વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

(545) વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા

 એક નેટ મિત્રના ઈ-મેલમાં એક નાની અંગ્રેજી વાર્તા વાંચવામાં આવી . આ વાર્તા અસરકારક જણાતાં એનો અંગ્રેજીમાં ભાવાનુવાદ કરીને વાચકોને વાંચવા અને વિચારવા માટે  આજની પોસ્ટમાં રજુ કરી છે . ક્યાંક વાંચેલું યાદ આવે છે :

  જિંદગીની આ સ્થિતિ સૌથી કરુણ છે : વડીલો વિનાનું ઘર અને ઘર વિનાના વડીલો .  

એ જ મતલબનું એક બીજું અવતરણ છે કે

માતા-પિતાને બે વખત આંખમાં આંસું આવે છે ,  જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને જ્યારે દીકરો તરછોડે ત્યારે .”  

આ ટૂંકી પણ હૃદયસ્પર્શી બોધ કથામાં પોતાના ઘર વિનાની અને દિકરાથી તરછોડાયેલી સમાજની અનેક માતાઓમાં ની એક માતાની  કરુણ કથની છે .

આશા છે આ બોધકથા આપને ગમશે.

–વિનોદ પટેલ 

===================================================

વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા 
એક ભાઈ એમના પિતાના અવસાન બાદ એમની પત્નીની ઈચ્છાને માન આપી અને માતાની ઈચ્છાને અવગણીને માતાને શહેરના એક દુરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા .
જો કે કોઈ કોઈવાર આ ભાઈ વૃધ્ધાશ્રમની મુલાકાત લેતા અને માતાને મળતા હતા ખરા !
એક દિવસ વૃધ્ધાશ્રમમાંથી એનાં સંચાલિકા બેનનો ફોન આ ભાઈ ઉપર આવ્યો કે તમારી માતાની તબિયત બહુ ખરાબ થઇ ગઈ છે . જલ્દી અહીં આવી માતાને મળી જાઓ .
દીકરો એકલો માતાને મળવા વૃદ્ધાશ્રમમાં આવ્યો અને એણે જોયું કે માતા જીવનના છેલ્લા શ્વાસ લઇ રહ્યાં છે .ક્યારે મોત આવે એ કહેવાય નહિ એવી સ્થિતિમાં છે .  
દીકરાએ માની પથારી નજીક વાંકા વળી પૂછ્યું :
“બોલ મા, તારી છેલ્લી ઈચ્છા શું છે ? તારા ગયા પછી તારી છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ .” 
ઘડપણને લઈને જેનું શરીર લથડી ગયું છે એવી અશક્ત માતા ધીમા અવાજમાં દીકરાને કહે છે : 
“ બીજું તો કઈ નહી દીકરા, મારી આ રૂમમાં કે આખા વૃદ્ધાશ્રમમાં ગરમીમાં હવા માટે એક પણ પંખો નથી તો તું એ નંખાવી આપજે .”
આ સાંભળી દીકરાને આશ્ચર્ય થયું.એણે મા ને આશ્ચર્ય સાથે કહ્યું :
”આ બધો વખત તું અહી હતી અને હું તને મળવા આવતો હતો ત્યારે કોઈ વખતે તેં પંખાની ફરિયાદ કરી ન હતી અને હવે તારા જીવનની છેલ્લી ઘડીઓ બાકી છે અને તું કાયમ માટે વિદાય લઇ રહી છે ત્યારે આ વાત મને આજે જ કેમ કરે છે? “
માએ ધીમા સાદે જે જવાબ આપ્યો એમાં એના હૃદયમાં ઘણા વખતથી ઘૂંટાઈ રહેલું દર્દ બોલતું હતું .
મા એ કહ્યું :
” મેં તો ઉનાળાની ગરમીમાં આજ સુધી જેમ તેમ કરીને પંખા વિના ચલાવી લીધું પરંતુ હવે હું જાઉં છું ત્યારે તને અહીં પંખા નંખાવવા એટલા માટે કહું છે કે ભવિષ્યમાં જ્યારે તને તારાં સતાનો આ વૃધ્ધાશ્રમમાં મોકલશે ત્યારે મને બીક છે કે પંખા વિના એ વખતે તારાથી ગરમી સહન નહીં થઇ શકે !”
 અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ — વિનોદ પટેલ
=================================================
 

Gandhi-gujrati language

6 responses to “(545) વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા

 1. Vinod R. Patel ઓક્ટોબર 5, 2014 પર 7:35 એ એમ (AM)

  E mil comment from Shri Navin Banker

  ‘વૃધ્ધાશ્રમના પંખા’ હૃદયસ્પર્શી વાર્તા છે. ખુબ ગમી.
  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.

 2. jagdish48 ઓક્ટોબર 4, 2014 પર 9:19 પી એમ(PM)

  “માતા-પિતાને બે વખત આંખમાં આંસું આવે છે , જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને જ્યારે દીકરો

  તરછોડે ત્યારે .” સારું છે કે મને એક જ વખત આવશે… કદાચ દીકરીઓના સહારે રહેવાનું થાય તો નક્કિ નહીં…

 3. Pingback: ( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી / વર્લ્ડ સ્માઈલી ડે | વિનોદ વિહાર

 4. M.D.Gandhi, U.S.A. ઓક્ટોબર 3, 2014 પર 9:37 પી એમ(PM)

  સુંદર વાર્તા છે….

  વાર્તા તરીકે તો કરૂણ છેજ, પણ, હકીકતમાં તો દરેક વૃધ્ધોની આ ફરિયાદ હોયજ છે, અને કોને ખબર, આજે માબાપને વૃધ્ધાશ્રમમાં મોકલનારને ભવિષ્ય્માં પોતાની પણ આવી હાલત થશે એવો અંદાજ નહીં પણ હોય, એટલેજ માએ યાદ કરાવ્યું…..

  આવીજ એક બીજી વાર્તા પણ છે….. પત્નીના રોજના કકળાટથી અને મહેણાં ટોણાથી કટાળીને પતિ-પત્ની બન્ને તેની માને વૃધ્ધાશ્રમાં મુકવા જાય છે અને તેજ વખતે પત્નીની માને ત્યાં મુકવા તેના ભાઈ-ભાભી પણ આવ્યા હોય છે, અને આ જોઈને પછી પત્ની પોતાની ભુલ કબુલ કરીને સાસુને ઘરે પાછી લઈ આવે છે…

 5. Vinod R. Patel ઓક્ટોબર 3, 2014 પર 1:40 પી એમ(PM)

  E- Mail response …….

  From Suresh Jani To Vinod Patel

  Good translation.

 6. pragnaju ઓક્ટોબર 3, 2014 પર 11:03 એ એમ (AM)

  તને તારાં સતાનો આ વૃધ્ધાશ્રમમાં મોકલશે ત્યારે મને બીક છે કે
  પંખા વિના એ વખતે તારાથી ગરમી સહન નહીં થઇ શકે !”
  વૃધ્ધાની વેદનાની સચોટ અભિવ્યક્તી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: