વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 14, 2014

( 472 ) પિતૃ દિન-ફાધર્સ ડે ના અભિનંદન અને શુભેચ્છાઓ

Revabhai

પિતૃ દિને સ્વ.પિતાને ભાવાંજલિ 

વડલા જેવી શીતલ છાયા ગુમાવી તમારી અચાનક

અમારો એ વિનોદ વિલાયો એક ચમન ઉજળી ગયો

કેટ કેટલી જયંતી તમારી અમે પ્રેમથી ઉજવી હતી

ચાર ભાઈઓના જાણે તમે અમારા દશરથ હતા !

શુશીલા માતા અને તમો મનથી જરા યે દુર નથી

હીરા અને મોતી જડી આંખો જાણે અમોને જોઈ રહી .

અમારે માટે તો તમે એક વડલાની શીળી છાંય હતા

પિતૃ દિને કરીએ અમે સૌ સપરિવાર હૃદયથી વંદના

વિનોદ પટેલ

આ રચનામાં લાલ રંગમાં છે એ પિતાના ચાર દીકરા અને ત્રણ દીકરીઓ

એટલે કે અમે ચાર ભાઈઓ અને ત્રણ બહેનોનાં નામ છે ,

———————————————————-

Mr. Mahendra Shah's Fathers' Day Cartoon

Mr. Mahendra Shah’s Fathers’ Day Cartoon

——————————————————-

‘ફાધર્સ ડે’ ……… વાર્તા………..   કિશોર પટેલ

આ રવિવારે ‘ફાધર્સ ડે’ આવી રહ્યો છે.  ‘ફાધર્સ ડે’ હોય કે ‘મધર્સ ડે’, એ દિવસે સ્તવન બહુ જ ઉદાસ થઈ જાય.  વર્ષોના અગણિત ઉપકારોને યાદ કરવા માટે આખા વર્ષમાં આવતો આ એક માત્ર દિવસ!  પણ આ દિવસ એને ખૂબ વિહ્વળ બનાવી દે. એક લાચારીનો અહેસાસ કરાવે.  એ અહીં પરદેશમાં અને ઘરડા બા બાપુજી દેશમાં.  ઘણી વાર એ વિચારે, શું પરદેશમાં વસતા બધા જ પુત્રો મારી જેમ આવી ‘ગિલ્ટી ફીલ’ કરતા હશે!

આખી વાર્તા શબ્દ સેતુ બ્લોગના સૌજન્યથી અહીં ક્લીક કરીને વાચો  

===========================

એક પિતાના એના સંતાનો પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતા નીચેનાં બે વિડીયો ફાધર્સ ડે ના સ્પીરીટને  બિલકુલ અનુરૂપ છે .

To celebrate dads everywhere, Westjet worked with Ronald McDonald House Charities Canada.

To surprise a hardworking dad, Marc Grimard, with an early Father’s Day gift by reuniting him with his sick child and family.

Father’s Day Surprise – WestJet & Ronald McDonald House Charities

અફગાનિસ્તાનની લડાઈ માટે ગયેલ પણ રજાઓમાં ઘેર આવેલ એક સૈનિક પિતા એની ત્રણ  વર્ષની વ્હાલી દીકરીને કેવી સરપ્રાઈઝ ગીફ્ટ આપે છે  એ આ વિડીયોમાં બતાવ્યું છે .

Soldier Dad Surprises Daughter in Huge Birthday Box

————————–

એક પીતા કે માતા બનવું એ જીવનનો એક લ્હાવો અને મહત્તમ આનંદનો પ્રસંગ  હોય છે .

એટલે જ મધર્સ ડે જેટલો જ ફાધર્સ ડે મહત્વનો છે  .

આજના આ  ફાધર્સ ડે પ્રસંગે -પિતૃ દિને સૌ પિતાઓને અભિનંદન અને હાર્દીક શુભેચ્છાઓ

Happy Father's day