વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 511) શ્રી કૌશિક અમીન અને એમનો એક ચિંતન લેખ ….( સંકલિત )

ન્યુ જર્સી નિવાસી , મારા સમ રસિયા સાહિત્ય મિત્ર અને ઊંચા ગજાના વાર્તાકાર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના

બ્લોગ “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી “ માં ન્યુ જર્સી નિવાસી એમના મીત્ર શ્રી

કૌશિક અમીન ના ટૂંકા પરિચય સાથે એમનો એક સરસ ચિંતન લેખ પોસ્ટ કર્યો છે .

આ પોસ્ટથી મારા માટે એક નવા સાહિત્યકાર અને એક બહુમુખી પ્રતિભા નો પરિચય થયો છે અને  એમના

વિષે વધુ જાણવાની જીજ્ઞાશા પણ જાગ્રત થઇ .આ ચિંતન લેખ ટૂંકો છે છતાં એમાં મનન કરવા જેવા વિચારો

છે .

વિનોદ વિહાર ના વાચકોના આસ્વાદ માટે પ્રવીણભાઈ ના બ્લોગની આ પોસ્ટને ,લેખક શ્રી કૌશિક અમીન

અને શ્રી પ્રવીણ શાસ્ત્રીના આભાર સાથે આજ ની પોસ્ટમાં રી-બ્લોગ કરતાં ખુબ આનંદ થાય છે . 

પૂર્વ અમેરિકામાં ઘણા શહેરોમાં ગુજરાતીઓ વસે છે અને એમાં ન્યુ જર્સી તો ગુજ્રાતીઓથી ઉભરાય છે .

ન્યુ જર્સીમાં ગુજરાતી પ્રકાશનો ચલાવતા શ્રી સુભાષ શાહ ,કૌશિકભાઈ જેવા પ્રકાશકો-લેખકો અને શ્રી

પ્રવીણભાઈ જેવા ઘણા ઉત્સાહી લેખકો અને આંતરે દહાડે ચટાકેદાર ઊંધીયા જેવી વિવિધ પ્રકારની માહિતી-

સામગ્રી પીરસનાર સુરતી ઊંધિયું બ્લોગ ના સ્નેહી સુરતી મિત્ર શ્રી વિપુલ દેસાઈ જેવા ઘણા બ્લોગર મિત્રો

પણ ણ ન્યુ જર્સી નિવાસી છે અને  ગુજરાતી ભાષાની ઘણી સારી સેવા કરી રહ્યા છે .

આપણા જાણીતા અને માનીતા હાસ્ય લેખક મારા મિત્ર  શ્રી હરનીશ જાની પણ ન્યુ જર્સીમાં રહે છે .

એક વખતના ગઝલના બાદશાહ સ્વ. આદીલ મન્સૂરી અને લેખક સ્વ. પ્રવીણ પટેલ પણ ન્યુ જર્સી ના

નિવાસી હતા . 

અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ખુબ લોકપ્રિય સાપ્તાહિક શ્રી સુધીરભાઈ પરીખ નું ગુજરાત ટાઈમ્સ પણ ન્યુ

જર્સીથી ઘણા વર્ષોથી પ્રકાશિત થાય છે . આ સાપ્તાહિક અખબારમાં એ ૨૦૦૧ માં શરુ થયું ત્યાંથી શરુ કરી

૨૦૧૧ સપ્ટેમ્બરમાં મેં મારો આ બ્લોગ શરુ કર્યો ત્યાં સુધી એના નિયમિત ગ્રાહક બનીને અને એમાં મારા

લેખો,કાવ્યો લખીને અમેરિકામાં આવીને સુકાઈ રહેલ મારો સાહિત્ય રસ જીવતો રાખ્યો હતો . આ બદલ આ

પત્રનો હું આભારી છું.આજે તો આ અખબારે ડીજીટલ યુગમાં ઘણી પ્રગતી કરી છે અને ગુજરાતીઓ માટે નેટ

ઉપર પણ વાંચવા ઉપલબ્ધ છે .

આમ ન્યુ જર્સી ગુજરાતી સાહિત્યનુ એક હબ બની ગયું છે એમ કહીએ તો ખોટું નથી .

વિનોદ પટેલ

==========================================

કૌશિક ચિંતન.

Kaushik Amin

Kaushik Amin

 

શ્રી કૌશિક અમીન   —એક બહુમુખી પ્રતિભા નો પરિચય 

વ્યવસાયે પત્રકાર તથા સામાજિક કાર્યકર શ્રી કૌશિક અમીન કોલેજ કાળથી જ લેખન કાર્ય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે. ગુજરાતમાં ચિત્રલેખા. નયા પડકાર તથા મુંબઈ સમાચાર સાથે સક્રિય પત્રકારત્વથી સંકળાયલા રહ્યા હતા. વિહાર, કેપિટલ સાપ્તાહિક તથા સાંજના સમાચાર પત્રનું પણ તેમણે પ્રકાશન કર્યું હતું.

અમેરિકામાં આવ્યા પછી નયા પડકાર, માનવ માસિક, ગુજરાત સાપ્તાહિક, ટી.વી એશિયા વગેરેમાં પણ એમનું મહત્વનું યોગદાન હતું. હાલમાં તેઓ ‘ગુજરાત ફાઉન્ડેશન’ નામની સંસ્થાના સ્થાપક અને ચેરમેન છે. જે ગુજરાત અને ભારત લક્ષી સાહિત્ય પ્રકાશન તથા સમાજિક પ્રવૃત્તિને સંકલિત કરતું રહ્યું છે. એઓ હાલમાં ન્યુ જર્સીના ‘ગુજરાત દર્પણ’માં પરામર્શ તરીકેની સેવા આપી રહ્યા છે. અનેક સાહિત્ય સભાનું કુશળતાથી સંચાલન કરી રહ્યા છે. ગુજરાત દર્પણમાં પ્રગટ થતી એમની ત્રણ વિભિન્ન કોલમ ‘જાગૃત જીવન’ ચિંતન્, ‘અનંતની ખોજમાં’ ખગોળ વિજ્ઞાન ‘દેશ અને દુનિયા’ પત્રકારત્વની એમની નિપુણતાનું દર્શન કરાવે છે.

મિત્રદાવે મિત્ર પ્રસાદી તરીકે ગુજરાત દર્પણમાં પ્રગટ થયેલી કોલમ મારા દેશ વિદેશના મિત્રો માટે

….આપને માટે રજુ કરું છું .

—- પ્રવીણ શાસ્ત્રી

————————-

Gujarat Darpan

June 12

જાગૃતજીવન

જૂન 2014
– કૌશિક અમીન

સુખ અને દુઃખ જીવનયાત્રાના એક સિક્કાની બે બાજુ જેવા છે. સાચા સુખ કે દુઃખની અનુભૂતિ સામાન્ય માનવી જ કરી શકે, અને જીવનયાત્રાના એ અનુભવો જ જીવનની સાર્થકતા પણ છે.

બાળકનું ઉદાહરણ આ સંદર્ભમાં જોવા જેવું છે.બાળક હંમેશા નિર્દોષ હોય છે, એ તેને ગમતી બધી જ વાતોમાં ઓતપ્રોત થઇ જાય છે. ભય કે દુઃખની એને કલ્પના પણ નથી. રમકડું રમવામાં ઓતપ્રોત થઈને આનંદ માણતું બાળક રમકડું તૂટતાં આક્રંદ કરીને ગામ ગજવવાની જરૂર નથી, પણ બાળક આ નીતિ રીતી ક્યાં સમજે છે?

સંબંધો, વૈભવ, સફળતા, સુખ કે દુઃખ આ બધા જીવનયાત્રાના મુકામો છે. યાત્રા આગળ વધે તેમ તે પાછળ રહેતા જાય છે.

પરિવાર, નામ, મોટાઈ, ગામ, ગોળ, જાત, રાજ્ય કે પ્રદેશ, દેશ પ્રત્યેનો તીવ્ર લગાવ અને એ માટે કંઈ પણ કરી છુટવાની મથામણમાં વ્યસ્ત રહેવું, એક તબક્કે આ બધું જ નિરર્થક સાબિત થઈને રહે છે. પરિણામે જે તબક્કામાં જીવનને, જે તે સમયમાં માનવું જોઈએ તે માણી નથી શકાતું. બિલકુલ પેલા બાળકની જેમ ભેંકડો તાણી રડવાનો વસવસો પણ નથી કરી શકતો. પરિણામે ત્રિશંકુ જેવી વેદનાઓમાં સરેરાશ માનવી અટવાયેલો રહે છે.

બધી વાર્તાઓના અંત કલ્પના કથાની જેમ ખાધું, પીધું ને રાજ કર્યું જેવા નથી હોતા. સફળતા તો મધ્યાંતર જ બની રહે છે. સુખ સફળતાની મથામણ જીવનયાત્રાના ઉત્તરાર્ધમાં જીવનથી ઉબાઈ જવાની પરિસ્થિતિમાં અનેકવાર ધકેલી મુકે છે, અને પછી સાર્થક જીવન, શાંતિ અને સ્વસ્થતાની તરસ મન મસ્તક ઉપર કબજો જમાવવા લાગે છે, અને સફળ મધ્યાંતરની એ કથા આગળ વધે છે. જીવનયાત્રાની વાર્તા નવી ઉચાઇઓએ પહોચે છે.

રામનો રાવણ વિજય કે પછી કુરુક્ષેત્રમાં કૌરવો સામેના વિજય સાથે તે કથાઓ સમાપ્ત નથી થઇ. આપણી જેમ જ તે જીવનયાત્રાઓ પણ આગળ વધી છે. રામ અને કૃષ્ણનાં જીવન પણ વેદનામય મથામણો સાથે જ સમાપ્ત થયા હતા.

જીવનયાત્રા એ ચડતા ગ્રાફ જેવી નથી.

 —-શ્રી કૌશિક અમીન

————————————

સૌજન્ય : પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

2 responses to “( 511) શ્રી કૌશિક અમીન અને એમનો એક ચિંતન લેખ ….( સંકલિત )

  1. Vipul Desai ઓગસ્ટ 23, 2014 પર 4:43 એ એમ (AM)

    મુ.વિનોદભાઈ,
    તમે કૌશીકભાઈ અમીન વીશે લેખ મુકીને ખુબ જ આવકારદાયક કામ કર્યું છે. ઘણા લોકો એમનાથી અજાણ છે. પ્રવીણભાઈ શાસ્ત્રી પોતે પણ એક મિશાલ છે. એ પણ હુરતી છે એટલે ફક્ત લેખો નહી ઓલરાઉન્ડર છે, ફેસબુકમાં ખુબ જ સારા જોક્સ પણ આપે છે. તમે પોતે ખૂણે ખાંચરેથી આવું બધું શોધીને રજુ કરો છો તે પણ ખુબ જ સરાહનીય છે.

  2. pravinshastri ઓગસ્ટ 22, 2014 પર 2:05 એ એમ (AM)

    વિનોદભાઈ આપના બ્લોગમાં સ્થાન આપવા માટે હું આપનો આભારી છું.

    દર મહિને એમનું ‘ગુજરાત દર્પણ’માં પ્રગટ થતું ‘જાગૃત જીવન’ હું “કૌશિક ચિંતન” શિર્ષક હેઠળ પ્રગટ કરતો રહીશ. એમણે મને સહર્ષ મંજુરી આપી છે. માત્ર અમેરિકા જ નહીં પણ અન્ય દેશોમાં વસતાંં આપણાં વાચક મિત્રોને એમના સાત્વિક વિચાર વાંચનનો લાભ મળે એ જ એક નમ્ર પ્રયાસ છે.
    જાગૃત જીવન ઉપરાંત એમની બે કોલમ “અનંતની ખોજમાં” (સ્પેસ સાયન્સની અનોખી વાતો) અને “દેશ અને દુનિયા” ( ધારદાર અને નિડર પત્રકારત્વ) પ્રગટ થાય છે.

    ઈન્ટરનેટ અને ફોન દ્વારા માણી શકાતો “દિલ સે” ભારતીય રેડિયો પ્રોગ્રામ પર દર શનિવારે “છેલ છબીલો ગુજરાતી” પ્રોગ્રામ રજુ કરે છે. એમાં ગુજરાતી ગીત – સંગીત, સમાચાર સમાલોચના, અને લાઈવ ઈન્ટર્વ્યુ પ્રસારિત થાય છે. એક સમયે મને પણ એમના રેડિયો પ્રોગ્રામનો લાભ મળ્યો હતો. તાજેતરમાં જ ‘કુરૂક્ષેત્ર’ ના ભુપેન્દ્રસિંહ રાઓલનો ઈન્ટર્વ્યુ પસાર થયો હતો. વિનોદભાઈ આપના આભાર સાથે વિરમું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: