વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 457 ) શ્રી નરેન્દ્ર મોદીનાં અનુગામી ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ

"Vision without action is a day dream, and action without vision is a nightmare " -Anandiben Patel

“Vision without action is a day dream, and action without vision is a nightmare “
-Anandiben Patel

 

ગાંધીનગરના ટાઉન હોલમાં બુધવાર, ૨૧ મે  ૨૦૧૪ ના રોજ ભાજપના વિધાનસભ્યોની બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે આનંદીબેન પટેલની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી.

આ રીતે ૭૨ વર્ષીય આનંદીબેન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ અને દેશના ઇતિહાસમાં ૧૫ માં મહિલા મુખ્યમંત્રી બને છે .

આનંદી બેન પટેલએ મુખ્યમંત્રી તરીકે નીમાયા એ પછી જે પ્રથમ પ્રવચન આપ્યું એમાં કહ્યું :

નરેન્દ્ર મોદી ગુજરાતને ઘણુ આગળ લઈ ગયા છે
ગુજરાતના વિકાસને અટકવા નહી દઈએ
હું નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગે જ ચાલીશ અને એમણે સ્થાપેલી વ્યવસ્થાનું પાલન કરીશ
ગુજરાતની આશા અપેક્ષા પૂરી કરીશ
પાર્ટીએ મારી પર મૂકેલા વિશ્વાસને આંચ નહિ આવવા દઉં  ..

શ્રી મોદીએ  ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાનનું સુકાન સાંભળ્યું હતું . ત્યારથી શરુ કરી,   મે ૨૦૧૪ સુધી ગુજરાતમાં ૧૨ વર્ષ સાત મહિના સુધી મુખ્ય પ્રધાન પદે રહ્યા .આમ લગભગ ૧૩ વર્ષ સતત કાર્યદક્ષ વહીવટ કરીને મોદીએ ગુજરાતને એક  વિકાશશીલ રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ અપાવી છે .

આ સત્ર દરમિયાન ગુજરાતના ધારાસભ્યોએ  મોદીને ભાવુક વિદાય આપી. મોદીએ આજે ગુજરાત

વીધાનસભાને છેલ્લી વાર સંબોધિત કરી હતી.

ચિત્રલેખાની નીચેની લીંક ઉપર આ પ્રસંગના વિગતવાર અહેવાલ સાથે શ્રી મોદીના વિધાન સભામાં આપેલ

અંતિમ ઐતિહાસિક પ્રવચનનો વિડીયો સાંભળી શકાશે .

 http://www.chitralekha.com/breaking-news/gujarat-cm/

————————————–

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ ની જીવન ઝરમર …પ્રોફાઈલ

"કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  શ્રીમતી આનંદીબેન પટેલ

“કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે
અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. “
–ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન
શ્રીમતી આનંદીબેન પટેલ “

 

શ્રીમતી આનંદીબેન પટેલનો  જન્મ તારીખ ૨૧ મી નવેમ્બર, ૧૯૪૧ ના રોજ એક લેઉવા પટેલ ખેડૂત પિતાને ત્યાં થયો હતો .

મૂળ વતન : ગામ ખરોડ , તાલુકા વિજાપુર, જીલ્લો મહેસાણા ( ઉત્તર ગુજરાત )

એમના માતા પિતાને ૧૦ સંતાનો – ચાર ભાઈ અને છ બહેનાના વસ્તારી કુટુંબ વચ્ચે એમનો ઉછેર થયો.

આનંદીબેને સ્નાતક સુધીનો અભ્યાસ ખેતીવાડી અને ઘરકામમા મદદ કરતાં કરતાં અડચણો સાથે કર્યો .

અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમ  જ બાળકોના ઉછેરની બેવડી જવાબદારી સાથે એમ.એસ.સી. અને એમ.એડ કર્યું .

એ જમાનામાં જ્યારે પાટીદાર સમાજમાં કન્યા કેળવણી નહિવત હતી ત્યારે શિક્ષક પિતા જેઠાભાઈએ એ એમની છ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું હતું .

જૂન 1960માં તેમણે B.Sc. માં પ્રવેશ લીધો.B.Sc.માં આખી કોલેજમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા પછી તેમણે MSc અને B.Ed નું ભણતર પણ વિસનગરની એમ.એન.સાયન્સ કોલેજમાંથી પુરુ કર્યુ.

તેઓ રાજકારણમાં જોડાયાં એ પહેલાં ૧૯૬૮ થી ૧૯૯૮ એમ ૩૦ વર્ષ સુધી અમદાવાદ આશ્રમ રોડ પર આવેલ મોહિનીબા કન્યા વિદ્યાલયમાં મેથ્સ અને સાયન્સનાં શિક્ષિકા તરીકે અને એ જ સ્કુલમાં ૧૯૮૮ થી ૧૯૯૯ અગિયાર વર્ષ પ્રિન્સીપાલ તરીકે સેવાઓ આપી હતી .

આમ એક શાળામાં શક્ષિકા હતાં ત્યાંથી તેઓ ૧૯૮૮માં રાજકારણમાં પ્રવેશ્યાં અને પછી આગળ વધતાં વધતાં હવે છેક મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યાં છે.

શ્રીમતી આનંદીબેનની આ વેબ સાઈટ  ઉપર એમનો વિગતવાર પરિચય -પ્રોફાઈલ ઉપર ક્લિક કરીને વાંચો .

 યુ-ટ્યુબ વિડીયોમાં આવાં લોખંડી વ્યક્તિત્વ ધરાવતાં શ્રીમતી આનંદીબેનના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય

નીચે ક્લિક કરીને જુઓ/સાંભળો  . 

All about Anandiben Patel Iron Lady , the new Gujarat CM

Watch new Gujarat CM Anandi Ben Patel’s story
 

 

આનંદીબેનના પ્રવચનોના યુ-ટ્યુબ વિડીયોની લીંક

————————————————————–

શ્રી નરેન્દ્ર મોદી એમના ૧૩ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી એને ભારતના એક મોડલ

સ્ટેટ તરીકે વિકસાવીને હવે ભારતના વડા પ્રધાન તરીકે દિલ્હી જાય છે અને એમના ઉત્તરાધિકારી તરીકે શ્રીમતી

આનંદીબેન પટેલ ગુજરાતનાં પહેલાં મહિલા મુખ્ય પ્રધાન બને છે .

આ ખુશીના પ્રસંગે બન્ને નેતાઓને ખુબ ખુબ અભિનંદન

અને એમનાં સ્વપ્ન સાકાર થાય એ માટે અનેક શુભેચ્છાઓ .

 Anandiben -abhinandan

8 responses to “( 457 ) શ્રી નરેન્દ્ર મોદીનાં અનુગામી ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ

 1. Pingback: આજે અભિનંદન છે આનંદીબેનને મારા ! | ચંદ્ર પુકાર

 2. aataawaani મે 24, 2014 at 2:11 AM

  પ્રિય વિનોદભાઈ
  આનંદી બેન પટેલની ઝ્લ્હાળતી સફળતાની હું હાર્દિક પ્રશંશા કરું છું . ધન્ય ધન્ય સ્ત્રી શક્તિ આતા

 3. chandravadan મે 23, 2014 at 5:19 AM

  આ રીતે ૭૨ વર્ષીય આનંદીબેન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ અને દેશના ઇતિહાસમાં ૧૫ માં મહિલા મુખ્યમંત્રી બને છે .
  Abhinandan to Anandiben Patel for becoming the Chief Minister of Gujarat…1st Female CM of Gujarat.
  All the best wishes !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai…Nice Post…very good info too.
  Hope to see you @ Chandrapukar !

 4. Vinod R. Patel મે 22, 2014 at 5:44 PM

  E-mail from Dr. Kanak Raval 

  Dr.Kanak Ravel To Vinod Patel

  Today at 4:17 PM

  આ મોકલવા માટે ખૂબ આભાર બીજે ક્યાંય્થી ના મળ્યુ હોત –

  Visit my father Kalaguru Ravishankar Raval’s

  web site: http://ravishankarmraval.org/

 5. Anila Patel મે 22, 2014 at 2:18 PM

  “Sidhdhi tene jai vare je paraseve nhay”— Aanandi bahenane khoob khoob abinandan.

 6. Ramesh Patel મે 22, 2014 at 1:45 PM

  શ્રીમતી આનંદીબહેનને અનુભવ અને સામર્થ્ય સાથે , તેમની પારદર્શક કાર્યશૈલીએ , આ ઉચ્ચ સ્થાન યોગ્યતાના બળે અર્પ્યું છે.ગુજરાતને સબળ નેતૃત્ત્વ મળે છે , એ એક ખુશીના સમાચાર છે. આવનાર સમય , પ્રથમ મહીલા મુખ્યમંત્રીશ્રી તરીકે યશસ્વી બનાવે એવી શુભેચ્છા સાથે..જય જય ગુજરાત.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. pragnaju મે 22, 2014 at 12:20 PM

  ભૂતકાળ સુંદર છે વર્તમાન સુંદરતર છે શ્રધ્ધા થાય કે ભવિષ્ય સુંદરતમ જ હશે

 8. navin karaniya મે 22, 2014 at 4:58 AM

  bhaishree tame daily navu navu vanchan mate mokalo chho tena badale aapshreene abhinandan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: