વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(517 ) વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….મારી એક અછાંદસ રચના

 આજે સવારે કિચનમાં ચા-નાસ્તાની લહેજત લઇ રહ્યો હતો ત્યારે બહાર બેક યાર્ડ ના એક નાના વૃક્ષની સુકી ડાળી ઉપર બેઠેલાં બે પક્ષીઓ જોયાં. એમને જોઇને નીચેની અછાંદસ કાવ્ય રચનાની પ્રેરણા થઇ.

 

વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….

Two birds

નાના વૃક્ષની એક સુકી ડાળી પર

કેવાં બેઠાં છે બે નાનકાં પંખીઓ !

પતી-પત્ની હશે કદાચ ,

કે હશે બે “ પ્રેમી પંખીડાં” !

શું વાતો કરતાં હશે , એમની ભાષામાં?

કોઈ ઝગડાનો મનમેળ હશે !

આપણને શું ખબર પડે .

પણ પછી થયું મનમાં,

કેવાં નિશ્ચિત છે આ બેલડાં .

સુકી ડાળી તૂટવાનો ભય કેમ નહિ હોય !

પછી વધુ વિચારતાં થયું,

નબળી સુકી ડાળી ઉપર બેઠાનો

કોઈ ભય નથી કારણ,

ડાળની મજબુતાઈ પર વિશ્વાસ છે એ નહિ ,

એમની બે પાંખોની શક્તિ ઉપરના

મનના અડગ વિશ્વાસ ઉપર ,

બેઠું છે આ યુગલ, નિશ્ચિંત મને !

સુકી ડાળ કદાચિત તૂટી પડે તો પણ ,

શો ભય છે , પાંખોના બળે ઉડી જવાશે !

બોધપાઠ :

પરિસ્થિતિ ની કોઇપણ સુકી ડાળ કેમ ના હોય

જો બાવડાં મજબુત છે ,

ને મનમાં અડગ વિશ્વાસ છે

તો પછી પડવાનો ડર  શાનો !

કદાચ પડશું તો પણ ઉભા થઈને

દોડવાનું પગમાં જોર છે .

વિનોદ પટેલ ,સાન ડિયેગો

 

પક્ષીઓની વાત ઉપરથી મારી એક યાદગાર તસવીરનું સ્મરણ થયું . આ રહ્યું એ ચિત્ર .

VRP WITH BIRD-1 

જુલાઈ ૧૪ માં હું લોસ એન્જેલસમાં એક મહિનો ઉનાળુ વેકેશનમાં મારી દીકરીને ત્યાં રહેવા ગયો હતો.એના પરિવારનું પેટ કોકાટેલ પક્ષી નામે MANNY ચુપચાપ મારા ખભા ઉપર આવીને બેસી ગયું અને મારી આંખમાં તાકીને જાણે કે એની મુક ભાષામાં કૈક કહી રહ્યું ના હોય ! મારા જમાઈએ ત્યાં દોડી આવી એમના કેમેરામાં એ ઉડી જાય એ પહેલાં આ યાદગાર તસ્વીર ઝડપી લીધી .કમનશીબે આ તસ્વીર લીધાના એક વિક પછી એ મૃત્યુ પામ્યું. કેમ અને કેવી રીતે આમ બન્યું એની રસિક વાત એક જુદી પોસ્ટમાં કોઈવાર જણાવીશ.   

A bird does not sing because it has an answer.

It sings because it has a song.

Maya Angelou

 

5 responses to “(517 ) વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….મારી એક અછાંદસ રચના

 1. dee35 ઓગસ્ટ 30, 2014 પર 3:44 પી એમ(PM)

  વાહ સુ’દ્ ર યાદ ગિરી.

  Like

 2. pragnaju ઓગસ્ટ 30, 2014 પર 5:52 પી એમ(PM)

  સ રસ અછાંદસ
  મનના અડગ વિશ્વાસ ઉપર
  બેઠું છે આ યુગલ, નિશ્ચિંત મને !
  સુકી ડાળ કદાચિત તૂટી પડે તો પણ ,
  શો ભય છે , પાંખોના બળે ઉડી જવાશે !
  સુંદર કલ્પના
  સંંત તુકારામની વાત યાદ આવી.તેમને જોઇ પંખી ઉડી જતા પણ તપ કરી કરુણાભાવથયો ત્યારે બધા પંખી તેમની પાસે …માથા પર પણ બેસતા થયા ત્યારે એમને સાધનાની સિધ્ધી લાગેલી
  અને જોનાથનની જાણીતી વાત

  જોનાથન જોશભેર અને આક્રોશ સાથે એમને સમજાવવાની કોશિશ કરતાં કહે છે કે, ‘હું તમને જુદી રીતે જીવન જીવવાનો રસ્તો બતાવીશ. તમે મને એક તક આપો.’ પણ જોનાથનની વાત સાંભળવાને બદલે પંખી સમાજ તેને એકલો મૂકી દે છે. જોકે જોનાથનને સમાજમાંથી ફેંકાઈ જવાનું દુ:ખ નથી, પણ પોતાના સમાજના અબુધ સાથીઓને એ શક્તિનો ખ્યાલ નથી જે તેમનામાં પડી છે, અને આગવી રીતે ઉડ્ડયનના ગૌરવની ઈચ્છા તેમનામાં જાગતી નથી એનું દુ:ખ છે. જોનાથન પોતાની રીતે ઊડવાનું ચાલુ રાખે છે. તે માને છે કે તેના સમાજના બીજા સાથીઓને ભય, ક્રોધ અને આળસ જેવાં તત્ત્વો રૂંધી નાખે છે. જોનાથનનાં સાથી પંખીઓ વરસાદ કે ધુમ્મસમાં ઠૂંઠવાતાં હોય છે ત્યારે જોનાથન હજારો ફૂટ ઊંચે સ્વચ્છ આકાશમાં ઊડતો રહે છે.

  એ તબક્કે કોઈ બીજી દુનિયાનાં બે પંખીઓ જોનાથનને મળે છે. તેઓ જોનાથનને કહે છે કે, ‘અમે તને વધુ ઊંચાઈએ, તારા ખરા ઘરે લઈ જવા આવ્યા છીએ.’ જોનાથન કહે છે કે, ‘મારે ઘર નથી, મારો કોઈ સમાજ નથી. મને મારા સમાજમાંથી કાઢી મુકાયો છે.’ પણ એ પંખીઓ માટે એના હૃદયમાં ઉમળકો આવે છે, એમના પ્રત્યે તેને વિશ્ર્વાસ જાગે છે અને તે પેલાં પંખીઓ, જેમના નામ ચ્યાંગ અને સેલિવાન છે, સાથે તેમની દુનિયામાં જતો રહે છે. એ દુનિયામાં જોનાથન ઘણું નવું શીખે છે. પોતાનો ભૂતકાળ એના મનમાંથી ભૂંસાઈ જાય છે. ચ્યાંગ અને સેલિવાનને ગુરુ બનાવીને તે એમની પાસેથી ઉડ્ડયનની નવી કળા શીખે છે.

  Like

 3. Suresh Jani ઓગસ્ટ 30, 2014 પર 7:34 પી એમ(PM)

  મારા મુસ્લીમ ક્લાસમેટે વારંવાર સંભળાવેલો અને યાદ રહી ગયેલો, મારો માનીતો એક શેર-

  दिलसे जो बात निकलती है, असर रखती है ।
  पर नहीं , ताकते – परवाज़ मगर रखती है ।
  ( पर – पंख , परवाज़ – पक्षी )

  Like

 4. P.K.Davda ઓગસ્ટ 31, 2014 પર 6:31 એ એમ (AM)

  વિનોદભાઇ, મને કવિતા અને એનો ભાવાર્થ બહુ જ ગમ્યા છે. તમારૂં પિક્ચર પણ યુનિક છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: