વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 28, 2014

(479 ) બે પ્રેમી દિલોના જીવનની એક કરુણાંતિકા….

Unique marraige

                                                     Rowden & Leizel

ફિલીપીન્સ ..૨૭મી જુન ૨૦૧૪ 

ફિલિપીન્‍સમાં ૨૯ વર્ષના રોડેન પેન્‍ગકોગાને લિવરનું કેન્‍સર

થયુ હતું અને તે તેની પ્રેમીકા લિઝ સાથે પરણ્‍યા વિના જ

રહેતો હતો. તેમને એક દીકરી પણ છે. તેઓ જુલાઈમાં લગ્ન 

કરવાના હતા પણ મે મહિનામા ખબર પડી કે રોડેનને

લિવરનું ખતરનાક કેન્‍સર છે અને તે થોડા મહિનાનો મહેમાન

છે. એથી તેણે ૧૮ જૂન ૨૦૧૪ ના રોજ ને હોસ્‍પીટલના

બિછાને લગ્ન કર્યા હતાં.

આ લગ્નના ૧૦ કલાક પછી પ્રેમી રોડેનએ પ્રાણ ત્યજી દીધા

હતા. વિધિની આ કેવી વક્રતા કહેવાય !

આ અજુબા લગ્નનો  વિડીયો સોશ્‍યલ નેટવર્કિંગ સાઈટ પર

અપલોડ કરવામાં આવતા અત્‍યાર સુધીમાં ૪૦ લાખ લોકોએ

એ જોઈ લીધો છે .

તમે પણ જોઈ લો આ બે પ્રેમી દિલોના જીવનની એક

કરુણાંતિકા દર્શાવતો આપણા દિલોને હલાવી નાખે

એવો આ વિડીયો.

A Wedding That Will Move You:

Rowden & Leizel

——————————–

સમાચાર સૌજન્ય- સંદેશ. કોમ