વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 541 ) ન્યુયોર્કનું ‘મેડિસન’ સ્ક્વેર બની ગયું “મોદી”સન સ્ક્વેર

" આવો દેશવાસીઓ, આપણે  સાથે મળીને ભારતને ઉંચાઈએ પહોંચાડી દઈએ "- મેડીસન સ્ક્વેર હોલમાં શ્રી નરેન્દ્ર મોદી  .

 ” चलो हम सब मिलकर भारत माँ की सेवा करें ,अपने सपनोंका भारत बनाएँ “– नरेंद्र मोदी 

રવિવાર, તારીખ ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ ન્યુયોર્કનું મેડીસન સ્ક્વેર અને ટાઈમ સ્ક્વેરમાં જાણે કે મોદી જવર ફેલાઈ ગયો હતો. અમેરિકાના દુરના રાજ્યોમાં રહેતા ભારતીય સમુદાયનો ત્યાં મેળો જામ્યો હતો.ભારતના નવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નજરે જોવા અને સાંભળવા માટેની એમની ઘેલછા આશ્ચર્ય ઉપજાવે એવી હતી.

મેડીસન સ્ક્વેર હોલ જ્યાં મોદીનું પ્રવચન હતું એની ૨૦૦૦૦ ની કેપેસીટીની બધી ટીકીટો વેચાઈ ગઈ હતી. જેને ટીકીટ મળી ના શકી એવા લોકો પણ ટાઈમ સ્ક્વેરમાં રાખેલા બીગ સ્ક્રીન ટી.વી. ઉપર મોદીનું પ્રવચન સાંભળવા મોટી સખ્યામાં એકઠા થયા હતા .કેટલાક લોકો તો ઢોલ નગારાં વગાડી સુંદર વેશભૂષામાં નાચતા કુદતા મોદી માટેના એમના ઉમળકા અને પ્રેમનું પ્રદર્શન કરી રહ્યા હતા .નવરાત્રીમાં પણ દિવાળી જેવો લાગતો આ આખો નજારો અભૂતપૂર્વ હતો .

NAMO-AMERICA LOVES MODI

એ સમયના  જન માનસનો ખ્યાલ આપતો વિડીયો જોવા ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરો. ( વિડીયો ટાઈટલ —People in NYC eagerly await PM Modi’s address at Madison Square Garden) 

શનિવાર તારીખ ૨૭મી સપ્ટેમ્બરના રોજ પણ ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં ત્યાં એકત્રિત થયેલા ૬૦૦૦૦ મુખ્યત્વે અમેરિકન યુવાનો સમક્ષ મોદીએ અંગ્રેજીમાં પ્રેરક પ્રવચન કરીને બધાંને ખુશ કરી દીધા હતા. આ સભાનો અહેવાલ અહીં વાંચો  . 

શ્રી મોદીના અંગ્રેજી પ્રવચનનો વિડીયો આ લીંક ઉપર ક્લિક કરીને જોઈ શકાશે .

મોદી અમેરિકામાં આવ્યા બાદ મોદી વિશેનું કવરેજ અમેરિકન મીડિયામાં પણ છવાયેલું રહ્યું હતું.સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મોદીએ હિન્દી ભાષામાં કરેલ ઐતિહાસિક પ્રવચન પછીનું મેડીસન સ્ક્વેર ગાર્ડન હોલમાં આપેલું પ્રવચન પણ એક યાદગાર પ્રસંગ બની રહે એવું છે .

મોદીનું ભાષણ સાંભળવા માટે અમેરિકાના સિનેટર અને ઉદ્યોગપતિઓ  પણ હજારો ભારતીયોની સાથે ત્યાં હાજર હતા .ભારતની પ્રસિદ્ધ ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ ના કંઠે ગવાયેલ રાષ્ટ્રગીત પછી મોદીએ  એમનું દેશવાસીઓ અને અમેરિકામાં રહેતા ભારતીઓ જોગ સંબોધનની શરૂઆત કરી હતી.

अमरीकामें बसें हुए मेरे प्यारे भाईओं और बहनों થી જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ એમનું પ્રવચન શરુ કર્યું  ત્યારે 20000 માણસોથી ખીચોખીચ ભરાયેલા હોલમાં માંડે સુધી તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો.

વારંવાર મોદી…મોદી….મોદી….મોદી….નો નાદ ગુંજતો રહ્યો હતો.

આ દ્રશ્ય જોઇને બીજા આવા જ એક પ્રસંગની યાદ આવી ગઈ જ્યારે એક બીજા નરેન્દ્ર નામે વિવેકાનંદએ ૧૮૯૩માં શિકાગોની ધર્મ પરીષદમાં માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા થી પ્રવચન શરુ કર્યું હતું.એ વખતે પણ શ્રોતાઓએ ઉભા થઈને મીનીટો સુધી હોલ તાળીઓથી ગજવી મુક્યો હતો. ત્યારબાદ સ્વામી વિવેકાનંદના અદ્ભુત વ્યક્તિત્વની પહેચાન વિશ્વભરમાં ફેલાઈ ગઈ હતી.

શ્રી મોદીના ૭૫ મીનીટના લાંબા પ્રવચનમાં ભારતના ભાવી વિકાસ અંગેના એમના વિચારો  ખુબ જ અસર કારક રીતે રજુ કરી એમણે બધાંને ખુશ કરી દીધા.આ પ્રવચનનો એક નાનો અંશ …..

મોદીને મતે, દુનિયાના કોઈ પણ દેશ પાસે નથી અને માત્ર ભારતમાં જ વિદ્યમાન છે એવું વિકાસ માટેનું અદભૂત શસ્ત્ર એના ત્રણ D ઉપર આધારિત છે , એ છે …..

DEMOCRACY ….. લોકતંત્ર -લોકશાહી

DEMOGRAPHY …. યુવા શક્તિ ( પ્રજાના ૬૫ ટકા ૩૫ વર્ષ નીચેના ) અને

DEMAND ….. માગ ,મોટું બઝાર

આ રહ્યો શ્રી મોદીના એ જુસ્સાદાર પ્રેરક પ્રવચનનો વિડીયો .

Full Speech: PM Narendra Modi addresses Indian diaspora

at Madison Square Garden, New York City.

President Obama eceives PM Modi at White House

President Obama receives PM Modi at White House

પ્રેસીડન્ટ ઓબામાએ પ્રાઈમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીના માનમાં આગેવાન આમંત્રિત મહેમાનોની હાજરીમાં એમના નિવાસ સ્થાન વાઈટ હાઉસમાં શાકાહારી ભોજનનું આયોજન કર્યું હતું.શ્રી મોદીએ નવરાત્રીના ઉપવાસને લીધે માત્ર ગરમ પાણીથી કામ ચલાવી લીધું હતું.  

PM Modi & US President Barack Obama at the Joint Press Conference at White House

2 responses to “( 541 ) ન્યુયોર્કનું ‘મેડિસન’ સ્ક્વેર બની ગયું “મોદી”સન સ્ક્વેર

  1. pragnaju સપ્ટેમ્બર 30, 2014 પર 6:53 પી એમ(PM)

    સરસ સંકલન
    હાલ તો ટીવી પર પણ અવાર નવાર સમાચાર માણી આનંદ આનંદ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: