વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 534 ) અમદાવાદ સાબરમતી –રીવર ફ્રન્ટ… એના મોંઘેરા મુલાકાતી- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

 બુધવાર, તારીખ ૧૭મીએ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, એમની સભાઓનો કાર્યક્રમ અને ગુરુવાર, ૧૮ સપ્ટેમ્બર બપોર પછી ચીનના પ્રમુખ સી જિનપિંગ ની સ-પત્ની પધરામણી અને એમના ભરચક કાર્યક્રમો , એમ બે દિવસો દરમ્યાન અમદાવાદમાં એક ઉત્સાહ અને ઉમંગની લ્હેર પ્રસરી ગઈ હતી . 

દુનિયાની ઉભરતી આર્થિક તાકાત સમા અને વસ્તીમાં મોખરે ભારતના એક હરીફ દેશ ચીનના સર્વોચ્ચ નેતા અને એમનાં પત્નીને સાબરમતી  રીવર ફ્રન્ટ અને સાબરમતી આશ્રમ મોદીએ એમને જાતે ફરી ફરીને બતાવીને ખુશ કરી દીધા .

આ પ્રસંગે દુનિયાના પત્રકારો અને ટી.વી. કેમેરામેનો અમદાવાદમાં ઉતરી પડ્યા હતા . એમના જન્મ દિવસ ઉપર મોદીએ એક કાંકરે બે પક્ષી માર્યા. .ચીન સાથે આર્થિક સંબંધો બાંધી અમદાવાદના ભાવી વિકાસ માટે કરાર કરી ચીનની ભાગીદારી દ્રઢ કરી અને દુનિયાભરમાં  અમદાવાદના આ બે વિખ્યાત સ્થળોનું માર્કેટિંગ કરી સહેલાણીઓને અમદાવાદ આવવા માટે એક જાતનું આકર્ષણ ઉભું કર્યું .   

( ફોટો સૌજન્ય- દિવ્ય ભાસ્કર )

પહેલી તસ્વીર માં સાબરમતી નદી કિનારે ખુલ્લા આકાશ નીચે સંખેડાના હિંડોળે ઝુલતા શી જિનપિંગ અને એમનાં પત્ની પેંગ લિયુઆન ખુશખુશાલ અને રોમાંટિક મુડમાં દેખાય છે  .

શહેરના સુભાષબ્રિજ પાસે આવેલો સાબરમતી રિવરફ્રન્ટ સામાન્ય રીતે સાંજે પ્રેમીપંખીડાઓથી ઉભરાતો હોય છે. પણ બુધવારની સાંજનું વાતાવરણ અલગ હતું. અહીં એક ખાસ કપલ માટે ખાસ રંગારંગ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શાહી કપલે ગુજરાતી સંસ્કૃતિનાં દ્રશ્યો જોતાં જોતાં રોમાંચક સાંજની ક્ષણો માણી હતી.

બીજા ચિત્રમાં ગીરના જંગલોનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે . જીંદગીમાં પહેલીવાર એક ગ્રામીણ ખાટલામાં  આસન લઈને આ પ્રેમી શાહી યુગલ ગીરના  બનાવટી સિંહો વચ્ચે બેઠાં છે  .મોદી એમને જાણે કે કહી  રહ્યા છે ” કેમ મજા આવીને ! “

આ  બે પ્રસંગોને  નીચેના બે વિડીયોમાં નિહાળો અને માણો  . 

Chinese President Xi Jinping & FirstLady visit Sabarmati Riverfront,

accompanied by PM Modi 

 PM Modi and Chinese President visit Sabarmati Ashram

 

મારી અમદાવાદની 2007 ની છેલ્લી મુલાકાત વખતે મેં સાબરમતી રીવર ફ્રન્ટની મુલાકાત લીધી હતી પણ એ વખતે કામ શરું થયું હતું  .સાબરમતી ગાંધી આશ્રમની પણ મુલાકાત લઈને કૈક જુદા જ પ્રકારની માનસિક શાંતિની અનુભૂતિ કરી હતી  . એ વખતે ” મારું જીવન એ જ મારો સંદેશ છે ‘ એવા શબ્દો સાથેની ગાંધીજીની શાંત મુદ્રાની એક છબી સાથેની મારી એક યાદગાર તસ્વીર આ રહી 

Gandhi-vrp

સાબરમતી રીવર ફ્રન્ટ- પહેલાંનું અને આજનું  

 હું અમદાવાદી છું. મારી જિંદગીનાં લગભગ ૪૫ વર્ષ મેં અમદાવાદમાં ગાળ્યાં છે .અમદાવાદ સાથે એક જાતનો માનસિક લગાવ થઇ ગયો છે. જીવનની અનેક સ્મૃતિઓ અમદાવાદ સાથે જોડાયેલી છે . આજના સાબરમતીના રીવર ફ્રન્ટ નો નજારો કલ્પનાતીત છે. પહેલાં સાબરમતી નદીમાં ચોમાસાના થોડા દિવસ જ એક નાના વ્હેણમાં પાણી જોવા મળતું બાકી વર્ષનો મોટો ભાગ એમાં રેતી જ ઉડતી દેખાતી. સ્કુલના વિદ્યાર્થીઓ સાબરમતીના પટની રેતીમાં ક્રિકેટની અને બીજી રમતો રમતા . એ રેતીના પટમાં સરકસના તંબુઓ જોવા મળતા . સપરિવાર નદીના પટમાં સર્કસ પણ જોયેલાં છે .

આજે એ જ સાબરમતી નદીમાં લોકો બોટિંગની મોજ માણે છે ! એક સ્વપ્ન્નશીલ વ્યક્તિની દુરંદેશીનું પરિણામ એટલે આજનું સાબરમતી રીવર ફ્રન્ટ.નરેન્દ્ર મોદી માત્ર સ્વપ્ન જોતા જ નથી પણ એ સ્વપ્નને કેવી રીતે સાકાર કરે છે એ તમને રીવર ફ્રન્ટના ભૂતકાળ અને વર્તમાનનો નીચેનો વિડીયો જોવાથી માલુમ પડશે .

Sabarmati Riverfront Secret Revealed by Narendra Modi

Before After– Full Documentary.. 

 

 

4 responses to “( 534 ) અમદાવાદ સાબરમતી –રીવર ફ્રન્ટ… એના મોંઘેરા મુલાકાતી- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

 1. mdgandhi21 September 19, 2014 at 6:37 PM

  સાબરમતી રીવરફ્રન્ટની સુંદર મુલાકાત કરાવી….. મજા આવી ગઈ….

 2. chandravadan September 19, 2014 at 4:55 AM

  Narendrabhai….Lavya ChinNa NetaNe AmdabadMa.
  Nice Post with the Video clips
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 3. pragnaju September 18, 2014 at 7:18 PM

  અમદાવાદ સાબરમતી –રીવર ફ્રન્ટ… એના મોંઘેરા મુલાકાતી- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
  ખૂબ સરસ અહેવાલ
  મઝા આવી ગ ઇ

 4. Suresh Jani September 18, 2014 at 3:29 PM

  વાહ! અમદાવાદની મજા ફરીથી કરાવી દીધી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: