વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી / વર્લ્ડ સ્માઈલી ડે

હિમતલાલ જોશી ( આતા )
હિમતલાલ જોશી ( આતા )

આતાવાણી બ્લોગના ૯૩ વર્ષના સદાબહાર બ્લોગર અને અને મારા જેવા અનેક મિત્રોના મિત્ર શ્રી હિમતલાલ જોશી , જેઓ આતાજી તરીકે ખુબ જાણીતા છે તેઓ એમના મિત્રોને ઈ-મેલ મારફતે એમના જીવન ના અનુભવની વાતો ઘણીવાર લખતા હોય છે .

આ ઉપરાંત એમના આતાવાણી બ્લોગમાંપણ તેઓ એમના જીવનના અનુભવો વિષે  લખતા હોય છે .૯૩ વર્ષની પાકટ ઉંમરે ફીનીક્ષમાં પોતાના ઘરમાં એકલા હિંમતથી અને આનંદથી પ્રવૃતિમય જીવન બસર કરે છે  .

હિંમતલાલ જોશી કોને કહ્યા !  

આ અગાઉની પોસ્ટ “ વૃધ્ધાશ્રમના પંખા –એક બોધ કથા તમોએ વાંચી હશે. આ બોધકથાને મળતી આવતી આતાજીના જીવનના અનુભવની એક સત્ય ઘટના તારીખ ૯-૯-૨૦૧૪ ના એમના ઈ-મેલમાં એમણે મને મોકલી હતી. એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત કરું છું.  એમની આ કથામાં તમે જોશો કે આતાજી વૃધ્ધાશ્રમને પાંજરાપોળ સાથે સરખાવે છે !

બીજી “તમે હિંમત છો, હું હિંમત નથી “ શીર્ષક આપ્યું છે એ સત્ય ઘટના તેઓએ ડો. કનકભાઈ રાવલને ઈ-મેલમાં લખી મોકલી હતી જેની કોપી મને  પણ મોકલી હતી .

અમેરિકામાં રહેતા કેટલાક વૃધ્ધોની દશાનો આતાજીને થયેલ અનુભવને આવરી લેતી આ રસિક સત્ય ઘટનાઓ  નીચે વાંચો. આશા છે તમને એ જરૂર ગમશે  . 

૧. પાંજરા પોળ !

 એક 65 વરસ જેટલી ઉમરના ભાઈ બહુ શારીરિક નબળાઈ  ભોગવતા હતા પણ નોકરી કરતા હતા  .મેં એમને દોઢ ડાહ્યા થઈને વણમાગી સલાહ આપી કે  ભાઈ તમે ઘણું કમાયા છો. તમારી પાસે બે પૈસાનો જીવ છે  .હવે તમે તમારા શરીરની કાળજી રાખો અને રીટાયર્ડ થઇ જાઓ  .

તેઓ બોલ્યા મને મારી કંપની  છોડતી નથી  .

મેં એમને મારો અનુભવ  કહ્યો  .

  મેં એને કહ્યું :” હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો  .હું બહુ ભણેલો ન હોવા છતાં જવાબદારીવાળું  કામ સંભાળી રહ્યો હતો .આ વખતે મારી ઉમર 63 વરસની હતી  .શેઠની બહુ વિનંતીથી  હું અઠવાડિયું  મારા બદલે કામ કરવા આવનારને ટ્રેનીંગ આપવા રોકાએલો  .અને પછી હું  નિવૃત  થઇ ગયો  .મારી ઓછી ઉમર હોવાથી મને સોસીયલ સિક્યુરીટીના  પૈસા ઓછા આવે છે પણ હું સંતોષથી રહું છું  .તમે તો કોલેજના ગ્રેજ્યુએટ છો  .તમારી સારી નોકરી હોવાથી  તમારી પાસે ખાસ્સા પૈસા પણ જમા છે  .

તેઓ એમના નાના દીકરા સાથે ન્યુ જર્સી રહેતા હતા  . મોટા દીકરાએ  ફોસલાવીને એમની પાસે લખાવી લીધુ કે એમના મૃત્યુ પછી તમામ પૈસા એમના મોટા દીકરાના દીકરાને મળે  . નાના દીકરાને આ વાતની ખબર પડી  એટલે એને થયું કે  બાપને મેં મારી સાથે રાખ્યા  મારા લીધે એ પૈસા બચાવી શક્યા  હવે જયારે બાપા નિવૃત થઇ ગયા છે,  બહુ અશક્ત થઇ ગયા છે તો હવે શા માટે મોટો ભાઈ બાપાની સેવા ન કરે ?

મોટા ભાઈએ બાપાને રાખવાની આનાકાની કરી પણ પછી સબંધીઓના સમજાવવાથી  બાપાને પોતાને ઘરે લઇ જવા તૈયાર થયો અને બીજે જ દિવસે પાંજરાપોળમાં  (નર્સિંગ હોમ )મૂકી દીધા  . બાપા પાસે પૈસો ન હોવાથી સરકારી ખર્ચે નર્સિંગ હોમમાં રહ્યા. પાણી પેશાબ કરવાનું  નાહવાનું જાતેજ કરી લેતા હતા પણ બાપાને પાંજરાપોળમાં હડસેલી દીધા  અને પછી ત્યાં જ મોત આવ્યે મરી ગયા    .

બીજી એક વાત કહું . એક ડોક્ટરની મા  થોડાંક  અશક્ત થયાં એટલે  ન્યુ જર્સીના  દેશી ભાષાના ડોકટરો નર્સો સાંજ સવાર પૂજા પાઠ થાય એવી પાંજરા પોળ-વૃધ્ધાશ્રમ માં માની સખત ના હોવા છતાં મૂકી આવ્યા . મા ધ્રુજતે હાથે રસોઈ  પણ કરી શકતાં  હતાં . પાંજરા પોળમાં ગયા પછી મા રાતે પાણીએ રોતાં હતાં . દીકરીને દયા આવી અને પોતાને ઘરે કેલીફોર્નીયા લઇ આવી. બે વરસથી દીકરીને ઘરે રહે છે.  દીકરીને ઘરકામમાં મદદ પણ કરે છે  .

(2014-09-09  Himatlal Joshi <hemataata2001@yahoo.com)

————————————————

૨. “તમે હિંમત છો, હું હિંમત નથી “

 પ્રિય કનક ભાઈ,

વૃધ્ધોનો  ઈન્ટરવ્યું  સલમાન ખાને લીધો એ જોયો  .

આ દેશમાં સરકાર મદદ કરે છે તોપણ  વૃદ્ધ માબાપ ગમતા નથી  . ન્યુ જર્સીમાં દેશી ભાઈઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે ત્યાં ડોકટરો નર્સો મંદિરો આપણાં હોય છે  .એક ડોક્ટર ની માને ફિનિક્ષ્થી એ નર્સિંગ હોમમાં મૂકી આવ્યો  .ઘરમાં નાનું કામ કરીને મદદ રૂપ થતી હતી છતાં નર્સિંગ હોમમાં મૂકી. ત્યાં આપણી ભાષા બોલનારા બધા હતા  પણ માજી રોજ રાતડે પાણીએ  રોતાં  .  બે કે તેથી થોડાં વધુ વરસ  રહ્યાં  પછી એની દીકરી પોતાને ઘરે કેલીફોર્નીયા  લઇ આવી  .હાલ માજી દીકરીને ત્યાં  રહે છે  .આનંદમાં છે  .આપણાં વડીલો દીકરીને ત્યાં રહેવું પસંદ નથી કરતા પણ ન છૂટકે  ક્યાં જાય  .મા બાપ  દીકરો પોતાને ત્યાં જન્મે  એ માટે માનતા કરતા હોય છે  .

એક ભાઈ ગુજરાતી એન્જીનીયર છે  .અહી એણે નોકરી કરી  પોતાના દીકરાને આ દેશમાં ભણાવ્યો ગણાવ્યો  ભણાવી ગણાવીને બાજંદો કર્યો , પરણાવ્યો.   મારી જેમ વિધુર હતો  .દીકરા સાથે રહેતો હતો  .એક વખત દીકરાએ કીધું હવે તમારે  અમારાથી જુદા રહેવું જોઈએ, ઘણા વખત અમારે ત્યાં રહ્યા  .સરકાર પાસેથી મફત પૈસા પડાવવા માટે બધું દીકરાના નામે કરી દીધેલું.

 એ ભાઈ ફિનિક્ષ આવ્યા મારી ઓળખાણ થઇ  .પોતે ભાડે ઘર રાખીને સ્વતંત્ર રહેતા હતા  .પોતાની કાર પણ હતી  .અહીના હવા પાણી ગમતાં હતાં .હજી ઉનાળો નોતો   આવ્યો  . એક વખત મને વાત કરી કે મને  અહી નથી ગમતું કેમકે મારા અહી કોઈ ઓળખીતા નથી મિત્ર સર્કલ નથી  .મેં એને  સમજાવ્યો  કે અહી બધું થઇ જશે  .મેં એને મારો દાખલો આપ્યો  . હું અહી આવ્યો ત્યારે મારો ગ્રાન્ડસન કે જેની મા અમેરિકન હતી.  ફક્ત એને જ અમે ઓળખતાં હતાં અને  એ કોઈ ઇન્ડિયન  ને ઓળખતો નોતો અને હવે તમે જુવો છો એમ કેટલા બધા દેશી લોકો મને ઓળખે છે  .

એ બોલ્યો  . “તમે હિંમત છો, હું હિંમત નથી “ .  

– હિંમતલાલ જોશી (આતા )

ઈ-મેલ સંપર્ક -Himatlal Joshi …..hemataata2001@yahoo.com

======================================

સ્માઈલ પ્લીઝ …… Say Cheese !

SMILY-2

તમે જાણો છો કે ફેસ બુક કે વોટ્સ એપ જેવાં સોસીયલ મીડિયા ઉપર અવાર નવાર દેખાતાં જુદા જુદા મનોભાવ વ્યક્ત કરતાં સ્માઈલી સિમ્બોલ ના માનમાં ૧૯૯૯ થી ઓકટોબર ના પહેલા શુક્રવારે દર વરસે વર્લ્ડ સ્માઈલી ડે ઉજવાય છે !

એ તો દેખીતું જ છે કે જો તમે સ્માઈલ કરશો તો તમને સામું સ્માઈલ મળશે.

સ્માઈલ બે માણસોના વચ્ચે પડેલા સંબંધોના માઈલોનું અંતર ઘટાડીને ખુબ નજીક લાવી દે છે .

માણસમાં પડેલો અહમ-હું કઇંક છું -ની મનોવૃત્તિ એને સ્માઈલ કરવામાંથી રોકતી હોય છે .

માટે અહમ છોડો, સ્માઈલ કરતા રહો, સ્માઈલી દિવસે જ નહિ , પણ આજે, કાલે અને હમ્મેશ માટે .

laugh-and-winking

ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરીને મારા મિત્ર શ્રી જગદીશ જોશીના 

બ્લોગ ઉપર પહોંચી જાઓ અને એ વિષે વધુ જાણો  .

==========================================

સાભાર, -બેન ગોરા ત્રિવેદી, શ્રી જગદીશ જોશી

8 responses to “( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી / વર્લ્ડ સ્માઈલી ડે

 1. pragnaju ઓક્ટોબર 4, 2014 પર 11:14 એ એમ (AM)

  આતાજીના વર્ણન પ્રમાણે જાણ્યું છે જોયું છે
  સ્વસ્થ છીએ અનુભવ્યું નથી
  હેપી સ્માઈલી ડે

  Like

 2. chandravadan ઓક્ટોબર 4, 2014 પર 3:13 પી એમ(PM)

  એ બોલ્યો . “તમે હિંમત છો, હું હિંમત નથી “ .

  – હિંમતલાલ જોશી (આતા )
  Nice Post !
  Gamyu.
  Chandravadan
  www,chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 3. nabhakashdeep ઓક્ટોબર 4, 2014 પર 6:05 પી એમ(PM)

  આજની રામકહાણી…આદરણીય આતાજીએ દર્પણ સમ ધરી છે…સરસ બ્લોગ પોષ્ટ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  • Vinod R. Patel ઓક્ટોબર 5, 2014 પર 7:49 એ એમ (AM)

   મૂગી પણ બહુ જ કહી દેતી ચિત્રાત્મક કોમેન્ટ !

   સુરેશભાઈ , આભાર , આ જોઇને સવાર સુધરી ગઈ બીગ સ્માઈલ !

   કોમેન્ટોના ઇતિહાસમાં આવી શબ્દો વિનાની ચિત્રાત્મક કોમેન્ટ ભાગ્યે જ કોઈએ કરી હશે !

   Like

 4. Pingback: ( 601) અમેરિકન કુતરી ! ……. ( એક ચિત્ર કથા ) ……. હિમતલાલ જોશી ( આતા ) | વિનોદ વિહાર

 5. Pingback: ( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: