વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2014

(569 ) સરદાર પટેલની ૧૩૯ મી જન્મ જયંતી – એક શ્રધાંજલિ

આજે ૩૧મી ઓક્ટોબર ,૨૦૧૪ , સરદાર પટેલની ૧૩૯ મી જન્મ જયંતી .

આ અગાઉ વી.વી.ની સરદારના જન્મ દિવસ નિમિત્તની પોસ્ટ ( 567 ) અખંડ ભારતના શિલ્પી – સરદાર વલ્લભભાઈ પટેલ – એક સ્મરણાંજલિ આપે વાચી હશે .

એ પોસ્ટના અનુસંધાનમાં  http://www.sachchidanandjiblog.org/ તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત સરદાર વિશેની સુંદર વાંચવા જેવી માહિતી આ સંસ્થાના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકો માટે રજુ કરતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

 
ewsletter Swami SachchidananjiBlog.org. We are giving away Swami Sachchidanandji’s books on google and apple book store. Email not displaying correctly?
View it in your browser.

Dear Vinod Patel

મિત્રો,

સૌ પ્રથમ તો Welcome and Thank You  to New Subscribers.આજે સરદાર પટેલ ની જન્મજયંતી વખતે સ્વામીજીનાં સરદાર પટેલ વિશે ના વિચારો: 

  • 3 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ રહ્યા.
  • વલ્લભભાઈ અઢી વર્ષ વિલાયતમાં રહ્યા પણ તેમણે કોઈ મિત્ર ન બનાવ્યો. તે ભલા ને તેમનું કામ ભલું. વિલાયતમાં સ્ત્રીમિત્રો બનાવવાની ઊજળી તકો, પણ વલ્લભભાઈ વિધુર હોવા છતાં પણ કોઈ સ્ત્રીને મિત્ર ન બનાવી.
  • એક ગોરા જજે એવો નિયમ રાખેલો કે આરોપી કોર્ટમાં મોટો અરીસો સામે રાખીને પોતાનું મોઢું જોતાં જોતાં જુબાની આપે. વલ્લભભાઈએ આ રીત બંધ કરાવી.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. આ સંપ્રદાય અપેક્ષાકૃત આભડછેટમાં વધુ માનતો હોવાથી જલદી સુધરેલા લોકોમાં ભળી શકતો નથી, તોપણ વલ્લભભાઈ લંડન જતી સ્ટીમરમાં બેસતાં પહેલાં પોતાનાં બંને બાળકો પુત્ર ડાહ્યાભાઈ અને પુત્રી મણિબહેનને એક ખ્રિસ્તી બાઈ મિસ વિલ્સનને ત્યાં આધુનિક સભ્યતા શીખવા મૂકીને વિલાયત ગયા.
  • અમદાવાદમાં વકીલાત ચાલુ કરી અને ગૌરવભર્યું જીવન જીવવા લાગ્યા. તેમની રહેણીકરણી ભવ્ય રહેતી. તેમની દીકરી મણિબહેનનું કહેવું છે કે તેમનો કોલર ધોવા માટે મુંબઈ મોકલવામાં આવતો.
  • અમદાવાદ શહેરનો વિસ્તાર થઈ રહ્યો હતો, તેથી કોટ તોડવો જરૂરી બન્યો હતો, પણ કેટલાક હિન્દુઓ અને ઘણા મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો. તેને મજહબી રૂપ અપાયું. પણ વલ્લભભાઈ મક્કમ હતા. દરવાજા સાબૂત રાખીને મોટા ભાગનો કોટ તોડી નાખવામાં આવ્યો. જો આ કોટ ન તોડ્યો હોત તો શહેરનો વિકાસ અટકી જાત. આવી જ રીતે રિલીફ રોડને પહોળો કરવાનું જોખમી કામ પણ પાર પાડ્યું.
  • ડિસેમ્બર 26મીએ કૉંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું. સ્વાગતસમિતિના પ્રમુખ વલ્લભભાઈ હતા. મુસ્લિમ લીગનું પણ સાથોસાથ આયોજન હતું. તેમની બેઠકને ‘મુસ્લિમનગર’ નામ અપાયું હતું. ક્યાંય ‘હિન્દુનગર’ ન હતું. હિન્દુનગર કોમવાદ કહેવાય, મુસ્લિમનગર કોમવાદ ન કહેવાય—આવું કૉંગ્રેસી માનસ ત્યારથી જ શરૂ થઈ ચૂક્યું હતું. તેમાં ખિલાફત પરિષદ પણ મળી હતી.
  • 1929ના ડિસેમ્બરમાં લાહોરમાં અધિવેશન ભરાવાનું હતું તેના પ્રમુખ માટે દસ પ્રાન્તોએ ગાંધીજીનું નામ સૂચવ્યું હતું. પાંચ પ્રાન્તોએ સરદારનું અને ત્રણ પ્રાન્તોએ જવાહરલાલનું નામ સૂચવ્યું હતું. ગાંધીજી નહેરુનું સમર્થન કરી ખસી ગયા.

ગાંધી અને સરદાર

Sincerely,

http://www.sachchidanandjiblog.org/

 =========================

Rashtriya Ekta Divas: Narendra Modi’s speech – A Tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man Of India


 

( 568 ) આજનો વિડીયો ….વેમ્પાયર ટ્રીક….હેપ્પી હોલોવીન

 

પશ્ચિમના ખ્રિસ્તી ધર્મ પાળતા દેશોમાં દર વર્ષે ૩૧મી ઓક્ટોબરના દિવસે હોલોવીન-Halloween કે Hallows’ Day   તરીકે ઉજવાય છે.

ઉપરના ચિત્રમાં બતાવ્યું છે એમ ,ઘરના આંગણામાં બીહામણા દ્રશ્યો ઉભા કરાય છે , બાળકો સાંજે અવનવા બિહામણા પોશાકો ધારણ કરી મા-બાપ સાથે ઘર ઘર ફરીને ટ્રીક-ઓર-ટ્રીટ કહી કેન્ડી ભેગી કરી એને આરોગવાનો આનંદ લે છે. ઘેર ઘેર પમ્પકિન ( નારંગી રંગનું કોળું !) ખરીદાય છે અને એને કલાત્મક રીતે કોતરીને ઘર આગળ મુકવામાં આવે છે .

એકલા અમેરિકામાં જ હોલોવીનમાં જુદા જુદા બિહામણા પોશાકો અને કેન્ડીની ખરીદી પાછળ લોકો ૬ બિલીયન ડોલરનો ખર્ચ કરે છે.વેપાર ધંધાની દ્રષ્ટીએ હોલોવીન ક્રિસમસ પછીનો બીજા નંબરનો ખર્ચાળ તહેવાર છે .

હોલોવીનનો ઈતિહાસ અને બીજી માહિતી આ વિડીયોમાંથી જાણવા મળશે.

 

==========================

વેમ્પાયર ટ્રીક- આજનો વિડીયો 

આજનો વિડીયો કેટેગરીમાં આજની પોસ્ટમાં પ્રસ્તુત નીચેના હોલોવીન પ્રસંગોચિત વિડીયોમાં એક ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકોને કાઉનટરની સામે રાખેલા સિક્યોરીટી કેમેરામાં એક બિહામણો વેમ્પાયર બતાવવામાં આવ્યો છે  .

આ વેમ્પાયર ક્યાં છે એની કોઈને ખબર નથી પડતી . આ સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને આ વેમ્પાયરનું દ્રશ્ય જોયા પછી એમની રાતની નિંદર વેરણ થઇ ગઈ હોય તો નવાઈ નહિ. 

તમે પણ હોલોવીન પ્રસંગે આ વેમ્પાયરની ટ્રીક -ઓર-ટ્રીટ  આ વિડીયોમાં માણો. 

વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચકોને હેપ્પી હોલોવીન  

( 567 ) અખંડ ભારતના શિલ્પી – સરદાર વલ્લભભાઈ પટેલ – એક સ્મરણાંજલિ

Sardar Vallbhbhai- Quote

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

૩૧મી ઓક્ટોબર , એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર

વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીનો દિવસ છે .

સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે.સ્વ.વલ્લભભાઈની નેતુત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં સરદારના હુલામણા નામથી સંબોધાય છે.

સરદાર પટેલના જીવન અને કાર્ય વિષે વિગતે માહિતી વિકિપીડિયા ની આ લીંક ઉપર ક્લિક કરીને વાં ચી શકાશે.

 

સરદાર પટેલ – આઝાદ ભારતના ઘડવૈયા :: વક્તા ડૉ. શરીફા વીજળીવાળા,

જાન્યુઆરી ૧૮, ૨૦૧૦, મહુવા.-વિડીયો દર્શન

ડૉ. શરીફા વીજળીવાળાએ  મહુવા ખાતે જાન્યુઆરી ૧૮, ૨૦૧૦ નાં રોજ લોખંડી પુરુષ સરદાર પટેલ ઉપર જે માહિતીપૂર્ણ પ્રવચન આપ્યું  હતું એની વિડીયો લીંક આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી હતી .

આ વિડીયો નીચેના શબ્દો સાથે યુ-ટ્યુબ પર તારીખ 28 સપ્ટે, 2014 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે .

જે વ્યક્તિ વગર અખંડ ભારતનું સ્વપ્ન કદાચ સાકાર જ ન થયું હોત, જે વ્યક્તિની દૂરંદેશી નજરને જો સત્તાનો દોર અપાયો હોત તો વર્તમાન ભારતને કોરી ખાતા કાશ્મીર જેવા પ્રશ્નોનું અસ્તિત્વ જ ન હોત. અને જેમના જીવન પર જાણી-જોઇને પડદો પાડી રાખવામાં આવ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિષે આપણા મનમાં અનેક પ્રશ્નો હોવાના.

જે સમયગાળામાં માત્ર નહેરુ વંશના જ ગુણગાન ગવાતા હોય, ગાંધીને માત્ર લાભ ખાતર જ વટાવાતા હોય એવા જમાનામાં જીવનારાઓને તો સરદાર માટે થોડાક વધારે પ્રશ્નો થવાના. આજે આપણી સામે જે અખંડ ભારત છે તે સરદારની મુત્સદ્દીગીરી અને દ્રઢ વહીવટી કુનેહને કારણે છે એ વાત નિર્વિવાદ હોવા છતાં સરદારની આટલી બધી અવગણના શા માટે? પ્રથમ પ્રધાનમંત્રી તરીકે નહેરુની પસંદગી થયા પછી પચ્ચીસ વર્ષે રાજગોપાલાચારીએ એવું શા માટે કહ્યું કે નહેરુને વિદેશ-પ્રધાન બનાવ્યા હોત અને સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત.

સરદાર પોતાના પાકા અનુયાયી હતા અને વધુ કાબેલ મુત્સદ્દી હતા એવું જાણવા છતાં શા માટે ગાંધીજીએ વારંવાર નહેરુને જ ટેકો આપ્યો? કયા સંજોગોમાં સરદારે ભારતના ભાગલા સ્વીકાર્યા? ટુકડે-ટુકડામાં વિભાજીત ભારતને સરદારે કઈ રીતે એક અને અખંડ બનાવ્યું? શું સરદાર મુસ્લિમ વિરોધી હતા ખરા? બધાને ડારે તેવું વ્યક્તિત્વ ધરાવતો ચરોતરનો આ પાટીદાર શું સાવ શુષ્ક માણસ હતો?

આ બધા પ્રશ્નોના જવાબ ડૉ. શરીફા વીજળીવાળાના આ અભ્યાસ પૂર્ણ રસપ્રદ વક્તવ્યમાંથી મળે છે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના જીવન અને કાર્યો ઉપર સુંદર પ્રકાશ પાડતો આ વિડીયો જોવાનું ચૂકવા જેવું નથી .એમાં સરદારના જીવનનાં ઘણાં નવાં પાસાંઓ ઉપર તેઓએ માહિતી આપી છે.

Sardar Patel – Architect of Independent India: A Speech by Dr. Sharifa Vijaliwala on 18/01/2010

Statue of Unity

The Statue of Unity is a planned 182 metres (597 ft) monument of Vallabhbhai Patel that will be created directly facing theNarmada Dam, 3.2 km away on the river island called Sadhu BetT near Vadodara in Gujarat . It would be the world’s tallest statue.

StatueofUnity

ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરીને વિડીયોમાં સરદારના વિક્રમી સ્ટેચ્યુ વિષે જાણો.

The total cost of the project is estimated to be about 2063 crore(US$330 million) by the government, and 2980 crore (US$480 million) according to the lowest bid (from Larsen and Toubro) for the design, construction and maintenance.

Read more details on this link.

તાંજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલએ પત્રકારોને જે માહિતી આપી છે એ મુજબ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના  આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર જાણીતી કંપની એલ એન્ડ ટીને આપીને સરદારની જન્મ જયંતી ના પ્રસંગે આ મોટા પ્રોજેક્ટનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.એમના કહેવા પ્રમાણે આ સ્ટેચ્યુનું બધું કામ ૪ વર્ષમાં પુરું થઇ જશે.આમ થતાં , કૃષિ, જળવ્યવસ્થાપન, સરદાર સાહેબના જીવન કવન પર શોધ-સંશોધન અને પ્રવાસન આકર્ષણ કેન્દ્ર સગવડતાઓ સાથે સ્થાનિક યુવા રોજગાર નિર્માણ અને વિસ્તારના સર્વગ્રાહી વિકાસનો પ્રોજેક્ટ બની રહેશે.

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આ પ્રોજેક્ટ અંગે નિવેદન કરતાં નીચેના વિડીયોમાં નિહાળો  .

દેશ આઝાદ તો થયો પણ દેશને વિભાજીત કરતાં અનેક રજવાડાંને એમની આગવી કુનેહ થી એક કરવાનું જે કાર્ય સરદારે કરી બતાવ્યું એના માટે દેશ હમ્મેશાં એમનો ઋણી રહેશે.

ભારતની એકતા અને અખંડતાના પ્રતિક સમી દુનિયાની સર્વોચ્ચ પ્રતિમાનું કામકાજ હવે શરુ થઇ રહ્યું છે એ ઘણી આનંદની વાત છે .સરદાર પટેલના કાર્ય માટે એ શ્રેષ્ઠ અંજલિ રૂપ ગણાશે.

૩૧મી ઓક્ટોબર સરદારની જન્મ જયંતી છે એ વખતે જ  એમના સ્ટેચ્યૂનું કામકાજ શરુ થાય છે એ કેવો શુભ સંજોગ છે !

જય ગુજરાત, જય સરદાર.

 

( 566 ) શુભેચ્છા સહ…(8)વિનોદ પટેલ

શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા સંચાલિત બે એરિયા સાહિત્ય બેઠક માટે સહિયારા સર્જન અન્વયે આપેલ વિષય શુભેચ્છા સહ ઉપર તૈયાર કરેલ ખાસ લેખ- વિનોદ પટેલ

"બેઠક" Bethak

શુભેચ્છા શબ્દ બે શબ્દોનો બનેલો છે – શુભ + ઇચ્છા . કોઈના પ્રત્યે સારી ઈચ્છા રાખો અને એને વ્યક્ત કરો એટલે શુભેચ્છા દર્શાવી એમ કહેવાય.

દરેક વ્યક્તિની શુભેચ્છા વ્યક્ત કરવાની નીતિ રીતી જુદી જુદી હોય છે.શુભેચ્છા એ પ્રેમ જેવી એક પ્રકારની હૃદયની લાગણી છે. હૃદયનો ભાવ છે.એ એક જાતનું પવિત્ર ભાવનું ઝરણું છે જે દરેકના હૃદયમાં વત્તા ઓછા અંશે વહેતું રહેતું જ હોય છે.

પૂજ્ય મુની ચિત્રભાનુની એક જાણીતી કાવ્યરચનાની આ બે પંક્તિઓમાં હૃદયનો કેટલો સુંદર ભાવ વ્યક્ત  થયો છે !…                મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

                   શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શુભેચ્છા અનેક માધ્યમો દ્વારા વ્યક્ત કરી શકાય છે. અન્યોન્ય મળીને વાણીથી, વડીલોને પ્રણામ જેવા શારીરિક હાવભાવથી,ઇન્ટરનેટમાં ઈ-મેલથી, આવી રીતે બ્લોગમાં કાવ્ય કે લેખ લખીને વિગેરે અનેક રીતે શુભેચ્છાઓ  પાઠવવામાં આવે છે .

દિવાળીના જેવા…

View original post 601 more words

(565 )”આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”…. ડો. વર્ગીસ કુરિયન

kuriyn

“આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”…. સતરંગી….રશ્મિન શાહ

અમેરિકાના એક મેગેઝિને હમણાં કરેલા એસેસમેન્ટ મુજબ ‘અમૂલ’બ્રાન્ડ એક હજાર કરોડની માર્કેટવેલ્યૂએ પહોંચી ગઈ છે. એશિયાની સૌથી મોટી મિલ્ક બ્રાન્ડ એવા અમૂલના જનક ડો. વર્ગીસ કુરિયનને દુનિયા આખી ‘ધ મિલ્કમેન’ તરીકે ઓળખે છે, પણ ખુદ કુરિયન મજાકમાં કંઈક આવું જ કહેતા : “આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”

એક માણસ જેણે જિંદગીમાં ક્યારેય ગુજરાત જોયું નહોતું. એક માણસ જેણે ક્યારેય ડેરી ઇન્ડસ્ટ્રીમાં આવવું નહોતું. એક એવો માણસ કે જે ઢંગથી ગુજરાતી તો શું હિન્દી પણ બોલી નહોતો શકતો. એક એ માણસ જેણે પોતાની જિંદગીમાં ગાયના છાણને તો શું પોતાના ઘરના કચરાને પણ સાફ નહોતો કર્યો અને એક એવો માણસ કે જેનું કેરેક્ટર નિભાવવા માટે આજે સેલ્યુલોઇડના ધુરંધરો પણ હોડમાં ઊતર્યા છે. આ માણસનું નામ છે ડો. વર્ગીસ કુરિયન.વર્ગીસ  કુરયનની જો સીધા, સાદા અને સરળ શબ્દોમાં ઓળખાણ આપવાની હોય તો કહી શકાય કે એ ભારતના ડેરી ઉદ્યોગના આધુનિક યુગ પુરુષ છે. દૂધ સાથે તેમને ક્યાંય સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો અને એમ છતાં પોતાના પર જ્યારે એ જવાબદારી આવી ત્યારે તેમણે એ કામ અદ્ભુત અને અવિસ્મરણીય રીતે પૂરું પાડયું.

અંગ્રેજો દ્વારા ઊભી કરવામાં આવેલી ડેરીની સામે ઊભા રહેવું, અભણ અને અમુક અંશે રૃઢિગત માન્યતાને વળગી રહેલા ખેડૂત કે માલધારીઓને સમજાવવા અને તેમના હકને જાળવવાનો પ્રયાસ કરતાં કરતાં પણ પોતાનું કામ કરાવવું. બધા એક થઈ જાય એ પછી એક નામ નીચે કામ કરવા માટે મનાવવા અને એ મનાવ્યા પછી એક એવી બ્રાન્ડ બનાવવી, જે બ્રાન્ડ એશિયાની સૌથી મોટી બ્રાન્ડ બની જાય. એક એવી બ્રાન્ડ કે જેનો કોઈ એક માલિક નથી, જેની કોઈ કંપની નથી, જેના કોઈ ડિરેક્ટર નથી અને એમ છતાં પણ એ બ્રાન્ડની માર્કેટવેલ્યૂ ૧૦૦૦ કરોડ રૃપિયાની આંકવામાં આવે છે. આ બ્રાન્ડ એટલે અમૂલ અને અમૂલ એટલે એકમેકના સાથથી અને સહકારથી બનેલી દેશની પહેલી સહકારી બ્રાન્ડ, જેનું આયુષ્ય અને કદ આ સ્તરે વિસ્તરશે એ કોઈએ કલ્પના પણ નહોતી કરી.

કોણ છે આ કુરિયન?

આઝાદી પહેલાં કેરળમાં જન્મેલા વર્ગીસ કુરિયનના ફેમિલીની હિસ્ટ્રી જુઓ તો ખબર પડે કે એ વ્યક્તિએ જો ધાર્યું હોત તો તે ચોક્કસપણે અલમસ્ત પગાર સાથેની સરકારી નોકરી કરી શક્યા હોત. પપ્પા સિવિલ સર્જ્યન અને મમ્મી પણ વેલ એજ્યુકેટ. સ્વાભાવિક છે કે વર્ગીસના જિન્સમાં પણ ભણતર અને હોશિયારીના એ જ ગુણ આવ્યા હતા. બીએસસી કર્યા પછી તેમને ભારત ગવર્નમેન્ટની સ્કોલરશિપ મળી અને એ સ્કોલરશિપ સાથે તેમણે અમેરિકા જઈને મિકેનિકલ એન્જિનિરિંગ કર્યું. એ પૂરું કર્યા પછી તેમને તેમના જ સગા મામાએ સાવ ખૂણામાં કહેવાય એવા આણંદ ગામે મોકલી દીધા. આણંદમાં પણ તેમણે આવીને સરકારી નોકરી કરવાની હતી. એવી સરકારી નોકરી કે જે કરવા માટે દેશનો એક પણ એન્જિનિયર તૈયાર નહોતો. ખુદ ર્વિગસ કુરિયન કહી ચૂક્યા છે, “એ દિવસોમાં તો મને બધા એવું કહેતાં કે તારા મામા તારી સાથે કઈ વાતની દુશ્મની કાઢે છે કે તને ખેડા જિલ્લામાં મોકલી દીધો. વાત ખોટી નહોતી એ લોકોની. ધાર્યું હોત તો તે મને દિલ્હીમાં જ સરકારી નોકરી અપાવી શક્યા હોત. વાતાનુકૂલિત વાતાવરણ એ નોકરી કરવામાં મને તકલીફ પણ ન પડી હોત પણ મારા માટે એ બધાં કરતાં મહત્ત્વનું એ હતું કે મને જોબ મળી અને એ મારે કરવી હતી, કહોને કરવી પડે એમ હતી.”

વર્ગીશ કુરિયનને જે સ્કોલરશિપ મળી હતી એ સ્કોલરશિપની ખાસિયત જાણવા જેવી છે. સ્કોલરશિપ લેનારા સ્ટુડન્ટે ભારત સરકાર જ્યાં પણ મોકલે ત્યાં પાંચ વર્ષ માટે જોબ કરવાની હતી, જો એ જોબ કરવા તૈયાર ન હોય તો તેણે ભારત સરકારે કરેલો ખર્ચ પરત કરવાનો હતો. વર્ગીસ કુરિયન પર કરવામાં આવેલો ખર્ચ એ પરત કરી શકે એમ હતા નહીં. પૈસાની કોઈ તંગી નહોતી પણ વાત સિદ્ધાંતની હતી અને સિદ્ધાંત કે આપેલાં વચનને તોડવાં અને છોડવાં માટે તેમને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ મળવાનો નહોતો. કુરિયનને આણંદ જોબ કરવા ન આવવું પડે એ માટે તેમનાં આન્ટીએ પણ પ્રયાસ કર્યા હતા, પણ એ સમયે મામાએ બે લાઇનમાં માત્ર એટલું કહ્યું હતું, “જો આપ કોઈનું સારું ઇચ્છતા હો તો આ બાબતમાં તમે વચ્ચે નહીં બોલો. બસ, શાંતિથી વિચારો.”

પાંચ વર્ષ ડેરીમાં કામ કરવાની જવાબદારી સાથે ખેડા જિલ્લાના આણંદ શહેરમાં ઊતર્યા પછી ડૉ.વર્ગીસ કુરિયનને એ સમજાયું હતું કે તેની તકલીફો દેખાય છે એના કરતાં વધુ વિકરાળ અને વધુ વિકટ છે. રહેવા માટે ઘર નહોતું અને ડેરી ઇન્ડસ્ટ્રીને ઉપયોગી કહેવાય એવાં મશીન બધાં જ ખતમ થઈ ગયાં છે. જૂજ લોકોને ખબર છે કે એ મશીન ઊભાં કરવામાં વર્ગીસ કુરિયને એન્જિનિયર નહીં પણ રીતસર મિકેનિકની જેમ કામ કર્યું હતું. એ કામ પૂરાં થયાં પછી બીજી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. મશીન ચલાવવા માટે દૂધ લઈ ક્યાંથી આવવું?

દૂધ માટેની કેવી દ્વિધા?

આ એ સમયની વાત છે કે જે સમયે દૂધની ડેરી, સહકારી ડેરીનો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. માલધારી અને ખેડૂતો પોતાનું દૂધ પોતાની રીતે વેચી લેતા અને કાં તો મુંબઈની એક એવી ડેરીને માલ વેચી દેતા કે જે એક રૃપિયામાં માલની ખરીદી કરતી અને એમાંથી પાંચ રૃપિયા બનાવતી. ડૉ.વર્ગીસ કુરિયનને માલ આપવા કોઈ તૈયાર ન થાય. જો કોઈ ભૂલેચૂકે પણ તૈયાર થાય તો બીજા

જઈને સમજાવી આવે કે પેલી ડેરીવાળા નારાજ થશે, એવું કરવાનું રહેવા દે. રીતસર વર્ગીસ કુરિયરને ઘરે ઘરે જઈને દૂધ આપવા માટે ભીખ માગી છે. દૂધ એને આપવાનું હતું, જેને દૂધ સાથે કોઈ નિસબત નહોતી. દૂધ એવી વ્યક્તિ વેચવાનું હતું જેને દૂધનું શું કરવું એની ગતાગમ નહોતી. વર્ગીસ કુરિયને કહ્યું હતું, “મારા માટે મારાં મશીન ચલાવવાનું કામ મહત્ત્વનું હતું. એ મશીન જેમાં દૂધ પેસ્ચ્યુરાઇઝ (જંતુમુક્ત કરવાની એક ટેક્નોલોજી) થવાનું હતું, પણ એ કરવા જતાં મારે કોઈ જાતની એવી અસુરક્ષિત ભાવના પણ નહોતી ફેલાવવી જેનાથી કોઈનું અહિત થઈ જાય.”

જો તમારી ભાવના સારી હોય તો તમને કોઈ થંભાવી શકે પણ અટકાવી ન શકે. આ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ સાચું છે કે તમે જ્યારે કોઈના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધતા હો ત્યારે તમારા કામને આગળ ધપાવવાનું કામ કરવા માટે કોઈને કોઈનો સાથ મળી જતો હોય છે. કેટલાક સ્થાનિક લોકોની મદદથી વર્ગીસ કુરિયનનો હેતુ લોકો સુધી પહોંચ્યો પણ માર્કેટિંગનો પ્રશ્ન હજુ અકબંધ હતો એટલે કુરિયને માલ ડેરી સુધી લાવવા માટે સહકારી ક્ષેત્રની નીતિ અપનાવી અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડ નામની એક એવી સહકારી સંસ્થા બનાવી જે દૂધ વેચવાનું કામ કરવાની હતી. માલ વેચાશે એવો વિશ્વાસ આવ્યો એટલે પહેલાં પાંચ લિટર અને પછી પચાસ લિટર અને પછી પાંચ ગામનું દૂધ આવવા લાગ્યું. શરૃઆતમાં દૂધ ક્યાં વેચીશું એવો પ્રશ્ન હતો, જે એ પછી એ સ્તરે પહોંચ્યો કે આટલું દૂધ ક્યાં વેચીશું અને આ પ્રશ્નમાંથી જ અમૂલની બીજી પ્રોડક્ટ બનવી શરૃ થઈ. બહુ જૂજ લોકોને ખબર છે કે આજે અમૂલનું જે ખારાશવાળું બટર ખાઈએ છીએ એના જનક પણ ર્વિગસ કુરિયન છે. એ બટર શોધાયું એ પહેલાં આપણા દેશમાં સફેદ માખણ ખાવાની જ પ્રથા હતી, પણ અમેરિકામાં એક વાર ચાખેલા પેલા ખારાશવાળા પીળા રંગના બટરમાં વધુ થોડા સારા ફેરફાર કરીને વર્ગીસ કુરિયને એ બનાવ્યું. બટરની સાથે અમૂલ ગુજરાતની બોર્ડર છોડીને દેશભરમાં ફેલાવવાનું શરૃ થયું અને પછી વર્ગીસ કુરિયન એક એન્જિનિયરમાંથી ‘ધ મિલ્કમેન’ બની ગયા. વર્ગીસ કુરિયનને તેમણે કરેલાં કામોના કારણે ‘ધ મિલ્કમેન’ કહેવામાં આવતા. એક વખત વર્ગીસ કુરિયને સ્ટેજ પરથી જ મજાક કરતાં કહ્યું હતું, “અંગ્રેજીમાં સાંભળવું સારું લાગે, બાકી ગુજરાતીમાં તો હું એક દૂધવાળો જ કહેવાઉં…”

એક એવો દૂધવાળો જેણે એક બ્રાન્ડની માર્કેટવેલ્યૂ એક હજાર કરોડ સુધી પહોંચાડી દીધી.

કોણ બનવા માગે છે કુરિયન?

ડૉ .વર્ગીસ કુરિયનના જીવનકાર્ય પરથી આ અગાઉ ‘મંથન’ નામની ફિલ્મ બની ચૂકી છે, જેમાં કુરિયનનું કેરેક્ટર ગિરિશ કર્નાડે કર્યું હતું. એ ‘મંથન’ ફિલ્મ ખુદ વર્ગીસ કુરિયને લખી હતી. હવે ફરીથી ડૉ.વર્ગીસ કુરિયનની લાઇફ પરથી ફિલ્મ બનવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેના માટે એકતા કપૂરનું નામ સૌથી આગળ છે. એકતા પોતાની ફિલ્મમાં વર્ગીસ કુરિયનના કેરેક્ટર માટે આમિર ખાનને લેવા માગે છે. એકતા ઉપરાંત કુરિયનની લાઇફ પર જો બીજા કોઈને ફિલ્મ બનાવવાની ઇચ્છા હોય તો એ પરેશ રાવલ છે. પરેશ રાવલની ઇચ્છા એવી પણ છે કે એ પોતે ‘ધ મિલ્કમેન’ વર્ગીસ કુરિયનનું કેરેક્ટર કરે.

caketalk@gmail.com

સૌજન્ય સંદેશ.કોમ 

( 564 ) ખુદાની મહેરબાની- ગઝલાવલોકન -૧

ખુદાની મને મહેરબાની ઘણી છે.
ઘણાની મહોબ્બત અને લાગણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

આખી ગઝલ અહીં વાંચો

અને અહીં સાંભળો

       આ શ્રેણીનાં અવલોકનોની શરૂઆત કુતુબ આઝાદની આ ગઝલથી કરીએ; એ યથાયોગ્ય છે.

     નેટ પર ગુજરાતીમાં લખી શકાવાની શરૂઆત, ઈમેલથી પત્ર વ્યવહાર, અને ‘કાના માતર વગર’ બ્લોગિંગની સવલતે જે રીતે સહૃદયી મિત્રો મેળવી આપ્યા છે – એ મહેરબાનીને આ શ્રેણી અર્પણ છે- ખુદાની મહેરબાની અને એવા દિલદાર મિત્રોની મહેરબાની.

ગઝલનો એક પણ શેર એવો નથી કે, જેને સમજાવવો પડે –સાવ  સીધી, દિલમાં ઉતરી જાય એવી ગઝલ.

      અને હવે મનમાં ઉઠેલ ચપટીક વિચારો…

      આપણે આમ મિત્રોનો, મિત્રો અને ઘણું બધું મેળવી આપનાર એ ‘ખુદા’ની મહેરબાનીનો ઋણ સ્વીકાર કરીએ એ એકદમ યથાયોગ્ય તો છે જ. પણ થોડીક વિશેષ વાત પણ છે.

 આમ મહેરબાનીની લણણી કરવી હોય તો;
એ માટે આપણે એવી વાવણી કરવી પડે.
એ લાગણીમાં લોહીની રક્તતા ઉમેરવી પડે.

    થોડીક જ વધારે નજર ફેલાવીએ તો તરત જણાશે કે, આપણા સમસ્ત જીવનમાં કેટકેટલી નામી, અનામી; જાણીતી, અજાણી;  ગમતી, અણગમતી વ્યક્તિઓનો આપણી પર ઉપકાર છે? વ્યક્તિઓ તો શું? કેટકેટલાં પ્રાણીઓ, વનસ્પતિઓ, કુદરતી તત્વોનાં પ્રદાન ન હોય તો આપણે કશું પણ પ્રાપ્ત કરી શકીએ? –  જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને હંધુંય ગનાન, બધી સંપદા!

      પ્રત્યેક શ્વાસની સાથે આપણે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં થઈએ તો? આપણી ઘણી બધી સમસ્યાઓ, વ્યથાઓ, ઉલઝનો આપોઆપ શમી જાય; એમ કદાચ બનવા લાગે.

     અને એ ખુદા પણ કોણ? ક્યાં છે એ મહેરબાન? કહે છે કે, આપણી અંદર જ તો એ છુપાયેલો પડ્યો છે. જ્યારે જ્યારે આપણે આમ એ મહેરબાનનો આભાર માનીએ ત્યારે, એ હમ્મેશ યાદ કરતા જઈએ કે, એ જ્યાં વસી રહ્યો છે; શ્વસી રહ્યો છે –  એ મંદિર, એ મસ્જિદ, એ દેવળ, એ દેરાસર, એ સાયનેગોગ આપણે એની અસીમ કિરપાને લાયક રાખ્યું છે ખરું? આપણી કાયા; આપણા વિચાર; આપણી વાણી; આપણું વર્તન, આપણાં બધાં કાર્યો એ મહેરબાનને લાયક છે કે, કેમ એ નિહાળતાં થઈએ તો?

તો જ આ ગઝલ આપણે સમજ્યા;
એને જીવનમાં ઉતારી
– એમ કહી શકાય; નહીં વારૂ?!