વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 549 ) સ્વ.મનુભાઈ પંચોળી “દર્શક” ની જન્મ શતાબ્દી – શ્રધાંજલિ

Darshak -headingસ્વ.મનુભાઈ પંચોળી ‘દર્શક’

ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, કેળવણીકાર ,રાજકીય નેતા , સમર્થ નવલકથાકાર તથા સમાજ સેવક સ્વ.મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મ શતાબ્દી નું આ વર્ષ છે.

દર્શકનો જન્મ ૧૫ ઓક્ટોબર ,૧૯૧૪ રોજ સૌરાષ્ટ્ર ,ગુજરાતમાં  આવેલા સુરેન્દ્રનગર જીલ્લાના વાંકાનેર તાલુકાના પંચાશીયા ગામે થયો હતો.

દર્શકનો સવિશેષ પરિચય ગુજરાત સાહિત્ય અકાદમી પ્રસ્તુત નીચેના સર્જક અને સર્જન વિડીયોમાંથી મળશે .આ વિડીયોમાં તમે સ્વ. મનુભાઈ પંચોળી-દર્શકને એમના વિચારો રજુ કરતા પણ જોઈ શકશો 

Darshak | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન

 ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસ્તુત, સર્જક અને સાહિત્ય: કવિ મનુભાઈ પંચોળી વિડીયોમાં પણ તમને 

કવી દર્શકનો પરિચય થશે .

Gujarati poet :Manubhai Pancholi -Darshak 

મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના જીવનના બે પ્રેરક પ્રેરક પ્રસંગો

૧. “હું દસેક વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાજીને વર્ષેક દિવસ હરસની બહુ પીડા રહી. એ જમાનો જ પીડા સહેવાનો. ઊંટ-ઉપાયો હાથવગા, એટલે મારા પિતા બહુ કષ્ટાયેલા. છ મહિના આમતેમ બહાર કાઢેલ. છેવટે નડિયાદમાં ખ્રિસ્તી મિશનમાં ઓપરેશન કરાવ્યું ત્યારે પીડામુક્ત થયા. મારા પિતાજીએ ખ્રિસ્તી ઈસ્પિતાલમાં ઓપરેશન કરાવ્યું ત્યારે નર્મદાની જાત્રા કરી ઈસ્પિતાલમાં જે કાંઈ વટાળ વળગેલ હોય તે ધોઈ નાખવાનો સંકલ્પ કરેલો. આ તેમની લાંબામાં લાંબી જાત્રા. વળતી વખતે કોઈક સ્ટેશને આઈસ્ક્રીમ જોઈ મારાં બાને ખાવાનું મન થયું. ચાર આનાની પ્લેટ. મારા પિતાને કહ્યું : ‘આઈસ્ક્રીમ લઇ દ્યો ને.’ પિતાજી કહે : ‘આપણને એવા ચાર આના નાખી દેવા ન પોસાય.’ આ વાત મારી બાએ મને કહેલી અને મારી છાતી વીંધાઈ ગયેલી. વર્ષો પછી દક્ષિણામૂર્તિમાં મહિને સાડા બાર રૂપિયાના પગારે જોડાયો. પહેલો પગાર મળતાં તે લઈને વઢવાણ ઊપડ્યો. સ્ટેશનેથી ઊતરીને સીધો આઈસ્ક્રીમવાળાને ત્યાં. આખો સંચો ભરી આઈસ્ક્રીમ લીધો. તે દી તો તેનો દોઢ રૂપિયો બેસે. સંચો લઈને ઘરમાં દાખલ થયો – ‘બા, આઈસ્ક્રીમ લાવ્યો છું.’ પિતાજી કહે : ‘આટલો બધો?’ અમે મા-દીકરો જ સમજીએ.”

− મનુભાઈ પંચોળી ‘દર્શક’

સૌજન્ય : ‘છોટી સી બાત’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2014

 ૨.ડ્રાઈવરને બોલાવો

ધારાસભ્યોને સાચવવાની એક પેનલના ચેરમેન મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા. તેમના અંગત સચિવ તરીકે હાલના ભાજપાના અગ્રણી જયંતીભાઈ પરમારને નિમણૂક આપી હતી. મનુભાઈ પંચોળી હિતેન્દ્ર દેસાઈની સરકારને બચાવવાના કામ માટે સુરત ગયા હતા. તેમની સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જયંતીલાલ પરમાર કહે છે :

બીજા દિવસે અમે સરકીટ હાઉસમાં સાથે જમવા બેઠા ત્યારે મનુભાઈ પંચોળીએ કહ્યું : “ડ્રાઈવરને જમવા બોલાવો.”

સરકીટ હાઉસના માણસે કહ્યું કે : “ડ્રાઈવરોને અલગ જગાએ બેસાડવામાં આવે છે.”

મનુભાઈ પંચોળીએ ગુસ્સે થઈને કહ્યું : “આમ કેમ ચાલે ? દેશમાં હવે અંગ્રેજોનું રાજ નથી. મારા ડ્રાઈવરને અમારી સાથે જમવા બેસાડો.” અને તે પછી રાત્રે ડાઈનિંગ ટેબલ પર મનુભાઈ પંચોળીએ ડ્રાઈવરની સાથે જ ભોજન લીધું અને પાછળથી શિક્ષણમંત્રી પણ બન્યા.

વર્ષો બાદ મનુભાઈ પંચોળીએ જયંતીલાલ પરમારનાં કાવ્યસંગ્રહ ‘તળેટી’નું વિમોચન પણ કર્યું.

સચિવાલય પર કાવ્ય

આ જ રાજકારણી કમ કવિ જયંતીલાલ પરમારે છેક ૧૯૬૬માં લખેલી ‘સચિવાલય ‘

શીર્ષકવાળી કવિતા માણો :

“સેલ્યૂટની વણઝાર આ હાંફી ગઈ

ને રણ હવે રેલાય છે સચિવાલયે,

આંગણમાં આરડે ભૂખ્યા જનો

ને રાષ્ટ્રધ્વજ મલકાય છે સચિવાલયે,

ઠાઠ ને મહેફિલ એની એ જ છે

રાજવી બદલાય છે સચિવાલયે,

હાથમાં બધાં જોયાં કરે,

ને ચાંદની ઢોળાય છે સચિવાલયે,

રંગરંગી ફૂલ બધાં મહેક્યા કરે,

જે બધાં સિંચાય છે સચિવાલયે.”

ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મજયંતીનું આ વર્ષ છે ત્યારે ૧૯૮૭માં દર્શકે લોકાર્પિત કરેલા જયંતીલાલ   પરમારના  કાવ્યસંગ્રહ ની આ પંક્તિઓ આજે પણ એટલી જ સાંપ્રત છે !

સૌજન્ય- સંદેશ.કોમ  

દર્શકના ભાતીગર વ્યક્તિત્વની વધુ ઓળખ મેળવવા માટે એમના વિશેના નીચેના લેખોનું વાચન ખુબ ઉપયોગી સાબિત થશે  . 

મારી વાચનકથા – મનુભાઈ પંચોળી 

‘દર્શક’ સાથેનાં સંસ્મરણો – ૧

સ્વ. દર્શકના જન્મ શતાબ્દી પ્રસંગે હાર્દિક શ્રધાંજલિ 

સ્વ. મનુભાઈ પંચોળી "દર્શક "

સ્વ.મનુભાઈ પંચોળી “દર્શક “

“દર્શક” ના ઉપરના ફોટા ઉપર ક્લિક કરીને વિકિપીડિયા ઉપર એમનો વિગતે પરિચય વાંચો .

 

2 responses to “( 549 ) સ્વ.મનુભાઈ પંચોળી “દર્શક” ની જન્મ શતાબ્દી – શ્રધાંજલિ

 1. pragnaju October 9, 2014 at 5:08 AM

  સ્વ શ્રી મનુભાઈ પંચોલી’દર્શક’ નો શતાબ્દિએ સરસ સંકલન
  ધન્યવાદ
  ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. દર્શક ને સુંદર શ્રધ્ધાંજલી

 2. Ramesh Patel October 8, 2014 at 8:52 PM

  ગુજરાતના સામાજિક ને રાજકીય જીવન પર અમીટ છાપ છોડનારા શ્રી મનુભાઈ પંચોલી’દર્શક’ નો સુંદર અહેવાલ..શતાબ્દિએ સુંદર સંકલન માટે આપને ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: