વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 538 ) અમેરિકામાં મોદી – ઓબામા મુલાકાત …..થોડી રમુજ ….. બે કાર્ટુન વિડીયોમાં

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે
ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

યુ-ટ્યુબ ઉપર ઘણાએ રાજકીય નેતાઓ ઉપર કટાક્ષ કરતાં SO SORRY નાં પોલીટીકલ વિડીયો કાર્ટુન- POLITOONS જોયાં હશે .

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા અમેરકાની ભૂમિ ઉપર પ્રથમવાર મળી રહ્યા છે એ પ્રસંગે એ બન્ને ઉપર આજની પોસ્ટમાં POLITOONS -વિડીયો કાર્ટુનના માધ્યમથી થોડી  ટીખળ –રમુજ કરી લઈએ .થોડું હસી લઈએ અને હળવા થઈએ .

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૫ સપ્ટેમ્બરે અમેરિકા -ન્યુયોર્ક  અને વોશિંગટન –એમના નિયત કાર્યક્રમ પ્રમાણે આવી રહ્યા છે . નરેન્દ્ર મોદીને આવકારવા અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાનું વહીવટી તંત્ર થનગની રહ્યું છે.  લાલ જાજમ બિછાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઓબામા નરેન્દ્ર મોદી માટે વિશેષ ભોજન સમારંભની પણ તૈયારી કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે યુએસએ સ્થિત ભારતીયોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે એમ કહીએ તો ચાલે .

આ એ જ અમેરિકા છે જેના વહીવટી તંત્રે ૨૦૦૨માં મોદીના મુખ્ય પ્રધાન પદ દરમિયાન ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ એમનું નામ બ્લેકલિસ્ટમાં મૂકી એમને બીઝનેસ કે ટુરિસ્ટ વિઝા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

તો આપણને સ્વાભાવિક સવાલ થાય કે અમેરિકાની નીતિમાં આવેલ આવા અચાનક ફેરફારનું શું કારણ ?

મોદી સાથેના સંબધોના વરસોથી થીજી ગયેલ બરફને ઓગળવાનું શું કારણ ?

ઓબામાની મોદીને આવકારવાની તત્પરતાનો  જવાબ તમને આ નીચેના

so sorry ના કાર્ટુન વિડીયોમાંથી મળી રહેશે ,

The secret behind Obama’s invitation to PM Narendra Modi

આજે તો એ ખુબ જાણીતી હકીકત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની ખાસ ડીઝાઈનના વિવિધ રંગના અને દરેક પ્રસંગને અનુરૂપ ડ્રેસ પરિધાન કરે છે . એમની પસંદગીના ટોપ ડિઝાઈનરો એમના માટે   ડ્રેસ તૈયાર કરે છે .હવે તેઓ અમેરિકા આવે છે ત્યારે કેવા પ્રકારનો ડ્રેસ પહેરશે એના ઉપર જુદી જુદી અટકળો ચાલી રહી છે . આ કાર્ટુન વિડીયોમાં એમના ડ્રેસ માટેની ધમધોકાર તૈયારીઓ જુઓ અને માણો .

Modi hits fashion overdrive for US trip

6 responses to “( 538 ) અમેરિકામાં મોદી – ઓબામા મુલાકાત …..થોડી રમુજ ….. બે કાર્ટુન વિડીયોમાં

 1. pragnaju સપ્ટેમ્બર 25, 2014 પર 8:30 એ એમ (AM)

  કાર્ટુન રમુજોમા લાગણીઓની સરસ રજુઆત

  Like

 2. chandravadan સપ્ટેમ્બર 25, 2014 પર 11:06 એ એમ (AM)

  આ એ જ અમેરિકા છે જેના વહીવટી તંત્રે ૨૦૦૨માં મોદીના મુખ્ય પ્રધાન પદ દરમિયાન ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ એમનું નામ બ્લેકલિસ્ટમાં મૂકી એમને બીઝનેસ કે ટુરિસ્ટ વિઝા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
  AND…
  Now as Modiji id PM of India, America sends him an INVITATION.
  That’s Politics !
  Wecome to Modiji !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo for the NEW POSTS @ my Blog !

  Like

 3. mdgandhi21, U.S.A. સપ્ટેમ્બર 25, 2014 પર 2:38 પી એમ(PM)

  બહુ સરસ કાર્ટુનો મુક્યાં છે.

  આતો હજી તમે ૩જ કાર્ટુન મુક્યાં છે..બાકી તો “આજ તક” ટીવી ચેનલવાળાએ આવા કેટલાં બધા કાર્ટુનોની તો ઢગલાબંધ હારમાળા મુકી છે, અને બધીજ કાર્ટુન સીરીઝ જોવા, માણવા અને સમજવા લાયક છે….

  બાકી તો સમય સમય બલવાન હૈ…… સત્તા આગળ શાણપણ કે ઈગો-અહંમ બધું કોરાણે મુકવું પડે છે…કોને ક્યારે એક બોલમાં ૮ રન મળી જાય, અને ક્યારે બીજાજ બોલમાં હીટ વીકેટ અને કેચ બન્ને થઈ જાય……

  Like

 4. Vipul Desai સપ્ટેમ્બર 26, 2014 પર 2:22 પી એમ(PM)

  મોદીજીની અમેરિકાની યાત્રા સફળ નીવડે અને જે કંઈ એમ.ઓ.યું. થાય તે અસ્તીત્વમાં આવે એવી આશા રાખું છું. કારણ કે વિશ્વના રાજકારણમાં બધા દેશોના રાજકારણીઓ ખુબ જ ખંધા હોય છે. પાકિસ્તાનના શરીફે આવી ને શરીફ બદમાશી કરી તો ચાયનાના પ્રમુખે આમલી બતાવીને મોદીજીના મોઢામાં પાણી લાવી દીધું અને બીજે જ દિવસે સરહદ પર આક્રમણ કર્યું. ચીન જાપાન કરતાં વધારે કરારો કરશે એવી આશા ઠગારી નીકળી. જાપાન શું કરે છે તે જોવાનું છે. અમેરિકા ખુબ જ ઠંડા કલેજે રમે છે એટલે જોઈએ મોદીજી શું કરે છે. એક વરસમાં જે દેશોએ એમ.ઓ.યું.કર્યા છે તેમાં એ દેશો કેટલા આગળ વધ્યા એ ખબર પડી જશે.

  Like

 5. pravinshastri સપ્ટેમ્બર 27, 2014 પર 5:01 પી એમ(PM)

  મજા આવી રે મજા આવી..મજા આવી રે મજા આવી.

  Like

 6. aataawaani ઓક્ટોબર 4, 2014 પર 3:57 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  કાર્ટુન વિડીઓ જોવાની બહુ મજા આવી
  બધું સમયની બલી હારી છે .
  સમય સમય બળવાન હૈ નહી પુરુષ બળવાન
  મોદીને વિસા ન દીધો એનું હવે થાય સન્માન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: