વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 5, 2014

( 524 ) શિક્ષક દિને શ્રી નરેન્દ્ર મોદીનું વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને સંબોધન

 

* હું પણ બાળપણમાં મસ્તી-તોફાન કરતો હતો, શરણાઈ વગાડનારાને આમલી દેખાડતો હતો,  એ જોઈને તેના મોઢામાં પાણી આવતું હતું અને શરણાઈ વગાડી શકતો નહોતો.” શ્રી મોદીના વિદ્યાર્થીઓને કરેલ સંબોધનમાંથી ...

* હું પણ બાળપણમાં મસ્તી-તોફાન કરતો હતો, શરણાઈ વગાડનારાને આમલી દેખાડતો હતો,એ જોઈને તેના મોઢામાં પાણી આવતું હતું અને શરણાઈ વગાડી શકતો નહોતો.”
શ્રી મોદીના વિદ્યાર્થીઓને કરેલ સંબોધનમાંથી …

 

૫ મી સપ્ટેમ્બર એ ભારતના બીજા રાષ્ટ્રપતિ , ફિલસૂફ અને મહાન શિક્ષણવિદ્દ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન  નો જન્મ દિવસ છે .આ દિવસને દર વર્ષે દેશમાં શિક્ષક દિનતરીકે ઉજવવામાં આવે છે.

આજે તે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના માણેકશા ઓડિટોરિયમમાં દિલ્હીની અનેક શાળાઓમાંથી સ્વૈચ્છિક રીતે હાજર રહેલા લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને સંબોધિત કર્યા હતા.

આ પ્રવચનમાંના કેટલાક અગત્યના મુદાઓ .

  • ટીચર-વિદ્યાર્થીઓ સ્કૂલની સફાઈ કરે તો રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ કરી શકે છે.
  • આજે દરેક કામ ગૂગલ ગુરુ કરે છે. જાણકારી મળી જાય છે પરંતુ તેનાથી જ્ઞાન પ્રાપ્ત નથી થતું.
  • જ્યા સુધી શિક્ષકનું મહત્વ આપણે સ્વીકાર નહીં કરીએ ત્યા સુધી નવી પેઢીના પરિવર્તનમાં કોઈ સફળતા નહીં મળે. આના પર ચિંતન કરવાની જરૂર છે.એ જાણવાની જરૂર છે કે કેમ હોશિયાર વિદ્યાર્થીઓ પણ શિક્ષક બનવા નથી માગતા.
  • કંઇક નવું ના કરે તો એ મોદી નહિ ! દેશમાં વડા પ્રધાન સાથે સ્કૂલનાં વિદ્યાર્થીઓનો આ રીતે સામુહિક સંપર્ક કાર્યક્રમનું આ પહેલી જ વાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું દૂરદર્શનની ચેનલો પરથી તેમજ દેશની ૧૮ લાખ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું .વીડિયો કોન્ફરન્સિંગ મારફત દેશના જુદા જુદા ભાગોમાંથી કેટલાક વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ પ્રધાન-શિક્ષણ પ્રધાન – સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યાં હતાં.

શિક્ષક દિને શ્રી મોદીએ આપેલ પ્રવચનનો વિડીયો અને વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ નો વિડીયો પોસ્ટને અંતે મુક્યો છે .

વિનોદ પટેલ , સંપાદક

==================================

નીચેનો અહેવાલ ચિત્રલેખા.કોમના સૌજન્યથી …

શિક્ષક દિને મોદીએ સ્કિલ ડેવેલપમેન્ટ,

કન્યા-શિક્ષણનું મહત્વ સમજાવ્યું

નવી દિલ્હી – દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્દ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પાંચ સપ્ટેંબરના જન્મદિનને દર વર્ષે દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આજે તે નિમિત્તે મોદીએ દિલ્હીના માણેકશા ઓડિટોરિયમમાં દિલ્હીની અનેક શાળાઓમાંથી સ્વૈચ્છિક રીતે હાજર રહેલા લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે એક વિદ્યાર્થિનીએ સવાલ પૂછ્યો હતો કે શું શિક્ષણ રોજગારલક્ષી હોવું જોઈએ? તમે સ્કિલ ડેવેલપમેન્ટને મહત્વ આપો છો? તેના જવાબમાં મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓને સ્કિલ ડેવેલપમેન્ટનો મોકો મળવો જોઈએ. ડિગ્રીની સાથે હુન્નર, કૌશલ્ય હોવું પણ જરૂરી છે. શૈક્ષણિક ડિગ્રીની સાથે યુવા વિદ્યાર્થીઓને વ્યવહારુ સ્કિલ નોલેજ તેમજ તાલીમ પૂરી પાડવામાં આવે તે ખૂબ જરૂરી છે. દુનિયામાં સૌથી વિકસિત દેશોમાં પણ સ્કિલ ડેવેલપમેન્ટને ખૂબ મહત્વ અપાય છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા, તેમને શુભેચ્છા આપી હતી અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

મોદીના સંબોધન તથા વાર્તાલાપના મુખ્ય અંશઃ

* વિદ્યાર્થીઓના અનેક સપનાં હોય છે. જો તમે દ્રઢનિશ્ચયથી આગળ વધશો તો તમને સપનાં સાકાર કરતા કોઈ રોકી નહીં શકે.

* તમામ શિક્ષકોને મારી અપીલ છે, આપણે બાળકોને આધુનિક ટેક્નોલોજીથી વંચિત ન રાખીએઃ

* આપણી શિક્ષણ પ્રણાલીને જીવંત બનાવવાની જરૂર છેઃ

* બાળકોમાં સારા શિક્ષક બનવાની લાગણી જગાડવાની જરૂર છેઃ

* મહાન વ્યક્તિઓના જીવનચરિત્રને વાંચવા જોઈએ. તેનાથી ઈતિહાસની નિકટ જઈ શકીએ છીએ.

* સ્વચ્છતાને ચારિત્ર્ય ઘડતરનો હિસ્સો બનાવવાની જરૂર છે.

* એક વિદ્યાર્થીએ મોદીને પૂછ્યું,. અમારી સાથે વાતો કરવાથી તમને શું લાભ મળશે?

* મોદીએ વિદ્યાર્થીને જવાબમાં કહ્યું, એવા ઘણા કાર્યો હોય છે જે આપણે લાભ માટે કરવા ન જોઈએ.

* હું સમય પર કામ થાય તે માટેનો આગ્રહી છું. હું હેડ માસ્ટર નહીં, ટાસ્ક માસ્ટર છું:

* ભુજની શાળાના એક વિદ્યાર્થીનો મોદીને સવાલઃ તમે હમણાં જ જાપાન જઈ આવ્યા. તમને આપણી અને જાપાનની શિક્ષણ પ્રણાલીમાં શું ફરક લાગ્યો?

* મોદીનો વિદ્યાર્થીને જવાબઃ જાપાનમાં શીખવાની બાબતને ખૂબ મહત્વ અપાય છે. ત્યાં બાળકોમાં ગજબની શિસ્ત હોય છે:

* હું સ્કૂલમાં ક્યારેય મોનિટરની ચૂંટણી પણ લડ્યો નહોતો, તેથી પીએમ બનીશ એવું ક્યારેય વિચાર્યું નહોતું.

* હું CM માંથી PM બન્યો છું, એનાથી મારા જીવનમાં કોઈ ખાસ ફરક પડ્યો નથીઃ પ્રશ્નોત્તરી વખતે મોદીનો જવાબ.

* આસામના એક વિદ્યાર્થીએ ક્લાયમેટ ચેન્જ, પર્યાવરણ વિશે મોદીને સવાલ પૂછ્યો.

* મોદીનો જવાબઃ પર્યાવરણ બદલાયું નથી, માનવીઓ બદલાઈ ગયા છે. પ્રકૃતિ સાથે પ્રેમ કરવો આપણી સંસ્કૃતિનો હિસ્સો રહ્યો છે.

* જો કોઈ બાળા ભણે છે તો બે પરિવારને ભણાવે છે, એક પીયરવાળાઓને, બીજા સાસરાવાળાને.

* હું પણ બાળપણમાં મસ્તી-તોફાન કરતો હતો, શરણાઈ વગાડનારાને આમલી દેખાડતો હતો, એ જોઈને તેના મોઢામાં પાણી આવતું હતું અને શરણાઈ વગાડી શકતો નહોતો.

આ કાર્યક્રમનું દૂરદર્શનની ચેનલો પરથી તેમજ દેશની ૧૮ લાખ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. રેડિયો ઉપરથી પણ આ કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો હતો. તદુપરાંત ઈન્ટરનેટ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ કરાયું હતું.

મોદીએ સેટેલાઈટ લિન્ક મારફત લેહ, પોર્ટ બ્લેર, સિલ્ચર (આસામ), ઈમ્ફાલ (મણીપુર), ભુજ (ગુજરાત), દંતેવાડા (છત્તીસગઢ) અને તામિલ નાડુના તિરુવન્નામલઈ શહેરમાં નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટરો ખાતેથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ પ્રસંગની કેટલીક તસ્વીરો ……..

 સૌજન્ય– ચિત્રલેખા.કોમ

PM Narendra Modi interacts with students on Teachers’ Day (Full speech)

PM Narendra Modi interacts with school children on Teacher’s Day [HD]