વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 532 ) વૃક્ષ અને માનવી ……(એક ચિત્ર કાવ્ય) ……. વિનોદ પટેલ

મારા મિત્ર શ્રી પી.કે.દાવડા એમની ઈ-મેલમાં એમને ગમતું કોઈ ચિત્ર યા ફોટો એને અનુરૂપ શીર્ષક આપીને અવાર નવાર મોકલતા હોય છે  .એ પ્રમાણે આજની ઈ-મેલમાં એમણે  “વૄક્ષ બચાવો, એક દિવસ તમને એ બચાવશે ” એ શીર્ષક સાથે નીચેનું ચિત્ર મોકલ્યું હતું.  ચિત્ર મોકલવા બદલ શ્રી દાવડાજીનો આભાર  .        

 આ ચિત્ર જોઇને મારા મનમાં જે વિચારો આવ્યા એમાંથી એક ત્વરિત અછાંદસ કાવ્યની રચના થઇ ગઈ !આ ચિત્ર કાવ્યને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરુ છું. આશા છે આપને એ ગમે !                                    

VRUKSH IN WATER

વૃક્ષ અને માનવી 

એકલું અટુલું વર્ષો જુનું આ જીર્ણ વૃક્ષ

ઉભું છે કેવું ધસમસતા પુર વચ્ચે સ્થિર !

જુનું થયું પણ એના મુળિયાં છે મજબુત.

કાપ્યું નહીં એને માનવે, 

ભૂલથી જ કદાચ એ રહી ગયું હશે ! 

પણ જુઓ કેવું કામ આવ્યું છે ,

 માનવીનો જાન બચાવવાને કાજ !

માટે જ આ સૂત્ર સૌએ યાદ કરવું ઘટે- 

“વૄક્ષ બચાવો, એક દિવસ એ તમને એ બચાવશે”

 જીર્ણ થયેલ વૃક્ષ હો યા જીર્ણ માનવી  

એમનાં મુળિયાં  હોય છે સદા મજબુત , 

એમની અવગણના કદી કરવી ના ઘટે ,

મુશ્કેલીમાં આ બેઉ જેવાં આવે કામમાં 

એવું બીજું કોઈ જ કામમાં ના આવે !

====

 

 ચિત્ર હાઈકુ 

મને બચાવ્યું ,

જોયું ,મેં તારો કેવો

જાન બચાવ્યો !

 વિનોદ પટેલ 

 

3 responses to “( 532 ) વૃક્ષ અને માનવી ……(એક ચિત્ર કાવ્ય) ……. વિનોદ પટેલ

  1. pragnaju સપ્ટેમ્બર 16, 2014 પર 11:02 એ એમ (AM)

    આવા કપરા અનુભવે પણ જો સમજાય
    “વૄક્ષ બચાવો, એક દિવસ એ તમને એ બચાવશે”
    તો પર્યાવરણની સેવા થાય

    Like

  2. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 18, 2014 પર 9:30 એ એમ (AM)

    ઝાડનો સુકો ઠુંઠ, બધે પાણી પાણી અને ઝાડના સહારે માનવી….. ચીત્રે કમાલ કરી…. આબેહુબ કવીતા થઈ ગઈ…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: