વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 13, 2014

( 452 ) વિશ્વ દીકરી દિવસ..World Daughter Day / વિશ્વ દીકરી દિવસ શા માટે ?….. લેખિકા- નીલમ દોશી

દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — WORLD DAUGHTER’S DAY CELEBRATIONS

12 જાન્યુઆરી 2014  એ વિશ્વમાં વિશ્વ દીકરી દિવસ..World Daughter Day તરીકે ઉજવાયો .

આ દિવસનો મુખ્ય હેતુ લોકો માં દીકરી માટે જાગૃતિ લાવવાનો છે.

ભાવી દીકરીને દીકરા જેટલો જ દુનિયા માં જન્મ લેવાનો અધિકાર છે એટલે સ્ત્રીભ્રૂણ હત્યા એક મહા પાપ છે .

 

Daughter Day

——————————————————————–

હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ સમયથી આજદિન સુધી મૈત્રી સંબંધ ટકાવી રહેલ મારા હમ ઉમર શિકાગો નિવાસી ડોક્ટર મિત્ર અને ત્રણ સુંદર દીકરીઓના ગર્વિષ્ટ પિતા ડૉ. દિનેશ સરૈયાએ દીકરી વિશેનાં નીચેનાં મનનીય સુવાક્યો મોકલ્યાં છે એને એમના આભાર સહીત નીચે પ્રસ્તુત છે .

 DAUGHTER

Finally someone thought to give credit to the Daughters of the world,

BEAUTIFUL DAUGHTERS.

Daughters will always remain loyal, to parents .

A son is loyal to parents till he is married .

Daughter

A FATHER Asked His DAUGHTER:

Who Would you Love More,

Me Or your Husband..??

The BEST Reply Given By the DAUGHTER:

I Don’t Know Really,

But When I See you,
I Forget Him,
But When I See Him,
I Remember you..

you Can Always Call your DAUGHTER As Beta,
But you Can Never Call your Son As Beti…

That’s Why DAUGHTERS are SPECIAL..

—————————————————————

સ્ત્રી વિષે પુરુષે કહેલાં ઉત્તમ વાક્યો:

૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો  ચાંપ્યો હતો…તે મારી મા હતી.

૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને  મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…

તે મારી બહેન હતી.

૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક  સ્ત્રી હતી…મારી શિક્ષીકા.

૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી, 

ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.

૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…     તે મારી પુત્રી હતી.

૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…      તે મારી માતૃભૂમિ હશે.

જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો!

જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.

તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…

પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે.

 

સાભાર —- શ્રી મનસુખલાલ ગાંધી ( એમના ઈ-મેલમાંથી)

————————————————————

વિધાતાએ ખાંતે કરીને ઘડેલી દીકરી મા -બાપની સુખાકારી માટે હંમેશાં જીવ બાળતી હોય છે . માતા અને પિતા જેમ દીકરીને યાદ કરે છે એમ દીકરી પણ એમને કદી ભૂલતી નથી . દીકરી અને એના પિતા-પપ્પા – ડેડી વચ્ચેનો પ્રેમ સંબંધ અવર્ણનીય છે .

આવા પ્રેમને ઉજાગર કરતી આદરણીય પ્રજ્ઞાબેન વ્યાસ જેવા જ એમના વિદુષી દીકરી યામિની વ્યાસની

સુંદર કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે .

એક સવાલ … – યામિની વ્યાસ

નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?

એક સવાલ …

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,
હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !
ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?

એક સવાલ …

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,
આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!

– યામિની વ્યાસ

————————————————-

અધ્યાત્મક માર્ગના પ્રવાસી કવિ સ્વ. મકરંદ દવે ની દીકરી અંગેની અનુવાદિત એક સુંદર  કાવ્ય રચના .

‘જ્યારે વિધાતાએ દીકરી સરજી…

વિધાતાએ દીકરી ઘડી ને ત્યારે ખૂબ ખાંતે
 કસબી હાથેથી એણે કરી શી કમાલ
 રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું,
ખજાનો ખુટાડી કરું મલકને ન્યાલ.
દેવીયું કનેથી માગી લીધો મલકાટ
 અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી,
અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં,
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક.
સૂરજનાં ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધાં.
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
 વારે વારે હસું હસું થાય એનું મુખ
 હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું,
હર્યુંભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ!

અનુ.. મકરન્દ દવે

( આભાર- બ્લોગ- અક્ષરનાદ )
______________________________________

વિશ્વ દીકરી દિવસ શા માટે ?  .. લેખિકા … નીલમ દોશી 

વિશ્વ દીકરી દિવસ  world daughter day શા માટે ઉજવવો પડે છે ?

દીકરી એટલે પ્રેમનો પર્યાય ..વહાલનો દરિયો, અંતરનો ઉજાસ,  બારમાસી વાદળી.. સ્નેહનું નિરંતર વહેતું ઝરણું.. દીકરી એટલે  આંગણાનો તુલસી કયારો..દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.. કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..

 નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.

આખો લેખ નીચે ક્લિક કરીને વાંચો  

..બ્લોગ …પરમ સમીપે…..રચયિતા ..નીલમ   દોશી …… 

———————————————————–

નીચેના વિડીયોમાં લોકપ્રિય ગાયક કલાકાર મનહર ઉદાસ ના સુરીલા કંઠે

“ દીકરી મારી લાડકવાઈ “ ગીત માણો .

Dikri mari ladakvaai – Manhar Udhas- Gujarati Song

———————————————–

દીકરી એટલે વહાલનો દરિયો — દીકરી એટલે દાંપત્યનો દીવડો

અગાઉ આ બ્લોગમાં તા.૧૦મી ફેબ્રુઆરી ૨૦૧૨ ની

” દીકરી એટલે વહાલનો દરિયો — દીકરી એટલે દાંપત્યનો દીવડો ”

એ નામની પોસ્ટના લેખો વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો .

https://vinodvihar75.wordpress.com/2012/02/10/

Dikari ........Vipul Desai

( 451) માતૃભક્તિ….. (સંકલિત) / આંધળી માનો મોબાઈલ( હાસ્ય લેખ ) –કલ્પના દેસાઈ… ( મધર્સ ડે –ભાગ-૨ )

 

મિત્ર પી.કે.દાવડાએ એમના ઇમેલમાં મહા પુરુષોના માતૃ ભક્તિના નીચેના પ્રથમ બે પ્રસંગો ઈ-મેલથી મોકલ્યા છે. એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

માતૃભક્તિ

૧૯મી સદીમાં મુંબઈના બજારગેટ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ નામે ગુજરાતી જૈન ધનાઢ્ય વેપારી રહેતા હતા . પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જૈન ધર્મમાં ચૂસ્તપણે માનવાવાળું હતું, અને એમાં  પણ પ્રેમચંદના માતા રાજબાઈ નિયમિત સામયિક કરતા . સામયિક એ જૈનધર્મમાં ૪૮ મિનીટના ધ્યાનની ધાર્મિક ક્રીયા છે. એ જમાનામાં ગણ્યાઅ ગાંઠ્યા લોકોના ઘરોમાં ઘડિયાળો હતા. રાજબાઈએ પુત્રને કહ્યું કે ઘડિયાળ સાથે એવું ટાવર બંધાવ કે આપણા વિસ્તારના બધા લોકો એ ઘડિયાળ જોઈ શકે અને સામયિક કરી શકે. માતૃભક્ત પ્રેમચંદે ૧૮૬૯ માં ૨૮૦ ફૂટ ઊંચા ટાવરનું બાંધકામ શરૂ કર્યું, અને ૧૮૭૬ માં બે લાખ રૂપિયાના ખર્ચે (આજની કીમત ૫૦ કરોડ રૂપિયા) પૂરૂં કર્યું. શરૂઆતમાં આ ટાવરના ધડિયાળમાં દર ૪૮ મિનીટે ટકોરા થતા, જેમાં પછીથી ફેરફાર કરી કલાકે કલાકે કરવામાં આવ્યા. આ ટાવરને રાજબાઈ ટાવર નામ આપવામાં આવ્યું, જે અંગ્રેજીમાં RAJABAI લખાતાં રાજાબાઈ ટાવર તરીકે જાણીતું થયું.

આને કહેવાય માતૃભક્તિ.

-પી. કે. દાવડા

——————————————————–

ગાંધીજીની માતૃભક્તિ.

ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે એમનાં માતા પૂતળીબાઇએ એમની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી: “માંસ,મદિરા અને પરસ્ત્રીસંગથી દૂર રહેવું “ ગાંધીજીએ આ પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણેંપાલન કર્યું હતું.

-પી. કે. દાવડા

—————————————————-

નેપોલિયનનીમાતૃભક્તિ 

નેપોલિયન પણ જબરો માતૃભક્ત હતો. એકવાર એના સૈનિકો એક અંગ્રેજ યુધ્ધ્કેદીને એની પાસે પકડી લાવ્યા અને કહ્યું:”આ કેદી કોટડીમાંથી છટકી તરાપામાં બેસી ઇંગ્લેંડ ભાગી જવા ઇચ્છતો હતો.”

નેપોલિયને કહ્યું:

“દોસ્ત, જે પ્રિયતમાને મળવા માટે તું ભયંકર ઇંગ્લિશ ખાડી એક મામૂલી તરાપામાં બેસી પાર કરવાનું સાહસ ખેડવા તૈયાર થયો હતો, એના માટે મને ઇર્ષ્યા થાય છે.”

“ના,મહારાજ !” કેદીએ કહ્યું:”હું તો મારી વૃધ્ધ માતાને મળવા જતો હતો.”

આ સાંભળતાં જ નેપોલિયને પોતાના સૈનિકોને કહ્યું:

“આ કેદીને હમણાં ને હમણાં જ આપણા વહાણમાં બેસાડો ને નજીકમાં જ કોઇ અંગ્રેજ વહાણ દેખાતું હોયતો એને ઇંગ્લેંડ પહોચાડવાની વ્યવસ્થા કરો. મા પ્રત્યેના પ્રેમની વાત આવતાં જ ને પોલિયન જેવા શિસ્તના આગ્રહી સેનાપતિએ પણ યુધ્ધ્કેદીને સજા કરવાને બદલે માફી આપી અને ઉપરથી મદદ કરી.—અજ્ઞાત

—————————————————————————-

ફાધર વાલેસની માતૃભક્તિ

આજીવન પ્રાધ્યાપક,લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્તિ લીધા પછી પણ પાછા સ્પેન જવાનો મનમાં કોઈ વિચાર ન હતો.તેઓએ કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું છે:

”મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો .મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો.પરતું મારાં માતા જ્યારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું.મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો .જ્યારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે ?એનો હમ્મેશનો જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.”

એમની માતાની સાથે ગાળેલ સમય અંગે એ વધુમાં જણાવતાં કહે છે :

”વૃધ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી ય પુરો થતો નથી.જિંદગીનું સૌથી માંઘુ ઔષધ માતાનો પ્રેમ છે.મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.તેઓ ૧૦૧ વર્ષ જીવ્યાં અને એમની અંતિમ ક્ષણોએ હું એમની સાથે હતો.એમના ચહેરા પર મારા પ્રત્યેનો સંતોષ અને આશીર્વાદના જે ભાવો પ્રગટ્યા હતા તે આજે પણ મારામાં જાણે કે નવી શક્તિ પ્રેરે છે.”

ફાધર વાલેસની નિર્મળ માતૃભક્તિનું આ કેટલું પ્રેરણાદાયક ઉદાહરણ કહેવાય!

—વિનોદ પટેલ

વિનોદ વિહારની એક પોસ્ટ  “ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ” માંથી 

——————————————————————— 

આંધળી માનો મોબાઈલ( હાસ્ય લેખ ) –કલ્પના દેસાઈ

હાસ્ય લેખિકા કલ્પના દેસાઈએ એમના હાસ્ય લેખો માટે નો નવો બ્લોગ ‘લપ્પન–છપ્પન’  નામે શરુ કર્યો છે .આ બ્લોગની ‘મધર્સ ડે’ ની એક નાનકડી ભેટ તરીકે “આંધળી માનો મોબાઈલ “ નામનો રમુજી લેખ એમણે ઈ-મેલથી મોકલ્યો છે .

મધર્સ ડે પ્રસંગને અનુરૂપ આ લેખ મને ગમી જતાં આપને પણ વાંચવા માટે પોસ્ટ કરેલ છે .

કલ્પનાબેન દેસાઈ એમના ઈ-મેલમાં લખે છે ….

મિત્રો,

‘મધર્સ ડે’ પર એક નાનકડી ભેટ.

ઠેર ઠેર દેખાતી મોબાઈલ માતાને તો તમે જોઈ જ હશે.

આજે ‘લપ્પન–છપ્પન’માં માનો વારો.

આંધળી માનો મોબાઈલ 

‘બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ.  

( આખો હાસ્ય લેખ નીચેની લિન્ક ઉપર ક્લિક કરીને વાંચો )

લિન્ક છે:લપ્પન–છપ્પન’………જીવનના આનંદની ગુરુચાવી

વાંચીને અહીં જણાવશો.

આભાર.

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com 

રવિવાર, ૧૧ મે ૨૦૧૪ 

———————————————-