વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 462) ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો……—ચંદ્રકાંત બક્ષી/ ચાય પે ચર્ચા: -પરેશ વ્યાસ

ભારતમાં દિલ્હીમાં જ્યારે જ્યારે સતા બદલાય છે અને નવો પક્ષ સતા સંભાળે છે ત્યારે એ જોવામાં આવ્યું છે કે જૂની સરકારમાં પ્રધાનોને માટે રહેવા માટે જે  મકાનો ફાળવ્યાં હોય એને ખાલી કરવામાં આનાકાની કે વિલંબ  સતાનો સ્વાદ ચાખી ગયેલા કેટલા રાજકારણીયો તરફથી થતો હોય છે .

આવા લોકો માટે સત્તા એ સેવા કરવાનું  નહી પણ મેવા ખાવાનું સાધન હોય છે એ ભારતીય રાજકારણની એક બલિહારી છે .

આજના રાજકીય માહોલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ સ્વ. ચંદ્રકાંત બક્ષીનો એક સુંદર લેખ મને ગમતાં નીચે પ્રસ્તુત કર્યો છે એ તમને પણ ગમે એવો છે .

આ લેખ વાંચતા જેને માટે સદા બહાર બક્ષી સાહેબ જાણીતા હતા એ એમની તેજાબી કલમનો પણ અહેસાસ થાય છે .

વિનોદ પટેલ

—————————————————

ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો…….——ચંદ્રકાંત બક્ષી

chairહિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એક વાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે

 – ચંદ્રકાંત બક્ષી

ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે ત્યાંના રાજકારણીઓ નીતિના ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊંચા ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં સત્તાસ્થાનેથી ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે.

હિન્દુસ્તાની રાજકારણીઓના માથાની પાછળથી મિનિસ્ટરી આભા ખસતી નથી. હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એકવાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય, એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે. પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતના બહાનાં કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે.

મુંબઈ સમાચારની આ લીંક ઉપર ક્લિક કરીને  આખો લેખ વાંચો .

————————————–

સૌજન્ય/આભાર- સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી, મુંબઈ સમાચાર

——————————————————————————————-

ચાય પે ચર્ચા:  -પરેશ વ્યાસ

શ્રી નરેન્દ્ર મોદી અંગે ગત લોકસભાની ચૂંટણીમાં એમના વિરુદ્ધમાં ઘણું ઘણું બોલાયું, લખાયું અને કહેવાતા પંડિતોએ ટી .વી. પ્રોગ્રામોમાં પણ પુષ્કળ ઝેર ઓક્યું હતું .

નરેન્દ્ર મોદી વિષે એમ કહેવાય છે કે એમના ઉપર એમના વિરોધીઓ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોથી ગભરાયા વિના એ પથ્થરોનાં પગથીયા બનાવી એમની મંઝીલ તરફ ઉપર ચઢતા જાય છે .

સોનાને જેમ વધુ તપાવો અને ટીપો એમ ઘરેણાંનો ઘાટ સરસ બનતો હોય છે એવું જ એમનું બન્યું છે .

લોકોએ એમની ચા વેચનાર તરીકે મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો તો એમણે દેશભરમાં ચાય પર ચર્ચાની ઝુંબેશ શરુ કરી અને ચૂંટણીના પ્રચારમાં એક નવી લહેર ઊભી કરી દીધી .

શ્રી મોદીએ એમની એક પ્રચાર સભામાં કહ્યું હતું કે મારા વિરોધીઓ મારી ઉપર કાદવ ઉછાળવામાં કોઈ કચાસ રાખતા નથી પણ એમને ખબર નથી કે એ કાદવમાંથી જ અંતે કમળ ખીલી ઉઠવાનું છે  . કેટલો આત્મ વિશ્વાસ !

કહેવાતા દેશ વિદેશના બુદ્ધિવાદીઓ  નરેન્દ્ર મોદીના સાચા વ્યક્તિત્વને  સમજવામાં ખરેખર ઉણા ઉતર્યા છે  .

આ સંદર્ભમાં સુશ્રી. પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ નીરવ રવેમાં એમના સુપુત્ર શ્રી પરેશભાઈ વ્યાસ લિખિત એક લેખ ચાય પે ચર્ચા  મને ગમતાં એ બન્નેના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

વિનોદ પટેલ

————————————————————

Chay pe charchaચાય પે ચર્ચા:

પરેશ વ્યાસ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

-નયન હ. દેસાઈ

“હું તમને વચન આપું છું કે 21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર નહીં બની શકે… પણ જો એણે અહીં ચા વેચવી હોય તો આપણે એને માટે જગ્યા ફાળવીશું.” ચૂંટણી પહેલાં ભૂંડાબોલાં કોંગી નેતા મણિશંકર અય્યર કોંગ્રેસ અધિવેશનમાં આમ બોલ્યા અને ચાય પે ચર્ચા ચાલી, એવી તો ભાઇ ચાલી. અને ચૂંટણીનાં અંતે ચા વિષેની આ વિવાદી ટિપ્પણી કોંગ્રેસને સરવાળે મોંઘી પડી. કોંગ્રેસનું નામું મંડાઇ ગયું. અનેક દિગ્ગજો હાર્યા.

ખુદ મણિશંકર પોતાની ચૂંટણીમાં ચોથા ક્રમે રહ્યા. મયલાદુથુરાઇ લોકસભા મતવિસ્તારનાં 5.12 લાખ મતોનાં મતદાન પૈકી એમને માત્ર 58 હજાર મત મળ્યા. એક સમયનો ચા વેચતો છોકરો નામે નમો લોકચાહનાની સુનામી પર સવાર થયો અને વિરોધીઓને તહસનહસ કરતો ગયો. રાહુલ ગાંધી હવે મનોમંથન કરે છે કે ચાહ બરબાદ કરેગી હમે માલુમ ન થા ! વિખ્યાત અભિનેત્રી ઓડ્રી હેપબર્ન માનતા કે “જ્યારે તમારી સાથે એવા કોઇ ન હોય કે જેના માટે તમે ચા બનાવી શકો, જ્યારે તમારી કોઇને જરૂરિયાત જ ન રહે તો સમજવું કે જીવન પૂરું થયું.” રાગાકા રાજકીય જીવનકા ક્યા હોગા? પણ આપણાં કવિ નયનભૈ કહે છે કે કંઇ ન બને ત્યારે પણ ચા મંગાવવી જરૂરી છે. રાજકારણ મારું કપ ઓફ ટી(Cup of Tea) નહોતું.

નીરવ રવે બ્લોગની આ લીંક ઉપર ક્લિક કરીને આખો લેખ વાંચો .

——————————————————–

સૌજન્ય/આભાર- સુશ્રી .પ્રજ્ઞાબેન વ્યાસ, શ્રી પરેશ વ્યાસ

5 responses to “( 462) ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો……—ચંદ્રકાંત બક્ષી/ ચાય પે ચર્ચા: -પરેશ વ્યાસ

 1. smdave1940 June 12, 2014 at 9:59 AM

  નહેરુએ ૧૯૬૩માં સંસદમાં પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી ચીન સામેના યુદ્ધમાં ગુમાવેલી જમીન પાછી નહીં લઈએ ચેનથી બેસીશું નહીં. ક્યાં ગયું એ વચન? ઇન્દીરાએ ૧૯૬૯માં વચન આપેલ કે ભારતની ગરીબી હટાવીશું. ક્યાં ગયું એ વચન? ૧૯૭૧માં ઇન્દીરાએ વચન આપેલું કે બંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલીશું અને જીતેલો મુલક પાછો નહીં આપીએ પણ પેકેજ ડીલ કરીશું. ક્યાં ગયાં આ વચનો? તો પછી આ મણીસંકર કઈ વાડીનો મૂળો કે એ પોતાના વચનને કિમતી ગણે? લપોડશંખોના વચનોની કશી કિમત હોતી નથી. સંસ્કૃતમાં એક શ્લોક છે કે દુર્જનનું શપથ પૂર્વક બોલાયેલું વચન પણ પાણી ઉપર લખેલા અક્ષર બરાબર હોયછે.

 2. ગોદડિયો ચોરો… June 6, 2014 at 9:15 AM

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  ખુરશી ક્યારેક ખુશી અપાવે છે

  તો ક્યારેક નાખુશી જન્માવે છે

 3. mdgandhi21, U.S.A મે 29, 2014 at 4:40 PM

  બક્ષીભાઈનો લેખ હંમેશા તેજાબીજ હોય છે, પણ, જાડી ચામડીના રાજકારણીઓ કાંઈ સમજતાં નથી.
  મોદી સાહેબ પાસે ઉમ્મીદ તો ઘણી છે…. આજ રોજ એક ઈમેલ મલ્યો છે, હર્શવર્ધનની મિલ્કત આજથી ૬ માસ પહેલાં અઢી-ત્રણ કરોડ હતી અને અત્યારે સાડા દસ-અગ્યાર કરોડ(ઓફીસીયલી) છે, બે નંબરનો તો હિસાબ એમને પણ મોઢે નહીં હોય………હવે બીજા પ્રધાનોના મોઢામાં પાણી(?) નહીં આવે, કે તેઓ તો પાછળ રહી ગયા….!!!! જો બધા પ્રધાનો કામ કરે અને “ખાવામાં” ખમૈયા કરે તોજ ભારતનું કાઈંક ભલું થશે……અમદાવાદમાં બસના ભાવમાં ૨ રૂપીયા વધી ગયા, ગુજરાતમાં વીજળીનો ભાવ વધારો આવી રહ્યો છે….ભારતની તીજોરી ખાલી છે, વડોદરા ૩,૦૦૦(ત્રણ હજાર) કરોડ રૂપીયા કાયાપલટ માટે માંગે છે, વારાણસી પણ માંગે છે……..કેવી રીતે આવશે….?????

 4. captnarendra મે 29, 2014 at 11:27 AM

  લિંક મોકલવા માટે આભાર, વિનોદભાઈ. બક્ષીજીનો લેખ ઘણો વેધક, સમયસર અને ભારતના રાજકારણીઓની મનોવૃત્તિ દર્શાવે છે. આપણે આશા રાખીએ કે નવી સરકાર આ બાબતમાં કશુંક કરી શકશે.
  Sent from http://bit.ly/MTgZdo

 5. pragnaju મે 29, 2014 at 8:32 AM

  શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકના પાત્ર ઈઆગો વિશે કવિ ટી. એસ. એલિયટે કહેલું કારણ ઉપયુક્ત છે. ‘મોટીવલેસ મેલાઈનિટી’ (ધ્યેયહીન દુર્જનતા) અકારણ ધૂર્તતા, અકારણ હલકટાઈ, અકારણ ઘટિયાપણું, એ કારણ છે?
  ચંદ્રકાંત બક્ષીની તેજાબી કલમની વાત જ કાંઇ ઔર…!
  ચિ પરેશનો લેખ રીબ્લોગ કરવા બદલ આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: