વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(501) रखिये बंधावो भैया सावन आयारे तुम सूरज चंदासे तुम राम लछमन जैसे प्यारे हमारे भैया जुग जुग जीवोरे

આ અગાઉની ૫૦૦ મી પોસ્ટ ના અંતે ૯૩ વર્ષના હજુ એ લેખનમાં કાર્યરત એવા આતાવાણી બ્લોગના બ્લોગર સ્નેહી બુઝુર્ગ મિત્ર આદરણીય આતાજીનો પરિચય આપ્યો છે , એ વાંચ્યો હશે .

આ આતાજીએ એ રક્ષા બંધન ના દિવસે એમના બ્લોગ આતાવાણી માં એમના જીવનમાં બનેલી એમની બહેનના જીવનને લગતો સાચો અનુભવ- સત્યઘટના વાંચતા મને ગમી ગઈ .

વિનોદ વિહારના વાચકો માટે આજની એની ૫૦૧ મી પોસ્ટમાં એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

આજની આ પોસ્ટ તમોને આતાવાણી બ્લોગ ઉપર લઇ જશે . ત્યાં એમણે પોસ્ટ કરેલો એમનો આખો લેખ એના ઉપર એમના મિત્રોએ કરેલ કોમેન્ટ સાથે વાંચશો.

તમારો અભિપ્રાય -પ્રતિભાવ આ પોસ્ટમાં પણ તમે જરૂર જણાવશો.

સૌ મિત્રોને રક્ષા બંધન ના અભિનદન અને શુભેચ્છાઓ .

Happy Rakshabandhan

–વિનોદ પટેલ

====================================

આતાવાણી

DSCN0913

——————————————–
મારા પ્રિય મિત્રો
રક્ષા બંધનનું પર્વ વરસોથી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને યાદ 
કરવાનું પર્વ છે . બહેન ભાઈના હાથે પ્રેમથી એની રક્ષા માટે રાખડી 
બાંધે છે અને ભાઈ યથાશક્તિ એને ભેટ આપે છે . આવા પવિત્ર પ્રસંગે 
મને મારી બહેનનું સ્મરણ થાય છે અને એક બનેલો સત્ય
પ્રસંગ યાદ આવે છે એ  હું તમોને  કહું છું . એમાં એક ભાઈ -બહેનનો
પ્રેમ અને એક માની દીકરા પ્રત્યેની મમતા કેવી હોય છે એ જોવા મળશે.
મારા બેન બનેવીને એના દીકરા અને વહુ સાથે બહુ ફાવ્યું નહી એટલે મને મારી બેનની દીકરી શારદાએ જણાવ્યું કે મામા તમે જો મારી બા ને માસિક ફક્ત બે હજાર રૂપિયા આપો તો એ સ્વતંત્ર રહી શકે .
હું કબુલ થયો અને મારી બેનનું બેન્કમાં ખાતું ખોલાવ્યું  . મારી બેનને  વાયરમનીથી   મેં બે લાખ કરતા થોડા વધુ રૂપિયા મોકલી આપ્યા.
બેન બનેવી રાણાવાવ ગામમાં કે જે ગામમાં શારદા રહેતી હતી  તે ગામમાં એક સવદાસ ઓડેદરા  નામના મેરના  ઘરમાં  માસિક  400 રૂપિયા ભાડું આપીને રહ્યા. સવદાસ બહુ પ્રેમાળ માણસ…

View original post 383 more words

6 responses to “(501) रखिये बंधावो भैया सावन आयारे तुम सूरज चंदासे तुम राम लछमन जैसे प्यारे हमारे भैया जुग जुग जीवोरे

 1. Vinod R. Patel ઓગસ્ટ 10, 2014 પર 10:02 એ એમ (AM)

  એક ભાઈ અને બહેન ના પવિત્ર પ્રેમ સંબંધની અને એક માની દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની આતાજીના

  જીવનમાં બનેલી આ સત્ય ઘટના બે ઘડી વિચાર કરતા કરી મૂકે એવી છે અને સૌને માટે બોધ લેવા જેવી પણ છે .

  રક્ષા બંધન ના પવિત્ર દિવસે એમણે જે આ પ્રસંગ કહ્યો છે એમાં આતાજીની એકની એક બહેન ઉપરનો પ્રેમ

  વ્યક્ત થાય છે .

  આતાજી કઈ બહુ માલદાર માણસ નથી . મહેનત મજુરી કરીને ભેગી કરેલી બચતમાંથી બહેનના દુઃખમાં

  ભાગીદાર થવા માટે મોટી રકમો મોકલવી એમાં એમની દરિયાદિલીનાં દર્શન થાય છે . બાકી અત્યારે આ

  કળીયુગમાં તો સૌ સ્વાર્થનાં સગા હોય છે .ચમડી તૂટે પણ દમડી નાં છૂટે એ રીતનો વર્તાવ રાખતા હોય છે .

  આતાજીને ધન્ય્વાદ ઘટે છે એમણે દર્શાવેલા નિસ્વાર્થ અને પવિત્ર ભગીની પ્રેમ માટે અને એમની દરિયાદિલી માટે .

  Like

 2. pragnaju ઓગસ્ટ 10, 2014 પર 11:10 એ એમ (AM)

  येन बद्धो बलि राजा दानवेंद्रो महाबली।
  तेन त्वामभिबध्नामि रक्षे मा चल मा चल।।

  Liked by 1 person

 3. Vinod R. Patel ઓગસ્ટ 10, 2014 પર 12:49 પી એમ(PM)

  એક મિત્રની ફરતી ઈ-મેલમાંથી પ્રાપ્ત- સાભાર પ્રસ્તુત ….

  તમારે એક બહેન તો હોવી જ જોઈએ…

  જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો.

  જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો.

  જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો.

  કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો…

  મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો.

  જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે.

  જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને” લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય.

  જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય.

  જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય.

  જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય.

  જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય.

  આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય.

  બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય.

  આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

  જો એક બહેન હોય….

  તો જ સંવેદનાની અનુભૂતિ આવે

  તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે.

  તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે.

  બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક માં સમાન…

  એક બહેન તો હોવી જ જોઈએ…એક બહેન તો હોવી જ જોઈએ…..

  – લેખક -અજ્ઞાત

  Like

 4. aataawaani ઓગસ્ટ 11, 2014 પર 1:37 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  તમે મારી ખરી કદર કરનારી વ્યક્તિઓમાંની એક છો .તમે મારો જુસ્સો વધારો છો . આભાર

  Like

 5. aataawaani ઓગસ્ટ 11, 2014 પર 1:59 એ એમ (AM)

  પ્રિય વિનોદ ભાઈ મારા ઉપર સગી બેન જેવો ભાવ પ્રગટ કરનારી બેનો અમેરિકામાં પડી છે .એક ફિલીપીન્સ બાઈ મારા માટે પોતે જાતે બનાવેલી નાળીયેરની મીઠાઈ ઘણી વખત લાવે છે .એણે મને કીધું કે હું તમારી બેન છું .
  એક બીજી ઈરાનની બાઈ કે જે અમેરિકન બાયડી જેવી છે . તે પોતાનું માથું કાન ઢાંકતી નથી . વાળ કપાવે છે .એણે મને એક વખત કીધું કે હું તારી હમશીરા(બેન ) છું એનું નામ અખલાક્પુર છે .અખલાક્પુર= શીલ ચારિત્ર્યથી ભરપુર

  Like

 6. Vinod R. Patel ઓગસ્ટ 14, 2014 પર 10:25 એ એમ (AM)

  આતાજીએ દર્શાવ્યો એમનો હરખ એમના આ ઈ-મેલ સંદેશ મુજબ. એમના આભાર સાથે અહીં રજુ …..વી.પ.

  ———————————-

  Himatlal joshi To Vinod Patel

  Aug 13 at 9:51 PM

  Mara “rakhiya bandhavo bhaiya “vaatnu tame tamara blogmaa

  sthan aapyu ethi mane khushi thai

  Ataai


  himatlal joshi
  To Me

  Aug 13 at 9:51 PM

  mara “rakhiya bandhavo bhaiya “vaatnu tame tamara blogmaa sthan aapyu ethi mane khushi thai

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: