વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો – એક પરીચય

Uttam and Madhu Gajjar

Uttam and Madhu Gajjar

 

એમની ૭૯ વર્ષની ઉંમરે પણ એક જુવાન જેવો ઉત્સાહ અને મીજાજ ધરાવતા સુરત નીવાસી મીત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર  છેલ્લાં નવ વર્ષથી -૨૦૦૫ થી ઇન્ટરનેટ દ્વારા એમના બ્લોગ સન્ડે-ઈ-મહેફીલના માધ્યમથી ગુજરાતી સાહીત્યની  આસ્વાદ્ય રચનાઓની વાચકોને વાચનયાત્રા કરાવી રહ્યા છે .

આજસુધીમાં શ્રી ઉત્તમભાઈએ એમના આ ખુબ વંચાતા બ્લોગમાં અનેક સાહીત્યકારોના પ્રેરક લેખો/વાર્તાઓ અને કવીઓનાં કાવ્યો વીગેરે એમની પસંદગીની પુષ્કળ ઉત્તમ સાહીત્ય કૃતીઓનું  પ્રકાશન કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે .

આ બધી સન્ડે-ઈ-મહેફીલમાં પ્રગટ  અમુલ્ય સાહીત્ય સામગ્રીને આવરીને લઈને એમણે જાતે ખુબ મહેનત કરીને અને એમના સાથીઓનો સહકાર લઈને તૈયાર કરેલી કુલ ૧૩ ઈ-બુકો બહાર પાડી એમણે નેટ જગતના વાચકોને વાંચવા માટે અર્પણ કરી છે . કોઇપણ કિંમત ચુકવ્યા સીવાય વાચકો એને ડાઉનલોડ કરીને વાંચી શકશે .

આ ઈ-બુકો ખરેખર ગુજરાતી સાહિત્યના ” રીડર્સ ડાઈજેસ્ટ ” જેવી છે એમ કહેવું જરાયે ખોટું નથી જેની પ્રતીતી તો તમે એકવાર ડાઉનલોડ કરીને જોશો એટલે તમને થઇ જશે . 

‘ગુજરાતીલેક્સિકોન’ના સૌજન્યથી  …..

GL eBooks –Sunday-eMahefil

નીચે PDF ના ખાનામાં ડાઉન લોડ લખ્યું છે ત્યાં ક્લીક કરશો કે તરત જ બુક ડાઉનલોડ થવા માંડશે અને તે પછી તેને તમે ચાહો તે સ્થળે સેવ કરી તેમાં સમર્થ સાહીત્યકારોની અનેક ચૂંટેલી રચનાઓને માણી શકશો .

સન્ડે-ઈ-મહેફીલની નીચેની આ બધી બધી ઈ-બુકોને ડાઉન લોડ કરી એને વાંચવાની આ અમુલ્ય તકનો જરૂર લાભ લેશો .

No. Book Title PDF  
  SeM eBooks Index file Download  
1 Sunday-eMahefil Part-1 Download  
2 Sunday-eMahefil Part-2 Download  
3 Sunday-eMahefil Part-3 Download  
4 Sunday-eMahefil Part-4 Download  
5 Sunday-eMahefil Part-5 Download  
6 Sunday-eMahefil Part-6 Download  
7 Sunday-eMahefil Part-7 Download  
8 Sunday-eMahefil Part-8 Download  
9 Sunday-eMahefil Part-9 Download  
10 Sunday-eMahefil Part-10 Download  
11 Sunday-eMahefil Part-11 Download  
12 Gazal Kavya Colllection Of SeM Part1 Download  
13 Gazal Kavya Colllection Of SeM Part2 Download  
———————————————————-

આ ઈ-બુકો ‘ગુજરાતીલેક્સિકોન’ ઉપરાંત શ્રી ઉત્તમભાઈના નીચેના ઈ-મેલ પ્રમાણે

બીજા બે બ્લોગોમાં પણ મુકવામાં આવી છે .

મીત્રો,

આપણે કહેતા રહીએ છીએ કે હવેનો જમાનો ઈ.બુક્સ–ઈ.વાચનનો છે.

અમને કહેતાં આનંદ થાય છે કે ‘સન્ડે ઈ.મહેફીલ’ની સઘળી ઈ.બુક્સ

અને તે ઉપરાંત બીજી ઘણી બધી ઈ.બુક્સ, હવે નીચેની ત્રણ વેબસાઈટ

પરથી મફત ડાઉનલોડ કરી શકાય છે : 

 
હૃદયસ્થ રતીલાલ ચંદરયાની
‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઈટ પરથી
 
ભાઈ અતુલ રાવલની ‘એકત્ર’ વેબસાઈટ પરથી
 
ભાઈ જીજ્ઞેશ અધ્યારુની ‘અક્ષરનાદ’ વેબસાઈટ પરથી
 
 
રસ પડે તો વેબસાઈટની મુલાકાત લેવા વીનંતી..
..ઉ.મ..
 
Uttam & Madhukanta Gajjar, 35-Gurunagar, Varachha Road, SURAT-395006
Phone : 0261-255 3591 Websites : https://sites.google.com/site/semahefil/  and
 

..ઉત્તમ.મધુ ગજ્જર.. uttamgajjar@gmail.com

———————————————————————-

 બે યુ-ટ્યુબ વીડીયોમાં શ્રી ઉત્તમભાઈ , 

સન્ડે-ઈ-મહેફીલ અને ઈ-બુકો નો પરીચય

ડીસેમ્બર ૧૨, ૨૦૧૨ ના રોજ શ્રી ઉત્તમભાઈના પ્રસંશકો અને સાહીત્ય પ્રેમીઓની હાજરીમાં એમની જન્મ જયંતીની ઉજવણી સુરતના સાહીત્ય સંગમ દ્વારા એક સમારંભ યોજીને કરવામાં આવી હતી .

આ પ્રસંગે જાણીતા શીક્ષણવીદ અને લેખક ડો. શશીકાંત શાહના હસ્તે એમનું અને એમનાં ધર્મપત્ની શ્રીમતી મધુબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગને આવરી લેતા નીચેનાં બે વીડીયોમાં શ્રી ઉત્તમભાઈ , સન્ડે-ઈ-મહેફિલ અને ઈ-બુકો વીષે ઘણી માહિતી વાચકોને પ્રાપ્ત થઇ શકશે .

નીચેનાં પ્રથમ વીડીયોમાં સન્ડે-ઈ-મહેફિલને ઇન્ટરનેટના માધ્યમથી હજારો વાચકો સુધી પહોંચાડવામાં  શ્રી ઉત્તમભાઈને મદદરૂપ થનાર એમના નજીકના સાથીદારો શ્રી ગૌરાંગ  ઠાકર અને કવી તરીકે જાણીતા શ્રી સુનીલભાઈ શાહ એમના અનુભવો રજુ કરી શ્રી ઉત્તમભાઈના નામ અને કામનો વીસ્તૃત પરીચય કરાવતા જણાશે .

Uttam_Gajjar_Saathe_Ek_Saanj-01-12-2012-Surat saahity sangam .Part-1

નીચેના બીજા વીડીયોમાં તમે શ્રી ઉત્તમભાઈને એમના સન્માનનો પ્રત્યુત્તર આપતા જોઈ શકશો . આ પ્રતીભાવમાં તેઓ સન્ડે-ઈ-મહેફીલને પોતાનો રસનો વીષય ગણાવે છે..

તેઓ જણાવે છે કે તેઓ એક શિક્ષક હતા ત્યારે પણ એમને ગમતી કવીતા કે સાહીત્ય વીષયક નીબંધ કે કોઈ લેખની ઝેરોક્ષ કોપી કરીને એમના મીત્ર વર્તુળને વાંચવા માટે પોસ્ટ કરતા હતા . આ રીતે તેઓ સાહીત્યનો આનંદ માણતા હતા અને એ આનંદમાં એમના મીત્રોને પણ સહભાગી કરતા હતા .

શ્રી ઉત્તમભાઈનો જીવન મન્ત્ર છે : ” આજનો દીવસ એ જીંદગીનો છેલ્લો દીવસ છે ”  એમ માનીને કાર્ય કરવું.

એમના વીષે હું વધુ કહું એના કરતાં શ્રી ઉત્તમભાઈના મુખેથી જ એમની સુરતી રમુજી જબાનમાં એમના જીવનના અનુભવોની રસીક વાતો કહેતા એમને આ વીડીયોમાં નીહાળો .

આ વીડીયો ભાષા પ્રેમી જનો માટે એક પ્રેરણા પૂરી પાડે એવો છે .

Uttam_Gajjar_Saathe_Ek_Saanj-01-12-2012-Surat-Sahity Sangam Part -2

ગુજરાતીલેક્સિકોનના જનક અને ગુજરાતી ભાષા માટે રાત દીવસ પાયાનું કામ કરી બતાવીને એમનું નામ અમર કરી ગયેલ સ્વ.રતીકાકાના શ્રી ઉત્તમભાઈ  એક જમણા હાથ સમા હતા .

શ્રી ઉત્તમભાઈ ૭૯ વર્ષની એમની પાકટ ઉંમરે છેલ્લાં નવ વર્ષો ગુજરાતી સાહીત્યના સુગંધિત ફૂલોની ફોરમને બધે પહોંચાડનાર પવનનું કામ ગુજરાતીલેક્સિકોન -સન્ડે-ઈ-મહેફીલ દ્વારા કરી રહ્યા છે .

“ઊંઝા જોડણી ” માટેનું એમનું પ્રદાન જાણીતું છે .એક યુવાન જેવા ઉત્સાહથી તેઓ જે નિસ્વાર્થ સાહિત્ય સેવાકરી રહ્યા છે એને માટે એ ખરેખર અભિવાદનને અને ધન્યવાદને પાત્ર છે .

શ્રી ઉત્તમભાઈ અને શ્રીમતી મધુબેનને પ્રભુ દીર્ઘાયુ બક્ષે અને એમના હાથે હજુ પણ અધીક

ગુજરાતી ભાષાની સેવા થતી રહે એ માટે અનેક હાર્દીક શુભેચ્છાઓ .

વીનોદ પટેલ

————————————————–

મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ પણ એમના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતીભા પરીચયમાં

શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પરીચય કરાવ્યો છે એને અહીં ક્લીક કરીને વાંચો .

9 responses to “( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો – એક પરીચય

 1. vijayshah જૂન 5, 2014 પર 5:06 એ એમ (AM)

  aabhaar vinodbhaai

  ઊંઝા જોડણીનાં વિવાદ ને બાદ કરતા ગુજરાતી ભાષા પ્રચાર અને પ્રસા્ર શ્રેષ્ઠ કામ ઉત્તમ્ભાઇ એ કર્યુ છે.૨૧મી સદીનાં નવા તકનીકી માધ્યમોનાં ઉપયોગ થકી …ગુજરાતી ભાષાનાં અમર વારસાને ઇ મેલ દ્વારા વિશ્વમાં તેઓ વહેંચી રહ્યા છે જાળવી રહ્યા છે અને એ કાર્ય માટે તેઓને શત શત સલામ!

  Like

 2. pragnaju જૂન 5, 2014 પર 6:11 એ એમ (AM)

  ગુજરાતી ભાષા પ્રચાર અને પ્રસા્રના ઉત્તમ કાર્ય કરનાર અમારા શ્રી ઉત્તમભાઈ ગજ્જર અંગે ઘણી વાતો આજે જાણવા મળી…

  સુંદર સંકલન બદલ મા વિનોદભાઇને ધન્યવાદ!

  Like

 3. P.K.Davda જૂન 5, 2014 પર 6:29 એ એમ (AM)

  ગુજરાતિ સાહિત્યના ઈતિહાસમાં જરૂર એમનો ઉલ્લેખ થશે.

  Like

 4. devikadhruva જૂન 5, 2014 પર 6:58 એ એમ (AM)

  સારા કામની સુંદર કદર..

  Like

 5. Vinod R. Patel જૂન 5, 2014 પર 3:34 પી એમ(PM)

  :
  જાણીતા હાસ્ય લેખક ન્યુ જર્સી નિવાસી શ્રી હરનીશભાઈ જાનીએ એમની ઈ-મેલમાં નીચે પ્રમાણે શ્રી ઉત્તમભાઈ ગજ્જર વિશેની પોસ્ટ વાંચીને એમનો પ્રતિભાવ મોકલ્યો છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે –વી.પ.
  ————————————-

  ” ઘણી વાર મને વિચાર આવે છે કે આ માણસ એના લેપટોપને છાતી પર બાંધીને સુતો હશે. મારા પરની બધી ઈ મેઈલને ચેક કરું તો તેના પર રાત દિવસના ટાઈમ હોય છે. ગુજરાતી ભાષાની સેવાનું ભૂત તેમને ખરેખર વળગ્યું છે. તેમણે એટલા બધાંને ગુજરાતી ટાઈપ કરતાં શિખવાડ્યું છે કે ગિનેસ બુકમાં એમનું નામ આવી જાય. ખરેખર તો તે માટે મધુબેનને જશ જાય છે. બીજી કોઈ સ્ત્રી તો એમને છોડીને નાશી જાય. બીજી વાત એ માણસ ઉત્તમ મિત્ર છે”

  –હરનીશ જાની

  Like

  • Vinod R. Patel જૂન 10, 2014 પર 9:25 એ એમ (AM)

   એક હાસ્ય લેખકની શૈલીમાં આપેલ શ્રી ઉત્તમભાઈ વિશેનો આપનો નિખાલસ પ્રતિભાવ સરસ છે .
   આભાર .શ્રી ઉત્તમભાઈ એક ઉત્તમ મિત્ર છે એની સાથે હું 100 ટકા સંમત છું .

   Like

 6. DR.MAHESH RAWAL જૂન 5, 2014 પર 5:40 પી એમ(PM)

  આદરણીયશ્રી ઉત્તમકાકાએ યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ
  અને ખંતપૂર્વક માતૃભાષાના પ્રચાર-પ્રસારના કાર્યને જીવનમંત્ર તરીકે અપનાવી
  અમૂલ્ય યોગદાન આપ્યું છે.
  આ ‘ઉત્તમ’ કાર્ય, અન્યોને પણ પ્રેરણા અને પ્રેરકબળ પુરૂં પાડશે.
  ઈશ્વર એમને સ્વસ્થ અને દીર્ઘ આયુ આપી, સર્વજનહિતાય આદરેલું
  માતૃભાષાનું સેવાકીય કાર્ય હજૂ અનેક વર્ષો સુધી આમજ વેગવંતુ આગળ
  વધતું રાખે.
  એમના આ શુભ કાર્યમાં એમના ધર્મપત્ની પૂ.મધુબહેનના સહકારપૂર્ણ યોગદાનને
  પણ સલામ પાઠવું છું.
  સાહિત્ય સંગમે ફરી એકવાર, સાહિત્ય,કલા અને કસબને બિરદાવી પ્રોત્સાહિત
  કરવાની એમની પરંપરાને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કર્યું.જે સદૈવ આવકાર્ય
  અને અભિનંદનને પાત્ર છે.
  બન્ને કવિ મિત્રો શ્રી ગૌરાંગ ઠાકર અને સુનીલ શાહ દ્વારા પ્રસ્તુત
  પ્રસંગોચિત વક્તવ્ય સ-રસ અને મનનીય રહ્યાં.
  -ડૉ.મહેશ રાવલ
  Fremont,CA
  USA

  Like

 7. aataawaani જૂન 8, 2014 પર 4:49 એ એમ (AM)

  પ્રિય ઉત્તમ ભાઈ
  તમારો ગુજરાતી ભાષા પ્રેમ બહુ વખાણવા યોગ્ય છે . ધન્યવાદ હું પણ મારી 93 વરસની ઉમરે લાગી રહ્યો છું .કોઈ વાંચે કે ન વાંચે પણ મને ગમેછે માટે લખું છું .તમારા જેવું સરસ લખતા મને કદી આવડવાનું નથી . એટલે લોકો વાંચે નહિ . એ સ્વાભાવિક છે .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: