ્વજનોના હિતમાં જ હશે.

થોડા સમયમાં જ પત્ની અને બાળકો સાથે પ્રવીણભાઈ અમેરિકા પાછા ફર્યા. નાની મોટી લેબોરેટરીઓમાં નોકરી કરી, ભાગીદારીમાં કારોબાર પણ કરી જોયો પણ ખાસ કાંઈ ગાંઠે પડ્યું નહિં, માત્ર ગુજારો થયો. નશીબ જોગે એમને Engelhard Corporation માં R & D Lab માં સારી નોકરી મળી ગઈ. પગભેર થતાં જ કુટુંબને થાળે પાડવાનું શરૂ કર્યું. ૧૯૭૬ માં બા ગુજરી ગયા એટલે પિતાશ્રીને અમેરિકા લઈ આવ્યા. પછી તો સિલસિલો શરૂ થઈ ગયો, મોટી બહેન અને એના બે દિકરા, સાસુ-સસરા અને ત્યારબાદ અનેક કુટુંબીઓ સ્વકલ્યાણ અર્થે અમેરિકા આવ્યા. આ બધા સ્થાયી થાય ત્યાં સુધીની જવાબદારી પ્રવીણભાઈએ નિભાવી. બસ જાણે કે એમના જીવનનો એ એક લક્ષ્ય જ ન હોય? આ જવાબદારી નિભાવવા સ્થાયી નોકરી ખૂબ જરૂરી હોવાથી Engelhard Corporation ની નોકરી ચીવટપૂર્વક જાળવી રાખી આખરે ૨૦૦૯ માં ૭૦ વર્ષની ઉંમરે નિવૃત થયા.

આટ આટલા સ્વજનોને પગભેર થવામાં મદદ કર્યા બાદ આજે પ્રવીણભાઈ મહેસુસ કરે છે કે “સ્વજનો આવ્યા અને અંગત વિકાસ માટે વિખરાતા ગયા. સ્વજનોની શૃંખલા સર્જાતી રહી અને વિખરાતી રહી, હવે હું ઘણાં મોટા ટોળામાં એકલો છું” એમની આ લાગણી માટે હું આજના સમયમાં આવેલા સામાજીક પરિવર્તનને કારણભૂત ગણું છું.

નિવૃતિએ એક શૂન્યાવકાશ ઊભો કર્યો. ઈન્ટર સાયન્સમાં નાપાસ થવાથી પોતાની પ્રિય સાહિત્ય પ્રવૃતિને એમણે ત્યાગી દિધેલી એ પાછી મનમાં સળવળાટ કરવા લાગી. ૪૦-૪૫ વર્ષથી ન તો ગુજરાતીમાં વાંચ્યું હતું કે ન લખ્યું હતું. અરે કોઈ ગુજરાતી નાટક કે સિનેમા, હોલમાં કે ટી.વી. માં, પણ જોયા ન હતા. ભારતના ૪૦-૪૫ વર્ષાના ઈતિહાસથી પણ લગભગ અપરિચિત થઈ ગયા હતા. કંઈક વાંચવાની ઈચ્છા થતાં નજીકમાં આવેલી “ગુજરાત દર્પણ” માસિક દ્વારા ચાલતી લાયબ્રેરીમાં ગયા. “ગુજરાત દર્પણ”ના તંત્રી શ્રી સુભાષભાઈ શાહ સાથે અનાયાસે મુલાકાત થઈ. વાતચીતમાં સુભાષભાઈએ જાણી લીધું કે પ્રવીણભાઈ યુવાનીમાં વાર્તાઓ લખતા. એમણે આગ્રહ કર્યો, “ફરી લખો, હું છાપીસ.” બસ થઈ ગઈ શરૂવાત. ઓક્ટોબર ૨૦૦૯ થી શરૂ થયેલી આ યાત્રા આજે ૨૦૧૪ માં પણ વણથંભી આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત દર્પણમાંજ લગભગ ૮૦ વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી છે. દરમ્યાનમાં એમની એક નવલકથા “શ્વેતા” ૨૦૧૧ માં પ્રગટ થઈ ચૂકી છે. “ગુજરાત દર્પણ” સિવાય “તિરંગા ઈન ન્યુ જર્સી” માસિકમાં પણ એમની વાર્તાઓ નિયમિત રીતે પ્રગટ થાય છે.

૨૦૧૨ માં એમણે બ્લોગ્સની વિશાળ પહોંચ વિષે વિચારીને પોતાનો એક બ્લોગ શરૂ કર્યો, અને પોતાની વાર્તાઓ અમેરિકા બહારના ગુજરાતિઓ સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. (http://pravinshastri.wordpress.com/). ૨૦૧૩ માં એમના બ્લોગમાની એમની એક વાર્તાથી પ્રભાવિત થઈ, એમને ટેલીફોન કર્યો. વાચચીત દરમ્યાન એમની નમ્રતા અને એમના Downt to earth વર્તનથી પ્રભાવિત થઈ મેં એમની સાથે મિત્રતા વધારી. આજે મારા મિત્રવર્ગમાં એમનું નામ જડાઇ ગયું છે.

પ્રવીણભાઈની વાર્તાના પાત્રો એટલા વાસ્તવિક છે કે મને એ જ સમજાતું નથી કે ૪૦-૪૫ વર્ષ ગુજરાતથી બહાર રહ્યા છતાં એ ગુજરાતના સામાન્ય ઘર અને ગામનું આટલું આબેહૂબ વર્ણન કેવી રીતે કરી શકે છે? પ્રવીણભાઈ તો કહે છે કે, “બે તૃતિયાંશ જીવન અમેરિકામાં વીત્યું છે. અમેરિકામાં આપણા ભારતીય સમાજના રંગો નિહાળ્યા છે અને અનુભવ્યા છે. મારી મોટાભાગની વાર્તાઓ આપણી જ જૂદી જૂદી પેઢી ના અમેરિકન જીવનશૈલી પર સર્જાયલી છે. બસ એ વાસ્તવિકતા ના માનસિક રૂપરંગ બદલાતા જાય. કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ માનસપટ પર સર્જાય. હું દરેક પાત્ર ભજવતો બહુરૂપીઓ બની જાઉં અને જે અનુભવું તે વાત કે વાર્તા બની જાય.”

પ્રવીણભાઈ કહે છે કે તેમની ૨૦૦૯ પછીની લેખન પ્રવૃતિના આડકતરા લાભ તરીકે એમને અનેક મિત્રો મળ્યા છે, જેમાં એ મારો પણ સમાવેશ કરે છે.” હું પ્રવીણભાઈની અદેખાઈ એટલા માટે કરૂં છું કે મારી પાસે એમની કલ્પના શક્તિના દસમાં ભાગની પણ કલ્પના શક્તિ નથી.

પી. કે. દાવડા

(459 ) ભારતના ૧૫મા વડા પ્રધાન , ગુજરાતના સપૂત શ્રી, નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને શુભેચ્છાઓ

Modi govt-2  years
Shri Narendra Modi sworn as 15th Prime Minister of India 0n 26th May 2014 at the venue of Rashtrpati Bhavan, New Delhi

સોમવાર,તારીખ ૨૬મી મે ૨૦૧૪ ના રોજ  વી.વી.આઈ..પી. વી.આઈ.પી .સહીત લગભગ ૪૦૦૦ આમંત્રિત મહેમાનોની જંગી હાજરી વચ્ચે શ્રી નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેનો રંગારંગ  શપથવિધિ  કાર્યક્રમ  પુરેપુઆ દબદબા વચ્ચે યોજાઈ ગયો . આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પટાંગણમા શ્રી મોદી અને એમની કેબિનેટના કેટલાક સભ્યોને રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ ભારતના સંવિધાનને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા .

આ આખા એ પ્રસંગને આવરી લેતો યુ-ટ્યુબ વિડીયો નીચે મુક્યો છે .
 
વિડીયોના અંતમાં દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ સમારોહમાં હાજર રહેલ શાર્ક દેશના વડાઓ સાથે શ્રી મોદી અને રાષ્ટ્રપતિ જોઈ શકાશે .

——————————-

ગુજરાત સમાચારમાં પ્રગટ આ અહેવાલ પણ વાંચો .

ભારતમાં ઢળતી સાંજે મોદી યુગનો સૂર્યોદય,15 મા PMનો દિલ્હીમાં ભવ્યાતિભવ્ય શપથવિધિ

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/indian-prime-minister-narendra-modi-bjp-s-politics

——————————————-

બીજા રાજકીય નેતાઓ સામે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશિષ્ટતા 

આ આપણને આશ્ચર્યમાં મૂકી દે એવી વાત છે કે મોદીની વડા પ્રધાન તરીકેની આ રંગારાગ શપથવિધિમાં હાજર રહેવા તેમના ભાઈઓ , બહેનોને કે માતાને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મોદીના બહેન વાસંતીબેન કે જેઓ શ્રી મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમને રાજતિલક કર્યું હતું એમને મોદી જ્યારે પી.એમ. બન્યા ત્યારે એકના એક આ બહેનને પણ તેમના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા કોઈ સત્તાવાર  આમંત્રણ અપાયું નહતું .

શ્રી મોદીના આ સૌ કુટુંબીજનોએ ગાંધીનગરમાં રહેતા એમના નાના ભાઈને ત્યાં એમનાં વયોવૃદ્ધ માતા હીરા બા સાથે ટી.વી. ઉપર આ આખો કાર્યક્રમ સમુહમાં નિહાળ્યો હતો એ પ્રસંગનો વિડીયો નીચે મુકવામાં આવ્યો છે  .

આ વિડીયોમાં શ્રી મોદીના ભાઈને દુરથી ટી.વી ઉપર એમના ભાઈને શપથ લેતા નિહાળીને એમની આંખમાંથી આંસું આવતું જે દ્રશ્ય અને આતુર નયને આ દ્રશ્ય નિહાળી રહેલ એમની માતાનું જે દ્રશ્ય બતાવાયું છે એ દિલને હલાવી જાય છે .

આ વિડીયોમાં બતાવાતી સ્ટ્રીપમાં શ્રી મોદી સાથે શપથ લેનાર એમની કેબિનેટના અન્ય સાથીઓના ફોટા અને એમને આપેલ પોર્ટફોલીઓ પણ જોઈ અને જાણી શકાશે .

આ બતાવે છે કે સરદાર પટેલની જેમ શ્રી નરેન્દ્ર મોદીએ એમના વડા પ્રધાનના સતાના કેન્દ્રથી એમના કુટુંબીજનોને દુર રાખવાનો સજાગ પ્રયાસ કર્યો છે .

શ્રી મોદીના વ્યક્તિત્વની આજ તો ખૂબી છે  . આપણે બીજા નેતાઓને એમના કુટુંબીજનોને અને પ્રિય જનોને રાજકારણમાં ઊંચા સ્થાને બેસાડતા જોઈએ છીએ અને જોયા છે .આની સામે શ્રી મોદી આવા પ્રકારના કુટુંબપ્રેમથી પર છે . શ્રી મોદી ૧૦૦ ટકા ફક્ત ભારત માતાની સેવા માટે દિલથી સમર્પિત છે .

શ્રી મોદીની આવી વિશિષ્ટ પ્રકારની દેશભક્તિને  માટે એમને ધન્યવાદ ઘટે છે .

—————————————————

Namo-victory- mother's blessings -1

શ્રી મોદીને માતાએ આપેલ વિદાય અને શ્રી મોદીની દિનચર્યા –

 દિકરો ઉંમરમાં કે બુદ્ધિમાં કે પદમાં ગમે તેટલો મોટો અને મહાન બની જાય છતાં પણ પોતાના મા પાસે તો તે નાનકડો બાળક જ હોય છે .

 શ્રી મોદી ગાંધીનગર ,અમદાવાદથી જ્યારે તારીખ ૨૨મી મે ૨૦૧૪ના રોજ દિલ્હી જવા રવાના થયા થયા એ પહેલાં એમનાં માતુશ્રી હિરાબાનાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા .

હિરાબાએ પોતાનાં દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી કંસાર જમાડયો હતો અને સાથે સાથે શુકનનાં રૂપિયા 101/- પણ પ્રેમથી ભેટ આપ્યા હતાં. જેનો નરેન્દ્ર મોદીએ પ્રેમથી આશિર્વાદ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો.

મા હિરાબાએ પણ દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી આલિંગન આપી દેશની સેવા કરવાના અને દેશને આગળ વધારવાનાં આશીર્વાદ પ્રદાન કર્યા હતા .

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્યારે એમના દિલ્હીના વડાપ્રધાન નિવાસ ૭-રેસકોર્ષ રોડમાં પહોંચશે તો પણ એમની દિનચર્યામાં કોઇ ઝાઝો ફેરફાર નહી થાય ફકત જવાબદારી અને દાયરો વધી જશે.

સવારે પ વાગ્‍યે ઉઠીને યોગથી શ્રી મોદીની દિનચર્યા શરૂ થાય છે અને તારીખ બદલવાની સાથે તેમની દિનચર્યા પુરી થાય છે. તેઓ રાત્રે ૧ર વાગ્‍યા પછી જ સુવે છે. ઉંઘ પણ ૩II થી ૪ કલાક લ્‍યે છે. ૮ થી ૯ કલાક કામ કરવાની તેમની ટેવ છે. સમય મળે ત્‍યારે તેઓ પુસ્‍તકો વાંચવાના શોખીન છે.

મોદી દિવસમાં મુલાકાતો અને રાત્રે પક્ષ તથા સરકારનું કામ કરે છે. મોદી એવુ માને છે કે જવાબદારી એવી રીતે વહેચવી જોઇએ કે કેપ્‍ટન બોજમુકત રહે.

શ્રી મોદી કાયમ એક કાર્ય યોજના સાથે કામ કરે છે. તેઓ દિવસે મોટાભાગનો સમય સાઉથ બ્‍લોકમાં ઓફિસમાં વિતાવશે. ૭-રેસકોર્ષ રોડ ઉપર નિવાસસ્‍થાનમાં સવારે અને સાંજે બેઠકો યોજશે.

મોદીના નજીકના વર્તુળો જણાવે છે કે, મોદીના મિત્રોની સંખ્‍યાથી વધુ તેમને ચાહવાવાળા લોકો છે. તેઓ એક અદ્વિતીય લોક ચાહના ધરાવતા દેશ નેતા તરીકે ઉભરી આવ્યા છે .

(માહિતી સૌજન્ય- સંદેશ )

 

————————————

ફેસબુક પર ઓબામા બાદ નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા

namo=obama-face bookશ્રી નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના ચૂંટાયેલા  નેતાઓમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલુ   પેજ છે. દુનિયાભરના રાજનેતાઓમાં એમેરિકી  રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ તેમના  ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ છે.  ફેસબુકે મંગળવારે આ જાણકારી આપી છે.

ફેસબુક અધિકારી એંડી સ્ટોનએ કહ્યું કે, મોદીનું  ફેસબુક પેજ દુનિયાભરના રાજનેતા કે  ચૂંટાયેલા અધિકારીઓના સૌથી ઝડપી દ્રષ્ટિએ  આગળ વધનારું પેજ છે.

ફેસબુક પર મોદી  ફોલોઅર્સની સંખ્યા ૧.૧૭૧ ટકા વધી રહી છે  જ્યારે ઓબામા આ મામલામાં માત્ર  ૦.૩૦૫  ટકા જ છે.

૭ એપ્રિલે ભારતીય લોકસભા ચૂંટણી પહેલા  ચરણમાં ફેસબુક પર મોદીને ફોલો કરનારા  લોકોની સંખ્યા ૧.૨૪ કરોડ જેટલી હતી.  મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને દેશની સરકાર બનાવવા માટે  આમંત્રણ આપ્યુ ત્યારે તેમને ફોલો કરનારાની  સંખ્યા ૧.૫૨ કરોડથી પણ વધુ થઈ ગઈ. 

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ મોદી  ફેસબુક દુનિયાના બીજા લોકપ્રિય રાજનેતા  બની ગયા છે.

સૌજન્ય- -ગુજરાત સમાચાર

——————————————–

શ્રી મોદીની જીવન ઝરમર અને રાજકીય કારકિદી
 
મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ  ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર શ્રી મોદીના જીવનની ઝલક એમના આભાર

સાથે અહીં ક્લિક કરીને વાંચો .

નરેન્દ્ર મોદી, Narendra Modi ……..ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ 

સાભાર -શ્રી સુરેશ જાની

———————

દિવ્ય ભાસ્કર , રવિવારની પૂર્તિમાં પ્રગટ ડૉ. ગુણવંત શાહનો શ્રી નરેન્દ્ર મોદીનો એક સરસ લેખ , આ અખબાર

અને ડૉ. શાહના સૌજન્યથી નીચેની  લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

નરેન્દ્ર મોદીના રોલ મોડલ કોણ ?…….. ડૉ. ગુણવંત શાહ

સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર -એમના ઈ-મેલમાંથી

—————————————

શ્રી મોદી અગાઉ ભારતના વડા પ્રધાન પદે રહી ગયેલા ૧૪ વડા પ્રધાનોનું એમના

સમયકાળની વિગતો સાથેનું એક  ચિત્ર .

શ્રી મોદીની અગાઉના ૧૪મા વડા પ્રધાન શ્રી મનમોહનસિંહનો સમયકાળ

મેં 22, 2004 થી મેં 26 , 2014

Prime Ministers of India

ગુજરાતના સપૂત અને ભારતના નવા ૧૫મા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને એમના

ભારતના સ્વપ્નને સાકાર કરવામાં એ સફળ થાય એવી શુભ કામનાઓ .