વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 471 ) ‘ભલાઈ’માં જ ‘ભગવાન’ નો વાસ છે !– એક પ્રેરણાદાયી વિડીયો સંદેશ .

 

સુરત નિવાસી સાહીત્ય રસિક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અવાર નવાર એમના ઈ-મેલમાં એમને ગમેલ કોઈ પ્રેરણાત્મક લેખ કેંય સાહીત્ય રચનાઓ વાંચવા માટે મોકલતા હોય છે .

એમના જીવનનો એક એ શોખ રહ્યો છે કે જીવન પોષક સર્જનનો જેટલો પ્રચાર અને પ્રસાર થઇ શકે એટલો કરવો .

થોડા દીવસ પહેલાં એમણે કોઈ આવો લેખ નહી પણ એમને ગમેલ એક વિડીયોની લીંક મોકલી આપી હતી .

આમ તો આ ફક્ત ત્રણ મીનીટનો વિડીયો થાઈલેન્ડની એક કમ્પનીની જાહેર ખબર માટે બનાવ્યો છે . પરંતુ એમાં

જીવનમાં ભલાઈનાં નાનાં નાનાં કામ કેવાં ક્રાંતીકારી, કલ્યાણકારી અને આત્મસંતોષપ્રદ નીવડે છે એનો એક મુંગો સંદેશ એમાં છે .

શ્રી ઉત્તમભાઈ લખે છે —-

લાંબાં વ્યાખ્યાનોથી ન પહોંચે તે વાત – ભવ્ય સંદેશ આ ફિલ્મમાં બખુબી અંતરના ઉંડાણ સુધી પહોંચાડે છે…

તમને ગમશે જ.. બેત્રણ વાર જોજો.. ફક્ત ત્રણ મીનીટની નાનકડી આ ફીલ્મ,

ફિલ્મમાં છેલ્લું વાક્ય છે :

Believe in GOOD.. (GOD નથી લખ્યું; એટલે કે ‘ભલાઈ’માં જ ‘ભગવાન’ !!)

–ઉત્તમ ગજ્જર

આ ફિલ્મ જોયા પછી જાણીતા રશિયન લેખક અને વિચારક Dostoyevsky Dostoyevsky નું આ અવતરણ ટાંકવાનું મન કરે છે .

Love all that has been created by God, both the whole and every grain of sand.

Love every leaf and every ray of light.

Love the beasts and the birds, love the plants, love every separate fragment.

If you love each separate fragment,

you will understand the mystery of the whole resting in God.

– Dostoyevsky

 Heartwarming Thai Commercial – Thai Good Stories By Linaloved

CLICK BELOW TO SEE VIDEO

આ વિડીયોના સંદેશને આબાદ મળતી આવતી વિનોદ વિહારમાં અગાઉ ડિસેમ્બર ૨૦૧૩ ની એક પોસ્ટમાં પ્રસ્તુત મારી ” પરંપરા ” નામની વાર્તા નીચે આપને વાંચવા માટે ફરી મૂકી છે .

અંગ્રેજીમાં વાંચેલ સમાચાર ઉપર આધારિત આ વાર્તા અમદાવાદથી પ્રકાશિત માસિક ” ધરતી ” ના જુલાઈ ૨૦૦૬ ના અંકમાં પ્રથમ પ્રગટ થઇ હતી .આ વાર્તામાં પણ ભલાઈ કરવાની પરંપરા જાળવી રાખવાનો દિવ્ય સંદેશો આપવામાં આવ્યો છે .

 

પરંપરા …….. (વાર્તા )………… વિનોદ પટેલ

આ વાર્તાને મારા સહૃદયી મિત્ર શ્રી વલીભાઈ મુસાએ એમના બ્લોગમાં મિત્રોની ગમેલી ૧૦૦ વાર્તા માં પણ સ્થાન આપ્યું છે એનો એમના આભાર સહીત નિર્દેશ કરું છું .

—————————————————

જ્યોત સે જ્યોત જગાતે ચલો , પ્રેમ કી ગંગા બહાતે ચલો

ભૂતકાળમાં બે વાર જોએલી ફિલ્મ સંત જ્ઞાનેશ્વર નું સ્વર સમ્રાટ મુકેશ ના સુરીલા કંઠે ગવાએલ ગીત પણ યાદ આવે છે જેમાં આવો જ સંદેશ છે કે —

જ્યોત સે જ્યોત જગાતે ચલો , પ્રેમ કી ગંગા બહાતે ચલો

રાહમેં આયે જો દિન દુખી , સબકો ગલે સે લગાતે ચલો .

આખું ગીત નીચેની લીંક ઉપર ક્લીક કરીને વિડીયોમાં માણો અને એના સંદેશને ગાંઠે બાંધી લો .

Jyot Se Jyot Jagate Chalo (H) – Sant Gyaneshwar (1964)

 

6 responses to “( 471 ) ‘ભલાઈ’માં જ ‘ભગવાન’ નો વાસ છે !– એક પ્રેરણાદાયી વિડીયો સંદેશ .

  1. pragnaju જૂન 12, 2014 પર 2:10 પી એમ(PM)

    ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.વિજ્ઞાન સામયિક સાઈકોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત થયો છે. આ શોધના પરિણામ અનુસાર જો તમારા શરીરમાં ઑક્સિટૉસિન અને વેસોપ્રેસિન હોર્મોનના રિસ્પેટર જીન્સ વધુ અસરકારક હોય તો તમે વધુ સારા અને સૌમ્ય સ્વભાવના હશો.
    પ્રેરણાદાયી
    મા શ્રી ઉત્તમભાઈ ની ઉતમવાત -તેમના ઇ મેઇલની માહિતીમા તેમનું નામ લખવાનું રહી જાય તો પણ માફ કરવાની ભલાઇ છે તેઓ ઉતમવિચાર નો પ્રચાર પ્રસાર અમલ થાય તે કામ કરે છે તેમને પણ ધન્યવાદ

    Like

  2. Hemant જૂન 12, 2014 પર 3:52 પી એમ(PM)

    It is very touchy story , the best part is ” The World are made of Good people ” ; to help the seekers is true happiness and priceless gift to the world . ………Hemant Bhavsar

    Like

  3. pravinshastri જૂન 13, 2014 પર 6:55 એ એમ (AM)

    આ જ વાત June 2014 ના AARP Bulletin Random Acts of Kindness (from our readers) માં જુદા શબ્દોમાં કહેવાઈ છે. આજે વિશ્વભરમાં નાની નાની ભલાઈની ભદ્રભાવના એક યા બીજીરીતે વિકસી રહી છે. રાત્રે સૂતા પહેલા વિચારવું જોઈએ કે આજે નિસ્વાર્થ ભાવે મેં કોઈને માટે કંઈક કર્યું ખરું. અરે! કોઈને માટે બે સારા શબ્દો કહીને એને આનંદ આપ્યો ખરો? અન્યના જીવનમાં તમારા નાના પ્રયાસથી પણ સુખની સુગંધ સર્જી શકાય છે. વિનોદભાઈ તમારી જેમજ શ્રી ઉત્તમભાઈ પણ મારા વડિલ મિત્ર છે.

    Like

  4. aataawaani જૂન 15, 2014 પર 7:56 એ એમ (AM)

    मरना भला हे उसका जो (सिर्फ )अपने लिए जिए
    जिन्दा रहा जो मर चूका अपने देशके लिए

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.