વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓગસ્ટ 2014

( 512 ) અરર આ મારા માસીનું શું થાશે ?- પ્રજ્ઞાબેન દાદભાવાળા

વાચક મિત્રો,

શબ્દોનું સર્જન બ્લોગનાં સંપાદક શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા બે એરીયામાં સાહિત્યની પ્રવૃતિઓમાં ગળાડૂબ રહીને ગુજરાતી

ભાષાની સુંદર કામગીરી બજાવે છે અને વાંચવા ગમે એવા લેખો અને કાવ્યો લખે છે એનો તો આપને પરિચય હશે જ .

પરંતુ એમનો એક હાસ્ય લેખ ” અરર આ મારા માસીનું શું થાશે ?-એમના બ્લોગમાં તેમ જ જાણીતા હાસ્યના બ્લોગ હાસ્ય

દરબારમાં જ્યારે વાંચ્યો ત્યારે જ મને ખબર પડી કે તેઓમાં એક સારા હાસ્ય લેખક જેવી હાસ્ય પ્રકૃતિ અને લક્ષણો છે .

મને આ લેખ ગમી જતાં વિનોદ વિહારના વાચકોના આસ્વાદ માટે પ્રજ્ઞાબેનના હાસ્ય લેખને આજની પોસ્ટમાં એમના અને

હાસ્ય દરબારના આભાર સાથે રી-બ્લોગ કરતાં ખુશી થાય છે.

પ્રજ્ઞાબેન સાથે મારે અવારનવાર ફોન ઉપર વાત થાય છે . મારા ઉપર એક કુટુંબીજનની માફક સ્નેહ ભાવ રાખે છે અને ખબર

અંતર પૂછતાં રહે છે .સ્વભાવે તેઓ બહુ જ ઋજુ પ્રકૃતિનાં છે.

અરરર ઉપર દાવડા સાહેબએ સરસ કહ્યું છે …..

અરર શબ્દ કવિ કલાપી એ એ ઘણી વાર પ્રયોજ્યો છે……

1-મુજ હદયની આજે પાછી કળી ઉઘ પડી,

અરર! દુઃખ છે! કિન્તુ તેમાં મીઠાશ થઈ ખડી

2-મુજ જિગરને ચીરાતાં – રે! હતું સુખ કૈં મળ્યું,

અરર! વ્રણને સાંધી દેતાં ન ચેન કશું પડ્યું

3-અરર! દિલની પૂરી પૂરી ન લૂંટ થઈ કદી,

અરર દિલમાં છૂરી પૂરી કદી ય ગઈ નહીં;

4-પણ દરદ કૈં ધીમે ધીમે બુઝાઈ જતું હતું,

અરર! દિલ આ ધીમે ધીમે કઠોર થતું હતું;

5-તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેકી દીધો

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

અને હા નાના હતા ત્યારે આ જોડકણું સાંભળ્યું હશે

વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા

ચપટી બોર લાવતા, છોકરાં સમજાવતા

એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો

કોઠી પડી આડી, અરર…ર……. માડી !

 

વિનોદ પટેલ

હાસ્ય દરબાર

‘હાસ્ય દરબાર’નાં રત્નોમાં એક નવો ઉમેરો. 

સાન ફ્રાન્સિસ્કો –  બે એરિયાનાં શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાળા

Pragya_Dadbhawala

તેમનો બ્લોગ – બે એરિયાની સાહિત્ય પ્રવૃત્તિનું દર્પણ આ રહ્યું.

આ ચિત્ર પર ક્લિક કરી 'શબ્દોનું સર્જન' માણો. આ ચિત્ર પર ક્લિક કરી ‘શબ્દોનું સર્જન’ માણો.

મિત્રો ઘણી વાર આપની આજુબાજુ એવી વ્યક્તિઓ રહેતી હોય છે જેને આપણે ભૂલી શકતા જ નથી। …….
              હા આવા છે મારા બાજુવાળા માસી। .. મિત્રો મારે તો આજે તમને મારા બાજુવાળા માસીની વાતો અને અરર શબ્દના પ્રયોગની વાત કરવી છે આમ તો મારા માસી ખાસ ભણેલા નથી પરંતુ અરર શબ્દ નો વારંવાર પ્રયોગ કરે છે એમના દરેક હાવભાવ ,લાગણી ,સંકેતો ચેષ્ટા ,ભાષા જે કહે તે અરર જ છે અને તેમના દરેક વાક્ય એમના અરર શબ્દ્થીજ શરુ થાય..એટલું જ નહિ ઊંઘમાં પણ અરર બોલે છે અને જબકીને જાગે ત્યારે અરર જ ઉદગાર નીકળે છે… એટલે અરર માસી તરીકે જ ઓળખાય છે.. …સવારથી સાંજ સુધી વિવિધ ઉપયોગ કરી અરર શબ્દને એમણે ખુબ કસીને…

View original post 1,296 more words

( 511) શ્રી કૌશિક અમીન અને એમનો એક ચિંતન લેખ ….( સંકલિત )

ન્યુ જર્સી નિવાસી , મારા સમ રસિયા સાહિત્ય મિત્ર અને ઊંચા ગજાના વાર્તાકાર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના

બ્લોગ “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી “ માં ન્યુ જર્સી નિવાસી એમના મીત્ર શ્રી

કૌશિક અમીન ના ટૂંકા પરિચય સાથે એમનો એક સરસ ચિંતન લેખ પોસ્ટ કર્યો છે .

આ પોસ્ટથી મારા માટે એક નવા સાહિત્યકાર અને એક બહુમુખી પ્રતિભા નો પરિચય થયો છે અને  એમના

વિષે વધુ જાણવાની જીજ્ઞાશા પણ જાગ્રત થઇ .આ ચિંતન લેખ ટૂંકો છે છતાં એમાં મનન કરવા જેવા વિચારો

છે .

વિનોદ વિહાર ના વાચકોના આસ્વાદ માટે પ્રવીણભાઈ ના બ્લોગની આ પોસ્ટને ,લેખક શ્રી કૌશિક અમીન

અને શ્રી પ્રવીણ શાસ્ત્રીના આભાર સાથે આજ ની પોસ્ટમાં રી-બ્લોગ કરતાં ખુબ આનંદ થાય છે . 

પૂર્વ અમેરિકામાં ઘણા શહેરોમાં ગુજરાતીઓ વસે છે અને એમાં ન્યુ જર્સી તો ગુજ્રાતીઓથી ઉભરાય છે .

ન્યુ જર્સીમાં ગુજરાતી પ્રકાશનો ચલાવતા શ્રી સુભાષ શાહ ,કૌશિકભાઈ જેવા પ્રકાશકો-લેખકો અને શ્રી

પ્રવીણભાઈ જેવા ઘણા ઉત્સાહી લેખકો અને આંતરે દહાડે ચટાકેદાર ઊંધીયા જેવી વિવિધ પ્રકારની માહિતી-

સામગ્રી પીરસનાર સુરતી ઊંધિયું બ્લોગ ના સ્નેહી સુરતી મિત્ર શ્રી વિપુલ દેસાઈ જેવા ઘણા બ્લોગર મિત્રો

પણ ણ ન્યુ જર્સી નિવાસી છે અને  ગુજરાતી ભાષાની ઘણી સારી સેવા કરી રહ્યા છે .

આપણા જાણીતા અને માનીતા હાસ્ય લેખક મારા મિત્ર  શ્રી હરનીશ જાની પણ ન્યુ જર્સીમાં રહે છે .

એક વખતના ગઝલના બાદશાહ સ્વ. આદીલ મન્સૂરી અને લેખક સ્વ. પ્રવીણ પટેલ પણ ન્યુ જર્સી ના

નિવાસી હતા . 

અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ખુબ લોકપ્રિય સાપ્તાહિક શ્રી સુધીરભાઈ પરીખ નું ગુજરાત ટાઈમ્સ પણ ન્યુ

જર્સીથી ઘણા વર્ષોથી પ્રકાશિત થાય છે . આ સાપ્તાહિક અખબારમાં એ ૨૦૦૧ માં શરુ થયું ત્યાંથી શરુ કરી

૨૦૧૧ સપ્ટેમ્બરમાં મેં મારો આ બ્લોગ શરુ કર્યો ત્યાં સુધી એના નિયમિત ગ્રાહક બનીને અને એમાં મારા

લેખો,કાવ્યો લખીને અમેરિકામાં આવીને સુકાઈ રહેલ મારો સાહિત્ય રસ જીવતો રાખ્યો હતો . આ બદલ આ

પત્રનો હું આભારી છું.આજે તો આ અખબારે ડીજીટલ યુગમાં ઘણી પ્રગતી કરી છે અને ગુજરાતીઓ માટે નેટ

ઉપર પણ વાંચવા ઉપલબ્ધ છે .

આમ ન્યુ જર્સી ગુજરાતી સાહિત્યનુ એક હબ બની ગયું છે એમ કહીએ તો ખોટું નથી .

વિનોદ પટેલ

==========================================

કૌશિક ચિંતન.

Kaushik Amin

Kaushik Amin

 

શ્રી કૌશિક અમીન   —એક બહુમુખી પ્રતિભા નો પરિચય 

વ્યવસાયે પત્રકાર તથા સામાજિક કાર્યકર શ્રી કૌશિક અમીન કોલેજ કાળથી જ લેખન કાર્ય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે. ગુજરાતમાં ચિત્રલેખા. નયા પડકાર તથા મુંબઈ સમાચાર સાથે સક્રિય પત્રકારત્વથી સંકળાયલા રહ્યા હતા. વિહાર, કેપિટલ સાપ્તાહિક તથા સાંજના સમાચાર પત્રનું પણ તેમણે પ્રકાશન કર્યું હતું.

અમેરિકામાં આવ્યા પછી નયા પડકાર, માનવ માસિક, ગુજરાત સાપ્તાહિક, ટી.વી એશિયા વગેરેમાં પણ એમનું મહત્વનું યોગદાન હતું. હાલમાં તેઓ ‘ગુજરાત ફાઉન્ડેશન’ નામની સંસ્થાના સ્થાપક અને ચેરમેન છે. જે ગુજરાત અને ભારત લક્ષી સાહિત્ય પ્રકાશન તથા સમાજિક પ્રવૃત્તિને સંકલિત કરતું રહ્યું છે. એઓ હાલમાં ન્યુ જર્સીના ‘ગુજરાત દર્પણ’માં પરામર્શ તરીકેની સેવા આપી રહ્યા છે. અનેક સાહિત્ય સભાનું કુશળતાથી સંચાલન કરી રહ્યા છે. ગુજરાત દર્પણમાં પ્રગટ થતી એમની ત્રણ વિભિન્ન કોલમ ‘જાગૃત જીવન’ ચિંતન્, ‘અનંતની ખોજમાં’ ખગોળ વિજ્ઞાન ‘દેશ અને દુનિયા’ પત્રકારત્વની એમની નિપુણતાનું દર્શન કરાવે છે.

મિત્રદાવે મિત્ર પ્રસાદી તરીકે ગુજરાત દર્પણમાં પ્રગટ થયેલી કોલમ મારા દેશ વિદેશના મિત્રો માટે

….આપને માટે રજુ કરું છું .

—- પ્રવીણ શાસ્ત્રી

————————-

Gujarat Darpan

June 12

જાગૃતજીવન

જૂન 2014
– કૌશિક અમીન

સુખ અને દુઃખ જીવનયાત્રાના એક સિક્કાની બે બાજુ જેવા છે. સાચા સુખ કે દુઃખની અનુભૂતિ સામાન્ય માનવી જ કરી શકે, અને જીવનયાત્રાના એ અનુભવો જ જીવનની સાર્થકતા પણ છે.

બાળકનું ઉદાહરણ આ સંદર્ભમાં જોવા જેવું છે.બાળક હંમેશા નિર્દોષ હોય છે, એ તેને ગમતી બધી જ વાતોમાં ઓતપ્રોત થઇ જાય છે. ભય કે દુઃખની એને કલ્પના પણ નથી. રમકડું રમવામાં ઓતપ્રોત થઈને આનંદ માણતું બાળક રમકડું તૂટતાં આક્રંદ કરીને ગામ ગજવવાની જરૂર નથી, પણ બાળક આ નીતિ રીતી ક્યાં સમજે છે?

સંબંધો, વૈભવ, સફળતા, સુખ કે દુઃખ આ બધા જીવનયાત્રાના મુકામો છે. યાત્રા આગળ વધે તેમ તે પાછળ રહેતા જાય છે.

પરિવાર, નામ, મોટાઈ, ગામ, ગોળ, જાત, રાજ્ય કે પ્રદેશ, દેશ પ્રત્યેનો તીવ્ર લગાવ અને એ માટે કંઈ પણ કરી છુટવાની મથામણમાં વ્યસ્ત રહેવું, એક તબક્કે આ બધું જ નિરર્થક સાબિત થઈને રહે છે. પરિણામે જે તબક્કામાં જીવનને, જે તે સમયમાં માનવું જોઈએ તે માણી નથી શકાતું. બિલકુલ પેલા બાળકની જેમ ભેંકડો તાણી રડવાનો વસવસો પણ નથી કરી શકતો. પરિણામે ત્રિશંકુ જેવી વેદનાઓમાં સરેરાશ માનવી અટવાયેલો રહે છે.

બધી વાર્તાઓના અંત કલ્પના કથાની જેમ ખાધું, પીધું ને રાજ કર્યું જેવા નથી હોતા. સફળતા તો મધ્યાંતર જ બની રહે છે. સુખ સફળતાની મથામણ જીવનયાત્રાના ઉત્તરાર્ધમાં જીવનથી ઉબાઈ જવાની પરિસ્થિતિમાં અનેકવાર ધકેલી મુકે છે, અને પછી સાર્થક જીવન, શાંતિ અને સ્વસ્થતાની તરસ મન મસ્તક ઉપર કબજો જમાવવા લાગે છે, અને સફળ મધ્યાંતરની એ કથા આગળ વધે છે. જીવનયાત્રાની વાર્તા નવી ઉચાઇઓએ પહોચે છે.

રામનો રાવણ વિજય કે પછી કુરુક્ષેત્રમાં કૌરવો સામેના વિજય સાથે તે કથાઓ સમાપ્ત નથી થઇ. આપણી જેમ જ તે જીવનયાત્રાઓ પણ આગળ વધી છે. રામ અને કૃષ્ણનાં જીવન પણ વેદનામય મથામણો સાથે જ સમાપ્ત થયા હતા.

જીવનયાત્રા એ ચડતા ગ્રાફ જેવી નથી.

 —-શ્રી કૌશિક અમીન

————————————

સૌજન્ય : પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

( 510 ) બે પગ નથી…. તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને! – જેનીફર બ્રીકર – Jennifer Bricker

બે પગ નથી.... તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને!  – જેનીફર બ્રીકર - Jennifer Bricker

બે પગ નથી…. તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને! – જેનીફર બ્રીકર – Jennifer Bricker

લેખકો સમાજમાં જીવતા માણસોના જીવન

ઉપર કલ્પનાના મહેલ રચીને વાર્તાઓ

લખતા હોય છે .પરંતુ કેટલીક વ્યક્તિઓ જે

રીતે પોતાનું જીવન જીવે છે એ જ્યારે

આપણે  જોઈએ કે સાંભળીએ ત્યારે એમના

જીવનની સત્ય કથા લેખકોએ લખેલી

કાલ્પનિક વાર્તાને પણ એક બાજુએ મૂકી દે

એવી રોચક અને દિલધડક હોય છે .

 

આવી જ દિલધડક જીવન કથા જન્મથી બે પગ વિના જન્મેલી વિકલાંગ

મહિલા જેનીફર બ્રીકર – Jennifer Bricker ની છે .

તમે જ્યારે નીચેના બે વિડીયોમાં  જેનીફર

ને એના મુખે એની કથા કહેતી સાંભળશો

ત્યારે એની બહાદુરી અને જીવન પ્રત્યેના

એના સકારાત્મક અભિગમ માટે એના

ઉપર વારી જશો અને તમને એને સલામ

કરવાનો ઉમળકો થઇ આવશે.

 

વારે તહેવારે જે લોકો એમના દુખતા જોડા

માટે વિલા મુખે ફરિયાદકરતા હોય છે એ

લોકોએ જન્મથી બે પગ ગુમાવનાર પણ સદા

હસતા મુખે જીવનનો પડકાર રોજે રોજ

સફળતાથી ઝેલી રહેલ આ બહાદુર મહિલા

વિશેના નીચેના બે વિડીયો જોવા જોઇએ અને

એમાંથી પ્રેરણા લેવી જોઈએ .

Inspirational Athlete Born Without Legs Learns Childhood Idol Is Her Sister
https://youtu.be/koEynMsIJS4

Listen this brave woman in this video telling about her perspective on her legless life. See and marvel how laughingly she has taken her life in a positive way with out any complaint .

——————–

સાભાર- શ્રી સુરેશ  જાની  

( 509 ) અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનની ૬૮મી વર્ષગાંઠે અભિનદન —એક અનોખી નટખટ હરકત

આજે August 19, 2014 નાં રોજ અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનની ૬૮મી વર્ષગાંઠ છે.

એમના લાખ્ખો પ્રસંસકો એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.  

અમેરિકાના સેલીબ્રેટી વ્યક્તિઓની આબાદ નકલ માટે વિખ્યાત અને એમની બ્લોક બસ્ટર ફિલ્મ   House of Cards’ ના મુખ્ય પાત્ર Frank Underwood નો આબાદ પાઠ ભજવનાર અદાકાર કેવિન ખુબ જાણીતા છે .

આ અદાકાર બીલ ક્લીન્ટના અવાજની આબાદ નકલ કરી ક્લીન્ટનનાં પત્ની હિલરી ક્લીન્ટનને ફોન જોડે છે અને એમની સાથે ફોનમાં વાતચીત કરી એની નટખટ રીતે અભિનંદન આપવાની અવનવી રમુજી રીત અપનાવે  છે એ તમે નીચેના વિડીયોમાં જોશો તો તમે જરૂર તાજુબ થઇ થઇ જશો .

બીલ ક્લીન્ટનનાં પત્ની હિલરી ક્લીન્ટન પણ અમેરિકાનાં બાહોશ રાજનીતિજ્ઞા છે.૨૦૦૪ ની અમેરિકાના પ્રેસીડન્ટની ચુંટણીમાં તેઓ હાલના ૪૪મા પ્રેસીડન્ટ સામે હારી ગયાં હતાં . એમ છતાં ઓબામાએ એમને સેક્રેટરી ઓફ સ્ટેટના અગત્યના હોદ્દે નિમ્યાં હતાં જ્યાં એમણે સુંદર કામગીરી કરી બતાવી હતી

.હેલરી વિશ્વની લોખંડી મિજાજ ધરાવતી મહિલાઓમાંનાં એક ગણાય છે અને મહિલા શક્તિની એક જીવતી જાગતી મિશાલ છે .

૨૦૧૬ ના નવેમ્બરમાં માં આવતી પ્રેસીડન્ટની ચુંટણીમાં હિલરી રીપબ્લીકન ઉમેદવારની સામે કદાચ ચુંટણી લડશે એવી વાતો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે . જો કે હિલરીએ હજુ એમના તરફથી એમનો ઈરાદો શું છે એ હજુ સ્પષ્ટ રીતે જાહેર કર્યું નથી . એ માટેનાં લક્ષણો તો દેખાઈ  રહ્યાં છે .

અમેરિકાની પ્રેસીડન્ટની ચુંટણી જીતવા માટે ઘણી નવી નવી ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ માટે કરોડો ડોલર વપરાતા હોય છે .

Hillary Clniton on Book Tour

Hillary Clniton on Book Tour

હિલરીએ તાંજેતરમાં પ્રકાશિત  એમની બેસ્ટ સેલર આત્મકથા ના વેચાણ માટે અમેરિકાની બુક ટુર કરીને ખુબ ડોલર ભેગા કરીને એમની ઝુંબેશના શ્રી ગણેશ કરી જ દીધા છે એમ મનાય છે .બધા સંભવિત ઉમેદવારોમાં પોપુલારીટી રેટિંગમાં ડેમોક્રેટિક પાર્ટીનાં સંભવિત ઉમેદવાર હિલરી ડબલ ડીજીટથી આજે આગળ છે .દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા !

આ વિડીયો પણ લોકોના દિલો સુધી પહોંચવા માટે, ચુંટણી  જીતવા માટેની ઉમેદવારો અનેક ટેકનીકો અજમાવશે એમાંની કદાચ એક પણ હોઈ શકે છે !  ભારતમાં મોદી હોય કે અમેરિકામાં હિલરી , કાગડા બધે જ કાળા !

Happy 68th Birthday, President Bill Clinton!

Source–http://www.clintonfoundation.org/

=================================

A Bill Clinton and Hillary – Joke

One summer afternoon, Former President Bill Clinton and his wife Hillary

Clinton were vacationing in their home state of Arkansas.

After a long road trip, they stopped at a service station to fill up their car with gas.

As it turns out, the owner of the gas station was Hillary’s old high school boyfriend.

They exchanged a brief chit-chat before the former White House couple went on their way.

As they were making their way back home, Bill put his arm around Hillary and said,

“Well, honey… if you had stayed with him, you would now be the wife of a service station owner.”

She smirked and replied, “No Bill, if I had stayed with him… he would have been the President

of the United States!”

====From a friend’s e-mail

( 508 ) મારી કેટલીક અછાંદસ વિચાર કણિકાઓ ……. (મારી નોધપોથીમાંથી -નવનીત )

 

“મારી નોધપોથીમાંથી -નવનીત ” એ શ્રેણીમાં  મારા વિચાર વલોણાની નીપજ જેવી

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આ બ્લોગની અગાઉની પોસ્ટમાં આપે વાંચી હશે.

એના અનુસંધાનમાં આ શ્રેણીમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત અછાંદસ

કાવ્ય ક્ન્ડીકાઓ આજની પોસ્ટમાં રજુ કરી છે .

મારી નોધપોથીમાં આવી ઘણી સ્વ-રચિત વિચાર કણિકાઓ સંગ્રહિત છે એમાંથી

આવી રીતે અવારનવાર મુકાતી જશે.

આશા છે આપને એ ગમે .

આપનો પ્રતિભાવ જરૂર  જણાવશો.

વિનોદ પટેલ

————————————————————-

મારી નોધ્પોથીમાથી …….

For mari nodh pothimaathi

મન, વિચાર અને બુદ્ધિ 

મનુષ્યની તમામ ક્રિયાઓનું આરંભ બિંદુ વિચાર

વિચારનું આરંભ બિંદુ મન

વિચાર બુદ્ધિને ઢંઢોળીને સજાગ કરે અને કર્મ કરવા પ્રેરે

જેવું મન એવો વિચાર

જેવો વિચાર એવી બુદ્ધિ

જેવી બુદ્ધિ એવું કાર્ય

મન, વિચાર અને બુદ્ધિનો સુ સંયોગ એટલે

કાર્યમાં સફળતા એ જ એનું પરિણામ !

——————————–

જિંદગી કોઈ બોજ નથી

જિંદગી કોઈ બોજ નથી પણ એક મોજ છે એમ સમજી

એ મોજને કોઈ હિસાબે બોજમાં કદી પલટાવશો નહિ

જિંદગી એક અણમોલ આશીર્વાદ છે કોઈ શાપ નથી

શાપને પણ આશીર્વાદમાં પલટવાની તમે તાકાત રાખો છો

——————————————

એક મિત્રના ઈ-મેલમાં નીચેની અંગ્રેજી રચના વાંચવામાં આવી જે મને ગમી ગઈ . .

One night a father Overheard his son Pray :

Dear God ,

Make me the kind of Man my Daddy is.

Later that night , the Father prayed ,

Dear God ,

make me the Kind of man my son Wants me to be .

-Anonymous

——————————-

આ સરસ અંગ્રેજી રચનાનો ગુજરાતીમાં અનુવાદ મેં આમ કર્યો છે .

પ્રાર્થના- એક પુત્રની અને એના પિતાની

રાતની એક વેળાએ પિતાને કાને પડ્યા

નિજ પુત્રના આ શબ્દો પ્રાર્થનાના

ઓ વ્હાલા પ્રભુ

મારા પિતાના જેવો જ

હું પુત્ર બનું એવી મારા પર કૃપા કરજે .

એ પછી થોડા સમયે એ જ રાતના

પિતાએ જે પ્રાર્થના કરી એના શબ્દો હતા :

હે પ્રિય પ્રભુ,

મારો પુત્ર મને જેવો જોવા ઈચ્છે છે

એવો જ હું લાયક બનું ,એવી કૃપા જરૂર કરજે..

  અનુવાદ- વિનોદ પટેલ

————————————–

મારી  એક સ્વ-રચિત પ્રાર્થના

પ્રભુ મને એવી આંખો દેજે કે જે,

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે ,

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે,

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે ,

તારામા મારો વિશ્વાસ ગુમાવે ના કદી

પછી કોઈ પણ આપત્તિની વચ્ચે હું કેમ ના હોઉં .

વિનોદ પટેલ

( 507 ) મળવા જેવા માણસ ….શ્રી ચીમન પટેલ ‘ચમન’…..પરિચય ….શ્રી પી.કે.દાવડા

શ્રી પી.કે.દાવડા ની “ મળવા જેવા માણસો “ ને નામે હવે તો ખુબ જાણીતી પરિચય શ્રેણીમાં એમણે હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ “ ચમન “ નો સરસ પરિચય કરાવતો લેખ મને ઈ-મેલથી મોકલ્યો છે એને આજની વિનોદ વિહારની પોસ્ટમાં રજુ કરતાં ખુબ આનંદ થાય છે .

શ્રી ચીમનભાઈ ના હાસ્ય લેખો, વાર્તાઓ, કાવ્યો , ગઝલો, હાઈકુ વી, સાહિત્ય કૃતિઓ વિનોદ વિહારમાં અન્ય બ્લોગોમાં અગાઉ એમના પરિચય સાથે પ્રગટ થતી રહે છે એટલે એમનું નામ સાહિત્ય રસિકોમાં અજાણ્યું નથી . 

શ્રી ચીમનભાઈ સંબંધે મારાં માસીના દીકરા એટલે કે કઝીન ભાઈ થાય છે .એમના પિતા અને મારા પિતા મારા નાના ભગવાનદાસની રંગુનની પેઢીમાં સાથે કામ કરતા હતા .એટલે અમારો ઘણા વર્ષોનો કૌટુંબિક સંબધ છે .મારી માફક એમનો જન્મ પણ બર્મા રંગુનમાં થયો હતો. ચીમનભાઈ અને એમનાં પત્ની સ્વ.નીયંતીકાબેન ઉપર મારાં માતુશ્રી સ્વ. શાંતાબેન ખુબ જ હેત રાખતાં હતાં . 

શ્રી દાવડાએ એમના પરિચયમાં શ્રી ચમનભાઈ વિષે વિગતે લખ્યું છે એટલે મારે વધુ લખવાનું રહેતું નથી. ચીમનભાઈ એમની ૮૨ વર્ષની ઉંમરે પણ જોબની સાથે એમને પ્રિય સાહિત્ય સર્જન અને બીજી મનગમતી ઘણી હોબીઓમાં મન પરોવી જે રીતે પ્રવૃતિમય જીવન વ્યતીત કરી રહ્યા છે એ અનુકરણીય છે.

શ્રી દાવડાએ એમના પરિચય લેખને અંતે જે લખ્યું છે કે —

“ચીમનભાઈ ‘ચમન’ એટલે પોતાની શરતે પોતાનું જીવન વ્યતિત કરતી એક Vibrant પ્રતિભા.”

એ બિલકુલ સાચું છે.

આ લેખ મને મોકલવા બદલ હું શ્રી પી.કે.દાવડાજીનો ખુબ આભારી છું .

શ્રી ચીમનભાઈના નિરામય દીર્ઘાયુષ્ય માટે મારી હાર્દિક શુભેચ્છાઓ .

વિનોદ પટેલ

============================

 

મળવા જેવા માણસ ….શ્રી ચીમન પટેલ ‘ચમન’…..પરિચય ….શ્રી પી.કે.દાવડા

ચીમન પટેલ-૧

 

ચીમનભાઈનો જન્મ ૧૯૩૩ માં બર્મામાં રંગુન શહેરમાં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનના બોમ્બમારાથી બચવા એમનું કુટુંબ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કૈયલ ગામમાં આવી ગયું. એ વખતે એમની ઉમ્મર સાત વર્ષની હતી.

કૈયલની પ્રાથમિક શાળાનો, અને ત્યારબાદ કડીની સર્વવિદ્યાલય હાઈસ્કૂલનો અભ્યાસ પુરો કરી, ચીમનભાઈએ ૧૯૫૨ માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. હાઈસ્કૂલ અને કડી બોર્ડીંગ ના સાત વર્ષોમાં નિયમિતતા, શિસ્ત, સ્વાવલંબી જીવન, નાટકોમાં, ચિત્રોમાં, સંગીતમાં, બેન્ડમાં ડ્રમ અને વાંસળી, કસરતમાં લેઝીમ, વોલીબોલ વગેરે અભ્યાસની સાથે મેળવી જીવનનો પાયો ત્યાંથી નંખાયો.

મેટ્રીક પાસ થતાં જ પિતાની પસંદગીની અભણ કન્યા સાથે એમના લગ્ન કરાવી દેવાયા. કન્યા જોવાની માગણી કે લગ્ન વિરોધ કરવા જેવી પરિસ્થિતિ ત્યારે નો’તી!

અમદાવાદની ગુજરાત કોલેજમાં F.Y.Sc. માં દાખલ થયા. પરીક્ષા વખતે માંદા પડ્યા ને પરીક્ષા ન આપી શક્યા! વતન પાસેની એક હાઈસ્કુલમાં નોકરી લીધી અને F.Y.Scની પરીક્ષા આપી પાસ થયા એટલે અભ્યાસ આગળ વધારી Int.Sc. કરીને અમદાવાદની એન્જિનિયર કોલેજમાં પ્રવેશ કર્યો. સામાજિક સમસ્યાઓને કારણે અભ્યાસમાં ચિત્ત ચોટ્યું નહીં અને નાપાસ થયા. એન્જિનિયર કદાચ નહીં થવાય એટલે પાછા ગુજરાત કોલેજમાં Jr.B.Sc થરું કર્યું. એન્જિનિયરની અને Jr.B.Sc ની બંને પરીક્ષામાં પાસ થયા. બીજા વર્ષે ઈલેક્ટ્રિકલને બદલી સિવિલમાં જવાની પરવાનગી ન મળતાં,વલ્લભ વિદ્યાનગરની BVM એન્જિનિયર કોલેજમાં પ્રવેશ મેળવી તેમણે ૧૯૫૯ માં B.E.(Civil) ડીગ્રી મેળવી અને PWD સિંચાઈ ખાતામાં અમદાવાદમાં  લાલ દરવાજે નોકરી શરું કરી.

PWD ની નોકરી દરમ્યાન એમણે વાર્તાઓ લખવાનું શરું કર્યું. પ્રથમ વાર્તા “કળશ”, અમદાવાદથી પ્રકાશિત “ચાંદની” માસિકમાં પ્રગટ થઈ. ત્યાર પછી “ચાંદની”માં “એક પાનાની વાર્તા” શિર્ષક હેઠળ બીજી વાર્તા પ્રગટ થઈ. ત્યાર પછી મુંબઈથી પ્રગટ થતા “નવ વિધાન” માસિકમાં ત્રીજી વાર્તા પ્રગટ થઈ, અને આમ એમની સાહિત્ય પ્રવૃતિની શુભ શરૂઆત થઈ.

આ ગાળામાં નિયંતિકા સાથે અકસ્માતે પરિચય થયો જે ધીરે ધીરે પ્રેમ સ્વરૂપે પાંગર્યો. સમાજ અને સગાંઓને આ પ્રેમ પ્રકરણ ગમ્યું નહીં!

પ્રેમી યુગલ- ચીમનભાઈ અને નિયંતિકાબન

પ્રેમી યુગલ- ચીમનભાઈ અને નિયંતિકાબન

અમદાવાદની નોકરી છોડી, ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનીકમાં લેકચરર તરીકેની નોકરી સ્વીકારી. અહીં એમણે શિક્ષણ ઉપરાંત કોલેજના મેગેઝીનના સંપાદન, વાર્ષિક નાટકોનું દિગદર્શન કરી, નાટકોમાં ભાગ લઈ અનેક પ્રવૃતિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓમાં પ્રિય પ્રોફેસર થયા.

નિયંતિકાથી દુર રહીને કાગળોમાં કાવ્યો લખવાનો મોકો મળ્યો. ભાવનગરના “સૌરાષ્ટ્ર સમાચારમાં” ૧૧જુલાઈ’૬૫માં ‘ઉકળાટ’ કાવ્ય પ્રકાશિત થયું.

ભારતમાં રહીને પ્રથમ લગ્નનો ઉકેલ લાવવા પાછળ સમય બગાડવા કરતાં ઉચ્ચ અભ્યાસાર્થે જાન્યુ. ૧૯૬૭માં અમેરિકા આવી ગયા. University of Houston માંથી ૧૯૬૮ માં M.S. (Civil) ની ડીગ્રી પ્રાપ્ત કરી અને Fluor Daniel કંપનીમાં નોકરીએ લાગી ગયા.

હ્યુસ્ટનની કોર્ટમાંથી પ્રથમ લગ્નના છૂટાછેડા મેળવ્યા. ૧૯૬૯માં નિયંતિકાને અમેરિકા બોલાવી હ્યુસ્ટનની કોર્ટમાં લગ્ન કરી લીધા.

૩૦ એપ્રિલ,૧૯૭૬માં અમેરિકન સીટીઝન થઈ, બે અનુજ ભાઈઓ અને એક બેનને પરિવાર સાથે અમેરિકા બોલાવી લીધા.

નિયંતિકા સાથેના ૪૨ વર્ષના સુખી સંસાર બાદ ૭ ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ  નિયંતિકાબેનનું કેન્સરમાં અમદાવાદ ખાતે અવસાન થયું. એમના લગ્નથી બે પુત્રીઓ, એક પુત્ર અને ચાર પૌત્રો હ્યુસ્ટનમાં જ રહે છે.   

૧૯૬૭ માં અમેરિકા આવ્યા બાદ પણ ચીમનભાઇનો સાહિત્યમાં રસ જળવાઈ રહ્યો, બલકે વધ્યો. હ્યુસ્ટનના ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’માં એમણે દર મહિને હાસ્ય લેખ લખવાના શરૂ કર્યા એટલું જ નહીં પણ એમની ચિત્રકલાની આવડતનો ઉપયોગ કરી, દર્પણના Cover page તૈયાર કર્યા. ૧૯૯૭ માં એમના હાસ્યલેખોને એમના પ્રથમ પુસ્તક “હળવે હૈયે” માં સમાવી લેવામાં આવ્યા.

ચીમન પટેલ-ચમન-ના હાસ્ય લેખોના પથમ પુસ્તક - હળવે  હૈયે-નું મુખ પૃષ્ઠ

ચીમન પટેલ-ચમન-ના હાસ્ય લેખોના પથમ પુસ્તક – હળવે હૈયે-નું મુખ પૃષ્ઠ

હ્યુસ્ટનના બીજા એક માસિક “ધરા ગુર્જરી” માં એમણે કવિતા અને હાસ્યલેખ લખવા ઉપરાંત માસિકના કલાનિયોજક તરીકેની કામગીરી પણ નિભાવી અને એમના ચિત્રોથી માસિકના મુખપૃષ્ટને શણગાર્યા. ૧૯૮૫ માં એમના આ કાર્ય બદલ એમને “ધરાગુર્જરી એવોર્ડ” અપાયો.

ધરા ગુર્જરી એવોર્ડ

ધરા ગુર્જરી એવોર્ડ

ચીમનભાઈએ બનાવેલું ધરા ગુર્જરીનું મુખ પૃષ્ટ

ચીમનભાઈએ બનાવેલું ધરા ગુર્જરીનું મુખ પૃષ્ટ

આ ઉપરાંત એમના લેખો અમેરિકાના કેટલાક માસિકો જેવા કે (૧)નવવિધાન (૨)ગુંજન (૩)ગુર્જરી ડાયજેસ્ટ (૪)ગુજરાત દર્પણ (૫) ગુર્જરી (૬) ગુજરાત લાઈન(કેનેડા) વિગેરે માં પ્રગટ થતા રહ્યા.

ચીમનભાઈની કવિતાઓ અને લેખો “પુસ્તકાલય” વેબ સાઈટ ઉપર પ્રથમ મુકાયા અને ત્યારબાદ ચીમનભાઈએ  પોતાનો બ્લોગ “ચમનકે ફૂલ” શરૂ કર્યો.

વર્ષોથી ચીમનભાઈ હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્ય છે અને ત્યાં પોતાની રચનાઓ રજૂ કરી સૌને હસાવે છે. એમની બધી રચનાઓ એમણે “ચમન” ઉપનામથી પ્રગટ કરી છે.

મિત્રો અને સગાંઓની વર્ષગાંઠ અને એનીવર્ષરી વખતે ‘હઝલ’ લખી, રજુ કરી પેક્ષકોને હસાવવામાં મોખરે છે. ચીમનભાઈની રચનાઓની ખાસ ખૂબી એ છે કે એમને જે કહેવું હોય તે સીધે સીધું કહી દે છે; ગોળ ગોળ શબ્દોમાં નહિ.

એક ગઝલમાં તેઓ કહે છે;

“વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!

ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!”

બીજી એક રચનામાં સલાહના રૂપમાં કહે છે,

“કરી રાખ્યું છે ઘન ભેગું આજ સુધી તો ઘણું,   

દઇ દો દાનમાં થોડુ, લેનારા વળી મળે ન મળે!

 કરી છે વાતો તમે ખોટી ઘણી બધી આજ સુધી,

કહિ દો હવે સાચું, સાંભળનાર ફરી મળે ન મળે!

 

 “જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!

હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!”

એમની  ટેકનોલોજી ઉપર લખેલી “બેસતા કરી દીધા”રચના તો બ્લોગ્સમાં હજુ પણ

ફરતી જોવા/સાંભળવા મળે છે,                      

                        “ખાવોનો ચસ્કો બધાનો જુઓ વધતો જાય છે આજે,

                          ‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીધા!

                            કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,

                            કુટુંબો વચ્ચેના ક્લેશો ભઈ, કેમ વધારતા કરી દીધા?

                          સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?

                        ‘ઈલેક્ટ્રીક’ ભઠ્ઠામાંમડદાં ઝટ બાળતા કરી દીધા!

ચીમન પટેલ-૩ નિયંતિકા ચીમન પટેલ-૪ નીય્ન્તીકા

  

    

  

                           

                       

           

   

    

ચિત્ર  નમ્બર-૧                                                                                                                                 ચિત્ર નમ્બર -૨

ખાસ કરીને ચારકોલ આર્ટમાં એમને સારો મહાવરો  છે. ચિત્ર નંબર-૧ એમની સ્વર્ગસ્થ પત્ની નિયંતિકાનો ફોટોગ્રાફ છે અને ચિત્ર નંબર-૨ માં ચીમનભાઈએ દોરેલું એમનું ચારકોલ ચિત્ર છે. ચિત્રકલા ઉપરાંત ફોટોગ્રાફી પણ એમની એક હોબી છે. અહિ ઘણા વર્ષો સીન્ગલ ટેનીસ રમી, હવે હળવી કસરતોની સાથે ફાસ્ટ ચાલવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. રાતના ૯ વાગે સુઈ જઈ સવારે ૪ વાગે ઉઠવાનો ક્રમ આજે ૮૨ વર્ષની વયે પણ ચાલુ છે. સવારના ૨૫ મિનિટમાં યોગ સાથે શરીરુપિયોગી હળવી કસરત કરી નોકરીએ જાય છે અને ફુરસદના સમયમાં શાકભાજીની ખેતી કરી, મકાન ફરતે એવરગ્રીનને માળીની જેમ આકૃતિઓ આપી શોભાવે છે.

ચીમનભાઈ ‘ચમન’ એટલે પોતાની શરતે પોતાનું જીવન વ્યતિત કરતી એક Vibrant પ્રતિભા.

-પી. કે. દાવડા