
ચીમન પટેલ
હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમન પટેલ-ચમન- વિનોદ વિહારના વાચકો માટે સુવિદિત છે .
તેઓ એક સારા ગજાના હાસ્ય લેખક હોવા ઉપરાંત વાર્તા લેખક, ગઝલકાર , કવી, ચિત્રકાર એમ વિવિધ શોખ ધરાવે છે એ તો તમે જ્યારે એમના બ્લોગ ચમન કે ફૂલ ની મુલાકાત લેશો એટલે એની પ્રતીતિ સહેજે થઇ જશે .
એમનું હાસ્ય લેખોનું પ્રકાશિત પુસ્તક હળવે હૈયે ને વિવેચકોએ વખાણ્યું છે .
ગુજરાત પ્રતિભા પરિચય બ્લોગમાં શ્રી સુરેશ જાનીએ ચીમન પટેલનો કરાવેલ પરિચય અહી ક્લિક કરીને વાચો .
આજની પોસ્ટમાં શ્રી ચીમનભાઈએ ઈ-મેલમાં મોકલેલ બે હાસ્ય લેખો શોર્ટ કટ અને ચડ્ડી એમના આભાર સાથે પોસ્ટ કરતાં આનંદ થાય છે .
ચડ્ડી લેખ સાથે જાણીતા કાર્ટૂનીષ્ટ શ્રી મહેન્દ્ર શાહ રચિત લેખને અનુરૂપ કાર્ટુન પણ એમના આભાર સાથે મુક્યું છે ..
આશા છે આપને શ્રી ચીમનભાઈ ના આ બે હાસ્ય લેખો જરૂર ગમશે .
આપનો પ્રતિભાવ જરૂર લખશો .
વિનોદ પટેલ
———————————————–
ચડ્ડી ……..હાસ્ય લેખ …..ચીમન પટેલ …….ચમન

આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો .
ચડ્ડી …હાસ્ય લેખ—ચીમન પટેલ…ચમન— .
========================================
‘શોર્ટ કટ’ લેખકઃ ચીમન પટેલ “ચમન’
સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઇને શિખવવું પડતું નથી. આપમેળૅ, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઇ શીખી જવાય છે આપોઆપ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઇએ!
ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતીય રીતે મ્રુત્યું થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતી ભરી ઇ-મેલ મળી. આવનારને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુંના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામા વાળાનો વિચાર કરવામાં ઈ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.
મને તો આ ઈ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.
છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સુચન કરી, જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઈ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું; ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’
‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?
મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી ક્રિષ્ણનું’ આ સગવડીયું સમય બચાવનારુ ‘નીક નેમ’ એમના સગવડીયા ભક્તો/ભકતાણીઓ એ પાડ્યું છે, અને એકે પહેલ કરી એટલે બીજાએ પણ કરી! કેટલાક ભગવાનના આવા ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવા પણ શરું થઈ ગયા છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત.
આ સમજાયા પછી હું ભગવાન ક્રિષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું; “પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે; નાણાની નથી!”
“વસ્ત, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?”
“પ્રભુ, તમારા ભક્તોને રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વ્રૂદો માટે ગમે તેવા કિમતી કામ છોડીને, તમારા ભક્તો સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવા ‘હાઉસફુલ’કરી દે છે.
આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવા સંગીતમાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ!
તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પુજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે એ મને સમજાતુ નથી, પ્રભુ!
હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટુંકાવવાની પાછળ કોઇ કારણ તો હશે જ?’
“વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!”
‘પ્રભુ, જુના જમાનામાં બાળકોના અસલ નામની સાથે સાથે બોલાવવાના નામો પણ અલગ આપવામાં આવતા હતા. જેમ કે, દિકરાનું નામ ‘કૌશલ’ રાખે, પણ બોલાવે એને “કીપો” કહી! એ જ રીતે દિકરીનું નામ ‘અંકીની’ પાડી એને “શીની” કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખુબ ખુબ વિચારીને ચુંટેલા નામોવાળા એમના બાળકોને કોઇની બુરી નજર ન લાગે અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે એવું મારુ માનવું છે!. કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તો એ ટૂંકુ કરી દીધું હશે એવું મને લાગે છે પ્રભુ, તમે તમારા નામને આમ ટુંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઇ ચોપડીમાં તમારા સો(૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામ વાળુ દુધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પ્રસંદ છે તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભું?
“ચાલ, ચાલ તું હવે જલ્દી પતાવીશ તારું ભાષણ?”
“પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉ. તમારો વધારે સમય નહીં લઉ એની ખાતરી આપુ છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઇ શકતો નથી!’
“એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઇ ઉપાય એનો?”
“પ્રભુ, છે જો તમો થોડો વધારે સમય મને આપો તો?
“ચાલ, બોલી નાખ!”
‘ભુતકાળમાં તમારો એક કિમતી હાર કોઈ ચોરી ગયું હતું અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઇ હિમ્મત કરે તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્તબધ્ધ કરી દો તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઇન લાગી જાય છે! ‘લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?”
==========================================
અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ શ્રી ચીમનભાઈ ના બીજા લેખો, કાવ્યો
વિગેરે સાહિત્ય વાંચવા અહી ક્લિક કરો .
Like this:
Like Loading...
Related
જય શ્રી કૃષ્ણ વાળી વાત ગમી ગ ઇ
આ રીતે બીજી વાતના પણ શોધવા જોઇએ
LikeLike
મજા આવી ગઈ.
LikeLike
શ્રી ચીમનભાઈ..હાસ્ય રસ ને કરૂણ રસ..સરસ રીતે વણી લે છે…ઘણા હાઈકુ ને આવી વિનોદ વાર્તા આપ થકી મનભરી માણીએ છીએ..આદરણીયશ્રી વિનોદભાઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike