વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 481 ) મળવા જેવા માણસ……. શ્રી રમેશ પટેલ …… આલેખન…….. શ્રી .પી. કે. દાવડા

 

ramesh-patel

મળવા જેવા માણસ શ્રી રમેશ પટેલ

 આલેખન…….. શ્રી .પી. કે. દાવડા

શ્રી રમેશ પટેલ આકાશદીપ રમેશભાઈનો જન્મ ૧૯૪૮માં ખેડાજીલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામમાં થયો હતો.પિતા ઝવેરચંદભાઈ અને માતા કાશીબાના કુટુંબની ગણત્રી ગામના મોભાદાર મુખી કુટુંબમાં થતી. આઝાદીના આંદોલનમાં રંગાયલા આ સંસ્કારી કુટુંબમાં રમેશભાઈનો ઉછેર થયો હતો . આમ તો પિતાનો વ્યવસાય ખેતી હતો., પણ માતા-પિતા બન્ને શિક્ષિત અને શિક્ષણ પ્રેમી તથા વાંચનના શોખીન હતા. આઝાદી સંગ્રામના તાલુકા-જીલ્લાના આગેવાનો સાથે પિતા ઝવેરચંદભાઈ ને નજીકનો ઘરોબો હતો.

રમેશભાઈનું શાળાનું શિક્ષણ ગામની જપ્ રાથમિક અને માધ્યમિક શાળામાં થયું હતું. અભ્યાસમાં તેજસ્વી રમેશભાઈએ બારમા ધોરણ સુધી અભ્યાસની સાથે સાથે હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ વગેરેના અભ્યાસમાં પણ રસ લીધો. શાળા જીવન દરમ્યાન એમના વાંચનના જબરા શોખને લીધે, એમણે રામાયણ- મહાભારત ઉપરાંત સ્વામી વિવેકાનંદ, અને ઝવેરચંદ મેધાણીના પુસ્તકો વાંચેલા .એમના ઘરમાં જ એક નાનું પુસ્તકાલય હતું, જેનું સંચાલન રમેશભાઈ જાતે કરતા. ગામમાં પૂજ્ય રવિશંકર મહારાજની મુલાકાત દરમ્યાન એમણે કરેલા પ્રવચનની રમેશભાઈના જીવન ઉપર ઊંડી અસર થયેલી.

બારમાં ધોરણમાં સારા માર્કસ મેળવી, વલ્લભવિદ્યાનગરની બિરલા એન્જીનીઅરીંગ કોલેજમાં દાખલ થયા અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં પાસ થઈ B.E.(Electrical) ની ડીગ્રી મેળવી. ૧૯૭૨માં રમેશભાઈનાં લગ્ન સવિતાબહેન સાથે થયા અને આ સાથે એમના વ્યવસાયિક અને સાંસારિક એમ બન્ને જીવનની શરૂઆત થઈ ગઈ. નોકરીની શરૂઆત એમણે ૧૯૭૨માં ગુજરાત વિદ્યુત બોર્ડ સબ ડિવીઝનમાં, કપણવંજ મુકામથી, ફિલ્ડ વર્ક દ્વારા કરી. ગ્રામ્ય વિદ્યુતકરણની તે વખતે શરુઆત હતી. પોતે તો ફાનસના અજવાળે ગામમાં ભણેલા, તેથી આ કામને ઉમળકાથી વધાવી લીધું. ગામોના કાચા ધૂળિયા રસ્તા, ખેતરો, વાત્રક અને મહોરનદીઓની કોતરોમાં ભર ઉનાળેબળબળતા બપોરે સર્વે માટે તેઓ ખૂબ ઘૂમતા. ગામડામાં ઘરોમાં વીજળી પહોંચાડવાઅને ગામની ધરતીને પંપ દ્વારા પાણી પહોંચાડી હરિયાળી બનાવવાસાત વર્ષો સુંધીતેમણે મહત્વનું યોગદાન આપ્યું. એમના શબ્દોમાં કહું તો, “આજથી ૪૫ વરસ પહેલાં ગામડાઓમાં. વીજળી, રસ્તા ,ટેલિફોન અને દવાખાનાઓની પાયાની જરુરિયાતોનો અભાવ વરતાતો હતો. લોકો તે માટેઅધીરાહતા. ધૂળિયા રસ્તામાં પગપાળા સર્વે કરી.વિદ્યુત લાઈનો ઉભી કરાવવી,અને આખા ગામનેખેતીવાડીમાટે વિદ્યુત જોડાણ આપવું, એ કપરી મહેનતનું કામ હતું. શહેરી જીવડાઓનેતો તે ફાવે તેવું ન જ હતું.”

રમેશભાઈની મહેનત રંગ લાવી સાત વર્ષમાંતાલુકાની રોનક ફરી ગઈ. ધરોમાં વીજળીનાદીવા અને લીલાછમ લહેરાતા પાક જોઈ રમેશભાઈને આત્મસંતોષ મળતો. રમેશભાઇની કારકિર્દીનું બીજું અગત્યનું સોપાન એટલે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.આધુનિક સ્ટીમ જનરેટર માટે તોતીંગ ૨૨૦ ફૂટ ઊંચા બોયલરોના નિર્માણ માટે ૧૯૭૯માં તેમનું પોષ્ટીંગ થયું. શરૂઆત મહિસાગરની વેરાન કોતરોને સમતળ બનાવવાથી કરી. અહીં નિર્માણ કાર્ય તબક્કાવાર આગળવધવાનું હતું. રહેવા, જમવા અને ફેમીલી સાથેરહેવા માટે સગવડ થવાની વાર હતી .મોટા ભાગે ફક્કડ ગિરિધારી જેવો સ્ટાફ, પણપાયાના પથ્થરો જેવા આ સ્ટાફ સાથે તેઓ એકલવીર બની યજ્ઞમાં જોડાઈ ગયા. એક પછી એક, ૨૧૦ મેગાવૉટની ક્ષમતાવાળા મહાકાય યુનિટો, ઊભા કરી, અડધા ઉપરાંત ગુજરાત રાજ્યને પહોંચે એટલું વીજ ઉત્પાદન કરી, સતત ૨૧વર્ષ ત્યાં ફરજ બજાવી. આ કાર્યને લીધે તેઓ એક નિષ્ણાત વીજ ઈજનેર તરીકે પ્રખ્યાતથયા.

“ગુજરાત સરકારે કદર રૂપે,ચીફ બોયલર ઈન્સ્પેક્ટર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ એક્ઝામીનર્સ તરીકે અને મોર્ડન હાઈ પ્રેશર બોયલરનાપ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ત્રણ વર્ષ માટે (૧૯૯૯-૨૦૦૧) નીમણૂક કરી. વીજ નિગમોના ટેકનિકલ પ્રશ્નો ઉકેલવાની સમિતિમાં રહી, ફોરેન કંસલ્ટીંગ ટીમો સાથે, ઈક્વીપમેન્ટોમાં દૂરોગામી ફેરફારો કરી, લાખો ટન રીઝેક્ટમાં જતા કોલસા બચાવી, દેશની સંપત્તિ માટે એક આગવો ફાળો આપ્યો. તેમના આ યોગદાનની, કેન્દ્ર સરકારની થર્મલ પ્લાન્ટ બનાવતી ,બી એચ એલ કંપનીની ડિઝાઈનીંગ ટીમે નોંધ લીધી.” “તેમણે ૫૦૦ મેગાવૉટના યુનિટોના સ્પેસીફીકેશનમાં ફેરફાર કર્યા.આ ફેરફારે, અનેક રાજ્યોના નિગમોને આર્થિક ફટકામાંથી બચાવી લીધા, આ રમેશભાઈની કોઇ નાની સુની સિધ્ધી ન કહેવાય.” ત્યારબાદ એમણે ગાંધીનગર થર્મલ પ્લાન્ટ ખાતે એક્ઝીક્યુટીવ એંજીનીઅર તરીકે સેવા આપી. આ દરમ્યાન એમણે અનેક તજજ્ઞ સમિતીઓનું નેતૃતવ કર્યું. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ એમને મળવા બોલાવેલા.

આ બધી વાતોથી તમને લાગશે કે રમેશભાઈ માત્ર એક નિષ્ણાત વીજ- ઈજનેર જ છે . ના ભાઈ ના, એવું નથી. રમેશભાઈ એક સારા કવિ પણ છે. સન ૨૦૦૦ની આસપાસ તેઓ મેઘાવી સાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. “આકાશદીપ” ઉપનામથી ગુજરાત સમાચાર દૈનિક અનેગુજરાત સરકારના ‘ગુજરાત‘ પાક્ષિક દ્વારા કવિતાઓ પ્રગટ કરી, ‘આકાશદીપ‘ ઝગમગવા લાગ્યા. સાહિત્યકારોના સત્સંગથી, અને વિશાળ વાંચનથી.સુંદર રચનાઓ કરી, ત્રણ કાવ્ય સંગ્રહ ,‘સ્પંદન’, ‘ઉપાસના‘ અને ‘ત્રિપથગા‘ પ્રસિધ્ધ કર્યા. સાથે સાથે, જીઈબી ગાંધીનગરની લાયન્સ ક્લબના તેઓ ફાઉન્ડર મેમ્બર બની અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બન્યા.

છેલ્લા દશકાથી , અમેરિકામાં કેલિફોર્નીયાથી, શ્રીસુરેશભાઈ જાનીના માર્ગદર્શનથી શરૂ કરેલા ‘આકાશદીપ‘ બ્લોગ થકી , બ્લોગ જગતમાં માનીતા થઈ ગયા છે. ‘કાવ્યસરવરનાઝીલણે‘ નામે ૪૦૦ ઉપરાંત રચનાઓની પ્રથમ ઈબુક અને ‘ઉપવન‘ નામે કાવ્યોની બીજી ઈ-બુક વેબમાં મૂકી એમણે એમનો કવિ તરીકેનો પરિચય દઈ દીધો છે.

યુકે સ્થિત શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશનીબેન શેલતના મધુર કંઠેગવાયેલી , તેમની દેશપ્રેમની એક રચનાતારી-શાન-ત્રિરંગા સાચેજ યશકલગીસમાન છે.

શ્રી દિલીપભાઈ ગજજરના બ્લોગ લેસ્ટર ગુર્જરીમાં મુકેલ નીચેના વિડીયોમાં તમે એ ગીત જ્યારે સાંભળશો ત્યારે તમે રમેશભાઈને એ ગીત માટે અભિનંદન આપ્યા સિવાય રહી નહી શકો .

  Republic Day Special – Taari Shan O Tiranga-

રમેશભાઇની રચનાઓનો પરિચય આ નાનકડા લખાણમાં આપી શકાય નહિં. માત્ર નમુનો જ આપું તો, “નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું , મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.” એમની અનેક ઉત્તમ રચનાઓ માણવા તો તમારે એમના બ્લોગ ની આ લીંકનો ઉપયોગ કરી મુલાકાત લેવી પડશે. http://nabhakashdeep.wordpress.com/ એમના પરિ્વારમાં ત્રણ સુશિક્ષિત દીકરીઓ શ્વેતા, મેનકા ને વિતલના સુખી પરિવારની મહેંક માણતા,ધર્મપત્નિ સવિતા સાથે રહી, કવિતા દ્વારા સૌને મળતા જ રહે છે.

 આલેખન…….. શ્રી .પી. કે. દાવડા

===============================================

શ્રી .પી. કે. દાવડા લિખિત શ્રી રમેશભાઈ વિશેનો લેખ વિનોદ વિહાર ઉપરાંત નીચેના ચાર બ્લોગર મિત્રોએ

પણ એમના બ્લોગોમાં મુકીને તેઓએ રમેશભાઈની સાહિત્ય સેવાની કદર કરી છે એ માટે એમને ધન્યવાદ .

શ્રી ગોવીંદ પટેલ…….પરાર્થે સમર્પણ બ્લોગમાં .

