વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 11, 2014

( 502 ) સેરેબલ પાલ્સી સાથે હસતી અને સૌને હસાવતી પ્રતિભાવંત અપંગ મહિલા કોમેડિયન Maysoon Zayid

maysoon-zayid-laughter-therapistકભી ખુશી , કભી ગમ નો ક્રમ દરેકના જીવનમાં આવતો રહે છે , ફરક માત્ર ખુશી અને ગમના પ્રમાણનો જ હોય છે .

કેટલાક જન્મથી ગળથુથીમાં સુખ લઈને જન્મે છે, જ્યારે કોઈકના નશીબમાં જન્મ કે બાળપણથી જ દુખ અને પીડા લખેલી હોય છે .

આવા કમનશીબ બાળકોમાંની એક પેલેસ્ટાઈનની મૂળ વતની પણ હાલ ન્યુ જર્સીમાં રહેતી આરબ અમેરિકન મહિલા કોમેડિયન મેસુન ઝાઈદ -Maysoon Zayid છે.

એના જન્મ વખતે એક ડોક્ટરની ભૂલને લીધે મેસુન સેરેબલ પાલ્સીના રોગનો ભોગ બની છે , જેના લીધે એ એના શરીરને હજુ પણ સ્થિર કે બરાબર ઉભી રાખી શકતી નથી .

મેસુન હસતાં હસતાં કહે છે ” I am a standing Comedian who cannot stand .”

મેસુન ઝાઈદ વધુમાં કહે છે કે:” સેરેબલ પાલ્સી એ જ મારું એક માત્ર દર્દ નથી . ” I got 99 problems… palsy is just one .  I shake all the time. I’m like Shakira meets Muhammad Ali.”

જીવનની આવી પીડાઓને ગોળીને પી જઈને હાસ્યને એણે એની આવકના સાધન તરીકે વિકસાવ્યું છે .

આજે મેસુન વિશ્વમાં એક જાણીતી અને માનીતી મહિલા કોમેડિયન બની ગઈ છે .

એની પીડાઓને હસી કાઠીને સૌને હસાવનાર આ અનોખી  અપંગ મહિલા પ્રતિભાની વાતો TED પ્રોગ્રામના નીચેના વિડીયોમાં એના મુખે જ સાંભળીને તમે ઝૂમી ઉઠશો.

આ અપંગ મહિલાનો જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ (Positive Attitude)શારીરિક રીતે શશક્ત માણસોએ પણ શીખવા અને અપનાવવા જેવો છે .

Maysoon Zayid: I got 99 problems…

Cerebal palsy is just one

 

 

આવા જ એક બીજા સેરેબલ પાલ્સી સાથે પોતાની હરકતોને પી જઈને હસનાર અને હસાવનાર એક પુરુષ સ્ટેન્ડીંગ કોમેડિયન Josh Blue નો નીચેનો વિડીયો પણ નિહાળો .

Josh Blue, Winner of NBC’s Last Comic Standing and Para Olympic Soccer  Player , who happens to have cerebral palsy, captivates the audience with his original and very funny performance.

Josh Blue at Living Well With A Disability 2013

 

કુદરતની લીલા કેટલી અગમ અને ન્યારી હોય છે , માણસને એ શારીરિક અને માનસિક પીડાઓ આપે પણ છે અને સાથે સાથે એ પીડાઓને સહન કરીને હસી કાઢવાની આંતરિક શક્તિ પણ આપે છે ! વાહ રે કુદરત વાહ !

સેરેબલ પાલ્સી ના રોગ સાથે સૌને હાસ્ય પીરસી રહેલ આ બે પ્રતિભાવંત અપંગ કોમેડીયનો-મહિલા કોમેડિયન  Maysoon Zayid અને પુરુષ કોમેડિયન Josh Blue- ને જીવન પરત્વેના એમના સકારાત્મક અભિગમ અને જિંદાદિલી માટે એમને સો સો સલામ .

 

વિનોદ પટેલ

===============================

જ્યારે આ પોસ્ટ હું તૈયાર કરી રહ્યો ત્યારે જાણીતા ચિંતક શ્રી કાંતિ ભટ્ટ લિખિત દિવ્ય ભાસ્કર માં પ્રગટ અને એક નેટ મિત્રએ એમના ઈ-મેલમાં મોકલેલ લેખ  ” પીડાથી ભાગો નહીં,પીડા સાથે જીવો ”  મારા વાંચવામાં આવ્યો .

આ લેખ આ પોસ્ટના વિષયની પૂર્તિ રૂપ લાગતાં એને નીચે આપને વાંવાચવા અને વિચારવા મુક્યો છે. 

ચિંતક શ્રી કાંતિ ભટ્ટ પોતે શારીરિક અને માનસિક પીડાઓને પી જઈને ગર્વથી ઘણા વર્ષોથી જીવી રહ્યા છે .

આ લેખમાં તેઓ કહે છે કે પીડા કઈ એકની પણ અનેકની હોય છે . એક રોગની નહિ પણ અનેક રોગોની હોય છે .પીડા એ કાંઈ રાજા કે રાણીની શરમ રાખતી નથી! પીડાથી કડી ભાગો નહીં પણ પીડા સાથે હસીને જીવો ની એમની સલાહ  બધાંએ યાદ રાખવા જેવી છે.

વિનોદ પટેલ

==============================

પીડાથી ભાગો નહીં,પીડા સાથે જીવો  …… ચિંતન લેખ …

લેખક- શ્રી કાંતિ ભટ્ટ

આદમી કો આદમી બનાને કે લિયે
જિંદગી મેં પ્યાર કી કહાની ચાહિયે
ઔર કહને કે લિયે કહાની પ્યારકી
સ્યાહી નહીં આંખોવાલા પાની ઔર
દિલ કી પીડા ચાહિયે
પૂજા પાઠ ધ્યાન વ્યર્થ હૈ
આંસુઓ કો ગીતો મેં બદલને કે લિયે
કિસી યાર કા પ્યાર યા પીડા ચાહીએ!
(થોડાક ફેરફાર સાથે)

—-કવિ નીરજ
(કવિ ગોપાલદાસ નીરજ, જન્મ ૧૯૨૪)

આપણને ખબર પણ નથી કે ન્યુયોર્કમાં ‘ધ ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પેઈન છે’ ગુજરાતીમાં કહીએ તો પીડામંડળ છે! ૧૯૭૭માં આ મંડળે પીડાના ઈલાજો બતાવવાને બદલે પીડાની વ્યાખ્યા ૧૯૭૭માં જ નક્કી કરી! 

આ આખો લેખ દિવ્ય ભાસ્કર .કોમ ના સૌજન્ય અને લેખક શ્રી કાંતિ ભટ્ટ ના આભાર સાથે  અહીં ક્લિક કરીને વાચો.

A Good life-Thanks YOGESH KANAKIA