વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 544 ) ર જી ઓક્ટોબર,ગાંધી જયંતિ / પરિવાર જન્મ દિવસો …….સંકલિત


Gandhi Birth Day -2nd Octoberમારું જીવન એ જ મારો જીવન સંદેશ છે – મહાત્મા ગાંધીજી  


2 જી  ઓક્ટોબર, ૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫) ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલ એક બાળક ,મોહન કરમચંદ ગાંધી એક એવા પ્રકારનું ઉન્નત  જીવન જીવી ગયો કે વિશ્વમાં એ 
મહાત્મા ગાંધીના નામે અમર બની ગયો.

એક વિશ્વ માનવ બની ગયો  .

વિશ્વ વિચારક ટોફલર ગાંધીજી વિષે કહે છે  :

“૨૧ મી સદી  ટેકનોલોજીની દ્રષ્ટીએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને 

માનવ મુલ્યોની દ્રષ્ટીએ ગાંધીને અનુસરતી હશે .”

એમની જન્મ જયંતીએ આપણે આ મહાન આત્માને યાદ કરી એમણે ચરિતાર્થ કરેલ જીવન મુલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ એમને સાચી શ્રધાંજલિ આપી ગણાશે  .  

વિનોદ પટેલ 

==============================

ગાંધી જયંતી સપ્તાહ 

Gandhi -chrkha

વિનોદ વિહારમાં 2012 ના વર્ષમાં ગાંધી જયંતિ પ્રસંગે એક સપ્તાહ સુધી મહાત્મા ગાંધીજી વિષે વિવિધ લેખો પ્રગટ કરીને ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી .

આજની આ ગાંધી જયંતિ પ્રસંગે એ બધા લેખો એક જગાએ  નીચે  ફરી પ્રસ્તુત કરું છું .

(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

(102)The last day of Mahatma Gandhi-Friday, January 30, 1948 (ગાંધી જયંતી – ભાગ 3)

(103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4)

ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ

==========================================

2જી ઓક્ટોબર, મારા પૌત્ર  અર્જુનનો પણ જન્મ દીવસ

કેવો સુંદર સંજોગ છે કે મારા નાના દીકરા આશિષના પુત્ર અર્જુન નો પણ જન્મ દિવસ આજના ગાંધી જયંતીના પાવન દિવસે આવે છે  . 

સાન ડીયેગોના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે લીધેલી પૌત્ર અર્જુનની એક હાલની તસ્વીર 

બીજી તસ્વીરમાં અર્જુનને બેઝ બોલની પ્રેક્ટીસ કરતો બતાવ્યો છે  .

Arjun and Vinodpatel

અર્જુનની પ્રથમ વર્ષ ગાંઠ ઉપર  ચકી ચીઝના મેજિક કેમેરા ઉપર લીધેલીગ્રાન્ડ પા (દાદા) વિનોદભાઈ સાથેની અર્જુનની એક યાદગાર તસ્વીર 

આજના પાવન દિને ,ચી. અર્જુનને ,ગ્રાન્ડ પા વિનોદભાઈ તરફથી 

11 મા જન્મ દિવસની અનેક 

શુભેચ્છાઓ અને ખોબલે ખોબલે આશીર્વાદ  .

એક બીજો યોગાનુયોગ પણ જુઓ કે મારા બન્ને ય પુત્રોની વર્ષ ગાંઠ આ ઓક્ટોમ્બર મહિનાની તારીખોમાં જ આવે છે  .

આ રવિવારે , 5મી ઓક્ટોબરે, અગિયારસના પવિત્ર દિવસે, આ ત્રણેયની વર્ષગાઠ,  સાન ડીયેગોના સ્વામીનારાયણ મંદિરમાં એકત્રિત હરિભક્તોની હાજરીમાં ભજન અને  ભોજન સાથે અમે આનંદથી ઉજવીશું  .

મારો પરિવાર 

Rakshabandhan -VRP with family- no-1

ડાબેથી દીકરી અને જમાઈ અને બે પુત્રો -સપત્ની સાથેની આ રક્ષા બંધન ના દિવસે

લીધેલી મારી સાથેની એક તસ્વીર 

VRP-WITH 6 G.K.-REVISED

મારાં વ્હાલાં 6 પૌત્ર -પૌત્રીઓ સાથેની મારી એક તસ્વીર 

પ્રિય ચી. અર્જુનને આજે  અને બે પુત્રો ધ્રુવેન અને આશિષ ને એમના આગામી 

જન્મ દિવસો નિમિત્તે વધાઈ અને  સૌના નિરામય દીર્ઘાયુષ્ય માટેની

શુભેચ્છાઓ અને આશીર્વાદ 

પપ્પા અને ગ્રાન્ડ પા –  વિનોદ પટેલ 

5 responses to “( 544 ) ર જી ઓક્ટોબર,ગાંધી જયંતિ / પરિવાર જન્મ દિવસો …….સંકલિત

  1. nabhakashdeep October 4, 2014 at 6:09 PM

    આપની આ બ્લોગ પોષ્ટે ઘણું ઘણું દઈ દીધું..સરસ સંકલન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. pragnaju October 3, 2014 at 11:52 AM

    ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલાના સરસ ફોટા
    અમારે તો ચારેય દીકરીઓ ચાર દેશમા હતી હવે કેનેડા અને નાઇજેરીયાવાળા
    અહીં આવી ગયા
    વતનવાળા દિકરી દિકરો ફરવા આવશે…
    હવે ફોન ઇંટરનેટથી પળમા ભેગા…

  3. dee35.USA October 2, 2014 at 5:17 PM

    સુખી જીવન આનેજ કહેવાય. વિનોદભાઇ.હું પણ આપની માફક બે પુત્રો અને બે પુત્રીઓ અને ૪પૌત્ર અને ૪પૌત્રી સાથે આનંદથી શીકાગોમાં છું. આથી વધુ સુખી જીવન શું હોઇ શકે. ગઇ કાલની જ વાત કરું મારા ૯૩ વર્ષના મિત્ર અને હું તેમની બસની રાહ જોતા સ્વીમીંગપુલમાં બેઠા બેઠા સુખની વાતો કરતા હતા.તેઓશ્રીએ મને ભારતનો દાખલો કહ્યો કે અમુક મિલના ભાગીદારને ત્રણ પુત્રો હતા પણ કોઇ તેમને રાખવા તૈયાર નહતા.મિલ્કતને શું ધોઇ પિવાની?

  4. chandravadan October 2, 2014 at 4:55 PM

    00 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ…Gandhi is AMAR in our hearts.

    આ રવિવારે , 5મી ઓક્ટોબરે, અગિયારસના પવિત્ર દિવસે, આ ત્રણેયની વર્ષગાઠ, સાન ડીયેગોના સ્વામીનારાયણ મંદિરમાં એકત્રિત હરિભક્તોની હાજરીમાં ભજન અને ભોજન સાથે અમે આનંદથી ઉજવીશું …..As you celebrate, WE all share the JOY !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar.
    Thanks for your support !

  5. Suresh Jani October 2, 2014 at 1:36 PM

    મારું જીવન એ જ મારો જીવન સંદેશ છે – મહાત્મા ગાંધીજી
    આ ફોટો બહુ જ ગમ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: