વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 465 ) કોણ કૌરવ, કોણ પાંડવ ? ………( હિન્દી કાવ્ય )……. અટલ બિહારી બાજપાઈ …. થોડું મનોમંથન

 Bajpai quote

ભારતના ભાજપ પક્ષના   13 મા વડા પ્રધાન માનનીય શ્રી અટલ બિહારી બાજપાઈ જેમની તબિયત હાલ નાદુરસ્ત છે , તેઓ એક કુશળ રાજકીય નેતા ઉપરાંત એક સારા કવિ પણ છે , એ બહું ઓછા લોકો જાણતા હશે  .

શ્રી અટલજીની એક હિન્દી કવિતા એક મિત્રના ફેસ બુક પેજ ઉપર વાંચેલી જે મને બહું ગમી ગઈ હતી એ નીચે પ્રસ્તુત છે .

આજે જ્યારે ચૂંટણીનાં પડઘમ અને શોર બકોર શાંત થઇ ગયો છે અને ભાજપ પક્ષના જ એક બીજા લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર મોદી ,જેઓ પણ એક સારા કવિ છે ,એમણે ભારતના૧૫મા વડા પ્રધાન તરીકે ભારતના શાશનની શુભ શરૂઆત કરી દીધી એવા માહોલમાં અટલજીની નીચેની કવિતા બહું જ અર્થપૂર્ણ અને સમયોચિત છે  . આજના સમયને પણ એ લાગુ પડે છે. જાણે કે આ કાવ્ય દ્વારા નવી મોદી સરકારને ટકોરા બંધ સંદેશ આપે છે કે દેશમાં હજુ કેટલું કરવાનું બાકી છે .

અટલજીના હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ પણ કાવ્યના ચિત્ર નીચે મુક્યો છે .

Atal bihari -Poem

ગુજરાતી અનુવાદ

કોણ કૌરવ, કોણ પાંડવ  ? ………( હિન્દી કાવ્ય )……. અટલ બિહારી બાજપાઈ 

 

કોણ કૌરવ , કોણ પાંડવ

એ આજે એક અકળ સવાલ છે 

બન્ને પક્ષે જુઓ 

મામા શકુનીના કપટની

કેવી માયાજાળ છે !

ધર્મરાજા જેવાઓ પણ આજે

જુગારની લત મુકતા નથી

પાંચ માણસે આજે જુઓ

દ્રૌપદી કેવી અપમાનિત છે .

આજે કોઈ સાચો કૃષ્ણ રહ્યો નથી

એટલે

મહાભારત તો થવાનું જ

કોઈ રાજા બને છે

ગરીબોના નશીબમાં તો રોવાનું જ છે !

 

વિનોદ પટેલ

ઉપરના કાવ્યના પરિપેક્ષમાં  ભારતના જ મુંબઈ શહેરનાં આ બે ચિત્રો જુઓ  .

કેટલો બધો વિરોધાભાસ !

 એક બાજુ છે દેશના ધન કુબેર મુકેશ અંબાણીનો જગતનો પ્રથમ નબરનો૧ બીલીયન ડોલરની કિંમતનો ૨૭ મજલાનો મહેલ . રહેનાર ફક્ત પાંચ જણ   

અને

બીજી બાજુ છે મુંબઈ શહેરની પાઈપોમાં કામ ચલાઉ ઘર કરી રહેતાં
માંડ પેટ ભરી જિંદગી બસર કરતા અગણિત નગ્ન દેહી દરિદ્ર જનો .

આ ચિત્ર જોઈને મારા મનના દર્પણમાં પ્રતિબિબિત મારા વિચારો મારી

નીચેની રચનામાં વ્યક્ત કરેલ છે .

ગાઈએ છીએ છાશ વારે ,

ઊંચા અવાજે ,તાના ખીંચ કે  ,

મેરા દેશ મહાન ,  મેરા દેશ આઝાદ ,

પણ આ તસ્વીર શુ કહી રહી છે ?

કેટલો બધો વિરોધાભાસ ,

એકબાજુ ,

ઊંચા મહેલો, ધનનું વરવું પ્રદર્શન ,

બીજી બાજુ

પાઈપોમાં પણ રહેવાની નહી જગા 

એક સવાલ

દરિદ્ર જનતા ક્યારે જોશે આઝાદી કે અમન

દેશના લાંચિયા વહીવટદારો પાસે

છે આનો  કોઈ જવાબ ?

યાદ આવે આજે

કવિ ઉમાશંકરની આ અમર પંક્તિઓ ……

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

વિનોદ પટેલ

———————————————————-

Prime Ministers-of-India- LIST

આ બાજુના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દેશ ૧૯૪૭મા આઝાદ થયો એ પછી ૧૪ વડા પ્રધાનોએ  એમાં જણાવ્યા પ્રમાણેના સમયકાળ દરમ્યાન ભારત દેશની ધુરા સંભાળીને વિદાય લીધી છે  .

એમાં મોટા ભાગના સમયમાં કોંગ્રેસ સરકારનું શાશન હતું .એ મળેલ સમય દરમ્યાન આ સરકારોએ ગરીબી હટાઓની વાતો કરવા સિવાય એ માટે નક્કર આંખે દેખાય એવું શુ કર્યું?

એક બે અપવાદ સિવાય મોટા ભાગના દેશ નેતાઓએ ભ્રષ્ટાચાર આચરી એમના માટે અને એમનાં સગાંઓ વ્હાલાં માટે તો ઘણું કરી ગયા છે પણ દેશની હજુ પણ ગરીબીમાં સબડતી આમ જનતાના ઉત્કર્ષ માટે શુ કર્યું ?

આઝાદીનાં ફળ શુ આમ જનતા સુધી પહોંચ્યાં છે ?

રાષ્ટ્રપિતા ગાંધીજીની દેશની આઝાદીની કલ્પના જુદી હતી .તેઓ કહેતા હતા કે જ્યાં સુધી આઝાદીનાં ફળ દેશના છેવાડાના માણસ- દરિદ્ર નારાયણ – સુધી  પહોંચે નહિ ત્યાં સુધી દેશ ખરા અર્થમાં આઝાદ થયો ના ગણાય .

અને એટલા માટે જ ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખી લોકોને દેશ સેવાના કામમાં લાગી જવા સલાહ આપી હતી .

આજે તો બિચારા ગાંધીનું રૂડું નામ વટાવીને યેન કેન પ્રકારેણ સતાની ખુરશી ઉપર ચડી બેસવા વંશ પરંપરાથી આતુર હોય છે .
 
શેખાદમ આબુવાલાની આ પંક્તિઓ યાદ આવે …

ગાંધીજી

કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.

ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.

હવે દેશની ધુરા ૧૫મા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ

સંભાળી છે . શરૂઆત તો એમણે આશા જન્માવે એવી

કરી છે .પરંતુ એની ખરી કસોટી તો શ્રી મોદી એમના

સ્વપ્ન પ્રમાણે દેશના વિકાસનાં ફળ આમ જનતા  સુધી

પહોંચાડવામાં સફળ થાય છે કે નહી એના ઉપરથી જ

થવાની છે .

આજ તો એમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીએ

અને એ કસોટીનાં પરિણામોની રાહ જોઈએ .

વિનોદ પટેલ

 

 

11 responses to “( 465 ) કોણ કૌરવ, કોણ પાંડવ ? ………( હિન્દી કાવ્ય )……. અટલ બિહારી બાજપાઈ …. થોડું મનોમંથન

 1. pragnaju જૂન 1, 2014 પર 1:30 પી એમ(PM)

  સાંપ્રત સ્થિતીનું સુંદર સંકલન

  આજે કોઈ સાચો કૃષ્ણ રહ્યો નથી

  એટલે

  મહાભારત તો થવાનું જ છે

  ગરીબોના નશીબમાં તો રોવાનું જ છે !

  કદાચ આ નો ઉતર

  આજ તો એમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીએ

  અને એ કસોટીનાં પરિણામોની રાહ જોઈએ .

  માં આશા બંધાય છે

  Like

 2. Hemant જૂન 1, 2014 પર 1:43 પી એમ(PM)

  True picture of India , Rich by using corrupt Technic become rich and strong ; poor and middle class just dreaming that one day they will be inclusive member of those 5 % rich , cycle never end ..richer on path of richest ……..
  Thank you ………Hemant Bhavsar

  Like

 3. pravinshastri જૂન 2, 2014 પર 6:24 પી એમ(PM)

  માનનીય શ્રી વિનોદભાઈ.
  વગર પુછ્યે કોઈ તમારી વસ્તુ ઉપાડી જાય. જ્યારે કોઈ તમને જણાવે પણ તમારી મંજુરીની રાહ જોયા વગર લઈ જાય એ દાદાગીરી ભરી લુંટ કહેવાય. હું આ બ્લ્ગમાની તમારી કાવ્ય રચના મારા કાવ્ય ગુંજનમાં મુકીશ જ.
  પ્રવીણના સાદર વંદન.

  Like

  • Vinod R. Patel જૂન 2, 2014 પર 7:25 પી એમ(PM)

   પ્રવીણભાઈ , તમારે માટે બધી જ છૂટ . એમાં પૂછવાનું શુ હોય .

   આવી લુંટ તો મને ગમે .

   તમે આ માલ તમારી પાસે રાખવા નહિ પણ બધે વહેંચવા લો

   છો એટલે તો વધુ આનંદ . આ માટે તો તમારો આભાર .

   Like

 4. Vipul Desai જૂન 2, 2014 પર 6:42 પી એમ(PM)

  ભૂખ્યા જનોનો જઠરાગ્ની જયારે જાગશે ત્યારે આ નેતાઓની ભષ્મકણી પણ નહી લાધશે!

  Like

 5. dee35 જૂન 2, 2014 પર 7:31 પી એમ(PM)

  બહુ સરસ શ્રીવિનોદભાઇ વાંચવાની મઝા પડે છે.તેમજ ભારતમાં ચાલતી એક્ટીવીટીની તાજી માહીતી પણ મળે છે.

  Like

 6. aataawaani જૂન 2, 2014 પર 7:44 પી એમ(PM)

  vinod bhai tame pan asaekarak kavita banaavi shako chho . narendr modi hoy ke game te desh lagnini dhagash vaalo hoy pan koi paase bharatni karmi garibi htaavvaqano mantr nathi .”chhe beteka baap pdathaa said vok upar .mera bharat mahan likhatha uske nange sine par

  Like

 7. chandravadan જૂન 3, 2014 પર 11:58 એ એમ (AM)

  Pandav-Kaurav are the GOOD & BAD within.
  BJP can be PANDAV for INDIA….& this can be awarded by the ACTIONS as the GOVERNMENT of India.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 8. Ramesh Patel જૂન 4, 2014 પર 11:01 એ એમ (AM)

  આજની આ વિષમતાને આપે સાચે જ આ સંકલન દ્વારા ઉજાગર કરી..સૌને વિચારતા કરી દીધા છે..જાગીએ તો જ સુરાજ્ય આવે..લૂંટ્યા નિરાંતે હવે દેવાવાળા નેતા મળે..તો ભાગ્ય પલટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 9. devikadhruva જૂન 4, 2014 પર 1:18 પી એમ(PM)

  હિન્દી કવિતાના અનુવાદથી માંડીને આ આખી યે વાતને ચિત્રો સાથે સાંકળી લઈને સુપેરે વ્ય્કત કરી છે..
  ગમી.

  Like

 10. Pingback: 1222 – ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈનાં કેટલાંક હિન્દી કાવ્યોનો આસ્વાદ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: