અમેરિકામાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવાની પ્રથા વરસોથી ચાલી આવે છે .
એ રીતે રવિવાર, ૧૧મી મે ૨૦૧૪ એ મધર્સ ડે એટલે કે માતૃ દિન છે .
આ દિવસે સંતાનો પોતાની માતાને યાદ કરી એના ઉપકારો અને ત્યાગ માટે જુદી જુદી રીતે માતાને અંજલી આપે છે .
માતૃ દિન એટલે આપણા જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન અને પ્રેમને યાદ કરી માનું જાહેરમાં ઋણ સ્વીકારવાનો દિવસ .
મારા જીવન ઉપર માતા-પિતાની મમતા,પ્રેમ,ત્યાગ ,મનોબળ અને એમના ઉચ્ચ સંસ્કારોના વારસાની ઊંડી અસર પ્રવર્તે છે .
આ પોસ્ટમાં માતાની મધુર સ્મૃતિમાં નીચેની સ્વ-રચિત કાવ્ય રચના “માતૃ વંદના ” અને એમના ભાતીગર જીવનની ઝાંખી કરાવતી સચિત્ર જીવન કથાની પી.ડી.એફ. ફાઈલ પ્રસ્તુત કરી માતાને માતૃ દિને ભાવાંજલિ આપતાં આનંદ થાય છે .
વિનોદ પટેલ
————————————–
માતૃવંદના
માતુશ્રી શાંતાબેન ( અમ્મા )( ફોટો-૧૯૭૯ )
ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી એ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તમારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતાં રહ્યાં
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અમ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
આ માતૃદિને અલ્પ શબ્દો થકી મા કરું હૃદયથી વંદના .
કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ
મધર્સ ડે , ૨૦૧૪
———————————————
મારાં સ્વ. માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક સચિત્ર જીવન ઝરમર
‘એ મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી ‘
એમ કહેવાય છે કે ઈશ્વર બધે હાજર ન રહી શકતો હોવાથી તેણે માતાનું સર્જન કર્યું અને
આવી માતાનું ઋણ ચૂકવવા સમાન એક અવસર એટલે મધર્સ-ડે.
મધર્સ ડે નિમિત્તે મારાં સ્વ. માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક સચિત્ર જીવન ઝરમર
નીચેની પી.ડી.એફ. ફાઈલની લિંક ઉપર ક્લિક કરીને વાંચશો .
માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર-માતૃ સ્મૃતિ
———————————————————————
અમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાનો મધર્સ ડે નો સંદેશ -વિડીયોમાં
In this video First Lady Michelle Obama honored all mothers on this Mother’s Day
and offered her thoughts, prayers,and support in the wake of the unconscionable
terrorist kidnapping of more than 200 Nigerian girls.
The First Lady Michelle Obama Marks Mother’s Day
VIDEO
————————————————————————————-
માતા અંગેનાં સુવાક્યો
જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવાવાળા પાંચ હોય
ત્યારે જે સૌથી પહેલાં
બોલે કે મને ભુખ નથી તે વ્યક્તિ એટલે મા.
*******
ખુબ જ મહેનત કરીને ઘેર આવો ત્યારે ……
ડેડી પૂછે :” કિતના કમાયા ?”
પત્ની પૂછે :” કિતના બચાયા ?”
છોકરાવ પૂછે :”હમારે લીયે ક્યા લાયા ? “
ફક્ત મા જ પૂછશે :” બેટા, તુમને કુછ ખાયા ?”
એટલે જ તો કહેવાય છે ……
મા તે મા બીજા બધા વગડાના વા ……
***********
શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે ,તે હિમાલયમાં નથી હોતી .
— કવિ મેહુલ
Like this: Like Loading...
Related
આંસુ પાડવા સિવાય કોઇ શબ્દો નથી રહેવા દીધા તમે શ્રી વિનોદભાઈ.
LikeLike
મુ. આતાજીનો ઈ-મેલ પ્રતિભાવ
From- Himatlal joshi
મેં માબાપના ઉપકારો ની કવિતા લખી છે તેની એક કડી મા વિષે આમ છે .
જનમ પે’લા જતન કીધું , વેઢાર્યો અમ ભાર જી
માતા તેતો નિસ્વાર્થ ભાવે દુખ વેઠયું હદ બાર જી
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
LikeLike
મા ! તું વ્હાલની ભરતી
મા ! ધન્ય બની તુજથી ધરતી
મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,
મા, તારા ખોળામાં સહુને શાતા કેવી મળતી !
તારો હૈયે સ્નેહ નીતરતી એક નદી ખળખળતી
સદા અમારા સુખને માટે પાલવ તું પાથરતી
મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,
” મા ” થી મોટી કોઈ પ્રાર્થના નથી જ સચરાચરમાં
આખી દુનિયા સમાઈ જાતી ‘ મા ‘ ના એક અક્ષરમાં
મમતાની એ મૂરત જોઈ ઈશની આંખો ઠરતી
મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,
-યામિની વ્યાસ
LikeLike
એક દીકરીએ માતાને આપેલ સુંદર શબ્દો મઢી ભવ્ય કાવ્યાંજલિ .
માતાનો મહિમા કરતા સુંદર કાવ્યમય પ્રતિભાવ માટે અંતરથી આભાર .
LikeLike
Vinodbhai,
Your Mother’s Photo…..and the Kavya…..and all other related matter.
Very nice Post for the Mother’s Day.
Happy Mother’s Day to All !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike