વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 4, 2014

( 446 ) શ્રી બલ્લુભાઈની જિજીવિષા……..હાસ્ય લેખ ………… લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી

 

વિનોદ વિહારના વાચકો શ્રી પ્રવીણ શાસ્ત્રી અને એમની વાર્તાઓ અને હાસ્ય લેખોથી સુપરિચિત છે  . 

ગાઉ વિ . વિ . ની પોસ્ટ નંબર ૧૧૪ “એક નવા સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી અને એમની વાર્તાઓ- એક પરિચય” એ મથાળા હેઠળ સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીનો પરિચય કરાવવામાં આવ્યો છે 

આ પરિચયની સાથે સાથે એમના બ્લોગ પ્રવીણ શાસ્ત્રીની

વાર્તાઓ માંથી મને ગમેલી બે વાર્તાઓ —

૧. લલ્લુ લેખક થયો !  (વાર્તા # ૨૮)  અને   

૨. ફાધર્સ ડે  ( વાર્તા # ૧૨)   નો પણ  આસ્વાદ કરાવવામાં આવ્યો હતો  .

ત્યારબાદ પોસ્ટ નંબર 291 માં શ્રી પ્રવીણ શાસ્ત્રીની એક

હાસ્ય રસિક વાર્તા –

ગુજરાતીઓને ગમતું શ્રીમાન બલ્લુભાઈનું સ્વપ્ન 

પણ પ્રસીધ્દ્ધ કરવામાં આવી હતી.

 આજની પોસ્ટમાં શ્રી પ્રવીણ શાસ્ત્રી લિખિત એક હાસ્ય વાર્તા 

શ્રી બલ્લુભાઈની જિજીવિષા  “

નીચે પ્રસ્તુત છે  .

   આશા છે આપને એ બે ઘડી હળવા બનાવશે  .

વિનોદ પટેલ

———————————————-

 

  શ્રી બલ્લુભાઈની જિજીવિષા   –પ્રવીણ શાસ્ત્રી 

 

‘હલ્લો….’

‘હલ્લો…હુ ઇઝ ધીસ?’

‘શાસ્ત્રી? ..હું બલ્લુભાઈ. તું જલ્દી મારી ત્યાં આવી રહે.’

‘કેમ પાછી તમારા સ્વપનાની વાત કરવી છે?’

‘યાદ રાખજે હું ન હોઉં ત્યારે તને ભલે હું, કે આપણી દોસ્તી યાદ ન આવે પણ મારા ભવિષ્યના વર્તારો કરતા સ્વપનાઓ

તો યાદ આવશે જ. પણ ના આજે મારે સ્વપનાની વાત નથી કરવી. આપણે જવું જોઈએ.’

‘બહુ મોડી ખબર પડી. હમણાં સવારે જ ફોન આવ્યો.’

‘બલ્લુભાઈ જરા સમજ પડે એવી વાત કરોને? કોનો ફોન આવ્યો? ક્યાં જવાનું છે?’
‘મસાણમાં? આટલું આટલું કહું છું તે સમજાતું નથી?’ બલ્લુભાઈના ચિડવાયલા ચહેરાની કલ્પના કરવી અઘરી ન હતી.
‘બલ્લુભાઈ, તમે મને કંઈ જ કહ્યું નથી.’

‘ઓહ સોરી શાસ્ત્રી. ઘણાંને ફોન કર્યા એટલે કોની સાથે શું વાત કરી તે યાદ નથી રહેતું.’
‘હોય બલ્લુભાઈ. આપણા બધાની ઉમ્મર થઈ. તમારી તો ખાસ્સી એવી થઈ. તમે તો બધાના વડીલ. ભૂલી જવાય. બોલો તમે શું કહેતા હતા.’
‘હંમ્ … હાં, હું એમ કહેતો હતો કે આપણે ફ્યુનરલમાં જવાનું છે. જલ્દી આવ.’
‘પણ બલ્લુભાઈ સરખી વાત કરો. કોના ફ્યુનરલમાં જવાનું છે?’

Shastri P.

 

 શ્રી પ્રવીણભાઈ ના ઉપરના  ચિત્ર ઉપર ક્લિક કરીને એમનો આખો હાસ્ય લેખ  વાંચો  . 

————————————

પાવભાજીનો પ્રતિભાવ  -વિડીયો 

ઉપરની વાર્તાઓ /હાસ્ય વાર્તાઓ વાંચીને તમે શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીનો એક નીવડેલ 

વાર્તા લેખક તરીકેનો પરિચય મેળવ્યો  .

હવે નીચેના વિડીયોમાં એમને એમની એક હાસ્ય રસિક કૃતિ “પાવભાજીનો પ્રતિભાવ ” ની રજૂઆત 

કરતા નજરે નિહાળો  . તમને એ જોઇને જરૂર મજા આવશે  . 

 

Pravinbhai Shastri @ GLA of NA, Dec. 05, 2010-પાવભાજીનો પ્રતિભાવ 

 

——————————————-

શ્રી પ્રવીણ શાસ્ત્રીની પહેલી નવલકથા  “શ્વેતા”

શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગમાં તમો જોશો કે એમણે સાંપ્રત સમાજ જીવનમાં ડોકિયું કરીને  જીવનના રંગ-તર્ંગોને એમની રીતે મુલવીને અને કલ્પનાના રંગો પુરીને આબાદ એમની આગવી રીતે એમની વાર્તાઓનું સર્જન કર્યું છે . એમની વાર્તાના પાત્રો પણ જાણે આપણે ક્યાંક જોયાં હોય એવી અનુભૂતિ કરાવે છે .

આવી એમની એક વાર્તા  “શ્વેતા” વાર્તાનું સીમાંકન ચૂકીને એક રસિક લઘુ -નવલકથા બની ગઈ છે .

પ્રવીણભાઈએ પ્રેમથી મને આ નવલકથા  ભેટ પુસ્તક તરીકે મોકલી હતી જે મને પ્રભાવિત કરી ગઈ હતી ..

આ પુસ્તકમાં “અખંડ વૈધવ્ય”  ભોગવતી યુવાન સ્ત્રી શ્વેતા એના જીવનના અટપટા સંજોગોનો કેવી હિંમત અને બહાદુરીથી સામનો કરીને બાહોશીથી બહાર આવે છે એનું મનભાવન નિરૂપણ શ્રી પ્રવીણભાઈએ કર્યું છે .

 શ્વેતાના પાત્રની આજુબાજુ એમણે બીજાં અનેક પાત્રો સર્જ્યા છે . આ પાત્રોના મનોભાવો, પ્રસંગો અને ઘટનાઓ વચ્ચે એક નદીના પ્રવાહની જેમ વહેતી આ વાર્તાનો પ્રવાહ વાચકને હવે શુ થશે એમ વાંચવા માટે છેક સુધી ઝકડી રાખે છે .

શ્વેતા એક આદર્શ પુત્રી છે , એક આદર્શ વહુ છે અને વિધવા બન્યા પછી સાસુ-સસરા માટે એમની  દીકરી બનીગઈ  છે  . એના પાત્ર દ્વારા લેખકે સ્ત્રી સશક્તિકરણ  નો સંદેશ આપણને આપ્યો છે  . 

 

૧૬ જાન્યુઆરી ૨૦૧૪ ગુરુવારથી આ લઘુ નવલનાં પ્રકરણો હપ્તાવાર રસિક

વાચકોના વાચન માટે પ્રસ્તુત કરી રહ્યા છે .

શ્રી પ્રવીણ શાસ્ત્રીની  વાંચવી ગમે એવી આ પ્રથમ લઘુ-નવલનાં પ્રકરણો  

એમના બ્લોગની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

વિનોદ પટેલ