વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 498 ) વૈશ્વિક ધરોહર- પાટણ ની રાણીની વાવ -રાણકી વાવ ….( પરિચય )

રાણીની વાવ -પાટણ,સૌજન્ય-શ્રી કલ્યાણ શાહ, અમદાવાદ

રાણીની વાવ -પાટણ,સૌજન્ય-શ્રી કલ્યાણ શાહ, અમદાવાદ

( અમદાવાદના જણીતા તસવીરકાર શ્રી કલ્યાણ શાહના કેમેરામાં ઝડપાયેલ આ તસ્વીર પાટણની રાણકી વાવમાં આવેલ અનેક સ્થાપત્ય કલાત્મક મૂર્તિઓમાંની એક છે .)

——————————–

પાટણની રાણીની વાવ-રાણકી વાવ

 Patan

ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણની રાણીની વાવને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર – હેરીટેજ

સ્થળ જાહેર કરવામાં આવેલ છે.

ચાંપાનેર-પાવાગઢ પછી ગુજરાતનું આ બીજું સ્થળ યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર – હેરીટેજ

સ્થળ તરીકે જાહેર કરાયેલ છે,જે  ગુજરાત માટે ગૌરવની વાત છે.

ઇસવી સન ૧૦૨૨માં આ વાવનું બાંધકામ ચાલુ થયું હતું અને તે લગભગ ૪૦ વર્ષ ચાલ્યું હતું.

વાવની દીવાલો પર ભગવાન વિષ્ણુના દશાવતારની ઝલક જોવા મળે છે.

સોળ શૃંગારધારી અપ્સરાઓનાં  શિલ્પ ત્યારના શિલ્પલાલીત્યનો ખ્યાલ આપે છે.

સાત મજલા અને ૩૪૦ થાંભલા પર રચાયેલું આ ભવ્યાતિભવ્ય સ્થાપત્ય મધ્યયુગીન ભારતની

અને ખાસ કરીને ગુજરાતની અવરણીય સ્થાપત્ય કલાની છડી પોકારે છે.

સાથે સાથે તેમાં સોલંકી યુગમાં ગુજરાતની સાંસ્કૃતીક સમૃદ્ધિની ઝલક પણ વર્તાય છે.

ગુજરાત રાજ્યના પાટણ જીલ્લાના પાટણ શહેરમાં આવેલી આ વાવ રાણકી વાવ

તરીકે પણ લોકોમાં જાણીતી છે.

આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે , જેને જોવા દેશ-વિદેશથી

હજારોની સંખ્યામાં પર્યટકો પાટણની મુલાકાત લેતા હોય છે .

રાણી કી વાવનો ઇતિહાસ

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ-૧ ની રાણી

ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી

કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું..

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ

જમીનમાં દફન થઈ ગઈ હતી  જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની

નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી

આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં

વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા

ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

સ્થાપત્ય – અપ્સરાઓ, નાગ કન્યાઓ કલાત્મક મૂર્તિઓ

Rani vav-4

રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી

અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

આ વાવના અદ્ભુત સ્થાપત્યની કલાત્મક મૂર્તિઓનાં અન્ય ચિત્રો વિકિપીડિયાના સૌજન્યથી

આ લીંક ઉપર ક્લિક કરીને નિહાળો .

———————————

ગુગલ -ઈમેજીઝ ની આ લીંક ઉપર પણ રાણકી વાવનાં ઘણાં ચિત્રો જોઈ શકાશે .

3 responses to “( 498 ) વૈશ્વિક ધરોહર- પાટણ ની રાણીની વાવ -રાણકી વાવ ….( પરિચય )

 1. pragnaju ઓગસ્ટ 2, 2014 પર 11:36 એ એમ (AM)

  પાટણની રાણીની વાવનો સવિસ્તર પરીચય વાંચી આનંદ

  Like

 2. ગોદડિયો ચોરો… ઓગસ્ટ 2, 2014 પર 9:23 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  ગુજરાતના સોલંકી યુગમાં સર્જન પામેલી રાણીની વાવ વૈશ્વિક ધરોહર

  બની એ ગુજરાતનું ગર્વ છે. સુંદર ચિત્રો સાથે સુંદર લેખ.

  Like

 3. kalyanshah ઓગસ્ટ 6, 2014 પર 2:16 એ એમ (AM)

  ભાઈશ્રી વિનોદભાઈ,
  રાણકી વાવની મારી તસ્વીરનો આપે સુંદર ઉપયોગ કર્યો છે. ભવિષ્યમાં પણ જયારે જરૂર પડે ત્યારે મારી તસ્વીરો વાપરી શકો છો. માત્ર એકજ કાળજી લેશો. પ્રત્યેક તસ્વીર નીચે “સૌજન્ય : કલ્યાણ શાહ” લખશો
  આભાર સહ,
  કલ્યાણ શાહ
  મો. નં. 9227451151

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: