વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 456 ) જા તું ગુજરાતી નથી ……/ क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं? Article by Shirish Dave

એક વિચારક સહૃદયી સાહિત્ય મિત્ર તરફથી એક ફરતી ફરતી ઈમેલ મળી જેમાં કોઈ અજ્ઞાત લેખકનો ” જા તું ગુજરાતી નથી “નામે લેખ હતો.   

આ લેખ મને ગમી જતા જેવો મળ્યો એ જ શબ્દોમાં વાચકોને માટે વાંચવા અને વિચારવા આજની પોસ્ટમાં મુક્યો છે  . —- વી.પ.

જા તું ગુજરાતી નથી !

ચુંટણીમાં ભાજપને ન ભુતો ન ભવિસ્યતી જેવી જે જીત મળી તેનો યશ તમે કોને આપશો ?

લાગે છે કે તે યશના બે જણા પૂરા હકદાર છે :

૧.૨૧મી સદીના ચાણક્ય સમો અતિ બાહોશ, દ્રસ્ટીવાન, રોજ વીસ કલાક સતત કામ કરે તેવો કર્મઠ ને ધાર્યું કરનાર ન.મો. નામે નેતા મળ્યો જે નવ મહિનામાં એકલે હાથે આખા દેશને ઢંઢોળી વળ્યો અને હારેલી, થાકેલી ને નાસીપાસ થયેલી ભારતની જનતાને જગાડી વળ્યો . મતદાન થયું. રેકર્ડ મતદાન. અને પરિણામે તમે જોયું કે આ દેશના અભણગરીબ, આદીવાસી, પછાત નાગરિકોએ, બધા જ ધર્મના મતદાતાએ, મોટા ભાગના સૌ કહેવાતા રીઢા દેશસેવકોને બેરહમીથી ઘરે બેસાડ્યા.  (હજી કામ અધુરું રહ્યું છે; ૨૦૧૯ની ચુંટણીમાં બનવા જોગ છે કે પોતાને કોંગ્રસી કહેનારો એકે જણ લોકસભામાં ન હોય.)

હવે બીજો યશ કોને ?

આ બધાં કામનો યશ જેટલો મોદી અને ભાજપને આપી શકાય

તેટલો જ યશ, કોંગ્રેસ અને તેનાં દસ વરસના શાસન(કુશાસન)ને કોઈ આપે તો તમે સમ્મત થશો ?

આટલું ઢીલુંઢાલું ને નમાલું ને ભ્રષ્ટશાસન તો ભારતે કદી જોયું નહોતું. લોકો ત્રાસેલા. મોદીમાં તેમને વલ્લભભાઇ પટેલ દેખાયા ને તક ઝડપી લીધી.. 

હવે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટ ભાજપના ખોળામાં પડી તેનો યશ કોને ?

તેનો સુયશ પણ બે જણાને ફાળે જાય છે.

સોથી મોટો યશ કોંગ્રેસ પાર્ટીને ફાળે જાય.

Namo -Modi ROKOછેલ્લાં બાર વરસથી નરેન્દ્ર મોદીને ગાળો દઈ દઈને, રોજ સવાર પડે ને નવા નવા મનઘડંત આક્ષેપો તેને માથે આરોપીને, દૂરદર્શનનો આખો કબજો જાણે અર્જુન જુઠવાડીઆ જેવા અડધો ડઝન કોંગ્રેસીઓએ જ લઈ લીધેલો ! લોકોને દુરદર્શન જોતાયે બંધ કર્યા !

તેટલો જ બીજો મોટો હીસ્સો, ગુજરાતના એનજીઓ, કહેવાતા કર્મશીલો, સ્યુડો સેક્યુલારીસ્ટો, સર્વોદયવાદીઓ, માનવતાવાદીઓ, રેસનાલીસટો વગેરેને જાય છે. તેમના દ્વારા ચલાવાતા સામયીકો, પત્રિકાઓ, જેમાં બારબાર વરસથી તેમણે ૨૦૦૨ને આગળ ધરી ન.મો.ને ગાળો ભાંડવાનું નીષ્ઠાપુર્વક ચાલુ રાખેલું. એમનો ફાળોયે નાનો સૂનો નથી.

અને આ ૨૬માંથી ૨૬ બેઠક ભાજપના ખોળામાં : તેમાં ભાજપનો પુરુષાર્થ ઓછો; ઉપરના બેનો સૌથી વધારે.

ચાર ચાર ચુંટણીથી આ બધા આમ જ નીંદા, ટીકા, ગાળનો ધોધમાર વરસાદ વરસાવતા રહેલાં માત્ર નરેન્દ્ર મોદી પર ! આ ‘ગુજરાતી નરવીરો’ને એટલું ભાન ન થયું કે ગુજરાતની જનતા એમને ઘાસ પણ નીરતી નથી ! મોદીએ તો બહુ બહુ ચેતવ્યા કે ‘અલ્યા, મારા પર જેમ જેમ ગાળો અને જુઠા આક્ષેપોનો કાદવ ઉછાળશો તેમ તેમ કમલ બહુ જ ખીલશે .’ પણ માને તો કોંગ્રેસી અને કર્મશીલો શેના ?

ચાલો, થવાનું હતું તે જ થયું ! પણ હજીયે તમે ન ચેતો ને મોદીની માત્ર ભુલો જ શોધવાનું, તેને ગાળો જ દેવાનું ચાલુ રાખશો તો મને શંકા છે કે આનાથીયે વઘારે માઠા દીવસો આવવાના છે. તમારા પોતાના પણ. ‘ઈશ્વર તમારું રક્ષણ કરે’

Namo -gUJARATI

છેલ્લે મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ પછી, બાળપણમાં ચા વેચી ખાનારો આ જણ, આખા ભારતમાં અને જગતમાં જે માન પામી રહ્યો છે તે જોઈ તમને જો ગૌરવ ન થતું હોય તો તો,

તમે પોતે જે હો તે, પણ તમને કહું કે

‘જા, તૂ ગુજરાતી નથી..

 

 

——————————-

 क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं?
લેખક- શ્રી  શિરીષ દવે 
ઉપરના ઈ-મેલમાં મળેલ લેખમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે એને મળતા વિચારો દર્શાવતા એમના બ્લોગ Third Eye (ત્રીજી આંખ) માં પ્રકાશિત એમના  લેખની લીંક શ્રી  શિરીષભાઈ દવેએ ઈ-મેલમાં મને મોકલી છે  . એમના આભાર સાથે આ લેખને નીચેની લીંક ઉપર વાંચો .
 
———————————————————————————–
इंद्र है , इंद्र है , नरोमें इंद्र है  –  નરોમાં ઇન્દ્ર -નરેન્દ્ર – એક સરસ હિન્દી ગીત યુ-ટ્યુબ વિડીયોમાં
Refreshing Song On Narendra Modi
( Naro Mein Indra )

10 responses to “( 456 ) જા તું ગુજરાતી નથી ……/ क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं? Article by Shirish Dave

 1. Hemant મે 20, 2014 પર 8:20 પી એમ(PM)

  Very nice , India now in a path of success and development …….Hemant Bhavsar .

  Like

 2. smdave1940 મે 20, 2014 પર 10:31 પી એમ(PM)

  શ્રી વિનોદભાઈ, મારા લેખને પ્રસારિત કરવા બદલ ઘણો ઘણો આભાર. મારું નામ શિરીષ છે. સતીશ નહીં. છતાં કંઈ વાંધો નહીં. નામમાં શું બળ્યું છે. વિચારો જ મહત્વના છે. તમારો લેખ “જા તું ગુજરાતી નથી” તે ઘણો ગમ્યો. કારણ કે માંડ માંડ એક નિસ્વાર્થી, મહેનતુ અને પરિવર્તન લાવી શકે તેવો નેતા મળ્યો છે અને વળી પાછો તે ગુજરાતી છે. તેને જો આપણા ગુજરાતી વિદ્વાનો ન આવકારી શકે એટલું જ નહીં, તેને વિષે વિતંડાવાદો ઉભા કરી તેને પાડી દેવાની કોશિસ કરે ત્યારે આવા વિદ્વાનોની અને નેતાઓની માનસિકતા, માનસશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય બનવો જોઇએ.

  Like

 3. pragnaju મે 21, 2014 પર 6:14 એ એમ (AM)

  સુંદર પ્રેરણાદાયી ભવિષ્ય પર શ્રધ્ધા જગવતો લેખ

  Like

 4. Anila Patel મે 21, 2014 પર 11:13 એ એમ (AM)

  Sachi lokshahinu bhan aa vakhate congressne thayu hashe. Modie potanu ane lokoe potanu mahtv samjine kam kari lidhu. Lokshahi gotalaothi nahi lokshahi lokono prem ane visvas jitvathij safal thay.
  bahuj saras ane tatasth lekh.

  Like

 5. chandravadan મે 21, 2014 પર 8:05 પી એમ(PM)

  જા તું ગુજરાતી નથી !

  ઉપરના ઈ-મેલમાં મળેલ લેખમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે એને મળતા વિચારો દર્શાવતા એમના બ્લોગ Third Eye (ત્રીજી આંખ) માં પ્રકાશિત એમના લેખની લીંક શ્રી શિરીષભાઈ દવેએ ઈ-મેલમાં મને મોકલી છે
  Shirishbhai writes…Vinodbhai then publishes as a Post.
  And….I read it.
  Nice Lekh.
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Invitng All to Read @ Chandrapukar !

  Like

 6. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી' મે 22, 2014 પર 2:37 એ એમ (AM)

  ખૂબજ સુંદર અને પ્રેરણાદાયી વિચાર સાથેનો લેખ …

  Like

 7. Ramesh Patel મે 22, 2014 પર 1:57 પી એમ(PM)

  અડીખમ યોધ્યાસમ, ખોટા આક્ષેપો સામે ઘૂંટણીએ પડવાને બદલે, આ નરેન્દ્ર પડકારો ઝીલતો રહ્યો. જો કોઈ નરેન્દ્રભાઈ વિશે સારું બોલે કે સાથે ફોટો પડાવે, એક જમાત તે વ્યક્તિને બીચારો કરી દે , તેમ તૂટી પડે. દેશ અને પરદેશમાં ,એક તૂત ચલાવે રાખ્યું. આજે ચૂંટણી દ્વારા , લોકોએ એજ શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરી, કહેવાતા સ્વાર્થી રાજકારણીયોને ધૂળ ચાટતા કરી દીધા. આવા સુંદર લેખ માટે લેખકશ્રીને ધન્યવાદ..દવે સાહેબ આપને જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: