વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 19, 2014

( 474 ) કેટલાંક બોલતાં સંદેશ વાહક ચિત્રો …….

 

ફેસ બુક મિત્રો દ્વારા એમના પેજ ઉપર પોસ્ટ થયેલ કે મિત્રો દ્વારા ઈ-મેલમાં પ્રાપ્ત થયેલ ક્યારેક કોઈ ચિત્રો જોઈએ છીએ ત્યારે એ ચિત્ર કઈક બોલતું હોય , એક મુંગો સંદેશ આપી જતું હોય એમ મનમાં થાય છે .

અંગ્રેજીમાં એક વાક્ય છે A picture speaks thosand of words એ બિલકુલ સાચું છે .

માણસના ચહેરાનું ચિત્ર એની લાગણીઓ અને મનોભાવનું દર્પણ હોય છે .

એક હિન્દી ફિલ્મના ગીતમાં આવે છે એમ ” મનકી બાત બતા દેતે હૈ અસલી, નકલી ચહેરા “

એક મિત્ર તરફથી ઈ-મેલમાં મળેલ નીચેનું ચિત્ર જોતાં જ મને ગમી ગયું અને મિત્રોને પણ

શેર કર્યું -વહેંચ્યું- હતું .ખાસ કરીને આ ચિત્રનો જે મુક સંદેશ છે એ લાજવાબ છે .

એનું શિર્ષક મેં આપ્યું .. હાથીના દાંત !

Speaking pictures-2-smoking

આ ચિત્ર એમ કહેવા માગે છે કે માણસો મૂળભૂત રીતે દંભી હોય છે .

એમનામાં ઘર કરી ગયેલ દંભનું આ ચિત્ર એક આબાદ ઉદાહરણ છે .

એક મણની શિખામણ પણ અધોળનું યે આચરણ નહિ .

ભારતના આજના રાજનેતાઓને એ આબાદ લાગુ પડે છે .

આ નેતાઓ બીજાઓને શિખામણના પાઠ ભણાવવાના બદલે પોતે જ એનો અમલ

કરવાનું શરુ કરે તો કેટલું સારું .

એક કહેવત છે એમ હાથીને ચાવવાના દાંત અને દેખાડવાના દાંત જુદા જુદા હોય છે .

મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાની એ આ ચિત્ર જોઈને અંગ્રેજીમાં જે કોમેન્ટ લખી મોકલી એ કેટલી સાચી છે !

Very typical picture.

Maybe it reflects the psyche of the whole mankind.

We talk and preach – what we don’t practice !!

શ્રી જુગલકીશોરભાઈ વ્યાસે એમની ખાસિયત મુજબ ટૂંકમાં લખ્યું –

વાહ, શું સંદેશો છે !! – જુ.

———————————————————–

ફ્રિમોન્ટ , કેલીફોર્નીયા વાસી હમઉમ્ર અને સહૃદયી મિત્ર એમની નેટ યાત્રા દરમ્યાન જોયેલું અને ગમેલું કોઈ ચિત્ર

મને પણ જોવા ઈ-મેલમાં અવારનવાર મોકલે છે .

તેઓ આ ચિત્રને અનુરૂપ એ ચિત્રનું નામ પણ આપે છે જે મને ગમે છે .

દા.ત. એમની એક તાજી ઈ-મેલમાં એમણે ” ચાલો સાથે મળીને પ્રાર્થના કરીએ ”

એ નામ સાથે આ ચિત્ર મોકલ્યું છે .

Speaking pictures-3-Prayer

આ ચિત્ર જોઈને મારા મનમાં જે વિચારો આવ્યા એ મેં એમને જણાવ્યા હતા એ કઈક આ મતલબના હતા .

એક બાળક અને કુતરા જેવું પ્રાણી એ પુખ્ત વયના મનુષ્યો કરતાં એમના આચાર

અને વિચારમાં ખુબ નિર્દોષ હોય છે .

તેઓ નિર્દોષ હોય છે એટલે પ્રભુનાં લાડકવાયાં હોય છે . કોઈવાર થાય છે ,

એક પુખ્ત વયના માનવી કરતાં બાળકો અને પશુઓમાં વધુ માનવીય ગુણો હોય છે .

ઉપર ચિત્રમાં બતાવ્યાં છે એવાં આ બે નિર્દોષ પ્રભુનાં બાળકો જગતની અટપટી ખટપટોથી

અજાણ છે એટલે જ એમની કરેલી પ્રાર્થના પ્રભુને વહેલી પહોંચે છે અને એને એ વહેલી સાંભળે પણ છે .

જુઓ આ કુદરતના બાળકો વચ્ચે સખાભાવ પણ કેવો અદભૂત છે .

એક સાથે હાથ જોડી એક ચિત્તે જોડા જોડ પ્રાર્થના કરવામાં કેવાં મગ્ન થઇ ગયાં છે !

કુદરત તારી લીલા કેવી અજ્બો ગજબ છે .

એક પ્રાણી અને એક માનવીને પ્રેમના તારથી કેવી જોડી દે છે !

————————–

મને સુઝ્યું આ ચિત્ર હાઈકુ

કરું અરજ

પ્રભુ અમને સદા

પાસે જ રાખ

વિનોદ પટેલ

=====================================================

અને છેલ્લે , હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલ “ચમન “એ મોકલેલ ભારતની શિક્ષણ પ્રથા

અને રાજકારણીયોની લાયકાત ઉપર કટાક્ષ કરતા અને દેશની આંખ ખોલી નાખે એવી

સત્ય હકીકત રજુ કરતા આ ચિત્ર વિષે વધુ ટીકા ટીપ્પણી કરવાની કોઈ જરૂર છે ખરી ?

NEEDS ANY COMMENT ?
NEEDS ANY COMMENT ?

Thanks- Chiman Patel ‘chaman’
http://chimanpatel.gujaratisahityasarita.org/