વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 543 ) દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર / શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ

Ambaji

સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ  niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક માં  સરળ સંસ્કૃત ભાષામાં સ્તુતિ-દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર- પોસ્ટ થયેલી છે એ મને ગમી ગઈ .એમના આભાર સાથે એમની નોધ સહિત આ સ્તુતિ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે .

આ સ્તુતિ વાંચીને મને અમદાવાદમાં નવરાત્રી વખતે મારા રહેઠાણની સામેના સોસાયટીના  કોમન પ્લોટમાં વચ્ચોવચ માતાજીની પ્રતિમા મૂકી તેની ફરતે ગરબે ગવાતા હતા એ વખતે ગુજરાતીમાં ગવાતી વિશ્વંભરી સ્તુતિનું સ્મરણ થઇ આવ્યું  . આ સ્તુતિને પણ નીચે વિડીયો સાથે મૂકી છે.

હવે આજની આધુનિક ગરબા શૈલીમાં તો નવરાત્રિનાં રંગ રૂપ અને સ્વરૂપ બધું બદલાઈ ગયું છે. હવે નવરાત્રીમાં માત્ર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ પૂરતા સીમિત નથી રહ્યાં પણ હવે ફેશન માટે પણ એટલા જ સભાન થયા છે. રોજના નવા ડિઝાઈનર ચણિયાચોળી કે ધોતી કેડિયાની સાથે સાથે રોજ નવા ટેટુ ચિતરાવવાનો પણ ક્રેઝ પણ જુવાન ખેલૈયાઓમાં જાગ્યો છે.

નવરાત્રી પર્વના આખરી દિવસોમાં ચાલો આ બે સ્તુતિને  ભક્તિપૂર્વક ગાઈએ અને  જગત જનની ની આરાધના કરી આ પર્વને ઉજવીએ  .

વિનોદ પટેલ

============================================

 દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર 

[આજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.–સુશ્રી પ્રજ્ઞા વ્યાસ ]

દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર

ન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહો
ન ચાહ્યાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ |
ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં
પરં જાને માતસ્ત્વદનુશરણં ક્લેશહરણમ્ ||||

વિઘેરજ્ઞાનેન દ્રવિણવિરહેણાલસતયા
વિઘેયાશક્યત્વાતવ ચરણયોર્યા ચ્યુતિરભૂત |
તદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણી શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||||

પૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ
પરં તેષાં મધ્યે વિરલતરલોડહં તવ સુતઃ |
મદીયોડ્યં ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||||

જગન્માતર્માતસ્તવ ચરણસેવા ન રચિતા
ન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |
તથાપિ ત્વં સ્નેહં મયિ નિરુપમં યત્પ્રકુરુષે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||||

પરિત્યક્તાદેવાન્વિવિઘ વિઘસેવા કુલતયા
મયા પણ્ચાશીતેરઘિકમપનીતે તુ વયસિ |
ઈદાનિં ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવિતા
નિરાલમ્બો લમ્બોદરજનનિ કં યામિ શરણમ્ ||||

શ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા
નિરાતણ્કો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |
તવાપર્ણે કર્ણે વિશતિ મનુવર્ણે ફલમિદં
જનઃ કો જાનીતે જનનિ જપનીયં જપવિઘૌ ||||

ચિતાભસ્માલેપો ગરલમશનં દિક્પટ્ઘરો
જટાઘારી કણ્ઠે ભુજગપતિહારી પશુપતિઃ |
કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવી
ભવાનિ ત્વત્પાણીગ્રહણપરિપાટી ફલમિદમ્ ||||

ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવવાચ્છાડપિ ચ ન મે
ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાડપિ ન પુનઃ|
અતસ્તાવં સંયાચે જનનિ જનનં યાતુ મમ વૈ
મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ ||||

નારાધિતાડસિ વિઘિના વિવિઘોપચારૈઃ
કિં રુક્ષચિંતનપરૈર્ન કૃતં વચોભિઃ |
શ્યામે ત્વમેવ યદિ કિંચન મય્યનાથે
ધત્સે કૃપામુચિતમમ્બ પરં તવૈવ ||||

આપત્સુ મગ્નઃ સ્મરણં ત્વદીયં
કરોમિ દુર્ગે કરુણાર્ણવે શિવે |
નૈતચ્છઠત્વં મમ ભાવયેથા
ક્ષુઘાતૃષાર્તા જનનીં સ્મરન્તિ ||૧૦||

જગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરણાડસ્તિચેન્મયિ |
અપરાઘ પરંપરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ ||૧૧||

મત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નીં ત્વસમા ન હિ |
એવં જ્ઞાત્વા મહાદેવિ યથા યોગ્યં તથા કુરુ ||૧૨||

…………………………………………………………………………

 

શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

ભુલો પડી ભવરણે ભટકું ભવાની,
સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

આ રંકને ઉગારવ્આ નથી કોઈ આરો
જન્માન્ધ છું જનની હું ગ્રહી બાંહ તારો
ના શું સુણો ભગવતી શીશુના વિલાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડમ્બરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફ આપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

ના શસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા ના કાંઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

રે! રે! ભવાની બહુ ભુલ થઈ છે મારી,
આ જિંદગી થઈ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે પુરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાન્ધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપે,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

શ્રી સદગુરુના શરણમાં રહીને યજું છું,
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવક તણા પરિતાપ ચાંપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

અંતર વિષે ઊર્મિ થતાં ભવાની,
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસારના સકળ રોગ સમુળ કાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

તારા સિવાય જગમાં નથી કોઈ મારું
સાચા ભગવતી તુજને સંભારું
ભલું કદાચ ભવ પાશ તણા પ્રસંગે
માંગુ ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે

જેની કૃપાથી ગિરિરાજ ચઢે અપંગો
જેની કૃપાથી ભવસિંધુ તરે સુસંગે
જેની કૃપાથી વિષ ખાય સદાશિવાય
એવા દયાળુ ભગવતી તુજને પ્રણામ

અંબા ભવાની જગંદબા કરો સહાય
આરાસુરી ભજે સદા તવ ભક્તિ પાય,
હસ્તે ત્રિશૂળ ધરીને અસુરો સંહાર્યા
સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યા

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

 

વિશ્વંભરી સ્તુતિ –વિડીયો  

 

 

3 responses to “( 543 ) દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર / શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ

 1. pragnaju ઓક્ટોબર 2, 2014 પર 5:58 એ એમ (AM)

  આભાર
  બીજી પણ ભાવવાહી સ્તુતીઓનું સુંદર સંકલન

  Like

 2. Ramesh Patel ઓક્ટોબર 5, 2014 પર 4:22 પી એમ(PM)

  સુંદર સંકલન

  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: