વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(547) શ્રી હરનીશ જાનીનો હાસ્ય લેખ “સીનીયર નામા” અને ઘડપણ વિશેના અન્ય લેખોનો ખજાનો .

એમના  ખુબ વંચાતા બ્લોગ ‘સન્ડે ઈમહેફીલ નાં માધ્યમથી ગુજરાતી ભાષાની અનન્ય સેવા બજાવી રહેલ જાણીતા સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે  ‘SeM’ની  306 : October 05, 2014 ની પોસ્ટમાં પ્રખ્યાત હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીનો ઘડપણ વિષય ઉપરનો ખુબ જ રમુજી લેખ “સીનીયરનામા” પ્રગટ કર્યો છે  .આ લેખ ઈ-મેલથી એમણે મને વાંચવા મોકલ્યો  જે વાંચતા જ મને ખુબ ગમી ગયો.

 

આ લેખમાં એવોર્ડ વિજેતા આ હાસ્ય લેખકે ઘડપણની કઠીનાઈઓની વાતો એમની આગવી રમુજી શૈલીમાં રજુ કરી હાસ્યની છોળો ઉડાડી છે  જે તમને પણ વાચવી ગમશે  .

 

હરનીશભાઈને થોડા દિવસો પહેલાં જ ૨૦૧૪ નો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ( ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા) પ્રાપ્ત થયો છે .એ પહેલાં ૨૦૦૯ માં એમના હાસ્ય લેખોના પુસ્તક ‘સુશીલા’ને ગુજરાત સરકારની સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક ; ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘જ્યોતીન્દ્ર દવે’ પુરસ્કાર અને ૨૦૦૭ માં એમના “સુધન” પુસ્તકને સાહિત્ય અકાદમીનો હાસ્યસર્જનો માટેનો દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે .

શ્રી હરનીશ જાની અને શ્રીમતી હંસા જાની

શ્રી હરનીશ જાની અને શ્રીમતી હંસા જાની

 વિગતે પરિચય અહીં ક્લિક કરીને વાંચો 

 

હરનીશભાઈના “સીનીયર નામા ” લેખને નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક પર ક્લિક કરીને માણો .

 

 

આ લેખ ઉપરાંત શ્રી ઉત્તમભાઈએ  ઘડપણના વીષય પર  સન્ડે ઈમહેફીલ માં બીજા જાણીતા લેખકોના જે લેખો પ્રગટ થયા છે  એ બધાની પણ પી.ડી.એફ. ફાઈલો મને મોકલી છે  .આ બધા લેખો પણ વાચકોને અને ખાસ કરીને સીનીયર મિત્રોને વાંચવા ગમે એવા છે  . 

 

આ બધા લેખોને નીચેની લિંક  ઉપર ક્લિક કરીને વાચો અને માણો   .

 

 

શ્રી ઉત્તમભાઈ ગજ્જર  અને સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકોનો પરીચય

uttam-madhu-gajjar

શ્રી ઉત્તમ ગજ્જર   અને  શ્રીમતી મધુ ગજ્જર 
 
આ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ નમ્બર 467 માં શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને  એમના બ્લોગ ગ ‘સન્ડે ઈમહેફીલ માં પ્રગટ ચૂંટેલા પસંદગીના લેખોની સાહિત્યના ખજાના જેવી ૧૩ ઈ-બુકોનો પરિચય  કરાવવામાં આવ્યો હતો એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો  .
 

( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો – એક પરીચય

 

Uttam & Madhukanta Gajjar,
53-Guraunagar, Varachha Road,
SURAT-395 006 -INDIA
Phone : (0261)255 3591
 
==============================================

 

ઘડપણ વિષય ઉપરના પ્રસિદ્ધ લેખકોના આ બધાં પ્રેરક લેખોને એક જગાએ રજુ કરતી આજની પોસ્ટ એક ઈ-બુકની ગરજ સારશે. ખાસ કરીને જીવનની સંધ્યાના અવનવા રંગોમાંથી પસાર થઇ રહેલ મારા જેવા સીનીયરો-વૃદ્ધ જનો માટે ઉપયોગી બનશે અને સારું વાચન પૂરું પાડશે એમાં મને કોઈ શંકા નથી.

 
આજની આ પોસ્ટને શક્ય બનાવવા માટે આદરણીય શ્રી ઉત્તમભાઈ અને પોસ્ટમાં રજુ થયેલ લેખોના સૌ લેખકોનો હું આભારી છું.
 
વિનોદ પટેલ 

 

8 responses to “(547) શ્રી હરનીશ જાનીનો હાસ્ય લેખ “સીનીયર નામા” અને ઘડપણ વિશેના અન્ય લેખોનો ખજાનો .

 1. pragnaju ઓક્ટોબર 6, 2014 પર 4:58 પી એમ(PM)

  ઘડપણ વિષય ઉપરના પ્રસિદ્ધ લેખકોના આ બધાં પ્રેરક લેખોને એક જગાએ રજુ કરતી આજની પોસ્ટ એક ઈ-બુકની ગરજ સારશે. ખાસ કરીને જીવનની સંધ્યાના અવનવા રંગોમાંથી પસાર થઇ રહેલ મારા જેવા સીનીયરો-વૃદ્ધ જનો માટે ઉપયોગી બનશે અને સારું વાચન પૂરું પાડશે એમાં મને કોઈ શંકા નથી.
  મઝાનું સંકલન

  Like

 2. smdave1940 ઓક્ટોબર 6, 2014 પર 6:18 પી એમ(PM)

  એવું કશું નથી. સાંત્વના લેવાના અને ઘરડા નથી થયા તે સમજવાના ઘણા ઉપાયો છે.

  ૫૦ વર્ષના થયા પછી તમને કોઈ “કાકા” કહે એટલે ખ્યાલ આવે છે કે તમને પોતાને નહીં પણ બીજાને તમે ઉંમર લાયક લાગો છો. અને તમે ૭૦ની ઉપરના થાઓ કે ૭૫ ની ઉપરના થાઓ એટલે તમને કોઈ ને કોઈ “દાદા” કહેવાનું શરુ કરી દે છે. આનો ઉપાય એ છે કે તમારે સામાવાળાને અંકલ કે આન્ટી કહી ને સંબોધવા.

  ભૂલી જવું બહુ જરુરી છે. જે અવારનવાર ન મળતા હોય તેમના ચહેરા ભૂલી જવા એ જરુરી છે. ખરું સુખ ભૂલી જવામાં જ છે. મને તો નાનપણથી ટેવ છે. જો ચહેરા જ ભૂલી જવાતા હોય તો નામ તો ક્યાંથી યાદ રહે.

  મારા સ્કુલના એક મિત્ર મને સ્કુલે જતાં બોલાવવા આવતા. તેમની સાથે તેમના એક મિત્ર કે બીજી કોઈ સ્કુલમાં હતા તે પણ સાથે આવતા. મને બોલવા કરતાં સાંભળવાની ટેવ વધુ એટલે મારા મિત્ર બોલ્યા કરતા. અને હું સાંભળ્યા કરતો. રસ્તા ઉપર અને પગ નીચે નજર રાખતો. સાથે ચાલનારા મિત્રના મિત્રને ધારીને જોયેલા નહીં. તેથી જ્યારે બીજી પાર્શ્વ ભૂમિમાં સામે મળ્યા ત્યારે મેં ત્રીજી ઓળખીતી વ્યક્તિને કહ્યું હું આ ભાઈને ઓળખતો નથી. મિત્રના મિત્રે યાદ દેવડાવ્યું કે રોજ તેમની સાથે હું સ્કુલે જાઉં છું. વાત પૂરી. જો બચપણમાં આ હાલ હતા તો આજે ૭૫ વર્ષે કેવા હાલ હોય? ના એવું નથી. બેધડક કહી દઉં છું કે મને નાનપણથી જ મોંઢા યાદ રહેતા નથી. તમને ક્યાંક જોયા હોય તેવું તો લાગે જ છે.

  ફિલમની વાત કરીએ તો બચપણમાં બધી હીરોઈનો (વાંકડીયા વાળવાળી), મને મારા વીરબાળા માસી જેવી નહીં પણ વીરબાળા માસી જ લાગતી.
  નવી હિરોઈનો તો કદરુપી હોય અને વળી એક્ટીંગને બદલે યુરોપીયન લેડીની સ્ટાઈલો મારતી હોય એટલે યાદ રાખવી જરુરી જ નથી. હિરો વિષે પણ એજ સમજવું.

  જુવાનીમાં જે ફિલમો જોઇ હતી તેમાંની બધી ફિલમોની સ્ટોરીને યાદ રાખવી જરુરી નથી. સંવાદમાં ભાગ લેવા માટે અધકચરું જ્ઞાન પૂરતું હોય છે. મોટા ભાગના આપણા જેવા જ હોય છે તેમ માનવું.

  આપણે કઈ બાબતમાં તંદુરસ્ત છીએ તેનો ખ્યાલ રાખીએ તો તે બાબતમાં બીજાને શિખામણ આપવાની આપણી ફરજ છે તેમ સમજવું. આંગળી ચીંધ્યાનું પૂણ્ય છે તે ભૂલવું નહીં.

  આપણે ઘરડા થઈએ છીએ કે નહીં તે તો સંશોધનનો વિષય છે એમ સમજવું. પણ આપણી પત્ની જરુર ઘરડી થાય છે. તેની સહન શક્તિ આમેય ઓછી હતી અને હવે વધુ ઓછી થાય છે એટલે આપણે ફિલસુફ થયા છીએ એમ જાહેર કરવું.

  દરેક વ્યકિત એક પુસ્તક છે.

  Like

 3. harnishjani52012 ઓક્ટોબર 6, 2014 પર 7:30 પી એમ(PM)

  પ્રજ્ઞાજીને કદી વૃધ્ધત્વ આવવાનું જ નથી. જ્ઞાની કદી ઘરડા થતા જ નથી.
  એસ.એમ.દવે સાહેબ, આપને મારો લેખ વાંચ્યા પછી વિચારો આવ્યા.એ જ મારો લખ્યાનો સંતોષ.
  વિનોદભાઈ તો પ્રેમી છે જ. અને ઉત્તમભાઈના આશિર્વાદ કાયમ માટે છે.

  Like

 4. Pingback: ( છેલ્લે તો આપણે બે જ હોઈશું… ઘડપણનું કાવ્ય … કવી મૃગાંક શાહ | વિનોદ વિહાર

 5. Vinod R. Patel ઓક્ટોબર 7, 2014 પર 10:42 એ એમ (AM)

  આદરણીય શ્રી ઉત્તમભાઈ ના ઈ-મેલ પ્રત્યુત્તરમાંથી, એમના આભાર સાથે પ્રસ્તુત ……
  ==================================

  વહાલા વીનોદભાઈ,

  આખી સામગ્રીનું સંકલન કરીને તમે જે રીતે પોસ્ટ બનાવી છે તેયે કાબીલેદાદ છે.. કોઈ કાબેલ સમ્પાદક
  જ આવું આયોજન કરી શકે.. આમ, આ આખી પોસ્ટ જીવનપોષક બની રહે છે..

  આ બધી પીડીએફ મળતાં મને એક મીત્રે લખેલું :
  ‘ઘડપણ વિષે એટલું બધું લખાયું છે કે વાંચતાં વાંચતાં યુવાન માણસ ઘરડો થઈ જાય..’

  તરત જ મેં એમને લખ્યું :
  ‘કદાચ વધારે શાણો બને, આગોતરું આયોજન કરે, વૃદ્ધાવસ્થા જે સૌથી પીડાજનક ને દયાજનક ગણાય છે, તે અવશ્ય ઉજમાળી બને..
  મારી પચાસ–સાંઠ વરસની ઉમ્મરે મને આવું વાંચવા મળ્યું હોત તો ???!!!!!!’

  વાચકોનું આવું છે.. એટલે કહું છું કે સાહીત્યસાધના સાથે સાથે આ પ્રવૃત્તી જીવનપોષક પણ છે..
  ફરી ફરી આભાર… હરનીશભાઈ અને અન્ય સૌ લેખકો વતી પણ..
  ..ઉ.મ..

  Like

  • Vinod R. Patel ઓક્ટોબર 7, 2014 પર 10:52 એ એમ (AM)

   આદરણીય ઉત્તમભાઈ ,

   આપના ઉત્સાહ જનક અને પ્રેરક શબ્દો માટે આપનો ખુબ આભાર .

   તમારી વાત સાચી છે કે ઘણા લેખકોએ ઘડપણના વિષય ઉપર લખ્યું છે અને ખાસ કરીને ઘરડા અથવા ઘરડા થતા જતા લેખકોએ એમના જીવનના અનુભવોનું આવા લેખોમાં સુંદર દર્શન કરાવ્યું છે .

   તમારા મિત્ર જેવા ઘણાને આવા લેખ કંટાળા જનક પણ લાગે અને કહે કે —-

   ‘ઘડપણ વિષે એટલું બધું લખાયું છે કે વાંચતાં વાંચતાં યુવાન માણસ ઘરડો થઈ જાય..’ એ સ્વાભાવિક છે .

   પરંતુ તમારો અભિગમ બિલકુલ સાચો છે કે …..

   ‘કદાચ વધારે શાણો બને, આગોતરું આયોજન કરે, વૃદ્ધાવસ્થા જે સૌથી પીડાજનક ને દયાજનક ગણાય છે, તે અવશ્ય ઉજમાળી બને..
   મારી પચાસ–સાંઠ વરસની ઉમ્મરે મને આવું વાંચવા મળ્યું હોત તો ???!!!!!!’

   માણસો જો વહેલાસર ચેતી જાય, પુર આવે એ પહેલાં પાળ બાંધે તો પાછળથી પસ્તાવાનો વારો ના આવે કે પહેલાં જો મેં આવું કર્યું કે ના કર્યું હોત તો કેવું સારું થાત !

   મઝામાં હશો . હું છું .
   સાદર ,
   વિનોદભાઈ

   Like

 6. chandravadan ઓક્ટોબર 7, 2014 પર 12:36 પી એમ(PM)

  Vinodbhai,
  I just read the Post with a Kavya on GHADAPAN (by M. Shah) & Ihad commented.
  I then….wrote a Kavya as a SAMVAD of Elderly PATI-PATNI. I hope to publish it as a Post @ Chandrapukar in the near future.
  Thanks for sharing your views as the Posts.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ my Blog !

  Like

 7. mdgandhi21 નવેમ્બર 3, 2014 પર 1:13 પી એમ(PM)

  શ્રી હરનીશ જાની સાહેબના અહીં આપેલા બધા લેખો વાંચ્યા, પહેલાં પણ વાંચેલાં હતાં, પણ ફરી ફરી એ વાંચવા ગમે તેવા હોય છે, એટલે ફરીથી વાંચીએ તો પણ તાજાજ લાગે…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: