વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 484 ) હું પ્રેરણાત્મક નથી …….સાર્થકતાના શિખરેથી ….. દિવ્યાશા દોશી

Stella

 

 

સ્ટેલા યંગ જન્મથી જ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામની શારીરિક ક્ષતિ સાથે પોતાને મનગમતું જીવન જીવે છે. અપંગ હોવાને કારણે સવલતો કે દયાની માગ નથી કરતી. ગર્વભેર પોતાના પૈસા કમાઈને જીવે છે

સાર્થકતાના શિખરેથી – દિવ્યાશા દોશી

૩૧ વરસીય સ્ટેલા યંગ પોતાના પર સહજતાથી હસી શકે છે. એટલે જ તે ઓસ્ટ્રેલિયન કોમેડિયન . લેખક, જર્નાલિસ્ટ, એક્ટિવિસ્ટ, ઇન્ટરવ્યુવર અને એબીસી રેમ્પ અપ નામના ડિસએબલ માટેના ઓનલાઈન મેગેઝિનની તંત્રી પણ છે. તે જન્મથી જ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામની શારીરિક ક્ષતિ સાથે જન્મી છે. તેના હાડકાં એકદમ બરડ છે. સહજતાથી તૂટી જઈ શકે છે. ૩૧ વરસે પણ તેની ઊંચાઈ વધી નથી કે ન તો એ સામાન્ય રીતે ચાલી કે ફરી શકે છે. તે વ્હીલચેરમાં જ ફરે છે.

સ્ટેલા પોતાને ક્રિપ કહે છે. ક્રિપલ એટલે અપંગ જેમ ડોકટરો પોતાને ટુંકા એમ ડોક કહે છે અને આપણે ગુજરાતીઓ ગુજ્જુ કહીએ છીએ જાતને તેમ સ્ટેલા પોતાને ક્રિપ કહે છે. કોઇ દુખ સાથે નહીં પણ ગર્વથી. તેનું કહેવું છે કે લોકોના મનમાં એક જાતની ગ્રંથિ છે અમારા જેવા માટે. જાણે કે અપંગ હોવું તે શ્રાપ નથી.

બધા માને છે કે અપંગ હોવું તે ખરાબ છે. અને તમે અલગ રીતે જીવી શકો છો. આ તદ્દન ખોટી માન્યતા લોકોએ ઊભી કરી છે.

અપંગ હોવું તે ખરાબ બાબત નથી અને તમે અલગ રીતે જીવી શકતા નથી. અમે એટલા જ નોર્મલ છીએ બીજી બધી જ બાબતમાં જેટલા તમે લોકો છો. અમારે પણ અમારી જિંદગીમાં કશુંક પામવું હોય છે.જુદી રીતે જીવવું હોય છે. અપંગતા એ શરીરની અવસ્થા છે.

સ્ટેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાવેલ નામના નાનકડા શહેરમાં ૧૯૮૨માં જન્મી. તેના પિતા સંગીતકાર અને બુચર (કસાઈ) હતા જ્યારે તેની મમ્મી હેરડ્રેસર હતી. તેનાં માતાપિતાની તે પહેલું સંતાન હતી. તેનાં માતાપિતાને સમજાતું નહોતું કે સ્ટેલાને કેવી રીતે ઉછેરવી એટલે તેમણે સામાન્ય છોકરીની જેમ જ ઉછેરવા માંડ્યા. તેને સ્કૂલમાં મોકલી અને જ્યારે તે બારમું ધોરણ પાસ થઈ. ત્રણ વરસની ઉંમરથી સ્ટેલા વ્હીલચેરમાં ફરતી હતી. અને શક્ય તેટલું નોર્મલ રીતે વર્તતી. તેનાં માતાપિતાએ ક્યારેય તેના માટે જુદી સવલતો કે સગવડોનો વિચાર ન કર્યો. એ માટે સ્ટેલા પોતાને નસીબદાર માને છે. તો તેમની કોમ્યુનિટીની વ્યક્તિઓએ તેનાં માતાપિતા પાસે આવી અને કહ્યું કે અમે સ્ટેલાનું સન્માન કરવા માગીએ છીએ તો તેનાં માતાપિતાએ જે જવાબ આપ્યો તે અદ્ભુત છે. તેમણે કહ્યું કે સારી વાત છે કે તમે અમારી દીકરીનું સન્માન કરવા માગો છો પણ શેને માટે ? તેણે તો કોઇ એકસ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું હોય એવું અમારા ધ્યાનમાં નથી. સત્તર વરસની ઉંમરે સ્ટેલા ઘરથી દૂર ડેકિન યુનિવર્સિટીમાં મીડિયા અને એજ્યુકેશનની ડિગ્રી લેવા ભણવા ગઈ. ત્યાં સુધીમાં તે સ્વતંત્ર રીતે પોતાના કામ કરતાં શીખી ગઈ હતી. સ્ટેલાને અપંગો પ્રત્યે લોકોનું ભેદભાવભર્યું વલણ ગુસ્સે કરે છે. પહેલી વાર તેણે એ ભેદભાવ અનુભવ્યો જ્યારે તે સેક્ધડરી શિક્ષિકા તરીકે નોકરી માટે ગઈ. શાળાની પ્રિન્સિપાલે તેને વ્હીલચેર પર બેસેલી જોઇને કહ્યું કે તમે બ્લેક બોર્ડ પર કેવી રીતે લખશો ? સ્ટેલાએ જવાબ આપ્યો કે એકવીસમી સદીમાં ભણાવવાની બીજી ઘણી અનેક ક્રિએટીવ રીતો હોઇ શકે બ્લેકબોર્ડ પર લખ્યા સિવાય. પ્રિન્સિપાલે તેને કહ્યું કંઇ નહીં તમે નીચેના અડધા પાટિયા પર લખી શકો છો. અને તેને ડિસએબલ આર્ટશિક્ષિકાની નોકરી મળી. જે સ્ટેલાને મંજૂર નહોતી પણ ત્યારે તેને નોકરીની જરૂર હતી. ત્યારબાદ તો તે ચેનલ ૩૧ અને મ્યુઝિયમમાં કામ કરતાં એબીસી ઓનલાઈન મેગેઝિનના એડિટર તરીકેની તેની ડ્રિમ જોબ મળી. સ્ટેલા ઇચ્છે છે કે બીગ બ્રધર જેનું ભારતીય વર્જન બિગબોસ છે તેમાં અપંગ વ્યક્તિઓને પણ પ્રવેશ આપવો જોઇએ. જેથી ખબર પડે કે તેમની સાથે લોકો કઇ રીતે વર્તે છે અને તેઓ લોકો સાથે કઈ રીતે વર્તે છે. કેમ કોઇ શિક્ષિકા વ્હીલચેરમાં બેસીને ન ભણાવી શકે કે ડોકટર એન્જિનયર વ્હીલચેરમાં ન હોય ?

સ્ટેલાને અપંગો પ્રત્યે લોકોનું સહાનુભૂતિભર્યું પણ દંભી વલણ ગુસ્સે કરે છે. તે ઇચ્છે છે કે અપંગોને પોતાની મરજી મુજબ સામાન્ય વ્યક્તિની જેમ સ્વીકારો. તેમને પ્રેરણાત્મક કે બિચારા બેમાંથી એકે ન માનો. તેમના સામાન્ય જીવનને ય અપંગ હોવાને કારણે મહાનતામાં મૂકી દઈ સામાન્ય માણસો અહોભાવ વ્યક્ત કરીને જ્યારે કહે કે આ લોકો આવી પરિસ્થિતિમાં પણ જીવી શકે છે તો તમે કેમ નહીં… આવાં સૂત્રો સ્ટેલાને ઇન્સ્પિરેશનલ પોર્ન લાગે છે. સ્ટેલા ઇચ્છે છે કે અપંગ વ્યક્તિઓને મહાન બનાવવાને બદલે તેમના માટે એવી શોધો કરો કે જેથી તેઓ સરળતાથી પોતાનું રોજિંદું જીવન જીવી શકે. મને ફાસ્ટ દોડી શકે, ઊબડખાબડ રસ્તા પર ઢાળ ચઢી ઊતરી શકે એવી વ્હીલચેર જોઇએ છે પણ તે મોટી નહીં પણ નાની હોય. તેવી વ્હીલચેર મેળવવું એક સપનું જ છે. અમને અપંગ તરીકે પણ સામાન્ય જીવન જીવવા દો. અમે કોઇ રોગી કે પ્રાણી નથી કે તેને ચિત્રવિચિત્ર નજરે જુઓ કે પ્રશ્ર્નો પૂછો. પણ તે કહે છે કે અપંગ હોવાને કારણે તે ગમે તેવી અપમાનજનક પરિસ્થિતિને પચાવતા શીખી ગઈ છે.

સ્ટેલા સરસ રીતે સામાન્ય સ્ત્રીની જેમ તૈયાર થવાના શોખ કેળવે છે. પોતાને મનગમતું જીવન જીવે છે. અપંગ હોવાને કારણે સગવડો કે સવલતો કે દયાની માગ નથી કરતી. ગર્વભેર પોતાના પૈસા કમાઈને જીવે છે. અને અન્ય અપંગોની ઓળખ માટે ચળવળ ચલાવે છે. લેખો લખે છે. સાથે જ પોતાના પર જોક કહીને લોકોને હસાવે પણ છે. તે કહે છે એને કોઇ અફસોસ નથી કે તે અપંગ છે. તેને કોઇ ફરિયાદ નથી. જેવું છે તેવું જીવન તેને ગમે છે અને તે ભરપૂર રીતે જીવવામાં માને છે. તે કહે છે કે અપંગ હોવાથી તમે અસાધારણ કે અપવાદરૂપ નથી બની જતાં પણ તમે ખરેખર તમારી જાતને પુરવાર કરી શકો તો અપવાદરૂપ ખરા.

સ્ટેલાને પ્રેરણાત્મકતાના પૂતળાં બનવા કરતાં જીવનને ખરા અર્થમાં સાર્થક રીતે જીવવામાં રસ છે.

સૌજન્ય.આભાર …મુંબઈ સમાચાર સમાચાર

========================================

એક હાથની ખાનદાની

– હરીશ નાયક

પરચૂરણની તંગીના જમાનામાં આ સાચો પ્રસંગ જરૂર કીમતી પ્રેરણા આપી રહેશે. ઉનાળાની રજાઓ. લોકો

થોકેથોક આબુ ઊપડ્યા હતા. આબુ ઉપર જ્યાં મોટર ઊભી રહે છે ત્યાં મજૂરોનો પાર નહિ.

‘બહેન મને સામાન આપો, ભાઈ મને સામાન આપો.’ કરતાં મજૂરો ઘેરાઈ વળે. એક બહેનની પાસે સામાન ઘણો

હતો. માત્ર એક હાથવાળો એક મજૂર આગળ આવ્યો :

‘બહેન ! હું લઈ લઉં ?’

બહેન કહે : ‘પણ તારે તો એક જ હાથ છે.’

મજૂર કહે : ‘ભલેને એક હાથ રહ્યો, સામાન નહિ છોડું.’

બહેને એ જ મજૂરને સામાન સોંપ્યો. નવાઈની વાત – મજૂરે સિફતથી સામાન ઉપાડી લીધો.

આખુ કુટુંબ હોટલ સુધી ઊપડ્યું. બહેને મજૂરને 10 રૂપિયા આપી દીધા અને બધાં અંદર ચાલ્યાં ગયાં. તરત

મજૂરે બૂમ પાડી : ‘અરે બહેન ! આ બે રૂપિયા તો લેતા જાવ.’

સામાનની મજૂરી આઠ રૂપિયા જ નક્કી થઈ હતી પણ એક હાથવાળા મજૂર પર દયા આવવાથી બહેને બે રૂપિયા

પાછા લીધા નહિ. બહેન કહે :

‘અરે, પરચુરણની આટલી તંગી છે ત્યાં તું છૂટા કાઢે છે ? રહેવા દે તારી પાસે.’

‘પરચુરણની ભલેને તંગી રહી’ એક હાથના મજૂરે કહ્યું : ‘સત્યની કંઈ તંગી થોડી જ છે ? લો આ બે રૂપિયા.’

પ્રવાસી બહેન એક હાથવાળા આ ખાનદાન મજૂરને જોઈ જ રહ્યાં.

3 responses to “( 484 ) હું પ્રેરણાત્મક નથી …….સાર્થકતાના શિખરેથી ….. દિવ્યાશા દોશી

 1. pragnaju જુલાઇ 9, 2014 પર 10:05 એ એમ (AM)

  જીવનને ખરા અર્થમાં સાર્થક રીતે જીવવામાં રસ છે….
  એ જ ખરા અર્થમા પ્રેરણાદાયી છે

  Like

 2. સુરેશ જાની જુલાઇ 9, 2014 પર 12:40 પી એમ(PM)

  સરસ માહિતી. આવું વાંચીએ ત્યારે અમારા જેવાને પોતાની પંગુતાનું ભાન થાય.

  Like

 3. Mukesh Mehta જુલાઇ 10, 2014 પર 12:30 એ એમ (AM)

  adbhut aney prernadaayi prasango…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: