વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 17, 2014

( 506 ) શ્રી કૃષ્ણ જન્મોત્સવ …… જન્માષ્ટમીનાં અભિનંદન …… જય શ્રી કૃષ્ણ

જન્માષ્ટમી એટલે કરોડો ભાવિક જનોના હૃદયમાં સદીઓથી વાસ કરી રહેલ 

ભગવાન શ્રી કૃષ્ણનો  જન્મ દિવસ  .

આ જન્માષ્ટમીના દિવસે  દેશ વિદેશમાં કરોડો કૃષ્ણ ભક્તો પોતપોતાની રીતે જન્મોત્સવની

પ્રેમથી ઉજવણી કરે છે .પાઠ પૂજા .કૃષ્ણ ધૂન , ભજનો ,ગીતો વી.ગાઈને ઉજવણી કરે છે . 
 

શ્રી પિ.કે.દાવડા ની ઈ-મેલમાં પ્રાપ્ત નીચેની કાવ્ય રચના ખુબ જ પ્રસંગોચિત છે .

એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત છે .

કાનાની લીલા

જુવો  યમુનાને  તટ, પનઘટની  નીકટ,

ઊભો નાનો નટખટ, જુવે ગોપી માથે ઘટ,

લઈને કાંકરીઓ ઝટ, ફોડે ગોપીઓના મટ.

હતો નંદનો કિશોર,ક્યાંથી ચાલે કોઈનું જોર,

કરે ગોપી કોઈ શોર,હું વિચારું આણી કોર.

કાનો કરે લીલા કેવી? પણ છે સમજવા જેવી,

ગરીબ ગામનો કુંભાર, એના છોરા હતા ચાર,

કાનો એક  મટકી ફોડે, કુંભાર ચાર પૈસા જોડે,

તારી લીલા આજાણી, ‘સંત દાવડા’એ જાણી.

પી.કે.દાવડા

જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે  ચાલો આપણે લોકપ્રિય ગાયક સ્વ.જગજીતસિંહના 

સુરીલા કંઠે નીચેનાં નવ લોકપ્રિય કૃષ્ણ ભજનો સાંભળવાનો લાભ લઈને ઉજવીએ .

 
Bhajan -track Details:

1. Shalok – Hey Gobind Hey Gopal 00:00
2. Baat Nihare Ghanshyam 08:13
3. Tum Meri Rakho Laaj Hari 14:24
4. Sab Se Oonchi Prem Sagai 19:08
5. Banke Bihari 24:17
6. Jai Radha Madhav 31:05
7. Hey Krishna Gopal Hari 39:26
8. Krishna Murariji Aankh Base Man Bhave 47:069.

Krishna Pranat Pal Prabhu 53:45

=============================

Top Krishna Bhajan – Popular Art of living Bhajans
Achutam Keshavam | Hari Govinda

સૌ મિત્રોને

જન્માષ્ટમીનાં અભિનંદન અને હાર્દિક જય શ્રી કૃષ્ણ

 શ્રીકૃષ્ણ: શરણં મમ……

શ્રી કૃષ્ણ શરણાગતિ ની ભાવના અમર રહે .

–વિનોદ પટેલ