વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 10, 2014

(501) रखिये बंधावो भैया सावन आयारे तुम सूरज चंदासे तुम राम लछमन जैसे प्यारे हमारे भैया जुग जुग जीवोरे

આ અગાઉની ૫૦૦ મી પોસ્ટ ના અંતે ૯૩ વર્ષના હજુ એ લેખનમાં કાર્યરત એવા આતાવાણી બ્લોગના બ્લોગર સ્નેહી બુઝુર્ગ મિત્ર આદરણીય આતાજીનો પરિચય આપ્યો છે , એ વાંચ્યો હશે .

આ આતાજીએ એ રક્ષા બંધન ના દિવસે એમના બ્લોગ આતાવાણી માં એમના જીવનમાં બનેલી એમની બહેનના જીવનને લગતો સાચો અનુભવ- સત્યઘટના વાંચતા મને ગમી ગઈ .

વિનોદ વિહારના વાચકો માટે આજની એની ૫૦૧ મી પોસ્ટમાં એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

આજની આ પોસ્ટ તમોને આતાવાણી બ્લોગ ઉપર લઇ જશે . ત્યાં એમણે પોસ્ટ કરેલો એમનો આખો લેખ એના ઉપર એમના મિત્રોએ કરેલ કોમેન્ટ સાથે વાંચશો.

તમારો અભિપ્રાય -પ્રતિભાવ આ પોસ્ટમાં પણ તમે જરૂર જણાવશો.

સૌ મિત્રોને રક્ષા બંધન ના અભિનદન અને શુભેચ્છાઓ .

Happy Rakshabandhan

–વિનોદ પટેલ

====================================

આતાવાણી

DSCN0913

——————————————–
મારા પ્રિય મિત્રો
રક્ષા બંધનનું પર્વ વરસોથી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને યાદ 
કરવાનું પર્વ છે . બહેન ભાઈના હાથે પ્રેમથી એની રક્ષા માટે રાખડી 
બાંધે છે અને ભાઈ યથાશક્તિ એને ભેટ આપે છે . આવા પવિત્ર પ્રસંગે 
મને મારી બહેનનું સ્મરણ થાય છે અને એક બનેલો સત્ય
પ્રસંગ યાદ આવે છે એ  હું તમોને  કહું છું . એમાં એક ભાઈ -બહેનનો
પ્રેમ અને એક માની દીકરા પ્રત્યેની મમતા કેવી હોય છે એ જોવા મળશે.
મારા બેન બનેવીને એના દીકરા અને વહુ સાથે બહુ ફાવ્યું નહી એટલે મને મારી બેનની દીકરી શારદાએ જણાવ્યું કે મામા તમે જો મારી બા ને માસિક ફક્ત બે હજાર રૂપિયા આપો તો એ સ્વતંત્ર રહી શકે .
હું કબુલ થયો અને મારી બેનનું બેન્કમાં ખાતું ખોલાવ્યું  . મારી બેનને  વાયરમનીથી   મેં બે લાખ કરતા થોડા વધુ રૂપિયા મોકલી આપ્યા.
બેન બનેવી રાણાવાવ ગામમાં કે જે ગામમાં શારદા રહેતી હતી  તે ગામમાં એક સવદાસ ઓડેદરા  નામના મેરના  ઘરમાં  માસિક  400 રૂપિયા ભાડું આપીને રહ્યા. સવદાસ બહુ પ્રેમાળ માણસ…

View original post 383 more words