વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 542 ) મજા કંઇક ઓર છે ……….ગઝલ ……….વિનોદ પટેલ

જિંદગીમાં પ્રથમ વાર જ આ ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે .

ખબર નથી કે ગઝલના નિયમોનું પાલન થયું છે કે નહીં .

મનમાં જે ઉગ્યું એને ગઝલના ઢાળમાં ઢાળ્યું છે .

રદીફ, કાફિયાનું કોઈ બંધન હોય તો એની ખબર નથી .

આ રચના વખતે વિચારો વહ્યા એમ વહેવા દીધા છે .

તમે એને ગઝલ માનો તો એ ગઝલ નહી તો વિચાર મંથનોમાંથી નીપજેલી એક કાવ્ય રચના .

ગઝલ પણ અંતે તો એક કાવ્ય રચના જ છે  ને !

આશા છે મારો ગઝલ રચનાનો આ પ્રથમ પ્રયત્ન આપને ગમે .

વિનોદ પટેલ

========================================

 

મજા કઇંક ઓર છે …..ગઝલ……વિનોદ પટેલ

એક પર્વત ઉર ચડતાં વારંવાર પડી ગયા પછી,

શિખરે સુખરૂપ પહોંચી જવાની મજા કંઇક ઓર છે .

પ્રેમ પંથમાં અનેક વાર હૃદયભગ્ન થયું હોય પછી,  

સદા માટે પ્રેમિકા મેળવવાની મજા કઇંક ઓર છે .

 

જીવનની રાહમાં અનેક વાર હારની હારમાળા પછી,

અંતિમ ઇચ્છિત જીત મેળવવાની મજા કઇંક ઓર છે .

જીવનમાં ભૂલેચૂકે દુષ્કૃત્યો થઇ ગયાં હોય એ પછી,

સુધરીને સત્ય માર્ગે ચાલવાની મજા કઇંક ઓર છે . 

 

પરિવર્તન જીવનનો અનિવાર્ય નિયમ છે એ સમજી,

નવા સુધારાઓને અપનાવવાની મજા કઇંક ઓર છે.   

જીવનમાં હંમેશા બધું સમું સુથરું બનતું નથી હોતું ,

 માટે પડ્યું પાનું નિભાવી લેવાની મજા કઇંક ઓર છે. 

 

જિંદગીનો આ એક પાઠ સૌએ શીખી લેવા જેવો છે કે,

દુખો ભોગવ્યા પછી સુખ મળે એની મજા કઇંક ઓર છે .

આ ભવસાગરમાં અનેક વિપરીત તોફાનો વટાવ્યા પછી,

હરી નામ ભજતાં મોક્ષ મેળવવાની મજા કઇંક ઓર છે .  

 

વિનોદ પટેલ

 

 

 

 

7 responses to “( 542 ) મજા કંઇક ઓર છે ……….ગઝલ ……….વિનોદ પટેલ

 1. NAVIN BANKER October 2, 2014 at 8:06 AM

  મને તો તમારા ઋદયના ભાવોની આ અભિવ્યક્તિ ખુબ ગમી, ભાઈ ! સરસ લખાયું છે. જેને જે રીતે મૂલવવું હોય તે રીતે મૂલવે. લખતા રહો અને વહેંચતા રહો. નવીન બેન્કર

 2. P.K.Davda October 2, 2014 at 6:18 AM

  વિનોદભાઈ ગઝલ લખે, તો વાંચવાની મજા કંઈ ઓર છે !

 3. Suresh Jani October 2, 2014 at 4:28 AM

  લખે ‘વિનોદ’ આજે જે ગઝલ તે ખૂબ સારી છે.
  હૃદયના ભાવને ઢાળ્યા, એની મઝા કંઈ ઓર છે .

 4. Vinod R. Patel October 1, 2014 at 10:43 PM

  આતાજી નો પ્રતિભાવ એમના ઈ-મેલમાંથી

  પ્રિય વિનોદભાઈ
  તમારી કાવ્ય રચના મને ગમી છે .
  પિંગળના બંધનમાં રહેવાની કોઈ જરૂર નથી હ્રદયમાંથી વછૂટે એજ ઉત્તમ કાવ્ય છે .
  કાવ્ય રચના કોઈ વાંચે કે ન વાંચે
  કાવ્ય લખવાની મજા કંઈ ઓર છે .
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 5. pragnaju October 1, 2014 at 7:17 PM

  સારો પ્રયત્ન
  સામાન્ય રીતે ગઝલનો મૂળભૂત એકમ શેર છે. એક ગઝલ ત્રણ કે તેથી વધુ શેરોની બનેલી જોવા મળે છે. એક ગઝલના શેરો એક જ સરીખા રદીફ, એક જ પ્રકારના કાફિયા અને એક જ છંદથી જોડાયેલા હોય છે. એક શેરની બે પંક્તિઓને બે મિસરા કહે છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, જેના બંને મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. મત્લામાં સ્થાપિત કરેલ રદીફ-કાફિયાની યોજના ત્યાર બાદ આખી ગઝલમાં નિભાવવી પડે છે. મત્લા એકથી વધુ હોઈ શકે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી. બીજા મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. દરેક શેરના અંતે કોઈ પરિવર્તન વગર અચૂક આવતાં શબ્દ કે શબ્દસમૂહને રદીફ કહે છે. રદીફ ગમે તેટલો લાંબો કે ટૂંકો હોઈ શકે. ગઝલ રદીફ વિનાની પણ હોઈ શકે. રદીફ કરતાં આગળ આવતા પ્રાસના શબ્દને કાફિયા કહેવામાં આવે છે, કાફિયા તરીકે વપરાતા શબ્દોમાં પાછળનો અમુક શબ્દાંશ એકસરખો હોય છે, જેને કાફિયાનો આધાર કહે છે. આખી ગઝલમાં કાફિયાનો આધાર એકસરખો રહેવો જોઈએ. ગઝલના અંતિમ શેરમાં કેટલીક વાર શાયર પોતાનું તખલ્લુસ વણી લે છે. આ શેરને ‘મક્તા’નો શેર કહે છે.દાખલા
  જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
  અહીં બંને મિસરા બે અલગ અલગ વાક્યરૂપે છે, હવે સંદર્ભ ગઝલ-૧ તરીકે મૂકેલી શેખાદમ આબુવાલાની ગઝલનો આ શેર જુઓ
  જમાનાની મરજીનો આદર કરીનેવિખૂટા પડીને મુલાકાત કરશું
  અહીં બંને મિસરા મળીને એક વાક્ય બને છે. પ્રથમ મિસરામાં વાક્ય અધૂરું રહે છે.
  રદીફ ‘જાય પીંછું’ એમ બે શબ્દનો છે.
  ગગન સાથ લઈ ઊતરે એ ફરકતુંવિહગ-પાંખથી જે ખરી જાય પીંછું
  ફરકતું પડે ત્યારે ભૂરી હવામાંઝીણાં શિલ્પ કંઈ કોતરી જાય પીંછું
  હ્રદયમાં વસ્યાં પંખીઓ બહાર આવેકદી આંખમાં જો તરી જાય પીંછું
  કાફિયા તરીકે વપરાયેલા શબ્દમાંથી શબ્દનો પાછળનો જે અંશ તમામ કાફિયામાં સામાન્ય હોય છે
  કદી ન્હોતો થયો પહેલાં હું એવો કેમ રોષિત છું
  મને લાગી રહ્યું છે આજ હું પોતે જ દોષિત છું
  મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે
  ગઝલ પૂરી થાય એ શેરને મક્તા કહે છે.
  વિદ્વાનો ગઝલમાં ઓછામાં ઓછા પાંચ શેરો જરૂરી માને છે
  કવિ રમેશ પારેખે તખલ્લુસનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે
  . ‘ર’ નિરંતર ‘મેશ’ માં સબડે અનેસૂર્ય પણ નીકળે તો કાળા નીકળે
  પરિવર્તન જીવનનો અનિવાર્ય નિયમ છે એ સમજી,
  નવા સુધારાઓને અપનાવવાની મજા કઇંક ઓર છે.
  જીવનમાં હંમેશા બધું સમું સુથરું બનતું નથી હોતું ,
  માટે પડ્યું પાનું નિભાવી લેવાની મજા કઇંક ઓર છે. ભાવભરી અભિવ્યક્તી
  ડૉ મુકુલ નો શેર
  ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
  કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું
  ત્યારે.
  લકવાગ્રસ્ત ગાલિબસાહેબે તો કહ્યું હતું
  गो हाथ को जुम्बिश नहीं, आंखों में तो दम है,
  रहने दो अभी सागरो-मीना मेरे आगे।
  અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
  વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.
  કોઇ અકળામણ થાય તેવા વખાણ કરે ત્યારે
  કહેવાઇ જાય કે હ્જુ તો જીવીએ છીએ !

 6. pravinshastri October 1, 2014 at 6:40 PM

  હું કવિ નથી. કાવ્ય, ગઝલ, ગીત, છંદ, કશું જ શીખ્યો નથી. થોડા શબ્દોમાં ભાવ રજુ કરતી કૃતિ મનભાવન બને તે કાવ્ય. આ રચનાનું એનાલિસીસ સાક્ષરો કરશે મને તો જે હોય તે ઉત્તમ લાગી.

 7. dee35.USA October 1, 2014 at 5:40 PM

  હરી નામ ભજતાં મોક્ષ મેળવવાની મજા કઇંક ઓર છે . હશે કદાચ……..!!!!!કોઇ અનુભવી મળ્યો નથી હજી સુધી. ગમ્મત ખાતર લખ્યું છે માટે માઠું નલગાવતા.વિનોદભાઇ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: