વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 508 ) મારી કેટલીક અછાંદસ વિચાર કણિકાઓ ……. (મારી નોધપોથીમાંથી -નવનીત )

 

“મારી નોધપોથીમાંથી -નવનીત ” એ શ્રેણીમાં  મારા વિચાર વલોણાની નીપજ જેવી

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આ બ્લોગની અગાઉની પોસ્ટમાં આપે વાંચી હશે.

એના અનુસંધાનમાં આ શ્રેણીમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત અછાંદસ

કાવ્ય ક્ન્ડીકાઓ આજની પોસ્ટમાં રજુ કરી છે .

મારી નોધપોથીમાં આવી ઘણી સ્વ-રચિત વિચાર કણિકાઓ સંગ્રહિત છે એમાંથી

આવી રીતે અવારનવાર મુકાતી જશે.

આશા છે આપને એ ગમે .

આપનો પ્રતિભાવ જરૂર  જણાવશો.

વિનોદ પટેલ

————————————————————-

મારી નોધ્પોથીમાથી …….

For mari nodh pothimaathi

મન, વિચાર અને બુદ્ધિ 

મનુષ્યની તમામ ક્રિયાઓનું આરંભ બિંદુ વિચાર

વિચારનું આરંભ બિંદુ મન

વિચાર બુદ્ધિને ઢંઢોળીને સજાગ કરે અને કર્મ કરવા પ્રેરે

જેવું મન એવો વિચાર

જેવો વિચાર એવી બુદ્ધિ

જેવી બુદ્ધિ એવું કાર્ય

મન, વિચાર અને બુદ્ધિનો સુ સંયોગ એટલે

કાર્યમાં સફળતા એ જ એનું પરિણામ !

——————————–

જિંદગી કોઈ બોજ નથી

જિંદગી કોઈ બોજ નથી પણ એક મોજ છે એમ સમજી

એ મોજને કોઈ હિસાબે બોજમાં કદી પલટાવશો નહિ

જિંદગી એક અણમોલ આશીર્વાદ છે કોઈ શાપ નથી

શાપને પણ આશીર્વાદમાં પલટવાની તમે તાકાત રાખો છો

——————————————

એક મિત્રના ઈ-મેલમાં નીચેની અંગ્રેજી રચના વાંચવામાં આવી જે મને ગમી ગઈ . .

One night a father Overheard his son Pray :

Dear God ,

Make me the kind of Man my Daddy is.

Later that night , the Father prayed ,

Dear God ,

make me the Kind of man my son Wants me to be .

-Anonymous

——————————-

આ સરસ અંગ્રેજી રચનાનો ગુજરાતીમાં અનુવાદ મેં આમ કર્યો છે .

પ્રાર્થના- એક પુત્રની અને એના પિતાની

રાતની એક વેળાએ પિતાને કાને પડ્યા

નિજ પુત્રના આ શબ્દો પ્રાર્થનાના

ઓ વ્હાલા પ્રભુ

મારા પિતાના જેવો જ

હું પુત્ર બનું એવી મારા પર કૃપા કરજે .

એ પછી થોડા સમયે એ જ રાતના

પિતાએ જે પ્રાર્થના કરી એના શબ્દો હતા :

હે પ્રિય પ્રભુ,

મારો પુત્ર મને જેવો જોવા ઈચ્છે છે

એવો જ હું લાયક બનું ,એવી કૃપા જરૂર કરજે..

  અનુવાદ- વિનોદ પટેલ

————————————–

મારી  એક સ્વ-રચિત પ્રાર્થના

પ્રભુ મને એવી આંખો દેજે કે જે,

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે ,

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે,

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે ,

તારામા મારો વિશ્વાસ ગુમાવે ના કદી

પછી કોઈ પણ આપત્તિની વચ્ચે હું કેમ ના હોઉં .

વિનોદ પટેલ

6 responses to “( 508 ) મારી કેટલીક અછાંદસ વિચાર કણિકાઓ ……. (મારી નોધપોથીમાંથી -નવનીત )

 1. Hemant Bhavsar ઓગસ્ટ 19, 2014 પર 3:47 એ એમ (AM)

  nice thought , the prayer of father and son is great symbol of faith , Thank you for sharing positive affirmations…..

  Like

 2. pravinshastri ઓગસ્ટ 19, 2014 પર 8:45 એ એમ (AM)

  આપની વિચાર કણિકાઓ અમૂલ્ય જીવન રત્નો છે, મન વિચાર અને બુદ્ધિનું સમતોલન આખરે તો ઈશ્વરશ્રદ્ધા પ્રતિ જ દોરે છે.

  Like

 3. pushpa1959 ઓગસ્ટ 19, 2014 પર 11:46 એ એમ (AM)

  Sunder rachnana malik pratibhav mage che, tunde tunde mati bhinna, tme saval banavnar cho eno prabhav chahnar cho, jyare ghana loko jindgi thi etla najdik hoy che ke eni drek kriya smje che ane thay che eni maja le che. Pan aato jivanani style che eto potani khudni par nirbhar che, bijanu mulyakan karvanu to badhaj jane che, jyare khudnu mulyakan smjay ke samjvani koshish eto prabhu krup kahevaay.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: