વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 16, 2014

( 533 ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૬૪મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ .

૧૭ મી સપ્ટેબર , ૨૦૧૪ એ ભારતના ૧૫મા અને ગુજરાતના બીજા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ૬૪ મો જન્મ દિવસ છે. 

વડા પ્રધાન બન્યા પછી શ્રી મોદી પહેલી જ વાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવશે.,ગાંધીનગરમાં એમના આ જન્મ દિવસે એમનાં પ્રિય માતા ૯૫ વર્ષીય હીરાબાને મળી એમના આશીર્વાદ મેળવશે . ભૂતકાળમાં પણ પ્રત્યેક જન્મદિવસે માતાને મળી તેમના આશીર્વાદ મેળવવાનું મોદી ક્યારેય ચૂક્યા નથી .ગુજરાતના આ ગૌરવનું ઘર આંગણે હાર્દિક સ્વાગત છે  . 

મોદીનાં  માતા હિરાબા પણ એમના પુત્રને એમના  ૬૪મા જન્મદિવસે એમને આશીર્વાદ આપી એમને ભાવતા ચુરમાના લાડવા ખવડાવવા ક્યારના દિવસો અને કલાકો ગણી રહ્યાં છે. 

માતા અને પુત્ર ના શુભગ મિલનની યાદગાર તસ્વીરો 

 

નરેન્દ્ર મોદી એક કર્મનિષ્ઠ અને લોકપ્રિય વડાપ્રધાન તરીકે ખુબ વ્યસ્ત રહેતા હોવા છતાં એક આદર્શ પુત્ર  અને સામાન્ય માનવી ની જેમ જન્મદાતા માની મલાકાત લઈને એમના આશીર્વાદ લેવાનું ચુકતા નથી એ ખરેખર પ્રસંશનીય કહેવાય.

 

શ્રી મોદીનાં ૯૫ વર્ષીય વિધવા માતા હીરાબા ગાંધીનગરમાં ૨૨મા સેક્ટરમાં રહેતા એમના બીજા પુત્ર પંકજ મોદી અને તેમના પરિવારજનોની સાથે રહે છે. પંકજ મોદી ગાંધીનગરમાં રાજ્યના માહિતી વિભાગમાં કર્મચારી છે. હિરાબાને ચાર પુત્ર છે – સોમાભાઈ, નરેન્દ્ર, પ્રહલાદ અને પંકજ. તેમને વાસંતીબેન નામે એક પુત્રી પણ છે.

 

નરેન્દ્ર મોદીના પરિવારની તસ્વીર .

હીરાબા સાથે એમનો પરિવાર , ચાર પુત્રો અને પુત્રી -ફોટો સૌજન્ય -સંદેશ

હીરાબા સાથે એમનો પરિવાર , ચાર પુત્રો અને પુત્રી -ફોટો સૌજન્ય -સંદેશ

 

નરેન્દ્ર મોદી ના ૬૪ મા જન્મ દિવસે એમને કાવ્યાંજલિ

 

ન .મો .-નરેન્દ્ર મોદી શું છે ?

 

ન.મો. એટલે કાદવમાં ખીલેલું કમળ

 

ન.મો.એટલે નેતાગીરીની મિશાલ

 

ન.મો.એટલે સ્વપ્નાંનો સોદાગર

 

ન.મો.એટલે ગુજરાતનું ગૌરવ

 

ન.મો. એટલે ભારતની આશ

 

ન.મો.એટલે સાહિત્યનો જીવ

 

ન.મો.એટલે વાણીનો ધોધ

 

ન.મો.એટલે પ્રજાનો પ્રહરી

 

ન.મો.એટલે ભારતની  શાન 

 

ન,મો, નું વિશ્વમાં પણ નામ  

 

ન.મો એટલે મિત્રો નો મિત્ર  

 

ન.મો. દુશ્મનોનો  માટે તાવ

 

ન.મો. કદી જૂઠને ના નમે

 

ન.મો. કદી સત્ય ના છોડે

 

ન.મો ને ૬૪મા જન્મ દિને  પ્રેમથી વંદીએ

 

ન.મો.નાં સ્વપ્ન સાકાર થાય એવું ઈચ્છીએ.

 

વિનોદ પટેલ

 

 

 

 

 

PM Narendra Modi seeks mother’s blessings on his 64th birthday in Gandhinagar

( 532 ) વૃક્ષ અને માનવી ……(એક ચિત્ર કાવ્ય) ……. વિનોદ પટેલ

મારા મિત્ર શ્રી પી.કે.દાવડા એમની ઈ-મેલમાં એમને ગમતું કોઈ ચિત્ર યા ફોટો એને અનુરૂપ શીર્ષક આપીને અવાર નવાર મોકલતા હોય છે  .એ પ્રમાણે આજની ઈ-મેલમાં એમણે  “વૄક્ષ બચાવો, એક દિવસ તમને એ બચાવશે ” એ શીર્ષક સાથે નીચેનું ચિત્ર મોકલ્યું હતું.  ચિત્ર મોકલવા બદલ શ્રી દાવડાજીનો આભાર  .        

 આ ચિત્ર જોઇને મારા મનમાં જે વિચારો આવ્યા એમાંથી એક ત્વરિત અછાંદસ કાવ્યની રચના થઇ ગઈ !આ ચિત્ર કાવ્યને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરુ છું. આશા છે આપને એ ગમે !                                    

VRUKSH IN WATER

વૃક્ષ અને માનવી 

એકલું અટુલું વર્ષો જુનું આ જીર્ણ વૃક્ષ

ઉભું છે કેવું ધસમસતા પુર વચ્ચે સ્થિર !

જુનું થયું પણ એના મુળિયાં છે મજબુત.

કાપ્યું નહીં એને માનવે, 

ભૂલથી જ કદાચ એ રહી ગયું હશે ! 

પણ જુઓ કેવું કામ આવ્યું છે ,

 માનવીનો જાન બચાવવાને કાજ !

માટે જ આ સૂત્ર સૌએ યાદ કરવું ઘટે- 

“વૄક્ષ બચાવો, એક દિવસ એ તમને એ બચાવશે”

 જીર્ણ થયેલ વૃક્ષ હો યા જીર્ણ માનવી  

એમનાં મુળિયાં  હોય છે સદા મજબુત , 

એમની અવગણના કદી કરવી ના ઘટે ,

મુશ્કેલીમાં આ બેઉ જેવાં આવે કામમાં 

એવું બીજું કોઈ જ કામમાં ના આવે !

====

 

 ચિત્ર હાઈકુ 

મને બચાવ્યું ,

જોયું ,મેં તારો કેવો

જાન બચાવ્યો !

 વિનોદ પટેલ