 
 
 
 
 
 

5 responses to “( 481 ) મળવા જેવા માણસ……. શ્રી રમેશ પટેલ …… આલેખન…….. શ્રી .પી. કે. દાવડા

 1. pragnaju જુલાઇ 5, 2014 પર 7:21 પી એમ(PM)

  ‘યુકે સ્થિત શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશનીબેન શેલતના મધુર કંઠેગવાયેલી , તેમની દેશપ્રેમની એક રચનાતારી-શાન-ત્રિરંગા સાચેજ યશકલગીસમાન છે’
  . માણી આનંદ થયો.
  એમના ચૂંટેલા કાવ્યો ની સીડી કે યુ ટ્યુબ બનાવવા વિનંતિ
  વૅગુ પર રજુ થયેલ સાંપ્રત કાવ્યને યુ ટ્યુબમ વાવના દર્શન સાથે રજુ કરી શકાત…..

  Like

 2. mdgandhi21, U.S.A. જુલાઇ 5, 2014 પર 8:09 પી એમ(PM)

  સુંદર કાવ્ય તથા એવોજ સુંદર અને રણકતો સ્વર…… કાવ્યો તો એમના રોજ વાંચવા મળે છે, પણ, આજે દિલીપભાઈ અને રોશનીબેનના કંઠે ગીત સાંભળીને મજા આવી ગઈ…..કેટલું સુંદર ગીત અને શાંત અને સુમધુર અવાજ……

  શ્રી રમેશભાઈનો પરિચય વાંચ્યો ત્યારેજ ખબર પડી, એ માત્ર કવિજ નથી, એક અદભુત એન્જીનીયર પણ છે….અને એ પણ નાનાસુના નહીં પણ એકદમ મોટા ગજાના….

  સુંદર પરિચય અપવા બદલ શ્રી દાવડા સાહેબ તથા તમારો પણ આભાર…..

  Like

 3. shailesh જુલાઇ 6, 2014 પર 4:07 એ એમ (AM)

  માનનીય દાવડા સાહેબ,
  આપનો લેખ વાચીયો , રમેશભાઈ નો પરિચય મળ્યો, તેમની સિદ્ધિ વાંચી ખુબજ ગૌરવ થયું કારણ કે હું પણ મહીસા ગામ નો છું, મારા પિતા પણ એંક સિક્ષક હતા અને ગામ ની શાળા માં ઘણું યોગદાન આપ્યું છે. રમેશભાઈ કે તેમના પરિવાર ને જાણતો નથી પણ મહીસા ગામના હોવા થી મને પેન ગૌરવ થાય છે એટલા માટે આ અભિપ્રાય રજુ કરું છું. આ લેખ લખી ને મહીસા ગામ નું ગૌરવ વધારવા બદલ આપ નો ખુબ ખુબ આભાર. હું પ્રભુ ના આશીર્વાદ થી સિડની માં વસું છું. હું શૈલેશ ડાહ્યાભાઈ શાહ છું.

  Like

 4. Ramesh Patel જુલાઇ 8, 2014 પર 3:48 પી એમ(PM)

  શૈલેષભાઈ…આદરણીયશ્રી ડાહ્યાભાઈ સાહેબ ને શ્રી મણિભાઈ માસ્તર ..એટલે મહિસા ગામના સુકેળવણીના સ્થંભ સમા આદર્શ શિક્ષક. હું પણ ધોરણ પાંચ થી સાતમાં ,તેમના થકી જ પ્રેરણા પામી આગળ વધ્યો. ઈન્સ્પેકશન સમયે તેઓ તેમનો ક્લાસ ગર્વથી બતાવતા..અમને ઝળકતા સિતારા બનાવવાનું શ્રેય તેમનું જ છે. ..અમારી સહાધ્યાયી ટુકડીમાં જબરદસ્ત ભણવામાં ,વર્ગમાં હરિફાઈ થતી, અને તે નિષ્પક્ષ રીતે બારીકાઈથી પેપરો તપાસતા…એક બે માર્કથી જ પહેલો બીજો નંબર થતો. આપના મોટાભાઈશ્રી અશ્વિનભાઈ(વાસદ) હતા..હું દિવાળી પર ગામમાં આવું ત્યારે અચૂક મળતો..આપના કાકાશ્રી મધુસુદનભાઈની પણ મંદિરમાં જન્માષ્ટમીની સેવા ..પંચાજીરીનો પ્રસાદ..એ મીઠાં સંભારણાં છે.આપના પ્રતિભાવથી ખૂબ જ આનંદ થયો.આપના ગુજરાતી મિત્રોને પણ બ્લોગ પોષ્ટનો લાભ આપશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: