વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 548 ) છેલ્લે તો આપણે બે જ હોઈશું… ઘડપણનું કાવ્ય … કવી મૃગાંક શાહ

ઘડપણ વિશેના ૧૩ લેખોને આવરી લેતી પોસ્ટ નમ્બર 547 ના અનુસંધાન રૂપે શ્રી ઉત્તમભાઈ

ગજ્જર એ એમના ઈ-મેલમાં મોકલેલ કવી મૃગાંક શાહ રચિત કાવ્ય રચના

” છેલ્લે તો આપણે બે જ હોઈશું” ,એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે  .

બે વર્ષ પહેલાં કવી મૃગાંક શાહે રચેલી નીચેની રચના ભારે લોકપ્રીય બની હતી.

એમના પ્રથમ કાવ્યસંગ્રહ(‘વજુદ’)ના ચોથા ટાઈટલ પેજ પર તે હતી.

છેલ્લે તો આપણે બે જ હોઈશું

old-couple

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ,

એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જહોઈશું.

 

જે કહેવું હોય એ કહી લે,

જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર) શોધવા છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

હું રીસાઈશ તો તું મનાવજે,

તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

આંખો જયારે ઝાંખી થશે,

યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

ઘુંટણ જ્યારે દુઃખશે, 

કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,

આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

સાથ જ્યારે છુટી જશે,

વીદાયની ઘડી  આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

[ઉપરના મૂળ કાવ્યમાં કવી દ્વારા તાજી નવી ઉમેરાયેલી પંક્તીઓ]

 

હાથની પકડ છુટશે,

કાચનો ગ્લાસ પડીને ફુટશે,

ત્યારે કાળજી લઈને કાચ વીણવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

કાન સાંભળતાં અટકી જશે, 

મોઢામાંથી શબ્દો છટકી જશે,

ત્યારે વાતને ધીરજથી સમજાવવા, છેલ્લે તો આપણે બે જહોઈશું

 

શરીર પડખા ઘસશે, 

આંખોમાં ઉજાગરા વસશે,

ત્યારે એકબીજાના માથે હાથ ફેરવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

ડાયાબીટીઝ, બીપી આવી પડશે,

સત્તરસો ગોળીઓ ખાવી પડશે,

ત્યારે એક્બીજાને એ યાદ દેવડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

હું કહીશ કે હું પહેલો જઈશ,

તું કહીશ કે તું પહેલી જઈશ,

ત્યારે એક બીજાનાં ભવીષ્ય ભાખવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

મનમાં ગમગીની થશે,

આંખો જ્યારે ભીની થશે,

ત્યારે એક બીજાનાં આંસુડાં લુછવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

  

–મૃગાંક શાહ

babham@hotmail.com

..વડોદરા..

28/09/2014

સાભાર- કવી શ્રી મૃગાંક શાહ , શ્રી ઉત્તમભાઈ ગજ્જર 

============================================

વી.વીની તારીખ 2012/08/17 ની પોસ્ટ નમ્બર 80 માં પ્રસ્તુત, અને ઉત્તમભાઈ એ જ અગાઉની ઈ-મેલમાં મોકલેલ ,સ્વ. કવી ડો. સુરેશ દલાલ રચિત ત્રણ મજાનાં ડોસા-ડોસી કાવ્યો પણ આ પોસ્ટની પૂર્તિ કરે છે .

સ્વ. ડો. સુરેશ દલાલ અને એમનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો.- શ્રધાંજલિ ભાગ-૨

Old Age -1

 

 

 

 

 

5 responses to “( 548 ) છેલ્લે તો આપણે બે જ હોઈશું… ઘડપણનું કાવ્ય … કવી મૃગાંક શાહ

 1. aataawaani October 8, 2014 at 9:44 PM

  બહુ સરસ કાવ્ય રચના છે .
  મેં એક કાવ્ય સીનીયરોની સ્થિતિ બાબત લખ્યું છે જે દરેક સિનિયરોને લાગુ નો પડે .એક વિધુર બાપ તેના દીકરા ના તેડાવ્વાથી અમેરિકા આવ્યા . દેશમાં તે પોલીસ ઓફિસર હતા .મને આ ઓફિસરને મળવા મારા દીકરાનો દોસ્ત લઇ આવ્યો .દીકરાની વહુને આ બાપો જરાય ગમે નહિ .
  થોડી વારે એક જુવાન પોતાના બાપને તેડીને આવ્યો .આ માણસ ઓફિસરનો જુનો મિત્ર હતો .આને ઓફિસર 15 વરસ પછી મળ્યા બાપો દીકરાની વહુને બહુ નમૃતાથી થી કીધું કે મારા મિત્ર માટે ચા બનાવી આપોને પ્લીઝ . વહુ બોલી આવને આવા ક્યાંથી મર્યા .આ વચન મેં અને મેમાને સાંભળ્યું .અને વધુમાં સસરાને કીધું .સવારના નાસ્તાના વાસનો તમે સાફ કર્યાં ? જાઓ વાસણ સાફ કરી નાખો . ઓફિસર મેમણને પડતો મુકીને વાસણો સાફ કરવા માંડી ગયા . હવે વિનોદભાઈ હવે આ અનુભવની મારી કવિતા વાંચો
  ઘરડા થયા કે દુનિયામાં કોઈ નાય નો રહ્યા
  દીકરાની વહુને અણગમતો બાપો આંખે ચડી ગયા
  હેદીનો ભાઈબંધ
  ઘેર આવ્યો બાપા ચાનું કેવા ગયા
  ભણેલી વહુએ છણકો કીધો કે આવા ક્યાંથી મર્યા
  ઘર ઘર માટીના ચૂલા છે સમજી મેમાન જાતા રહ્યા
  વાહે જઈ બાપાએ માફી માગી તો મેમાન રડી પડ્યા .

 2. Ramesh Patel October 8, 2014 at 8:44 PM

  હું ને મારી એ ,ટૂંકું ને ટચ

  ઈશારે સમજીએ ઘડપણનું સચ.

  ખૂબ જ વાસ્તવિક દર્શન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. chandravadan October 7, 2014 at 5:26 AM

  છેલ્લે તો આપણે બે જ હોઈશું… ઘડપણનું કાવ્ય … કવી મૃગાંક શાહ
  Expressing the REALITY of the OLD AGE…Very nice Kavya by Mrugang Shah.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 4. pragnaju October 7, 2014 at 5:03 AM

  હું કહીશ કે હું પહેલો જઈશ,
  તું કહીશ કે તું પહેલી જઈશ,
  ત્યારે એક બીજાનાં ભવીષ્ય ભાખવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.
  મારી નાનીબેનને અસાધ્ય વ્યાધીથી પીડાતી તેથી મરણ પહેલાના બધા કામ સમેટી લીધેલા અને મરણ બાદ તકલીફ ન પડે તેથી એક પોટલી તૈયાર કરી હતી અને તે પ્રમાણે જ અમે તેને વિદાય કરી મને રમુજમા કહે તારે તો બે પોટલી તૈયાર કરવી પડશે કોણ પહેલું જશે તે શું ખબર ? અમે કહ્યું અમે સ્વસ્થ છીએ છતા યમે ચોટલી પકડી છે તે રીતે જીવીએ તો પસ્તાવવાનો સમય આવે તેવા કામ ન થાય…! બાકી અમારે
  કંધા તક નહીં દેતા કોઇ હમારી લાશ કો
  ખુદા કે દરબારમેં ભી ચલતે જાયે ક્યાં ?
  વિચારવાનો વખત નહીં આવે !
  હંમણા તો
  મનમાં ગમગીની થશે,
  આંખો જ્યારે ભીની થશે,
  ત્યારે એક બીજાનાં આંસુડાં લુછવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.
  ગાલિબસાહેબ યાદ આવે…
  ‘આયે હો કલ, ઔર આજ હી કહતે હો કી જાઉં,
  માના, કિ નહીં આજસે અચ્છા, કોઈ દિન ઔર..
  માનવીના નિઃસાશાઓમાં અસર આવતા એક સમય જાય છે.પણ તારા કેશ ખુલતા સુધીમાં તો અમે મરી જઈશું…
  *લૂ દામ (કર્જ) બખ્તે ખુફ્તા (સૂતેલું નસીબ)સે,
  યક ખ્વાબે-ખુશ વલે (આરામની નીંદર),
  ‘ગાલિબ’ યહ ખૌફ હૈ, કિ કહાં સે અદા કરું.
  *’હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે,
  બહુત નિકલે મેરે અરમાં લેકીન ફીર ભી કમ નિકલે.’
  અને અમારો માનીતો
  *’હુએ મરકે હમ જો રુસવા, હુએ ક્યું ના ગરકે દરિયા
  ન કભી જનાજા ઊઠતા, ન કહી મજાર હોતા

 5. mdgandhi21,U.S.A. October 6, 2014 at 9:31 PM

  બહુ સુંદર અને અને લગભગ દરેકને ભવિષ્યમાં આવું બની શકે છે….. કેટલું સત્ય છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: