વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 476 ) ઓ અમેરિકા ! બોલ અમેરિકા ! ………. એક અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ — વિનોદ પટેલ

 
 
આજે સવારે નેટ ભ્રમણ કરતાં કરતાં એક ટૂંકું પણ સચોટ ભાવવાહી અને ઊંડો સંદેશ આપતું અંગ્રેજી
કાવ્ય વાંચવામાં આવ્યું અને વાંચતાં જ ગમી ગયું .
 
આ આખું અંગ્રેજી કાવ્ય  આ પ્રમાણે છે .
 
To America
 
 How would you have us, as we are?
Or sinking ‘neath the load we bear?
Our eyes fixed forward on a star?
Or gazing empty at despair?
 
Rising or falling? Men or things?
With dragging pace or footsteps fleet?
Strong, willing sinews in your wings?
Or tightening chains about your feet?
James Weldon Johnson
 
 
===================================
 
ઉપરના કાવ્યનો શબ્દે શબ્દનો નહિ પણ એમાં રહેલ ભાવ પકડી,  એમાં મારા થોડા વિચારો ઉમેરીને કરેલ
 
મારો ભાવાનુવાદ – અછાંદસ રચના નીચે પ્રસ્તુત છે .
oh america
 
ઓ અમેરિકા ! બોલ અમેરિકા !
 
ઓ અમેરિકા !
અમે અમેરિકાવાસીઓને તું કેવી રીતે આવકારે છે
અમને કેવી રીતે તું નિહાળે છે
અમે જેવા છીએ એ રીતે
જે રીતે રહેતા દેખાઈએ છીએ એ રીતે
કે પછી  અમારા શિર ઉપરના
અસહ્ય બોજ હેઠળ દબાઈ જઈને
અમારી જાતને ઓગાળી દેતા એક માનવી  તરીકે !
તારી નજર શેની પર છે  ?
આકાશમાં ચમકી રહેલા અમારા સ્વપ્નોના તારા
ઉપર મિટ માંડી રહેલી અમારી આંખો ઉપર ,
એ તારાઓને  જમીન પર લાવવા મથતી અમારી મનોવૃત્તિ પર
કે પછી અનેક નિરાશાઓથી ભાવહીન બની
શૂન્ય બની ગયેલ અમારી આંખો ઉપર .
કેવી રીતે તું નિહાળે છે અમને
અમે જે રીતે પ્રગતી કરી રહ્યા છીએ એ રીતે કે પછી ,
અધોગતિની ગર્તા તરફ જઈ રહ્યા છીએ એ રીતે !
એક માણસ તરીકે કે પછી
એક ભૌતિક ચીજ માત્ર બની ગયા છીએ એ રીતે
ધીમી ગતિએ જીવનનો ઢસરડો કરી રહેલ
સુખના મૃગજળ પાછળ નાહક દોટ મુકનાર
જંગલની કુંજોમાં અટવાતા
દિશા શૂન્ય ઘર ભુલેલ હરણા તરીકે
કે પછી જન સમૂહ સાથે કદમ કદમ મિલાવી
આગેકુચ કુચ કરતા સુખી સંતોષી માનવી તરીકે !
બોલ ઓ અમેરિકા ,
કેવી રીતે અમને તું જુએ છે  !
તારી વિશાળ મજબુત પાંખોમાં
અમારી મરજીથી શરણું લેવા આવી વસેલા
એક સ્વપ્નસેવી તરીકે  કે પછી
તારા પગે  જિંદગીભર માટે
ગુલામીની જંજીરની ગાંઠથી બંધાઈ ગયેલ
એક લાચાર બેસહાય કેદી તરીકે !
બોલ બોલ અમેરિકા
અમારે એ ખરેખર જાણવું છે !
તું અમને કેવી રીતે નિહાળે છે !
( ભાવાનુવાદ ) …….વિનોદ પટેલ

8 responses to “( 476 ) ઓ અમેરિકા ! બોલ અમેરિકા ! ………. એક અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ — વિનોદ પટેલ

 1. pravinshastri જૂન 22, 2014 પર 5:41 પી એમ(PM)

  ભાવાનુવાદથી આગળ વધીને એક ઉત્તમ સ્વતંત્ર કાવ્ય તરીકે ઉપસ્યું છે. ખુબ ગમ્યું.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 2. P.K.Davda જૂન 22, 2014 પર 5:55 પી એમ(PM)

  ખૂબ જ સરસ. અમેરિકામાં આવી વસેલા આપણાસૌ ન વતી વિનોદભાઈએ સરસ પ્રશ્નો પુછ્યા છે. ધન્યવાદ વિનોદભાઈ.

  Like

 3. pragnaju જૂન 23, 2014 પર 4:49 એ એમ (AM)

  સરસ ભાવાનુવાદ
  I like this poem tooo

  When I come down to sleep death’s endless night,
  The threshold of the unknown dark to cross,
  What to me then will be the keenest loss,
  When this bright world blurs on my fading sight?
  Will it be that no more I shall see the trees
  Or smell the flowers or hear the singing birds
  Or watch the flashing streams or patient herds?
  No, I am sure it will be none of these.

  But, ah! Manhattan’s sights and sounds, her smells,
  Her crowds, her throbbing force, the thrill that comes
  From being of her a part, her subtle spells,
  Her shining towers, her avenues, her slums–
  O God! the stark, unutterable pity,
  To be dead, and never again behold my city!

  Like

 4. Vinod R. Patel જૂન 23, 2014 પર 7:19 એ એમ (AM)

  હોન્કોંગથી શ્રી ઉમેશ દેસાઈએ એમના ઈ-મેલમાં પ્રતિભાવ રૂપે આ હાઈકુ લખી મોકલ્યું છે .

  umesh desai To વિનોદ પટેલ

  a haiku

  ભાવાનુવાદ

  ક્યાં છે કોઈ વિવાદ

  વિનોદ વાતે

  ———————————

  આભાર , ઉમેશભાઈ .. વી.પ.

  Like

 5. dee35 જૂન 23, 2014 પર 12:32 પી એમ(PM)

  વાહ, વિનોદભાઈ વાહ, દરેક એન આર આઈના હ્રદયની વાતો વર્ણવી છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: