વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 449 ) ભારતની ચૂંટણીઓ અને પ્રચલિત ચૂંટણી નારાઓ – સ્લોગનો ( સંકલિત )


ભારતની ચૂંટણીના કુરુક્ષેત્રમાં પ્રચારનાં પડઘમ,રણસિંગાં અને તીતુડીઓના કાન ફાડી નાખે એવા અવાજો શાંત પડવા લાગ્યાં છે .

આ ચૂંટણીના પરિણામો બહાર પડવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે .

૧૬મી મે ની સવારથી  લગભગ બપોર સુધીમાં તો નક્કી ખબર પડી જશે કે કોને કેટલી સીટ મળે છે અને ભારતના ભાવી ભાગ્ય વિધાતા કોણ બને છે . બે આંગળીની ચોકડી બનાવી રાહ જોઈએ .

ચૂંટણી જીતવાના અનેક સાધનોમાં એક સાધન તરીકે ચૂંટણી નારા પ્રચલિત થતા જાય છે .

અમેરિકામાં પણ ૨૦૦૮ ની પ્રમુખ પદની ચૂંટણી વખતે બરાક ઓબામાનો જાણીતો નારો હતો ” યસ વી કેન ”

ભારત સ્વતંત્ર બન્યું ત્યારબાદની જવાહરલાલ નહેરુના સમયથી આજ સુધીની જે ચૂંટણીઓ લડાઈ એમાં મુખ્ય પક્ષોએ લોકોનો મત માટે આકર્ષવા માટે કોઈને કોઈ ચૂંટણી નારા -સ્લોગન-બનાવી કાઢ્યાં હતાં અને જે તે વખતે લોકોમાં મશહુર થઇ ગયાં હતાં .

ભૂતકાળને તાજો કરીને આજસુધીના ચૂંટણી નારાઓ વિષે  જાણવું રસપ્રદ થશે.

શરૂઆત હાલ લડાઈ રહેલી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી જ  કરીએ.

આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એમના સહયોગીયો-યુપીએ-  તરફથી રાહુલ ગાંધી અને ભાજપ અને એમના સહયોગીયો -એનડીએ- તરફથી નરેન્દ્ર ગાંધી એમ બે મુખ્ય વડા પ્રધાન પદના ઉમેદવારો છે .

કોંગ્રસનો ચૂંટણી નારો હતો “હર હાથ શક્તિ , હર હાથ તરક્કી ”  (Power in every hand; Progress for everyone)

કટ્ટર સોચ નહી , યુવા જોશ ” (It’s not about extreme views, but about youth power).

કોંગ્રેસના આ નારાઓ જો કે લોકોમાં બહું ન સંભળાયા .

ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે મત મેળવવા માટેનું  સ્લોગન -નારો ” અબકી બાર મોદી સરકાર”  (This time, it’s Modi’s government) લોકોમાં બહું જ  પ્રચલિત થઇ ગયું હતું . વિરોધ પક્ષોએ આ નારાની ઠેકડી ઉડાવવાનો પણ પ્રયત્ન કર્યો અને એક રમુજી નારો  પ્રચલિત બની ગયો “Twinkle Twinkle Little Star, Abki bar Modi Sarkar,” 

હવે ભૂતકાળની ચૂંટણીઓ વખતના નારાઓ ઉપર નજર કરીએ તો નીચેના મુખ્ય નારા -સ્લોગન યાદ આવે છે .

જવાહરલાલ નહેરુથી એની શરૂઆત આ કોન્ગ્રેના આ નારાથી થઇ ” હિન્દી ચીની ભાઈ ભાઈ . ” જો કે આ ચીની ભાઈઓએ ૧૯૬૨માં ભારત ઉપર ચઢાઈ કરી દુશ્મન બન્યા અને જવાહરને માટે નીચા જોણું કર્યું એ જુદી વાત છે . 

જવાહર પછી લાલ બહાદુર શાસ્ત્રી વખતનો કોંગ્રેસનો ચૂંટણી નારો હતો ” જય જવાન , જય કિશાન “

ઇન્દીરા ગાંધી વખતનો કોંગ્રેસનો નારો હતો ” ગરીબી હટાઓ ”  એમના નજીકના એક સાથીદાર દેવકાન્ત બરુઆએ તો ” ઇન્દીરા ઇઝ ઈન્ડિયા ” નો નારો રમતો મુકેલો એ આપણે જાણીએ છીએ .

ભાજપના અટલ વિહારી બાજપાઈ  માટેનો ચૂંટણી નારો હતો ” સબકો દેખા બારી બારી , અબ કી બાર અટલ બિહારી ”  (We have seen several others, now it’s Atal Bihari’s turn)

દેશમાં ઇન્દીરા ગાંધીએ જાહેર કરેલ ઈમરજન્સી પછીની ચૂંટણીમાં  જનતા મોરચાનો નારો હતો  ” ઇન્દિરા હટાઓ દેશ બચાઓ ” (Remove Indira, Save the Nation)

અને જય પ્રકાશ નારાયણે આપેલ બીજો નારો હતો ” સંપૂર્ણ ક્રાંતિ ” (Total Revolution).

અવનવા રંગીન ચૂંટણી નારા વિષે અંગ્રેજીમાં વિગતવાર જાણવા માટે નીચેની બીબીસી ન્યુઝ ની લીંક ઉપર ક્લિક કરો .


India’s colourful election slogans

—————————————–

શુ રાહુલ ગાંધીનાં દાદી ઇન્દીરા ગાંધી વખતનો ભૂતકાળનો ઇતિહાસ રિપીટ થશે ?

રાય બરેલી મત વિસ્તારની લોકસભાની ૧૯૭૭ ની ચૂંટણીમાં એક ઓછી જાણીતી વ્યક્તિ રાજ નારાયણએ  ઇન્દીરા ગાંધીને હરાવીને દેશને મોટો આંચકો આપ્યો હતો .

૨૦૧૪ની આ વખતની ચૂંટણીમાં અમેઠી મત વિસ્તારમાં રાહુલ ગાંધી સામે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની શુ જીતશે ખરાં ?

યુ નેવર નો .

આ વખતનું મોદી વેવ અને લોકોનો મિજાજ જોતાં ઇતિહાસનું પુનરાવર્તન પણ થાય !

એની થીંગ કેન હેપન . હિસ્ટ્રી કેન રીપીટ ઇટ સેલ્ફ .
.
૧૯૭૭ ની ચૂંટણીમાં ઇન્દીરા ગાંધીની રાય બરેલીની ચૂંટણીમાં ઇન્દીરા ગાંધીની જ્યારે  હાર થઇ હતી એ પ્રસંગનું વર્ણન કરતાં મુંબાઈ સમાચારમાં પ્રગટ એક લેખ “હૅપી ડેઝ આર હિયર અગેઈન! ખરેખર?” માં લેખક આ પ્રમાણે લખે છે .

“ઘરમાં એ રેડિયો ડ્રોઇંગ રૂમના શો કેસમાં રહેતો પણ વાંચવાનું મારું એ જ રૂમના બીજા ખૂણા પરના નાનકડા સ્ટડી ટેબલ પર ચાલતું એટલે રેડિયો હું એ જ ટેબલ પર મૂકીને દર કલાકે પાંચ મિનિટ માટે ચૂંટણીના પરિણામના સમાચાર સાંભળી લેતો. એ દિવસે બપોરે મેઈન રોડ પર આવેલા એ ઘરની સામેની ફૂટપાથ પર ફટાકડા ફૂટતા સાંભળ્યા, લોકો જમા થઈ ગયા હતા, કંઈક મેજર રિઝલ્ટ આવ્યું લાગે છે એમ વિચારીને તરત જ રેડિયો ચાલુ કર્યો. વાલ્વવાળા રેડિયોને ગરમ થતાં વાર લાગે. થોડીક સેક્ધડ પછી વાગે. સમાચાર હતા કે રાયબરેલીમાંથી રાજનારાયણે ઈન્દિરા ગાંધીને હરાવ્યાં છે.

અકલ્પનીય સમાચાર હતા. એ વખતે હજુ સત્તર પૂરાં પણ નહોતા થયા અને રાજકારણમાં ઝાઝી ગતાગમ પણ નહીં, પણ ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દાખલ કરેલી એ ખબર. ઈમરજન્સીના ૧૯ મહિના દેશની આમ જનતા ફડકા સાથે જીવતી એની પણ જાણકારી છાપાઓને કારણે મળતી. ઈન્દિરાજીએ મોટા મોટા વિપક્ષી નેતાઓને ‘મિસા’ના કાનૂન(મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી ઍક્ટ) હેઠળ જેલમાં પૂરી દીધેલા એ પણ ખબર, મિત્રવર્તુળમાં કે કૉલેજમાં કોઈ પ્રકારની પોલિટિકલ મૂવમેન્ટ સાથે કે એવા ચળવળિયા મિજાજના ઈન્ટલેક્ચ્યુઅલ્સ સાથે સહેજ પણ સંપર્ક નહીં, પરંતુ સ્વતંત્ર રીતે આસપાસની દુનિયામાં શું બની રહ્યું છે એની જાણકારી મેળવવાની ઘણી ઉત્સુકતા, રેડિયો અને છાપાં-મૅગેઝિન્સ સિવાય વર્તમાન જાણકારી મેળવવાનાં કોઈ સાધનો પણ નહીં.

ઈન્દિરા ગાંધી હાર્યાં! એ દિવસે વાંચવાનું પડતું મૂકીને સેલિબ્રેશન્સ.

ભારતીય ચૂંટણીને, ચૂંટણીનાં પરિણામોને ફૉલો કર્યો હોય એવી એ પહેલી સ્મૃતિ. “

“હૅપી ડેઝ આર હિયર અગેઈન! ખરેખર?”

મુંબઈ સમાચારમાં પ્રગટ આ આખો લેખ વાંચવા જેવો છે .

આ લેખ વાંચવા નીચેની લીંક ઉપર ક્લિક કરો .

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=122767

 

—————————————————————–

Chuntani-2014

સાભાર – શ્રી મહેન્દ્ર શાહ ( From his Election Cartoons )

 

 

 

 

 

 

 

 

 

2 responses to “( 449 ) ભારતની ચૂંટણીઓ અને પ્રચલિત ચૂંટણી નારાઓ – સ્લોગનો ( સંકલિત )

 1. Ramesh Patel મે 9, 2014 પર 2:16 પી એમ(PM)

  સરસ સંકલન..એક ભારત.. શ્રેષ્ઠ ભારત…૨૦૧૪ની ચૂંટણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. pragnaju મે 9, 2014 પર 2:46 પી એમ(PM)

  સરસ સંકલન

  પરિવર્તન ઇચ્છતા નાગરિકોના અસંતોષને વ્યક્ત કરનારું આંદોલન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: